પરિચય : ફુદીનાથી આપણે સહુ પરિચિત છીએ. દરરોજ ઉપયોગમાં આવતા લીલા મસાલામાં ફુદીનો અગત્યનું સ્થાન ધરાવે છે. ફુદીના વગર કોથમીરની ચટણી ફીકી લાગે. આપણે ત્યાં દરેક જગ્યાને તે સહેલાઇથી ઊગે છે. તેમાંથી એક પ્રકારની સરસ ગમે તેવી સુગંધ નીકળતી હોય છે. ઔષધ તરીકે બહુ ઉપયોગી છે. જેટલું પ્રાધાન્ય તુલસીને આપવામાં આવ્યું છે તેનાથી પણ વધુ પ્રાધાન્ય કદાચ ફુદીનાને આપી શકાય.
સ્તનપાન થી થતા ફાયદાઓ તમારા શિશુને માંદગી સામે સ્તનપાન રક્ષણ આપે છે અને તે શ્રેષ્ઠ પોષણ છે. મોટા ભાગના શિશુઓને પ્રથમ ૪ થી ૬ મહિના સ્તનપાન પુરતો આહાર પણ આપે છે. સ્તનપાન માટે સલાહ લેવા તમારા ડોકટર અથવા અન્ય કોઈ પણ આરોગ્ય વ્યાવસાયિક અથવા કોઈ મિત્ર કે સગા- સંબંધી કે જેમણે સફળતાપૂર્વક સ્તનપાન કરાવ્યું હોય, તેમની સલાહ લો. વારંવાર સ્તનપાન કરાવવું એ દુધનો સારા પ્રમાણમાં પુરવઠો જાળવવા અને સ્ત્રોત વહેતો રાખવા માટે શ્રેષ્ઠ રસ્તો છે. ગર્ભાવસ્થા દરમિયાન અને પ્રસૂતિ પછી સારો સમતોલ આહાર સ્તનોમાં પૂરતું દૂધ લાવવામાં મદદ કરે છે. […]
જાણો ભારતીય સંસ્કૃતિ વિશે.. * વેદ અને વેદાંગ : વેદ ચાર છે : (૧) ઋગવેદ (૨) યજુર્વેદ (૩) સામવેદ અને (૪) અથર્વવેદ વૈદિક સાહિત્યની છ શાખાઓ વેદાંગ કહેવાય છે, જે આ મુજબ છે : (૧) શિક્ષા (૨) છંદ (૩) વ્યાકરણ (૪) નિઘંટુ (૫) કલ્પ અને (૬) જ્યોતિષ * ષડ્દર્શન : છ વિચાર પ્રણાલિકાઓ ષડ્દર્શન તરીકે ઓળખાય છે, જે આ મુજબ છે : (૧) સાંખ્ય (કપિલ) (૨) યોગ (પતંજલિ) (૩) ન્યાય (ગૌતમ) (૪) વૈશેષિક (કણાદ) (૫) પૂર્વ મીમાંસા (જૈમિની) અને (૬) ઉત્તર મીમાંસા (કુમારિલ ભટ્ટ) * પુરાણ : પુરાણ અઢાર છે […]
જાવંત્રી ,જાયફળ પરિચય : જાવંત્રી એ એક તેજાનો (ગરમ મસાલો) છે. જાયફળના ઝાડને પ્રથમ જે ફળ આવે છે તે થોડાં મોટાં હોય છે. જાયફળ તેની અંદરનું ફળ છે. જાયફળની ઉપરની બાજુ જે છાલ હોય છે તે જ જાવંત્રી છે. જાયફળ અને જાવંત્રી જાયફળ કડવું, તીક્ષ્ણ, ઉષ્ણ, ભોજન પર રુચી ઉત્પન્ન કરનાર, મળને રોકનાર-ગ્રાહી, સ્વર માટે હીતકારી તેમ જ કફ અને વાયુનો નાશ કરનાર છે. એ મોઢાનું બેસ્વાદપણું, મળની દુર્ગંધ, કૃમી, ઉધરસ, ઉલટી-ઉબકા, શ્વાસ-દમ, શોષ, સળેખમ અને હૃદયનાં દર્દો મટાડે છે. જાયફળ ઉંઘ લાવનાર, વીર્યના શીઘ્ર સ્ખલનને મટાડનાર તથા મૈથુનશક્તી વધારનાર […]
સામગ્રી : ઘઉંનો લોટ : ૩૦૦ ગ્રામ, મીઠું : ૧/૨ ચમચી, ઘી ૨ : મોટા ચમચા. રીત : લોટ ચાળી મીઠું નાખી, ઘી નાખી પાણીથી સાધારણ નરમ લોટ બાંધવો. પછી લોટમાંથી સરખા ૧૦ થી ૧૨ લોયા કરવા. પછી એક લોયો લઈ સાધારણ મોટી રોટલી બનાવી તેના ઉપર એક સરખું ઘી ચોપડી તેને વાળીને અડધી કરો. પછી પાછું તેની ઉપર ઘી લગાડી વાળીને ત્રિકોણ કરો. પછી થોડી વણી ગરમ તવી ઉપર નાખી ચારે બાજુ ફરતું ઘી નાખી થોડી લાલ થવા દેવી. પછી પાછું પહેલી બાજુ શેકી લાલ કરવી. આમ બંને બાજુ […]
નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યું તે જ હું તે જ હું શબ્દ બોલે -નરસિંહ મહેતા ઘાટ ઘડ્યા પછી નામરૂપ જુજવાં અંતે તો હેમનું હેમ હોયે -નરસિંહ મહેતા પક્ષાપક્ષી ત્યાં નહિ પરમેશ્વર સમદ્રષ્ટિ ને સર્વ સમાન -નરસિંહ મહેતા હું કરું હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જ્યમ શ્વાન તાણે -નરસિંહ મહેતા..
પરિચય : લીલાં મરચાંથી આપણે સહુ પરિચિત છીએ. સૂકાં લાલ મરચાં કરતાં લીલાં મરચાંનો ઉપયોગ હિતાવહ છે. સ્વાદની રીતે પણ તે ચઢિયાતાં હોય છે. લીલાં મરચાં કોથમીરની ચટણીમાં અગત્યનો ભાગ ભજવે છે, વળી તે ઓછાં ગરમ પડે છે, કારણ કે લીલાં મરચાંમાં પાણીનું પ્રમાણ ખૂબ વધૂ હોય છે. આમ છતાં, તીખું બને તેટલું ઓછું ખાવું. મધ્યમ પ્રમાણ રાખવું. વધારે પડતું તીખું ખાવાથી હોજરીમાં અને આંતરડાંમાં દાહ ઉત્પન્ન થઇ, ચાંદાં પડવાનો સંભવ છે. ગુણધર્મ : તે તીખાં, ઉષ્ણ, પાચક, લોહીવર્ધક, પિત્તલ, દાહક, રુક્ષ, અગ્નિદીપક છે. તે કફ, આમ, કૃમિ અને શુળનો […]
યજ્ઞોપવીત સંસ્કાર રક્ષાબંધન એટલે કે શ્રાવણી પૂર્ણીમાંના જ દિવસે જનોઈ ધારણ કરવાના સંસ્કાર પણ સંપન્ન કરવામાં આવે છે. આ સંસ્કારને યજ્ઞોપવીત (જનોઈ) ધારણ કરવાનો ઉપનયન સંસ્કાર પણ કહેવમાં આવે છે. ઉપ એટલે નજીક અને નયન એટલે આરોહણ જેનાથી ભક્ત પ્રભુ પાસે અને શિષ્ય ગુરૂ તરફ આરોહણ કરે છે તે સંસ્કાર વિધી એટલે જ ઉપનયન સંસ્કાર આ ઉપનયન સંસ્કારોનો આદેશ આપણા વેદશાસ્ત્રોએ આપ્યો છે. જનોઈ ધારણ કરવાથી શિષ્યગુરૂ પાસેથી શિક્ષા પ્રાપ્ત કરવા અને ભક્ત પ્રભુની ભક્તિ કરવા માટે વિધીવત્ રીતે યોગ્ય બને છે.
કોથમીરઃ આંખ માટે ઉતમ અંગ્રેજી: Coriander, હિંદી: धनिया, વૈજ્ઞાનિક નામ: Coriandrum sativum પરિચય : કોથમીર એ ધાણાની પ્રાથમિક અવસ્થા છે. કોથમીરથી આપણે સહુ સારી રીતે પરિચિત છીએ. દરરોજ આવતા લીલાં મસાલામાં કોથમીર મુખ્ય હોય છે. દાળ, કઢી વગેરે વ્યંજનો જરૂરી મસાલા નાખીને સ્વાદિષ્ટ બનાવી શકાય; પરંતુ વ્યંજન ચૂલા પરથી નીચે ઉતાર્યા પછી તેમાં કોથમીર સમારીને નાખવી. કોથમીર નાખવાથી તેની સુગંધ આખા રસોડામાં ફેલાઇ જાય છે અને મગજને તાજગી મળે છે.
સામગ્રીઃ ૨૦૦ગ્રા. મોળું દહીં, ૧૦૦ગ્રા. ચણા- લોટ, ૨૦૦ગ્રા. મેથી, લીલું મરચું, મીઠું, હળદર,તેલ, ખાંડ રીતઃ મેથીના પાને સમારી, ધોઈને વધારો.તેમાં ઉપર લખેલો મસાલો નાખો. પાન ચઢવા આવે એટલે દહીંમાં ચણાના લોટનું ખીરું બનાવીને ભાજીમાં ધીમે ધીમે નાખી હલાવો.બરાબર ઘટ્ટ થાય એટલે નીચે ઉતારી ઉપર કોથમીર ભભરાવો. (મેથીની ભાજી-બટાટા, મેથીની ભાજી-રીંગણ, મેથીની ભાજી-મગની દાળ, મેથીની ભાજી- વાલોળ, મેથીના મૂઠિયા,મેથી પાપડી વગેરેનું મિકસ શાક બનાવી શકાય છે.) પોષકતાઃ આમાં ૧૦૦૦ કેલરી છે. કડવો રસ આપનાર મેથી ખોરાકને વિશિષ્ટ સ્વાદ આપવા સાથે જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે. વાયુનું શમન કરે છે, પિત્તશામક છે. તેનાથી […]