સામગ્રીઃ ખીચડિયા ચોખા ૧૫૦ ગ્રામ, મગની દાળ ૧૫૦ ગ્રામ, તજ બે કટકા, આદુ કટકી, ઘી પ્રમાણસર, ડુંગળી એક, ખાંડ પ્રમાણસર, લીલાં મરચાં બે, કોથમરી થોડીક, લવિંગ પાંચ, પાણી પ્રમાણસર, મીઠું પ્રમાણસર, હળદર પ્રમાણસર, એક લીંબુનો રસ.
આવી પૂણ્યભૂમિમાં હજારો વર્ષ પહેલાં એક શિવભક્ત બ્રાહ્મણ રહેતો હતો. તેને દેવપ્રિય, પ્રિયમેઘ, સુકૃત અને સુવ્રત નામના ચાર પુત્રો હતા. આ પાંચેય બ્રાહ્મણો અગ્નિહોત્રી અને વેદપાઠી હતા અને પોતાની શિવભક્તિ તેમ જ ધર્મનિષ્ઠા માટે ખૂબ મોટી ખ્યાતિ ધરાવતા હતા. બાજુમાં આવેલ જંગલમાં રત્નમાળ નામના પર્વત ઉપર દૂષણ નામનો એક રાક્ષસ રહેતો હતો. તે ઘણો અભિમાની અને ઈર્ષાળુ હતો અને બ્રાહ્મણોની ચોમેર ફેલાએલી કીર્તિથી ઘણો અકળાતો હતો. છેવટે તેણે પોતાની તાંત્રિક વિદ્યા અજમાવીને બ્રહ્માજીની ઉપાસના કરી અને તેમની પાસેથી વરદાન મેળવીને મૃત્યુલોકમાં પાછો ફર્યો અને પોતાના રાક્ષસદળ સાથે આ વિસ્તારમાં ઘૂસીને […]
મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઇ; દૂસરા ન કોઇ, સાધો, સકલ લોક જોઇ …મેરે તો ભાઇ છોડ્યા બંધુ છોડ્યા, છોડ્યા સગા સોઇ; સાધુ સંગ બૈઠ બૈઠ લોક-લાજ ખોઇ …મેરે તો ભગત દેખ રાજી હુઇ, જગત દેખ રોઇ; અંસુઅન જલ સિંચ સિંચ પ્રેમ-બેલી બોઇ …મેરે તો દધિ મથ ઘૃત કાઢિ લિયો, ડાર દઇ છોઇ; રાણા વિષ કો પ્યાલો ભેજ્યો, પીય મગન હોઇ …મેરે તો અબ તો બાત ફૈલ પડી, જાણે સબ કોઇ; મીરાં ઐસી લગન લાગી હોની હો સો હોઇ …મેરે તો
નાગેશ્વર દ્વારકા શહેર અને બેટ દ્વારકા ટાપુની વચ્ચેના માર્ગ પર ગુજરાતમાં સૌરાષ્ટ્રના કાંઠે આ મહત્વનું શિવ મંદિર આવેલું છે. વિશ્વના બાર જ્યોતિર્લિંગ પૈકીનું એક અહીં ભૂગર્ભમાં રહેલા ગર્ભગૃહમાં છે. સામાન્યપણે શાંત આ સ્થળે ધ્યાનસ્થ અવસ્થામાં 25 મીટર ઊંચી શિવની પ્રતિમા અને એક તળાવ સાથે વિશાળ બગીચો મુખ્ય આકર્ષણો છે. કેટલાક પુરાતત્વીય ઉત્ખનનોના દાવા પ્રમાણે આ સ્થળે પાંચ પ્રાચીન શહેરો દટાયેલા પડ્યા છે.
સોમનાથ જૂનાગઢથી સોમનાથ પાટણ રોડ રસ્તે ૯૮ કિલોમીટર છે. રેલ રસ્તે જવા જૂનાગઢથી વેરાવળ પશ્ચિમ રેલ્વેનું છેલ્લું સ્ટેશન છે. ત્યાંથી રોડ રસ્તે ૫ કિલોમીટર દુર સોમનાથ આવેલ છે. પશ્ચિમના સમુદ્ર તટ ઉપર જ્યાં સરસ્વતી નદી સાગરમાં મળે છે ત્યાંથી ભાદર સુધી નદી સુધીનો પ્રદેશ, ગીરના જંગલોમાં તુલસીશ્યામથી માધવપુર સુધીનો વિસ્તારમાં ભગવાન શંકર અતલ સુધી રહેલ હતા. અવકાશ અને પૃથ્વીની વચ્ચેના આ પ્રભામંડલમાં શિવજીની આરાધના કરવાથી પ્રભા અર્થાત તેજ-કાંતિ પ્રાપ્ત થાય તેવી આશા અને શ્રદ્ધાનું આ પવિત્ર સ્થળ તેથી ‘પ્રભાસ‘ કહેવાયું છે. પુરાણકથા મુજબ એક સમયે કલાનિધાન ચંદ્ર પોતાની ચાતુરી ખોઈ […]
ગુજરાતની પ્રજાની પ્રાથમિક જરૂરિયાતો સંતોષાય અને તેને વિકાસની પૂરતી તકો મળે તે માટે વિવિધ ક્ષેત્રે સ્વાયત્ત સંસ્થાઓની સ્થાપના ગુજરાત રાજય દ્વારા થયેલી છે. આવા કેટલાક અગત્યના નિગમો નીચે પ્રમાણે છે : ૧. ગુજરાત ઔદ્યોગીક વિકાસ નિગમ(GIDC) ૨. ગુજરાત ઔદ્યોગીક મૂડી રોકાણ નિગમ(GIIC) ૩. ગુજરાત ખનિજ વિકાસ નિગમ(GMDC) ૪. ગુજરાત જળસંપતિ વિકાસ નિગમ(GWRDC) ૫. ગુજરાત ડેરી વિકાસ નિગમ(GDDC) ૬. ગુજરાત મત્સયદ્યોગ વિકાસ નિગમ(GFDC) ૭. ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ(GFCSC) ૮. ગુજરાત રાજય વનવિકાસ નિગમ(GSFDC) ૯. ગુજરાત રાજય હસ્તઉદ્યોગ વિકાસ નિગમ(GSHCDC) ૧૦. ગુજરાત રાજય હાથસાળ વિકાસ નિગમ(GSHDC) ૧૧. ગુજરાત લઘુઉદ્યોગ નિગમ(GSIC) ૧૨. […]
ખટમીઠા રસથી ભરપૂર દાડમ દાડમના સફેદ, રસાળ, ચમકતા, એકબીજાને અડીને યોઠવાયેલા, ખટમીઠા રસથી ભરપૂર દાણા જ દાડમનું આકર્ષણ છે. દાડમ સ્વાદે મીઠા, ખાટા અને સહેજ તૂરા હોય છે. તાસીરે સહેજ ગરમ, સહેજ ચીકણું, પચવામાં હલકું, અગ્નિદીપક, ગ્રાહી, ત્રિદોષનાશક અને પથ્ય છે. કંઠરોગ, ઊલટી, મંદબુદ્ધિ, દાહ, તાવ, તરસ, મોંની દુર્ગંધ, હ્રદયરોગ વગેરેમાં દાડમ સારા છે. દાડમની છાલ મુખપાકને મટાડે છે. લીલી કે સૂકી દાડમની છાલ મોંમાં રાખી મૂકવાથી મોંના ચાંદાં અને છાલા મટે છે. દાડમના ફૂલને પાણીમાં પીસી, ગાળીને નાકમાં ટીપાં મૂકવાથી નસકોરી મટે છે. દાડમનાં ફૂલ, ફટકડી અને માયાફળને મિશ્ર […]
પરિચય : તમાલવૃક્ષનાં પાંદડાંને \’તમાલપત્ર\’ કહેવાય છે. તમાલવૃક્ષનાં પાંદડાં તજ વૃક્ષનાં પાંદડાં જેવાં જ હોય છે. તેના ગુણ પણ લગભગ એકસરખા જ છે. ગુણધર્મ : તમાલપત્ર મધુર, તીક્ષ્ણ, કિંચિત્ ગરમ અને લઘુ હોય છે. તે તજા ગરમી, કફ અને પિત્તની તકલીફ મટાડે છે. આંતરડાંમાંના આમપ્રકોપનું શમન કરે છે અને કફપ્રધાન રોગોમાં ફાયદો કરે છે. તે પાચનતંત્રના રોગોમાં પણ ઉપયોગી છે. વારંવાર થતી ઝાડાની તકલીફમાં તે સારો ફાયદો કરે છે. ગર્ભાશયની તકલીફોમાં પણ તે ઉપયોગી છે. ગર્ભાશયનું સંકોચન કરવામાં તે મદદરૂપ થાય છે. ગર્ભસ્ત્રાવ અને ગર્ભાપતનની તકલીફમાં પણ તે ફાયદો કરે […]
રમતો બાળકોને આકર્ષે છે. ભાતભાતનાં રમકડાં, પછી તે માટીનાં હોય કે ઇલેકટ્રોનિક, બાળકોને એકસરખો આનંદ આપે છે. બાળકોને રમતો અને રમકડાં ખૂબ ગમે છે. બાળકો રમતાં હોય ત્યારે પણ તેમનો શારીરિક અને માનસિક વિકાસ થતો હોય છે. ઘણીવાર માતા – પિતા રમતાં બાળકોને રોકે છે. ‘‘કયારનો રમે છે. ચાલ હવે.’’ આવી સમયની બેડીઓથી બાળકોને બાંધશો નહીં. ખાસ કરીને વૅકેશનનો સમય એટલે માત્ર રમવાનો અને ઉછળકૂદ કરવાનો સમય છે તેમ માનજો. મનોવૈજ્ઞાનિકો અને સંશોધકોએ પણ રમત અને જ્ઞાનને એકબીજાનાં પૂરક ગણાવ્યાં છે. આજના સમયમાં બાળકોને રમતગમત અને આનંદ માટેનો પૂરતો સમય […]
સૌરાષ્ટ્રના વિખ્યાત લોકગાયક અને લોકસંગીતનિયોજક લોકગીતોની સૂરાવલિમાં સમાયેલું સૌંદર્ય છતું થાય એવી હલકથી ગાવાની ક્ષમતા ધરાવતા અને કથાનકમાં રહેલા વીર કે કરુણ રસને બહેલાવે એવો કંઠ ધરાવતા હિંમતદાન ગઢવીનો જન્મ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના ઢાંકણિયા ગામે ઈ. ૧૯૨૯ના સપ્ટેમ્બર માસની ૮મી તારીખે થયો હતો. પછીથી તેઓ ‘હેમુ‘ નામના લાડીલા ઉપનામથી ઓળખાતા હતા. લોકસાહિત્યની ગીત-કથાઓ, વારતાઓ વગેરેને લોકપ્રિય બનાવવામાં મહત્વનું યોગદાન આપનાર આ ગાયક અને કથા-નિવેદક સૌરાષ્ટ્રના પડધરી ગામે કોળી મહિલાઓનાં ગીતોનું ધ્વનિ-મુદ્રણ કરી રહ્યા હતા ત્યારે જ ઈ. ૧૯૬૫ના ઑગસ્ટ માસની ૨૦મી તારીખે કાયમી વિદાય લઈ પરલોક સિધાવ્યા. પિતાનુ; નામ નાનુભા. […]