ગાજર ઠંડીના દિવસોમાં જોવા મળે છે. *ગાજર શિયાળામાં પૌષ્ટિક ખોરાક છે. *ગાજરમાં વિભિન્ન ખનીજ તત્વો અને વિટામીનથી ભરપૂર છે. *ગાજરના સેવનથી ઘણા રોગોનો નાશ થાય છે. કાર્બોહાઈટ્રસ, પ્રોટીન, લોહ ફોસ્ફરશ, કેલ્શિયમ બધા તત્વો સમાયેલા છે. *વિટામીન એ અને ઈ એમાં મળી આવે છે. વિટામીન એ ગાજરમાં મળે છે. *આંખો માટે બહુ જ ફાયદાકારક છે. *સવારમાં ગાજરનો રસ લેવો આંખો માટે ઘણો સારો છે. *જમ્યા પછી ગાજર ખાવાથી દાંતના જીવાણું નાશ પામે છે. *દાંત ચમકદાર બને છે. દંતક્ષય નાશ પામે છે. પેઢામાંથી લોહી આવવું, મોઢામાં વાસ આવવું દૂર થાય છે. *ગાજર […]
આખા વિશ્વમાં બદામ સર્વોત્તમ સૂકોમેવો રૂપે પ્રસિદ્ધ છે. બદામ ઘણી રીતે ઉપયોગી છે. બદામની અનેક વાનગીઓ બનાવાય છે. પાક-વસાણાં, પૌષ્ટિક મિઠાઇઓ વગેરેમાં તે ખાસ વપરાય છે. દૂધ, લસ્સી, આઇસક્રીમ, શરબત વગેરેની બનાવટમાં પણ તે ઉપયોગી છે. બદામનું તેલ પણ કાઢવામાં આવે છે. ટૂંકમાં બદામ એક ઉમદા ફળ-મેવો છે. ઔષધ વિજ્ઞાનની ર્દષ્ટિએ જોઈએ તો તે ઔષધીય ગુણોમાં ભંડાર પણ છે. આ વખતે આપણાં આ બુદ્ધિ અને બળવર્ધક સૂકામેવા વિષે કંઈક વિશેષ જાણવાનો ઉપક્રમ છે. ગુણધર્મો :- બદામનાં આશરે ૨૦ થી ૨૫ ફૂટ ઉંચા વૃક્ષો પશ્ચિમ એશિયાના અફઘાનિસ્તાન-કાબૂલ, તુર્કી તથા યુરોપમાં વધુ […]
નખની સારવાર માટે મેનીક્યોર ખૂબ જ આવશ્યક છે પરંતુ અણઘડ મેનીક્યોરીંગને લીધે હેંગનેઇલ્સ કે વ્હાઇટ સ્પોટસ જેવી નખની તકલીફો થાય છે. જો મેનીક્યોર માટે ઉત્તમ સાધનોનો ઉપયોગ કરવામાં આવે નહિ તો નખને નુકસાન થાય છે. ક્યુટીકલ એટલે નખની ધારીને નુકસાન થતાં રીજીંગનો પ્રશ્ન ઊભો થાય છે. ક્યુટીકલ ઇન્ફેકશન નખના મૂળ પાસે આવેલી ત્વચાનો રોગ છે. નખને પાણીમાં બોળી રાખવાથી, ઘરકામ કરવાથી, સાબુને કારણે કે ડીટરજન્ટને કારણે ક્યુટીકલને નુકસાન થાય છે. ઘણીવાર વધુ પડતું ઇન્ફેકશન થાય તો આખા નખનો પણ તે નાશ કરી શકે છે. આ માટે એન્ટિબેકટેરીયલ ઓઇન્ટમેન્ટ લગાડી શકાય. […]
IMPORTANT TOURISM LINKS: Ministry of Tourism http://tourism.gov.in/ State / UT Tourism http://indiaimage.nic.in/tourism.htm Andaman and Nicobar Islands http://andaman.nic.in/ AP Tourism http://www.aptourism.com/ http://www.andhrapradesh.com http://www.apinfrastructure.com Arunachal Pradesh http://www.arunachaltourism.com/ http://arunachalpradesh.nic.in Assam http://assamgovt.nic.in/ Bihar http://bihar.nic.in/ http://www.nic.in/ptdc/ Chhattisgarh http://cgtourism.nic.in/ Chandigarh http://www.citcochandigarh.com/helpline/ New Delhi http://delhitourism.nic.in/ Goa www.goacom.com http://goagovt.nic.in http://goatourism.nic.in http://www.goatrip.com http://www.goahub.com/goa/travel_guide http://ruralbazargoa.nic.in http://goamuseum.nic.in Gujarat http://www.gujarattourism.com/ Haryana http://www.nic.in/htc/ Himachal Pradesh http://www.hptdc.nic.in/ Jammu and Kashmir http://www.jktourism.org/ Jharkhand http://www.jharkhand.nic.in/tourism/tour.htm Karnataka http://kstdc.nic.in/ Kerala Tourism http://www.keralatourism.org Lakshwadeep http://lakshadweep.nic.in/lakislscvr.htm Madhya Pradesh Tourism http://www.mptourism.com/ Maharashtra http://www.maharashtra.gov.in www.mumbainet.com Manipur http://manipur.nic.in/ Meghalaya http://meghalaya.nic.in www.meghalayatourism.com Mizoram http://mizotourism.nic.in/ Nagaland http://www.nagalandtourism.com/ Orissa http://www.orissa-tourism.com/ Pondicherry http://www.tourisminpondicherry.com Punjab http://ptdc.nic.in/ Rajasthan http://www.rajgovt.org […]
મહુડીઃ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા ગાંધીનગર જિલ્લામાં આવેલા કુલ ૪ તાલુકાઓ પૈકીના એક એવા માણસા તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે. અમદાવાદથી ૮૦ કિ.મી. દૂર વિજાપુર પાસે મહુડી ગામ આવેલું છે. આ તીર્થક્ષેત્ર ૨૦૦૦ જેટલાં વરસ જેટલું પ્રાચીન હોવાનું ગણાય છે. હાલના દેરાસરની તથા ઘંટાકર્ણ મહાવીરના સ્થાનની પ્રતિષ્ઠા વિક્રમ સંવત ૧૯૭૪ અને વિક્રમ સંવત ૧૯૮૦માં થયેલ છે. આ તીર્થસ્થાન ચમત્કારિક ગણાય છે અને ભક્તજનોની આશાઓ અહીં પૂર્ણ થાય છે. તેવી લોકોની માન્યતા છે. અહીંના દેરાસરમાં ઘંટાકર્ણજી તેમજ પદ્માવતી માતાના મંદિરોનો મહિમા મોટો છે. જૈન […]
ગુજરાતનાદક્ષિણ દિશા તરફ વળીએ તો પહેલો ખેડા જિલ્લો આવે. ખેડા જિલ્લો ગુજરાતનો એક સંપન્ને જિલ્લો છે. ધરતીપુત્રો ખેડૂતોની આ ભૂમિ. ખૂબ સુખી અને સમૃદ્ધ પાટીદારોની ધરતી, ખેતી ઉપરાંત આ મહત્વનું શિક્ષણક્ષેત્ર પણ ખરું. વલ્લભભાઈ પટેલ, રવિશંકર મહારાજ અને ભાઇકાકા જેવા સપૂતોની ભૂમિ. તો આવો ખેડામાં પ્રવેશ કરી પહેલાં જઈએ નડિયાદ. ખેડા જિલ્લાનું મહત્વનું નગર નડિયાદ. સરદાર વલ્લભભાઈની જન્મભૂમિ. જૂના વખતમાં હરિદાસ બિહારીદાસ જેવાઓએ પ્રજાકીય ક્ષેત્રે મોટો ફાળો આપેલો. સંનિષ્ઠા લોકસેવક અને ગુજરાત સરકારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઇ પટેલની રાષ્ટ્રી ય સેવા નોંધ-પાત્ર છે. સંતરામ મહારાજનું એ ધામ તો આજેય મંદિર […]
ભાવનગર જિલ્લામાં શેત્રુંજય પર્વતના રમણીય અને કુદરતી સૌંદર્યથી આચ્છાદિત વિસ્તારમાં જૈન ધર્મની આસ્થાનું સ્થાનક ‘પાલિતાણા’ આવેલું છે. સમગ્ર પર્વતીય વિસ્તારમાં ૯૦૦ જેટલા ભવ્ય અને નયનોને રોમાંચિત કરે તેવા દેરાસરો આવેલાં છે. સ્થાપત્ય અને શિલ્પકળાની બેનમૂન કલા-કારીગરી દરેક દિવાલો-છત અને ખંડોમાં ઊભરી આવી હ્યદયને રોમાંચિત કરે છે. ‘પાલિતાણા’ અદ્વિતીય કળા વૈભવ અને આસ્થાના સ્થાનક સમું છે. જે અગણિત જૈનો અને શ્રદ્ધાળું – યાત્રીકોને પોતાના તરફ આકર્ષે છે. ‘પાલિતાણા’ ના નિર્માણમાં સમય, શક્તિ અને નાણાની સાથે સાથે શ્રદ્ધાળુઓની આસ્થા-શ્રદ્ધાનું સિંચન દ્વારા તેનું નિર્માણ થયું હતું.. વિજય-વિલાસ પેલેસ ૧૯૦૬માં રાજા વિજયસિંહજી ગોહિલ દ્વારા નિર્માણ કરવામાં […]
(૧)વિશાલાક્ષી (૨)લિંગધરિણી (૩)લલિતા (૪)કામુકી (૫)કુમુદા (૬)વિશ્વકામા (૭)ગોમતી (૮)કાળચારિણી (૯)મદોત્કરા (૧૦)જયન્તિ (૧૧)ગૌરી (૧૨)રંભા (૧૩)કીર્તિમતિ (૧૪)વિશ્વેશ્વરી (૧૫)પુરુહુતા (૧૬)સન્માર્ગદાયિની (૧૭)મંદા (૧૮)ભદ્રકણિકા (૧૯)ભવાનીબિલ્વપત્રિકા (૨૦)માધવી (૨૧)ભદ્રા (૨૨)જયા (૨૩)કમલા (૨૪)રુદ્રાણી (૨૫)કાલી (૨૬)મહાદેવી (૨૭જળપ્રિયા (૨૮)મહાલિંગા (૨૯)મુકુટેશ્વરી (૩૦)કુમારી (૩૧)લલિતાન્બિકા (૩૨)મંગલા (૩૩)વિમલા (૩૪)ઉત્પલાક્ષી (૩૫)મહોત્મલા (૩૬)અમોધાક્ષી (૩૭)પાટલા (૩૮)નારાયણી (૩૯)રુદ્રસુંદરી (૪૦)વિપુલા (૪૧)કલ્યાણી (૪૨)એકવીરા (૪૩)ચંદ્રિકા (૪૪)રમણા (૪૫)મૃગાવતી (૪૬)કોટવી (૪૭)સુગંધા (૪૮)ત્રિસંધ્યા (૪૯)રતિપ્રિયા (૫૦)નંદની (૫૧)શુભાનંદા (૫૨)રુકમણી (૫૩)રાધા (૫૪)દેવકી (૫૫)પરમેશ્વરી (૫૬)સીતા (૫૭વિશ્યંવાસિની (૫૮)મહાલક્ષ્મી (૫૯)ઉમાદેવી (૬૦)આરોગ્યા (૬૧)મહ્રેશ્વરી (૬૨)અભયા (૬૩)નિતમ્બા (૬૪)માંડવી (૬૫)સ્વાહા (૬૬)પ્રંચડા (૬૭)વરારોહા (૬૮)પુષ્કરાવતી (૬૯)દેવમાતા (૭૦)પશવારઆ (૭૧)મહાભાગા (૭૨)પિંગલેશ્વરી (૭૩)સીંહીકા (૭૪)આતિશોકરી (૭૫)બોલા (૭૬)સુભદ્રા (૭૭)લક્ષ્મી (૭૮)અનંગા
વાસનાના અંકુર કયાં સુધી ફુટયા કરે ? * દેહભાવ પ્રબળ હોય ત્યા સુધી.શરીર ન છુડે ત્યાં સુધીદેહભાવનું સમૂળગૂં વિસર્જન દુષ્કર છે,વિરલ વ્યક્તિઓ જ કામના પ્રભાવથી મુકત રહી શકે છે. * બહિમુર્ખતા રહે ત્યાં સુધી. વાસનાને સમાવી શકાય ખરી ? * દેહધ્યાદ છુડી જાય તો વાસના શમે. * પૂર્ણતાનો અનુભવ થાય તો વાસના શાંત થઈ જાય. * વાસના ઉપભોગથી વધતી જાય છે. * જોર-જુલમથી દમન કરવામાણ આવે તો પણ વધતી જાય છે. * આ બંને પ્રક્રિયાનું કેવળ સૈધ્ધાંતિક નહિ,પંઅ સત્ય જ્ઞાન જ વાસના શમાવનારૂ છે,અથવા વસ્તુ,પદાર્થ કે શરીરના સધન પરિચયથી […]
પરિચય : ખારો દરેક રસોડામાં હોય છે. એ પાપડ બનાવવામાં ખાસ વપરાતો હોઇ ‘પાપડિયા ખારા’ તરીકે જાણીતો છે. ફરસાણ પોચાં અને સારાં થાય તે માટે તેમાં પણ તેનો ઉપયોગ થાય છે. તે ઉપરાંત વટાણા, વાલ, ચણા જેવાં કઠોળ જલદી ચડી જાય તે માટે અલ્પ પ્રમાણમાં તેનો ઉપયોગ થાય છે. કેટલીક સ્ત્રીઓ પોતાના વાળ ધોવા માટે આનો ખાસ ઉપયોગ કરે છે. માથું ધોતી વખતે આના ઉપયોગથી માથામાંની ચિકાશ જલદી નીકળી જાય છે અને વાળ સ્વચ્છ થઇ જાય છે. ગુણધર્મ : તે તીખો, ભારે, વાયુનાશક અને ઠંડો છે. ઉપયોગ : (૧) પેટમાંથી […]