પરિચય : મસાલા કેવળ દાળ-શાક માટે જ નથી; જરૂર પડે ઔષધનું પણ કામ કરે. જાણતા હોઇએ તો આપણે ઘરમાં રહેલા મસાલાને પણ ઔષધ બનાવી શકીએ. ગુણધર્મ : રાઇ કડવી, ઉષ્‍ણ, પિત્તકર, દાહક, તીખી, તીક્ષ્‍ણ, રુક્ષ તથા અગ્નિ દીપક છે. વળી વાયુ, ગુલ્મ, કફ, શૂળ, વ્રણ, કૃમિ, ખંજવાળ અને કોઢને દૂર કરનારી છે. રાઇને છોડનાં પાંદડાંનું શાક-તીખું, ઉષ્‍ણ, સ્‍વાદિષ્‍ટ, પિત્તકર તેમજ વાયુ, કફ, કૃમિનાશક છે. તે થોડી માત્રામાં દીપન, પાચન, ઉત્તેજક અને સ્‍વેદલ હોવાથી રસસ્‍ત્રાવ વધારે છે. આથી તેની મંથનક્રિયા સતેજ બને છે. પરિણામે ભૂખ ઊઘડે છે. ઉપયોગ : (૧) શરીર […]

મેથી

મેથીથી આપણે સૌ સારી રીતે પરિચિત છીએ. તેના ગુણોથી આપણે માહિતગાર છીએ. મેથી વાતરોગના ઇલાજ તરીકે ખૂબ જ જાણીતી છે. કોઇ પણ સાંધાની તકલીફ થાય ત્‍યારે આપણને મેથીની અચૂક યાદ આવે છે. સેંકડો વરસથી તેને મળેલી ખ્‍યાતી આજે પણ જરાય ઓછી થઇ નથી. એવું કહેવાય છે કે એક વખત સંધિવાતની તકલીફ થાય પછી તેમાંથી છૂટી શકાતું નથી, પરંતુ સાવ એવું નથી. જો ઇલાજ ચીવટપૂર્વક કરવામાં આવે અને તે લાગુ પડી જાય તો આ તકલીફમાંથી છુટકારો મળી શકે છે.મેથી દાણા એનીમિયા એટલે કે લોહીની ઉણપના દર્દીઓ માટે બહુ ફાયદાકારક હોય છે. […]

ભગવાન અને ભકત વચ્‍ચેનો સંબંધ અલોક્કિ છે. ભકત ભગવાનની પૂજા અર્ચના કરે છે. તેમને સ્‍નાન કરાવે છે. તેમને સુંદર વસ્‍ત્રો પરિધાન કરાવે છે. સાથે સાથે દિનચર્યા દરમ્‍યાન પોતાના સાંસારીક કાર્યો પણ કરે છે અને પોતાના વહેવારો પણ ચલાવે છે. આ બધા કર્મો કરતા તેનું શરીર આરામની માંગણી કરે છે, અને તે ઉંઘી જાય છે. એકક્ષણ ભક્તને વિચાર આવે છે કે પોતે એક માનવ થઈને થોડી પ્રભુ ભકિત અને થોડા સંસારના કર્મો કરવાથી થાકી જતો હોય તો ત્રીલોકના પલનકર્તાને આખી સૃષ્ટિ ચલાવતા શું થાક નહિ લાગતો હોય અને ભક્તના પ્રભુને ઉંઘવા […]

સૂંઠથી ભાગ્‍યે જ કોઇ અપરિચિત હશે. દરેક ઘરમાં તેનો નિત્‍ય ઉપયોગ થતો હોય છે. આદુને સૂકવીને સૂંઠને તૈયાર કરવામાં આવે છે. સૂંઠ તીખી, સ્નિગ્‍ધ, લઘુ, ઉષ્‍ણ, રુચિકર અને આમવાતનાશક છે. ઉપયોગ : (૧) આમવાત અને પેટ શૂળ ઉપર : સૂંઠનો કાઢો પીવો. (૨) હ્રદયરોગ, અગ્નિમાંદ્ય, શ્ર્વાસ, ખાંસી, અરુચિ, સળેખમ અને ઉધરસ ઉપર : સૂંઠનો કાઢો દિવસમાં ત્રણ વખત પીવો. (૩) હરસ ઉપર : સૂંઠનો ચૂર્ણ છાશમાં પીવું. (૪) બાળકોની સંગ્રહણી ઉપર : સૂંઠનો ઘસારો અર્ધી ચમચી દિવસમાં બે વખત ચટાડવો. (૫) આધાશીશી ઉપર : સૂંઠને દૂધમાં અગર પાણીમાં ઘસીને તે […]

પરિચય : હિંગને આપણે સારી રીતે જાણીએ છીએ. તેનો ઉપયોગ દરેક ઘરમાં નિયમિત થતો હોય છે. શુદ્ઘ હિંગ બહુ મોંઘી હોય છે. વળી શુદ્ઘ હિંગ મળવી પણ મુશ્‍કેલ છે. તેને સસ્‍તી વેચવા માટે વેપારીઓ તેમાં જાતજાતની ભેળસેળ કરે છે. હિંગનો વધારે ઉપયોગ પાપડ બનાવવામાં થાય છે. પાપડ સારા બને તે માટે હિંગ પણ સારી ખાતરીની લેવી જોઇએ. લિજ્જત પાપડવાળા આ બાબતમાં ખૂબ જ ચોકસાઇ અને ખ્‍યાલ રાખતા હોય છે. આ જ કારણે આજે તે દેશ-પરદેશમાં ખૂબ જ જાણીતા બન્‍યા છે. ગુણધર્મ : હિંગ તીખી, ઉષ્‍ણ, હ્રદ્ય, પિત્તકર,પાચન, રુચિકર, તીક્ષ્‍ણ તેમજ […]

અફીણ એ એક જાતના ફળ ઉપર ચીરા પાડી તેમાંથી જે રસ ઝરે તેને સૂકવીને બનાવાય છે. ફળના ઝીણા ઝીણા બી તે ખસખસ. અફીણ માદક છે. ખસખસ માદક નથી. ખસખસ સ્વાદે મધુર, તાસીરે ગરમ, પચવામાં ભારે, મળને રોકનાર, વાતશામક, પિત્તશામક અને કફકર છે. તે બળવર્ધક, વાજીકર, વીર્યવર્ધક, કાંતિપ્રદ છે. બાળકને ખૂબ ઝાડા થયા હોય, મરડાને લઈને મળમાં ચીકાશ અને લોહી પડતું હોય, અપચાના કાચા ઝાડા થયા હોય તો ખસખસને દૂધમાં સારી પેઠે લસોટી એકરસ કરી પાવું જોઈએ. માથામાં ખૂબ ખોડો હોય, કેમેય કરીને જતો ન હોય તો દૂધમાં ખસખસને પીસીને માથે […]

પરિચય : આપણે સૌ વરિયાળીથી સારી રીતે પરિચિત છીએ. દરેક ઘરમાં તેનો મુખવાસ તરીકે ઉપયોગ થાય છે. એ મુખને સ્‍વચ્‍છ રાખે છે. સાથે સાથે ઠંડક આપે છે. ઉપરાંત તે મોઢાંમાંની દુર્ગંધનો નાશ પણ કરે છે. મોઢામાં પડેલાં છાલાંને રૂઝવવાનું કામ પણ તે કરે છે. ગુણધર્મ : વરિયાળી તીખી, કડવી, સ્નિગ્‍ધ, પિત્તકારક, દીપન, લઘુ, ઉષ્‍ણ, મેધ્‍ય તથા બસ્તિકર્મક છે. તે ઉપરાંત કફ, વાયુ, જ્વર, ગુલ્‍મ, શૂળ, દાહ, નેત્રરોગ, તૃષા, ઊલટી, વ્રણ, આમ તથા અતિસારમાં લાભદાયક છે. તે દાંતના સડાને રોકે છે. જમ્‍યા પછી ખાવાથી તે મોઢાને સુવાસિત રાખે છે. ઉપયોગ : […]

જામનગર એક વિશિષ્‍ટ શહેર છે. ઐતિહાસિક, અર્વાચીન તેમજ શૈક્ષણિક કેન્‍દ્ર. જામ રાવળે કચ્‍છ છોડીને ઈ. સ. ૧૫૪૦માં જામનગર શહેર વસાવેલું. ત્‍યાર પછી લગભગ ૪૦૦ વર્ષ સુધી આ શહેર સૌરાષ્‍ટ્રના મોટા ને સમૃદ્ધ રાજ્ય ‘નવાનગર સ્‍ટેટ‘નું મુખ્‍ય શહેર બની રહ્યું. જામનગર ઐતિહાસિક શહેર છે. એની ચારે બાજુએ કોટ અને દરવાજા હતા. આ શહેરનો ઈતિહાસ રોમાંચક કથાઓ ને યુદ્ધગાથાઓથી ભરપૂર છે. અહીંના જાડેજાએ ઘણી પરાક્રમકથાઓ આલેખી છે. શહેર વચ્‍ચેના તળાવમાં આવેલો ‘લાખોટા‘ મહેલ જો કહી શકે તો વીરતા અને વેરની, પ્રેમ અને પરાક્રમોની, જામ રાજાઓ ને દીવાનોની અનેક રંગીન ને રોમાંચક કથાઓ […]

૧૮૭પ જન્મ : તા. ૩૧ ઓકટો. નાં રોજ ખેડા જીલ્લાનાં નડિયાદ ગામે. વતન : કરમસદ. પિતા ઝવેરભાઇ અને માતા લાડબાઇનાં ચોથા પુત્ર. અભ્યાસ : પ્રાથમિક તેમજ અંગ્રેજી ત્રીજા ધોરણ સુધીનું શિક્ષણ કરમસદમાં. અંગ્રેજી ચોથા ધોરણ સુધી પેટલાદમાં. ૧૮૯૩ લગ્ન : કરમસદ પાસે ગાના ગામે ૧૮માં વર્ષે ઝવેરબા સાથે લગ્ન. ૧૮૯૭ નડિયાદની સરકારી અંગ્રેજી શાળામાં રર વર્ષની વયે મેટ્રીકની પરીક્ષા પાસ. ૧૯૦૦ વકીલીની પરીક્ષા : નડિયાદની વકીલની પરીક્ષામાં ઊતીર્ણ થયા અને પંચમહાલનાં ગોધરામાં વકીલાતનો શુભારંભ. ૧૯૦ર ગોધરા છોડી બોરસદમાં ફોજદારી વકીલ, જવલંત સફળતા અને ખ્યાપતિ પ્રાપ્તો કરી. ૧૯૦૪/પ સંતાન પ્રાપ્તિ : […]

જાણો ગુજરાતી કવિઃ ભક્ત નરસિંહ મહેતા

નરસિંહ મહેતા ગુજરાતી ભાષા ના થમ કવિ હતાં. આથી તેઓ આદ્ય કવિ કહેવાય છે. તેમણે લખેલ રચનાઓ માં ભજન વૈષ્ણવ જન ખૂબ જાણીતું છે, જે મહાત્મા ગાંધી નું ખૂબ યિ હતું. નરસિંહ મહેતા ઉપનામ નરસૈયો, આદ્યકવિ જન્મ ૧૪૧૪ , ભાવનગર જિલ્લાનું તળાજા ગામ અવસાન ૧૪૮૦ કુટુમ્બ પિતા કૃષ્ણદાસ ( પુરુષોત્ત્।મદાસ ?) માતાઃ દયાકુંવર વ્યવસાય ભજનિક, આખ્યાનકાર મૂખ્ય કૃતિઓ ૧૫૦૦ થી વધારે પદો ; આત્મકથાનક પુત્ર વિવાહ, પુત્રીનું મામેરું, હુંડી, ઝારીનાં પદ ; ભક્તિ પદોસુદામા ચરિત્ર, દાણલીલા, ચાતુરીઓ, જીવન ઝરમર બાળપણ ભગવાન શ્રી કૃષ્ણના પરમભકત આદિ કવિ નરસિંહ મહેતાનો જન્મ ૧૫મી […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors