જૂનાગઢથી સતાધાર  થઈને ગીરનાં ચારે તરફ ફરતા જંગલમાં આવેલ તુલસીશ્‍યામ ૧૨૩ કિ.મી. નાં રોડ રસ્‍તે છે. તેમજ વેરાવળ કોડીનાર ઉના થઈને ૧૯૬ કિ. મી. નાં રોડ રસ્‍તે તુલસીશ્‍યામ આવે છે. આ માર્ગમાં પ્રભાસ, સોમનાથ, પ્રાચી, ગોરખમઢી વિગેરે તિર્થનાં દર્શન થઈ શકે છે.પુષ્‍પો અને હરિયાળીથી શોભતા કુદરતનાં ભવ્‍ય સાનિધ્‍યમાં તુલસીશ્‍યામનું સ્‍થાનક છે. જૂની પૂરાણ કથા એવી છે કે દિતીનો પુત્ર તલ નામનો અસુરરાજ મ‍હર્ષિ‍ ચ્‍યવન ઋષિ પાસેથી આ ક્ષેત્રમાં આવેલ તપ્‍તીકુંડમાં સ્‍નાનનો મહિમા જાણી પોતાના સાથીઓ સાથે નહાવા આવ્‍યો. અહિં સ્‍નાન કરીને તલરાજા વનની શોભા જોતો હતો ત્‍યાં એક સાલના વૃક્ષન […]

સામગ્રી : ૨ લિટર દૂધ, ૫૦૦ ગ્રામ પૌવા, ૨૦૦ ગ્રામ ખાંડ, થોડાં ટીપાં ગુલાબજળનાં, ૪૦ ગ્રામ કાજુ, ૩૦ ગ્રામ બદામ. રીત : પૌવાને પાણીમાં પલાળો. દૂધમાં ખાંડ નાખી ઉકાળો. તે પછી પૌવા અને ગુલાબજળ ઉમેરો, તે પછી બે મિનિટ ચડવા દો. પછી કાજુ અને બદામ મિક્સ કરો અને ગાર્નિશ પણ કાજુ, બદામ મિક્સ કરો. હવે સર્વ માટે તૈયાર છે. દૂધપૌવાની વધુ લહેજત માણવા તેને શરદપૂર્ણિમાની ઠંડી ઠંડી રાતમાં ઠંડા કરો, પછી ખાવાનાં ઉપયોગમાં લો.

જરૂરી સામગ્રી : (૧) પાણી : ૩ કપ (૨) ગુલાબનો રંગ અને એસેન્સ (૩) ખાંડ : ૨ કપ. બનાવવાની રીત : એક વાસણમાં ખાંડ અને પાણી ભેગાં કરી તેની ચાસણી બનાવવા ગેસ ઉપર મૂકવાં. ૧ તારની ચાસણી થયા બાદ એકદમ ઠંડું થવા દેવું. ઠંડી ચાસણીમાં ગુલાબનો રંગ અને એસેન્સનાં થોડાં ટીપાં નાખવા. બરાબર હલાવીને એક બાટલીમાં ભરી લેવું.  

ADDRESSES OF GUJARATI SAMAJ:ANDHRA  PARADESH

અજ્ઞાન અથવા અવિધાનાં છ અંગો કયાં ? * અજ્ઞાન અથવા અવિધાનાં છ અંગ ગણાવાય છે. -અહંભાવ રાખવો -રાગ કે મોહમાં રોકાયેલા રહેવું. – દ્રેષનું સેવન કરવું. – જે વસ્તુ જેવી છે તેવી જોવાને બદલે જુદી રીતે અથવા વિપરીત રીતે જોવી. – અભિનિવેશ એટલે કે રાગદ્રેષ વગેરેની મન પર સ્થાયિ અસર. –  આત્મવિસ્મૃતિ એટલે કે પોતાના સ્વરૂપને ના ઓળખવું તે અથવા દેહને જ આત્મા માની વર્તવું.

બારે માસ મળતું સસ્તું અને સર્વોપયોગી ફળ કેળાં કેળાં બારે માસ મળતું સસ્તું અને સર્વોપયોગી ફળ છે. તેની ઘણી જાતો છે. તેમાં માંસલ ભાગ ખૂબ હોય છે અને છાલ સહેલાઈથી છૂટી કરી શકાય છે. પાકેલાં કેળાં સારાં. તે જેમ વધુ પાકે છે તેમ છાલ પાતળી થતી જાય છે. કેળાં સ્વાદે મીઠા, સહેજ તૂરા, તાસીરે ઠંડા, પચવામાં ભારે, ચીકણા, ઝાડાને બાંધનાર, પિત્તશામક અને કફકર છે. તે વીર્યવર્ધક, ધાતુવર્ધક, સ્વાદિષ્‍ટ અને પથ્ય છે, રક્તપિત્ત, બળતરા, ક્ષત, ક્ષય, તરસ, આંખના રોગ, પેશાબના રોગ, પથરી, નિર્બળતા, દૂબળાપણું વગેરેમાં સારા છે. બાળક કે કોઈપણ વ્યક્તિ […]

હિન્દુ – તીર્થધામ ભારતના ચાર ધામ : ૧.દ્વારિકા ૨.જગન્નાથપુરી ૩.બદરીનાથ ૪.રામેશ્વર હિમાલય ના ચાર ધામ : ૧.યમુનોત્રી ૨.ગંગોત્રી ૩.કેદારનાથ ૪.બદરીનાથ હિમાલયના પાંચ કેદાર : ૧.કેદારનાથ ૨.મદમહેશ્વર ૩.તુંગનાથ ૪.રુદ્રનાથ ૫.કલ્પેશ્વર ભારતની સાત પવિત્ર પુરી : ૧.અયોધ્યા ૨.મથુરા ૩.હરિદ્વાર ૪.કાશી ૫.કાંચી ૬.અવંતિકા ૭.દ્વારિકાદ્વાદશ જ્યોતિલિંગ : ૧.મલ્લિકાર્જુન (શ્રી શૈલ – આંધ્ર પ્રદેશ) ૨. સોમનાથ (પ્રભાસ પાટણ – ગુજરાત) 3. મહાકાલ (ઉજ્જૈન –મધ્યપ્રદેશ) ૪. વૈદ્યનાથ (પરલી-મહારાષ્ટ્ર) ૫. ઓમકારેશ્વર (મધ્યપ્રદેશ) ૬. ભીમાશંકર (મહારાષ્ટ્ર) ૭. ત્ર્યંબકેશ્વર (મહારાષ્ટ્ર) ૮. નાગનાથ (દ્વારિકા પાસે – ગુજરાત) ૯. કાશી વિશ્વનાથ (કાશી – ઉત્તરપ્રદેશ) ૧૦. રામેશ્વર (તમિલનાડુ) ૧૧. કેદારનાથ (ઉત્તરાંચલ) ૧૨. […]

શૈક્ષણિક સંસ્‍કારોમાં વિદ્યારંભ, ઉપનયન, વેદારંભ, કેશાંત (કે ગોદાન) અને સમાવર્તન (કે સ્‍નાન) સંસ્‍કારોનો સમાવેશ થાય છે. કેશાંત કે ગોદાન સંસ્‍કાર કેશાંત કે ગોદાન એ મહાનામ્‍ની મહાવ્રત, ઉપનિષદ અને ગોદાન એ ચાર વેદવ્રતોમાંનું એક હતું. પહેલાં ત્રણ વ્રતો લુપ્‍ત થતાં ગોદાન સ્‍વતંત્ર સંસ્‍કારના રૂપમાં અસ્તિત્‍વમાં આવ્‍યો. આ સંસ્‍કાર વેદારંભ સંસ્‍કાર કરતાં પ્રાચીન છે. ગૃહ્યસૂત્રોમાં કેશાંતનો ઉલ્‍લેખ આવે છે, પરંતુ વેદારંભનો ઉલ્‍લેખ એમાં મળતો નથી. વ્‍યાસ સ્‍મૃતિમાં આ સંસ્‍કારનો સમાવેશ પ્રસિદ્ઘ સોળ સંસ્‍કારોની યાદીમાં કરવામાં આવ્‍યો છે. કેશાંત સંસ્‍કારમાં બ્રહ્મચારીની દાઢી અને મૂછનું સર્વ પ્રથમ ક્ષૌરકર્મ (મુંડન) કરવામાં આવતું. આ સંસ્‍કારને ગોદાન […]

ઈસુ સનના ૧૮માં સૈકાના સમય પ્રવાહો સૌરાષ્‍ટ્ર માટે કપરા પસાર થયાનું ઈતિહાસકારો નોંધે છે. આ સમયે પ્રર્વતેલા દુષ્‍કાળથી કચ્‍છ અને સિંધમાંથી દુકાળગ્રસ્‍ત માનવ સમુદાય સૌરાષ્‍ટ્રમાં ઉતરી પડેલો અને ભુખ તરસ સંતોષવા ચારે તરફ ફરતો રહેતો. વારંવાર પડેલી કુદરતી આફતોના આ કપરા સમયમાં સોરઠના અનેક સંતોએ પોતાના સ્‍થાન અમર કર્યા છે અને દરેક માનવીને એક સરખો ગણી, નાતજાતના ભેદભાવ ન રાખવા, ભૂખ્‍યાને આશરો અને રોટલો આપવાનો, માનવીના સેવા ધર્મનું અનુકરણ કરવાનો સંદેશો આપી ગયા છે. જલારામ ભગતનું વીરપુર, ગીગા ભગતનું સતાધાર અને દેવીદાસ ભગતનું પરબ માનવ સેવાનો સંદેશો આપતા જાગતા સ્‍થાન […]

પરિચય : અળસી કે અળશી (અતસી, અલસી)નાં છોડ ગુજરાત – ભારતમાં સર્વત્ર થાય છે. આ છોડ દોઢ બે ફુટ ઊંચો, સીધો અને નાજુક હોય છે. એની ઊભી સળીઓ પર બારીક, લાંબા અને એક એકનાં આંતરે ૧ થી ૩ ઇંચ લાંબા ઘાસ જેવાં પાન થાય છે. તેની પર આસમાની રંગના ટોકરા આકારનાં, ચક્રાકારનાં સુંદર પુષ્‍પો આવે છે. એની પર ગોળ દડા જેવા ૧૦ ખાનાવાળાં ફળ થાય છે. તે દરેક ખાનામાં ૧-૧ ચકચક્તિ, ચીકણા, ચીપટા, જરા લાંબા, અંડાકાર, ગંધરહિત, તેલી, ભૂખરાં? રંગનાં બી થાય છે. બીમાં પીળાશ પડતા સફેદ રંગનો ગર્ભ (મગજ) […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors