સામગ્રીઃ ૫૦૦ગ્રા. બટાટા, ૧૦૦ગ્રા. તેલ, ૧૦ ગ્રા. આમલી, ૫ગ્રા. લીલા મરચાં, રાઈ, ૦ll ચ.મેથી, મીઠું, હિંગ,મરચું રીતઃ બટાટાને છોલી તેના અડધા ઈચના ટુકડા કરી, ધોઇ પાણી કાઢી નાખી તેમાં મીઠું નાખી ૧૦ મિનિટ રહેવાદો.બટાટા ને તેલમાં શેકી, સોનેરી ભૂરા રંગના થાય ત્યારે તાપ પરથી ઉતારી લો.મરચું, હિંગ, રાઈ અને મેથી થોડા તેલમાં શેકી, તેમાં આમલીનો રસ ભેળવી બરાબર વાટી નાખો.વાટેલ મસાલાને શેકેલા બટાટામાં ભેળવી અને તરત પીરસો. પોષકતાઃ આમાં ૧૨૦૦ કેલરી છે. આપણે બટાટા શાક તરીકે વાપરીએ છીએ, ખોરાક તરીકે નહિ. બટાટા લેવાથી જિંદગી અને શકિત ટકી રહે છે.
વીજળીને ચમકારે… મોતીડાં પરોવો રે બાઈજી… નહીતર અચાનક અંધારા થાશે જી… વીજળીને ચમકારે… મોતીડાં પરોવો રે બાઈજી… નહીતર અચાનક અંધારા થાશે જી… જોત રે જોતા માં દિવસો વિયા રે ગીયા રે બાઈજી એકવીશ હજાર છસ્સોને કાળ ખાશે જી… જાણીયા રે જેવી આતો અજાણ છે રે વસ્તુ… અધુરીયાને નો કે’વાય જી… કુપટ રસનો આ ખેલ છે અટપટો રે… આપી રે મેલો તો સમજાય જી… મન રે મુકીને તમે, આવો રે મેદાનમાં રે… જાણી લ્યો જીવ કેરી જાત જી… સજાતી વિજાતીની જુગતી બતાવુ ને… બીબે પાડી દઊ બીજી ભાત જી… પીંડ રે […]
સામગ્રીઃ ૫૦૦ ગ્રા. કારેલાં, ૨૫૦ ગ્રા. કાંદા, આદું, મીઠું, મરચાં, હિંગ, રાઈ, ખાંડ, ધાણા, હળદર, તેલ, જીરું. રીતઃ કારેલાંને ધોઈ, છોલીને લાંબા પાતળા કટકા કરી, મીઠું દઈને અડધો કલાક રહેવા દો.કાંદા છોલી સમારીને તેલમાં લાલાશ પડતાં સાંતળી લો.એક તપેલીમાં તેલ મૂકી રાઈ- હિંગનો વધાર કરી કારેલાં નિચોવીને વઘારી દો.ઉપર મરચું, હળદર, ખાંડ અને કાંદા નાખી ફરી હલાવો, મીઠું ચાખીને નાખો.પછી તેને ચઢવા દો. શાક બરાબર ચઢી જાય એટલે ધાણાજીરું નાખીને નીચે ઉતારી લો. પોષકતાઃ આમાં ૧૦૦૦કેલરી છે. કારેલાં લોહ અને વિટામીનથી ભરપૂર છે. ભાવમિશ્ર કારેલાંને કૃમિ મટાડનાર કહે છે. ડાયાબિટીસમાં […]
રામ નામમે લીન હૈ, દેખત સબમેં રામ તાકે પદ વંદન કરૂ, જય જય જલારામ જલારામ ભગતનું વીરપુર માનવસેવાનું ધર્મનું આ જાગતુસ્થાન જૂનાગઢથી પ૦ કિલોમીટર છે. રાજકોટ – જૂનાગઢનાં માર્ગ ઉપર ગોંડલ પાસે આવેલ છે. જૂના સમયની આ વાત છે. ગરવો ગઢ ગિરનાર સાધુસંતોનું સિદ્ધક્ષેત્ર છે, તેથી અનેક મહાત્માઓની વીરપુરના આ ઈષ્ટમાર્ગે આવ – જાવ થતી રહેતી હતી. આ સાધુસંતો ગામમાં કોઈને કોઇ શ્રદ્ધાવાન ગૃહસ્થ પાસે સીધુ-સામાનની માંગ કરતા. એ સમયે યાંત્રિક વાહનો હતા નહી, માત્ર પગે ચાલીને જ લોકો યાત્રા પ્રવાસ કરતા હતા. ત્યારે આજથી બસો વર્ષ પહેલા સોરઠની આ […]
ગુજરાતી રંગભૂમિ તથા ચલચિત્રની જાણીતી અભિનેત્રી અરૂણા ઈરાની ગુજરાતી રંગભૂમિ તથા ચલચિત્રની જાણીતી અભિનેત્રી અરૂણા ઈરાની ગુજરાતી રંગભૂમિ તથા ચલચિત્રની જાણીતી અભિનેત્રી ફરેદૂન ઈરાની એટલે ઈરાની પરિવારના સભ્ય, ભૂતકાળના લક્ષ્મીકાન્ત નાટક સમાજ તથા દેશી નાટક સમાજના સંચાલક અને વર્ષો સુધી જૂની ગુજરાતી રંગભૂમિ સાથે સંકળાયેલા સદ્દગૃહસ્થ. તેમને ઘેર ઈ. ૧૯૪૮માં પુત્રીજન્મ થાય છે. પુત્રીનું નામ અરુણા રાખવામાં આવે છે. આ અરુણા અભિનયક્ષેત્રે અરુણ સમ પ્રકાશિત બનશે એવો ખ્યાલ તેમના જન્મસમયે કોઈને નહિ હોય. બાર વર્ષની ઉંમરથી શરૂ કરી અરુણાએ હિંદી ફિલ્મોમાં સહાયક પાત્રો તરીકે અભિનય આપવાનું શરૂ કર્યું જેમાં તેમણે […]
હિમાલયના હિમાચ્છાદિત પર્વતની તળેટીમાં ૧૧૭૫૦ ફૂટની ઉંચાઈએ કેદારનાથ મહાદેવનું જયોર્તિલિંગ બિરાજમાન છે. સૃષ્ટિની ઉત્પત્તિ વખતે શ્રી વિષ્ણુના બે અવતાર નર અને નારાયણ પાર્થિવ શિવલિંગનું અહીં સ્થાપન કરીને તપ કરી રહ્યાં હતાં. પૂજન વખતે શિવજી પોતે આ પાર્થિવ શિવલિંગમાં પધારતા. આ કઠિન તપથી પ્રસન્ન થઈને કૈલાસપતિએ દર્શન આપ્યાં અને વરદાન માંગવા કહ્યું ત્યારે આ બંને તપસ્વીઓએ કરેલી પ્રાર્થનાથી આશુતોષ જયોતિર્લિંગ સ્વરૂપે અહીં સ્થિત થયા. હિમારછાહિત સુમેરૂ પર્વતની તળેટીમાં કેદારનાથ મહાદેવનું મંદિર દસેક ફૂટ ઊંચા ઓટલા પર બાંધવામાં આવેલ છે. પહાડી શૈલીથી બંધાયેલું આ મંદિર ૩૫ ફૂટ પહોળું, ૬૦ ફૂટ લાંબુ અને […]
(૬) ઓમકારેશ્વર ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ પ્રાચીન કાળમાં, હજારો વર્ષ પહેલાં, શિવ-આરાધના કરતાં કરતાં એકવાર દેવર્ષિ નારદજી વિંધ્યગિરિ પર્વત પર પધાર્યા. વિંધ્યરાજે અતિ ભક્તિભાવથી તેમનો અતિથિ-સત્કાર કર્યો અને કહ્યું કે \”હે ભગવાન્ ! મારું અહોભાગ્ય છે કે આપની કૃપાથી અહીં કોઈ વાતની ખોટ નથી. હું આપની શું સેવા કરું ?\” વિંધ્યરાજની દંભોક્તિ સાંભળીને એમનો અહંકાર તોડવાના નિશ્ચયથી નારદજી ઉભા થઈ ગયા અને ક્રોધથી કહ્યું કે \”તારું શિખર સુમેરુ પર્વતના શિખરોની જેમ દેવલોક સુધી પહોંચતું નથી. છતાં આટલું અભિમાન રાખનારને ત્યાં હું કેવી રીતે રહી શકું?\” એમ કહીને નારદજી ચાલ્યા ગયા. આ સાંભળીને […]
ઈશ્વર નિરાકાર છે, પરંતુ તે ભક્તોની હાર્દિક પ્રાર્થના અભુસાર પોતાની શક્તિથી જુદાંજુદાં રૂપો ધારણ કરે છે. – દયાનંદ સરસ્વતી કીર્તિનો નશો દારૂના નશા કરતાં પણ તેજ હોય છે. દારૂ છોડાવો સહેલો છે પણ કીર્તિ છોડવી સહેલી નથી. – સુદર્શન પરમાત્મા હંમેશાં દયાળુ છે. જે શુદ્ધ અંતઃકરણથી તેની મદદ માગે છે તેને તે અવશ્ય આપે છે. – સ્વામિ વિવેકાનંદ પ્રભુને સમજવા હોય તો પોતાનાં બધાં જ પૂર્વગ્રહો અને પસંદગીઓને બાજુમાં મૂકી દેવાં જોઈએ. – શ્રી માતાજી સજ્જન પુરુષો ક્ષમા વડે જ દુષ્ટ લોકોને નિસ્તેજ બનાવી દે છે. – ભર્તુહરિ ઈશ્વર નિરાકાર […]
અજ્ઞાનશક્તિનું કાર્ય શું ? * વિસ્મરણ કે વિસ્મૃતિ. * ખોટી ઉપાધિમાં વધારો ન થાય તેમાં મદદ કરે છે. * શાંતિ જાળવી રાખવામાં સહાયરૂપ થાય.
સામગ્રીઃ ૪૫૦ગ્રા. પરવળ, ૨૨૫ગ્રા.બટાટા, ૩૦૦ગ્રા. ચણા-લોટ, ૧૫ગ્રા. લીલાં મરચાં, ૫૦ ગ્રા કાંદા, મીઠું,કોપરું,રાઈ, લીબું, કોથમીર, હળદર, મરચું. બનાવવાની રીતઃ પરવળને ધોઈ આખા અથવા બે ટુકડા કરી અર્ધા ચઢે તેમ બાફો.બટાટા બાફી, છાલ કાઢી, છૂંદો કરો. કાંદા- આદું- મરચાં વાટી નાખો.તેલ ગરમ કરી તેમાં રાઈ નાખી વઘાર થાય ત્યારે તેમાં છૂંદેલા બટાટા, વાટેલ મસાલો, હળદર, મીઠું – મરચું – લીંબુનો રસ નાખી રહેવા દો અને આ માવા વડે પરવળ ભરો.થોડું પાણી, મીઠું અને ચણાનો લોટ ભેળવી તૈયાર કરો.આ મિશ્રણમાં ભરેલા પરવળ બોળી, ગરમ તેલમાં તળો અથવા શાકની જેમ થવા દો. પોષકતાઃ […]