દુનિયામા સર્વશ્રેષ્ઠ સ્થળ હોય તો તે માતાની ‘ગોદ’ છે. એ જ સૃષ્ટિમા જો કોઈ અસહ્ય વર્તન હોય તો તે ‘દગો’ છે. ‘ગોદ’ જેવી શિતળતા હિમાલયમા પણ નથી. ‘દગા’ જેવું અપકૃત્ય શબ્દકોષમા નથી. ‘ગોદ’મા પરમ શાંતિનો અહેસાસ છે. ‘દગો’ કોઈનો સગો નથી. ‘ગોદ’ પામનાર તેની ભાવના અને લાગણી જાણે છે. ‘દગો’ કરનાર સુખ ચેન ગુમાવે છે. ‘ગોદ’નું મહત્વ અને મહત્તા અવર્ણનિય છે. ‘દગો’ દેનાર વખાનો માર્યો હોય છે. ‘ગોદ’મા આચરેલ ખિલખિલાટ અને ધમપછાડા મધુરા લાગે છે. ‘દગો’ કરનારની નિંદ વેરણ થયેલી જણાય છે. ‘ગોદ’ દેનારને કદી ‘દગો’ ન દેશો. ‘દગો’ દેતા […]
*મંદોદરીના પિતાનું નામ=મયાસુર
સીતાનું ધરતીમાં સમાયા પછી ધણો સમય વિત્યા બાદ રામ પુત્રો (૧) કુશ(૨)લવ ભરતપુત્રો(૧)તક્ષ (૨)પુષ્કલ લક્ષ્મણ પુત્રો (૧)અંગદ (૨)ચંદ્રકેતુ શત્રુજ્ઞ પુત્રો (૧)સુબાહુ (૨) શત્રધાતી
પાલખના પાનમાં પુષ્કળ ઔષધિય ગુણો રહેલા છે. તેમાં સાજીખાર અને ચીકાશ વધુ છે. એ પથરીને ઓગાળીને બહાર કાઢે છે. એ તેનો મોટામાં મોટો ગુણ છે. એ ફેફસાંના સડાને પણ સુધારે છે. ઉપરાંત આંતરડાંના રોગ ઝાડો, મરડો, સંગ્રહણી વગેરેમાં પણ તે લાભદાયક છે. ટમેટાં પછી શાકભાજીમાં પાલખની ભાજી સૌથી વધુ તાકાત આપનાર છે. પાલખની ભાજીમાં લોહ અને તાંબાના અંશો હોવાથી તે પાંડુરોગીને માટે પથ્ય છે. તેનામાં લોહી વધારવાનો ગુણ વધુ છે. એ લોહીને શુદ્ધ કરે છે અને હાડકાંને પણ મજબૂત બનાવે છે. પાલખનાં લીલાં પાનનો રસ બાળકોને આપવાથી પૂરતો ફાયદો મળી […]
તાસીરે ચારોળી તાસીરે ઠંડી હોય છે લગભગ બધા સૂકા મેવા તાસીરે ગરમ છે, ચારોળી એ ફળનું બી છે. ચારોળી સ્વાદે મીઠી અને સહેજ ખાટી છે. તાસીરે ઠંડી, પચવામાં ખૂબ ભારે, ચીકણી, મળ સાફ લાવનાર, વાતનાશક, પિત્તનાશક અને કફકર છે. તે બળવર્ધક, વીર્યવર્ધક, જાતીય શક્તિ ધરાવનાર, રોચક અને પથ્ય છે. તે ખૂબ ચાવીને થોડી ખાવી જોઈએ કારણ કે પચવી મુશ્કેલ છે. વાતરોગ, પિત્તરોગ, દાહ, તાવ, તરસ, ક્ષય, દુર્બળતા, કૃશતા વગેરેમાં ચારોળી સારી છે. દરેક મીઠાઈ, પાક અને પકવાનમાં ચારોળીનો સપ્રમાણ ઉપયોગ કરવાથી તેની રોચકતા અને ગુણવત્તા વધે છે. ચારોળીને દૂધમાં પીસીને […]
મોહની શક્તિ શેમાં રહેલી છે ? * દુર્ગુણમય કે દોષસંપન્ન હોય એવા પદાર્થોમાંથી કે વ્યક્તિમાથી અળગા કે મુકત નથી વાતુ તે મ્હની શક્તિને લીધે. -આપણી પ્રકૃતિને શુ રુચિકર છે અને શુ અરુચિકર છે તેની જાણકારી હોવા છેતાં શરીરને હાની પહોચાડનાર પદાર્થને છોડી શકાતો નથી તે મોહને કારણે જ.રોગીને જાણ હોય છે કે ભારે ખોરાક કે તળેલા પદાર્થો તેને માટે ઝેર સમાન છે,છેતાં તે તેને છોડી શકતો નથી કારણકે એવા ખાધ પદાર્થો પ્રત્યે તેને આસર્ષણ છે મોહ પર વિજય કયારે મળે ? * વાસ્તવિકતા સમજાય તો. * વસ્તુ કે વ્યક્તિની પકડ […]
પરિચય : વાવડિંગથી આપણે સૌ સારી પેઠે વાફેક છીએ. ભલે એ મસાલાની ચીજ નથી; પરંતુ, ઘરઘરમાં તેનો ઉપયોગ થાય છે. તે અવારનવાર ઉપયોગમાં આવનારી અતિ નિર્દોષ અને ગુણકારી વસ્તુ છે. મોટા મોટા વૈદ્યો અને બધા જ ઔષધશાસ્ત્રજ્ઞો એને આવકારે છે. બાળરોગ-ચિકિત્સકોએ પણ એને યોગ્ય સ્થાન આપ્યું છે. વાવડિંગના લાલાશ પડતા મરી જેવા દાણા હોય છે. આજકાલનાં ખાનપાન આરોગ્યલક્ષી નથી. તેમાંય બાળકોને ગળ્યું ખૂબ ભાવતું હોય છે. પરિણામે કૃમિની તકલીફ થાય. એ જ પ્રકારનું ખાવાનું ચાલ્યા કરતું હોઇ કૃમિને પોષણ પણ મળતું રહે છે. આ કારણે બાળક દૂબળું જ રહે છે. […]
બટાટાની પચનિયતાનો આધાર તેને પકવવાની રીત પર રહેલો છે. છાલ સાથે યોગ્ય રીતે બાફેલા અને શેકેલા બટાટાનું સરળતાથી પાચન થાય છે. જ્યારે તળેલા બટાટા કે બટાટાની અન્ય સાથે તળેલી બનાવટો દુષ્પાચ્ય બની જાય છે. શેકેલો અને બાફેલા બટાટાનો ઉપયોગ સૌથી ઉત્તમ છે. બટાટા સારી રીતે ધોયા પછી, છાલ સાથે બાફવા અને છાલ સાથે જ. શાકમાં વાપરવા. બટાટા આખા જ બાફવા, તેના ટુકડા કરી તે બાફવાથી, તેની અંદરના ખનિજ દ્રવ્યો (મિનરલ્સ) પાણીમાં જતાં રહે છે. અને છાલ ઉતારી લેવાથી મહત્વના વિટામિનનો નાશ થાય છે. બટાટાને બાફતી વખતે પાણી ખૂબ થોડું રાખવું […]
સુખની જેમ સફળતા મેળવવા માટે તમારે પ્રયત્નો કરવાના હોતા નથી. ખરેખર તો ગમે તેવા મુશ્કેલ પડકારોની સામે ઝઝૂમવાની તૈયારી હોય તો સફળતા આપમેળે તેની પાછળ ખેંચાઇ આવે છે.’
ધનની પ્રાપ્તિ અને બચત માટે જરૂરી છે કે તમારી દેવી મહાલક્ષ્મીની કૃપા રહે. મહાલક્ષ્મીની કૃપા વગર કોઈપણ વ્યક્તિ ધન સાથે સંતુષ્ટ નથી થઈ શકતો. ધર્મશાસ્ત્રો પ્રમાણે મહાલક્ષ્મી તેવા લોકોથી પ્રસન્ન થાય છે જે નીચે પ્રમાણેના કામથી દૂર રહે છે… – વેદ- પુરાણ અનુસાર જે વ્યક્તિ સુર્યોદય પછી અને સુર્યાસ્તના સમયે સૂવે છે તેનાથી લક્ષ્મી રિસાઇ જાય છે. તેની સાથે દિવસમાં ઊંઘવુ એ પણ લક્ષ્મીનો નાશ કરે છે. – રાતમાં દહીં અને દિવસમાં દુધનુ સેવન કરવાથી લક્ષ્મીનો નાશ થાય છે. – ઘર,પૂજાઘરમાં કે દુકાનમાં કોઇપણ પ્રકારની ગંદકી કે દુર્ગંધ હોય તો […]