મનુષ્ય શેનાથી ધેરાયેલો રહે છે?
* કાળથી.
-કાળચક્ર સતત ચાલ્યા કરે છે;ઋતુઓમાં પરિવર્તન થયા કરે છે,ીમાં વ્યક્તિનું કાંઈ ચાલતું નથી;સહિષ્ણુતા કેળાવી જીવવું પડે છે એમાં અથવા પ્રત્યેક ઋતુની પ્રતિકુળતામાંથી બચવા ઉપાય કરવો પડે છે.
* કર્મથી.
-મનુષ્ય પોતે કર્મનું નિર્માણ કરે છે અને તેનું ફળ એને જ ભોગવવું પડે છે.છતાં મનુષ્ય સાવધાન રહી કર્મ નથી કરતો અને કર્મોનાં ફળથી એવો ધેરાઈઅ જાય છે કે તેનું જીવન ખારું થઈ જાય છે.
* સ્વભાવથી.
-દરેક મનુષ્યનો આગવો સ્વભાવ હોય છે અને સામાન્ય રીતે તે પોતાના સ્વભાવથી ધેરાયેલો રહે છે.મનુષ્ય પરિસ્થિતિને પોતાની રીતેં જ જોતો હોય છે અને પોતાના સ્વભાવને કારણે જ દુઃખી થતો હોય છે.
* ગુણથી.
-સત્વગુણ, રજોગુણ અને તમોગુણ,એમ ત્રણ ગુણની રમત ચાલ્યા કરે છે.યોગ્ય સમયે યોગ્ય ગુણનો ઉપયોગ થાય તો મનુષ્યને અને તેની સાથે સ<કળાયેલા સમાજને શાંતિ અને આનંદ મળે છે;પણ મોટે ભાગે જે ગુણની હાજરીની જરૂર હોય તે ગુણ હાજર રહેવાને બદલે બીજો ગુણ હાજર હોય છે.