ભગવાનનો પ્રસાદ લેવો એટલે શું ? * મનને પ્રસન્ન કરવું. * બુદ્ધિને નિર્મળ કરવી. * બધું ભગવાનનું જ છે એમ સમજી જરુર પૂરતું જ લેવું.

મલ્લિકાર્જૂન જ્યોતિર્લિગ એ બાર જ્યોતિર્લિંગમાનું એક છે.હૈદરાબાદથી 245 કિમી દુર આવેલુ,આંધ્રપ્રદેશના કુનુર જીલ્લામાં કૃષ્ણા નદીના કિનારે મલ્લિકાર્જુન મંદિરમાં શ્રીસેલમ જ્યોતિર્લીંગ આવેલું છે. સ્કંદ પુરાણમાં એક આખો અધ્યાય શ્રીસેલાકમંદ આ જ્યોતિર્લીંગની મહિમાનું વર્ણન કરે .શ્રી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ એવુ તીર્થ છે,જ્યાં શિવ અને શક્તિની આરાધનાથી દેવ અને દાનવ બન્નેને સુફળ પ્રાપ્ત થયા. આવો,જાણીએ આ મંદિર સાથે સંકળાયેલી દંતકથા વિશે એક વાર શંકર અને પાર્વતીના પુત્ર ગણેશ અને કાર્તિકેયની વચ્ચે પહેલા લગ્ન કરવાની બાબતમાં વિવાદ થઈ ગયો.ત્યારે શંકર અને પાર્વતીએ કહ્યુ બન્ને માથી જે આ પ્રુથ્વીની પરિક્રમા પહેલા પુરી કરશે તેના લગ્ન પહેલા […]

સતાધાર વીરપુર અને પરબની જગ્‍યા જેવી સેવા ધર્મનો સંદેશો ફેલાવતી સોરઠની શોભા છે આપા ગીગા ભગતનું સતાધાર. જૂનાગઢથી ૫૬ કિલોમીટર રોડ રસ્‍તે છે. તેમજ જૂનાગઢ દેલવાડાના રેલ્‍વેમાર્ગથી સતાધાર જવાય છે. એસ.ટી. બસની સેવા દર કલાકે મળે છે. રોડ માર્ગથી જતા રસ્‍તામાં બીલખા પાસે ચેલૈયાનો ખાંડણીયો અને શેઠ સગાળશાની પ્રસિદ્ધ જગ્‍યાના દર્શન થઈ શકે છે. અહીં બાજુમાંજ દક્ષિ‍ણામુર્તિ પૂજ્ય શ્રીમદ્ આચાર્ય નથુરામ શર્માનો આનંદાશ્રમ છે. એસ. ટી. બસ આ બંને જગ્‍યાએ તથા સતાધારના મંદિર પાસેજ ઉભી રહે છે. જુની હકીકત મુજબ કાઠિયાવાડના કાઠીકુળના સંતાનો સૂરજને ઈષ્‍ટદેવ માને છે. પાંચાળમાં સૂરજદેવળની સ્‍થાપના […]

પર્યાવરણ બચાવવા માટે અત્યારે બાળકોને સૌથી વધારે આગ્રહ કરવામાં આવે છે. કારણ કે આજની પેઢી આવતી કાલનું ભવિષ્ય સુધારશે. આસપાસનાં વૃક્ષો-બગીચાઓથી માંડીને તમામ પર્યાવરણના પ્રશ્ર્નો સુધીની દરેક વાતો બાળકો સાથે કરવી જોઇએ. કુદરતને ખરેખર મન અને આંખોથી જોતાં અને અનુભવતાં બાળકોને શીખવીએ. તેમને ખેતરોમાં, હરિયાળા બાગ-બગીચાઓમાં ફુવારા પાસે, પહાડોની ગોદમાં ફરવા લઇ જઇએ. ઊભેલા પાક અંગેની જાણકારી પણ તેમને ઉપયોગી થઇ પડશે. પાણીની વપરાશ અને અગત્‍ય અંગે તેમને ઊંડી સમજણ આપીએ. જીવન ઉપયોગી પાણી, હવા, વૃક્ષોને નુકસાન ન પહોંચે અને તેમનું જતન થાય તે માટે કયા રસ્‍તા અપનાવવા તે બાળકોને […]

જાણો બ્રહ્માંડ વિશે   ઉત્પતિ     :  વર્તમાન પૂર્વે આશરે ૧૪ અબજ વર્ષ આયુષ્ય     : આશરે ૯ અબજ વર્ષ વિસ્તાર     : ૪૧,૨૫૩ ચો.અંશ.આશરે ૧૫ અબજ પ્રકાશવર્ષ ની ત્રિજીયાસુધી તેની સીમાનો વ્યાપ 

ગુજરાતી વ્યાકરણ વિશે 1. ગુજરાતી ભાષામાં વ્યાકરણનું મહત્વનું એક અંગ એટલે અલંકાર અલંકાર સાહિત્ય કૃતિની શોભામાં અને પ્રભાવમાં વધારો કરે તેવા ભાષાકિય તત્વોને અલંકાર કહેવામાં આવે છે. અલંકારના મુખ્ય બે પ્રકાર છે. નીંદા વડે વખાણ અને વખાણ વડે નીંદા કરવામાં આવે તેને વ્યાજસ્તુતિ અલંકાર કહેવાય છે. દાઃત- અહો! શું તમારા દાંત જાણે પીળી લસણની કળી. (૫) રૂપક અલંકારઃ ઉપમેય અને ઉપમાનને બંને એક જ હોય એ રીતે વર્ણવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને છે. દાઃત-સંસાર સાગર અસાર છે. – ભરીલો શ્વાસમાં એની સુગંધનો દરિયો. (૬) અનન્વય અલંકારઃ ઉપમેયની સરખામણી કરવા […]

‘જેને ઘેર તુલસી ને ગાય તેને ઘર વૈદ્ય ન જાય.‘ ‘જેને ઘેર તુલસી ને ગાય તેને ઘર વૈદ્ય ન જાય.‘ કહેવત ઘણી સાચી છે. તુલસીનો રસ તીખો અને સહેજ કડવો છે. તાસીરે તે ગરમ છે. પચવામાં હલકી અને લૂખી છે. તે વાત-કફશામક અને પિત્તવર્ધક છે. તે જંતુધ્ન, દુર્ગંધનાશક, ઉત્તેજક, અગ્નિદીપક, આમપાચક, કુમિધ્ન, હ્રદયોત્તેજક, રક્તશોધક, શોથહર, મૂત્રલ, સ્વેદજનન, જ્વરધ્ન અને વિષધ્ન છે. શરદી, સળેખમ, ઉધરસ, દમ જેવા રોગોમાં તુલસીનો રસ રોગીને પાવો. મોં વાસ મારતું હોય, ભૂખ મરી ગઈ હોય, ખાવામાં રુચિ ન હોય, પેટ ભર્યું ભર્યું લાગતું હોય તો તુલસીના […]

હ્રદયરોગીઓ માટે ઉપયોગી ઔષધી – સાદડ સાદડ એટલે અર્જુન. તેની સફેદ અને રાતી એમ બે જાત છે. તેની છાલ ચોસલા લગાવ્યા હોય તેવી લાગે છે. બહારથી તે ચીકણી હોય છે. અંદરથી સુંવાળી, જાડી અને રાતી હોય છે. સાદડનો રસ તૂરો છે અને તાસીરે ઠંડી છે. તે હલકી તથા લૂખી છે. હ્રદયરોગ માટે ખૂબ પ્રચાર પામેલ છે. તે કફ–પિત્તશામક, મેદોહર, વિષધ્ન, હ્રદ્ય, જ્વરહર, વ્રણરોપણ અને શામક છે. તેની છાલનું ચૂર્ણ અને ઉકાળો વપરાય છે. તે ઉપરાંત તેનો ક્ષીરપાક, ઘી, અર્જુનારિષ્‍ટ વગેરે પણ બનાવાય છે. ક્ષીરપાક અને ઘીમાં તેની તીક્ષ્‍ણતા ઘટે છે. […]

ઉનાળાનું અમૃત ફળ કાચી કેરી કેરીની ઘણી બધી જાતો છે. ઉનાળાનું એ અમૃત ફળ છે. કાચી અને પાકી બંને કેરીના ગુણમાં તફાવત હોઈ તેને અલગ અલગ જોઈશું. કાચી કેરી સ્વાદે તૂરી અને ખાટી છે. તાસીરે તે ગરમ છે. પચવામાં ભારે અને ગુણમાં લૂખી છે. તે મળને રોકે છે અને ત્રણેય દોષને શાંત કરતી નથી, પરંતુ થોડો પ્રકોપાવે છે. તેનું વધુ સેવન કરવાથી લોહી બગાડ થાય છે. આ નાની કાચી કેરી કે જેને મરવા કહેવામાં આવે છે તેના ગુણો છે. જાળી પડેલી કાચી કેરી નુકશાન કરતી નથી. કાચી કેરી અને ડુંગળીની […]

પરિચય : કોકમ પણ આમલીની જેમ રસોઇને સ્‍વાદિષ્‍ટ બનાવે છે. તે આમલીના જેટલું નુકસાનકર્તા નથી. કોકમની બે જાત છે. કાળાં અને સફેદ. કાળાં કોકમ ઓછા પ્રમાણમાં નુકસાનકર્તા છે પણ આમલી જેટલાં નહિ. સફેદ કોકમ કોકમનાં ફૂલ તરીકે ઓળખાય છે. તે કાળાં કોકમ કરતાં વધુ નુકસાનકર્તા છે. ગુણધર્મ : કોકમ મધુર, રુચિકર, ગ્રાહક, તીખાં, લઘુ, ઉષ્‍ણ, ખાટાં, તૂરાં, રુક્ષ, અગ્નિદીપક, પિત્તકર, ગુરુ, કફકારક છે. તે હ્રદયરોગઘ હરસ, વાયુગોળો, કૃમિ, ઉદરશૂળ વગેરેમાં ફાયદાકારક છે. ઉપયોગ :

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors