નખની માવજત કેવી રીતે કરશો ?

નખની સારવાર માટે મેનીક્યોર ખૂબ જ આવશ્યક છે પરંતુ અણઘડ મેનીક્યોરીંગને લીધે હેંગનેઇલ્સ કે વ્હાઇટ સ્પોટસ જેવી નખની તકલીફો થાય છે.
જો મેનીક્યોર માટે ઉત્તમ સાધનોનો ઉપયોગ કરવામાં આવે નહિ તો નખને નુકસાન થાય છે. ક્યુટીકલ એટલે નખની ધારીને નુકસાન થતાં રીજીંગનો પ્રશ્ન ઊભો થાય છે.
ક્યુટીકલ ઇન્ફેકશન નખના મૂળ પાસે આવેલી ત્વચાનો રોગ છે. નખને પાણીમાં બોળી રાખવાથી, ઘરકામ કરવાથી, સાબુને કારણે કે ડીટરજન્ટને કારણે ક્યુટીકલને નુકસાન થાય છે. ઘણીવાર વધુ પડતું ઇન્ફેકશન થાય તો આખા નખનો પણ તે નાશ કરી શકે છે.
આ માટે એન્ટિબેકટેરીયલ ઓઇન્ટમેન્ટ લગાડી શકાય. જો આ સ્થિતિ વધુ સમય રહે તો ચોકકસ ડોકટરને મળવું જોઇએ.
આજની ભાગદોડની જિંદગીમાં આપણને બહુ ઓછો સમય રહે છે. છતાં અઠવાડિયામાં એકવાર નખની માવજત (મેનીક્યોર) કરવી હિતાવહ છે. ત્યાર પછી તો તમારે નખને માત્ર સાચવવા પૂરતી કાળજી લેવાની છે. નેઇલ પોલીસનો એકાદ પટ લગાવી દેવો કે ખાંચા ખૂંચવાળા નખને ફાઇલિંગથી સરખા વગેરે ક્રિયા જરૂરી બને છે. વારંવાર પોલિશ ઘસી કાઢવાથી નખ બટકણા થઈ જવાની દહેશત રહે છે. કારણ કે રીમુવરની અંદર રહેલું તીવ્ર તત્વ નખની સપાટી ઉપર અસર કરે છે. ઘરે નખની સારવાર ‘હોમ મેનીક્યોર’ કેમ કરવી તે હવે તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ. થોડોક મહાવરો કરશો એટલે ફાવટ આવી જશે. ધીમે ધીમે તમે વ્યાવસાયિક કૌશલ્ય પણ તમે મેળવી શકશો. સૌ પ્રથમ તમે હાઈક્વોલિટી મેનીક્યોર સેટ મેળવી લો.
રૂનું પૂમડું લઈને રીમુવર લગાવીને જૂના નેઈલ પોલિશને દૂર કરો. પ્રથમ ટચલી આંગળીથી શરૂઆત કરો. પૂમડુ દબાવીને એકાદ સેકન્ડ રાહ જુઓ અને પછી રંગ ઘસતા જાવ. નખના અગ્રભાગ તરફ લસરકા મારો.
જો નખ વધુ પડતા લાંબા હોય, તો નેઈલ ક્લીપર્સથી થોડો ભાગ કાપીને એમરી બોર્ડથી તેને સુંવાળો બનાવી દો. જો બહુ લાંબા ન હોય તો એમરી બોર્ડ વડે નખને લંબગોળ આકાર આપો. મૃદુતાથી બાજુ પરથી કેન્દ્ર તરફ ઘસો. ખૂણા તરફ બહુ નીચે સુધી ઘસતા નહિ.
શેઈપીંગ (આકાર) કરતી વખતે હળવા પણ ઝડપી સ્ટ્રોક માત્ર એક જ દિશામાં લગાવો અને અણી પાસે ગોળાકાર આકાર બનાવો.
ગરમ સાબુયુક્ત પાણીમાં બે ત્રણ મિનિટ સુધી નખને પલાળી રાખો. આને લીધે ત્વચા નરમ બનશે અને નખ સ્વચ્છ થશે. જો નખ કાળાશ પડતા મેલા હોય, તો સોફટ નેઈલ બ્રશ વાપરો.
ઓરેન્જ સ્ટીક ઉપર કોટનવુલ લગાવીને નખના મૂળ પાસે ક્યુટીકલ ક્રીમ લગાવી દો. ક્યુટીકલને મૃદુતાથી પાછા ધકેલો. કદી બળજબરી કરશો નહિ. નહિતર નખ ઢીલા પડી જશે અને સફેદ ડાઘ પણ પડી શકે છે.
હેન્ડ લોશન કે ક્રીમ લગાવીને બરાબર મસાજ કરો. કાંડાના ભાગથી આગળ તરફ માલિશ કરો. આંગળાને જેમ હાથના મોજા કાઢવા માટે ખેંચવી તેમ ખેંચો.
ક્યુટીકલ સ્ટીક કે ઓરેન્જ સ્ટીક ઉપર કોટનવુલ લગાવીને વધારાનો મેલ દૂર કરો. નખની નીચેના ભાગમાં સ્ટીકની અણીથી સાફ કરો. ક્યુટીકલની આસપાસ તથા નખની આસપાસ હળવેથી સ્ટીકનો ઉપયોગ કરો.
જો તમે નેઈલ પોલિશનો ઉપયોગ કરતા હો તો પ્રથમ નખને કોટનવુલથી સાફ કરી નાખો.
જો પોલિશનો ઉપયોગ ન કરતા હો તો એક જ દિશામાં નેઈલ બફરનો ઉપયોગ ચમક માટે કરો.
જો પોલિશ વાપરતા હો તો નેઈલ સ્ટ્રેગનરવાળું બેઈઝ કોટીંગ લગાવો. જેથી નખ ચોખ્ખા થઈ જાય અને સુકાઈ જાય.
પોલિશના ડાઘાથી નખ પીળા પડી જાય છે. માટે બેઈઝ કોટીંગ તો ખાસ લગાવવું પડે છે. બેઈઝ કોટના ત્રણ સ્ટ્રોક લગાવો એક નીચે અને મધ્યમાં. એક બંને બાજુઓમાં. હવે નેઈલ પોલિશ લગાવો. પ્રથમ કલર કોટ હળવેથી ત્રણેક સ્ટ્રોક લગાવો. એક કેન્દ્ર ભાગથી નીચે અને એક બંને બાજુઓ પર તેને સુકાવા દો. હવે બીજો કોટ લગાવો. હવે તમારા સુંદર નખ લોકોને બતાવી શકો છો.
આ રીતે તમે તમારા નખની દેખભાળ અને શોભા વધારી શકો છો.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors