શત્રુંજ્યની તળેટીમાં આવેલું પાલિતાણા-પદલિપ્‍તપુર મહાન સિદ્ધયોગી નાગાર્જુને એના ગુરુ પદલિપ્‍તની સ્‍મૃતિમાં વસાવેલું છે. મગધની રાજ્ય ક્રાન્તિથી પીડાઈ કેટલાક જૈન પરિવારો રાજસ્‍થાન અને ગુજરાતમાં આવ્‍યા. એમણે અન્‍ય પર્વતરાજોની સાથે જ શત્રુંજ્ય પર દેવમંદિરોની રચના કરી. શત્રુંજ્યગિરિ પર પ્રથમ બંધાવેલું મંદિર કાષ્‍ઠનું હતું પરંતુ શત્રુંજ્યની યાત્રાએ આવેલા રાજેન્‍દ્ર કુમારપાળે અને અમાત્‍ય ઉદયને અગ્નિની ભાવિ આશંકાથી પ્રસ્‍તરનાં મંદિરો નિર્માણ કરવાનો આદેશ આપ્‍યો અને વાગ્‍ભટે એ પરિપૂર્ણ કર્યો. શત્રુંજ્યગિરિનાં મંદિરોના નિર્માણકાર્યમાં આચાર્ય હેમચન્‍દ્રાચાર્ય, મહારાજ સિદ્ધરાજ, મહારાજ કુમારપાળ, અમાત્‍યો ઉદયન, વસ્‍તુપાળ, તેજપાલ, શ્રેષ્ઠિઓ જગડુશાહ, કરમશાહ આદિ, અનેક આચાર્યો, સૂરિઓ, રાજવીઓ, અમાત્‍યો, શ્રેષ્ઠિઓ અને સામાન્‍ય ધર્મવીરોનો […]

કિશનસિંહનો જન્મ ઈ. ૧૯૦૪ના નવેમ્બર માસની ૧૭મી તારીખે વડોદરામાં ક્ષત્રિય રાજપૂત કુળમાં થયો હતો. પિતાનું નામ ગોવિંદસિંહ હતું. કિશનસિંહે માધ્યમિક શિક્ષણ વડોદરામાં લઈ અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતકની પદવી પ્રાપ્‍ત કરી હતી. શાંતિનિકેતનમાં પણ થોડો સમય શિષ્‍યભાવે રહ્યા હતા. થોડો મુંબઈની એક હાઈસ્કૂલમાં નોકરી કરી એકાદ વર્ષ પૉંડીચેરી આશ્રમાં ગાળ્યું હતું. અમેરિકામાં પ્રિંટિંગ પ્‍લાંટ મેનેજમેન્ટનો અભ્યાસક્રમ શીખી વડોદરા આવી ‘સાધના‘ મુદ્રણાલય શરૂ કર્યું હતું. પછીથી આ પ્રેસ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીને અર્પણ કર્યું હતું. ‘ક્ષત્રિય‘ માસિકના તંત્રી તરીકે તેમજ ‘નવગુજરાત‘ના સહતંત્રી તરીકે તેમણે સેવાઓ આપી હતી. અનેક આધ્યાત્મિક સંસ્થાઓ સાથે તેઓ ગાઢ […]

સ્વાસ્થ્યની દૃષ્ટિએ જોઇએ તો લીલાં ટામેટાં સર્વોત્તમ ગણાય છે. પાચનશકિત વધારતાં અને પચવામાં સરળ ટામેટાંનાં ઔષધિય ગુણો વિશે જાણકારી મેળવીએ. ગર્ભવતી સ્ત્રીઓ ઉપરાંત જેની સુવાવડ થઈ ચૂકી હોય તેવી બહેનોની માનસિક અને શારીરિક શકિત માટે ટામેટાંનો રસ સર્વોત્તમ ઔષધિ ગણાય છે. ગેસની તકલીફ વારંવાર થતી હોય તેવી વ્યકિતઓને માટે ટામેટાંની કાપેલી ચીરીઓ ખુબ લાભકારી છે. આની સાથે જો સંચળ ભેળવી દેવામાં આવે તો તે રામબાણ દવાની ગરજ સારે છે. ઉલટીઓ થતી હોય તેવી વ્યકિતઓને આ ઉપચાર કરાવી જુઓ. ટામેટાંના રસની અંદર ખાંડ, એલચીના દાણા, લવીંગ અને મરીનો ભુકો કરી તેને […]

જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું; મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું. આરે કાયા રે હંસા, ડોલવાને લાગી રે; પડી ગયાં દાંત, માંયલી રેખું તો રહ્યું; મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું. તારે ને મારે હંસા પ્રીત્યું બંધાણી રે; ઊડી ગયો હંસ પીંજર પડી તો રહ્યું; મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું. બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરનાં ગુણ; પ્રેમનો પ્યાલો તમને પાઉં ને પીઉં; મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું.

મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા; મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું; મન મારું રહ્યું ન્યારું રે; મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે. સંસારીનું સુખ એવું, ઝાંઝવાનાં નીર જેવું; તેને તુચ્છ કરી ફરીએ રે; મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે. સંસારીનું સુખ કાચું, પરણી રંડાવું પાછું; તેવા ઘેર શીદ જઈએ રે; મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે. પરણું તો પ્રીતમ પ્યારો, રાંડવાનો ભય ટળ્યો રે; મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે. મીરાંબાઈ બલિહારિ, આશા મને એક તારી; હવે હું તો બડભાગી રે; મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે. […]

જશોદા ! તારા કાનુડાને સાદ કરીને વાર રે; આવડી ધૂમ મચાવે વ્રજમાં, નહિ કોઈ પૂછણહાર રે ?… જશોદા. શીંકું તોડ્યું, ગોરસ ઢોળ્યું, ઉઘાડીને બાર રે; માખણ ખાધું, વેરી નાંખ્યું, જાન કીધું આ વાર રે … જશોદા. ખાંખાખોળા કરતો હીંડે, બીએ નહીં લગાર રે; મહી મથવાની ગોળી ફોડી, આ શાં કહીએ લાડ રે …. જશોદા. વારે વારે કહું છું તમને, હવે ન રાખું ભાર રે; નિત ઊઠીને કેટલું સહીએ ? રહેવું નગર મુઝાર રે … જશોદા. ‘મારો કાનજી ઘરમાં હુતો, ક્યારે દીઠો બહાર રે ? દહીં-દૂધનાં માટ ભર્યાં પણ ચાખે ન […]

જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં કોણ જાશે ? ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા વડો રે ગોવાળિયો કોણ થાશે ? … જાગને દહીંતણા દહીંથરા ઘી તણાં ઘેબરાં કઢિયેલ દૂધ તે કોણ પીશે ? હરિ તાર્યો હાથિયો, કાળી નાગ નાથિયો ભૂમિનો ભાર તે કોણ વહેશે ? … જાગને જમુનાને તીરે ગૌધણ ચરાવતાં મધુરીશી મોરલી કોણ વહાશે ? ભણે નરસૈંયો તારા ગુણ ગાઇ રીઝિયે બૂડતાં બાંયડી કોણ સહાશે ? … જાગને નરસિંહ મહેતા

કોળા બે પ્રકારના છે – રાતું અને ભૂરું. રાતું શાકમાં, ભૂરું ઔષધમાં અને પાકમાં વધુ વપરાય. બંનેનું શાક થઈ શકે. કોળા પાકેલાં ખાવા જ સારા. પાકેલ કોળું સ્વાદે મીઠું, તાસીરે ઠંડું, ગુણમાં પચવામાં હલકું, ચીકણું, અગ્નિદીપક, મળ સાફ લાવનાર, વાત-પિત્તનાશક, કફકારક, રસાયન અને પથ્ય છે. તે ધાતુવર્ધક, પોષણ આપનાર, વાજીકર, બળવર્ધક, મૂત્રપિંડ સાફ રાખનાર, હ્રદયને માટે હિતકર, સર્વ દોષનાશક છે. તે પ્રમેહ, પેશાબના રોગો, પથરી, હરસ, લોહી બગાડ, વાયુ અને પિત્તના રોગોમાં સારું છે. ગાંડપણ અને માનસિક રોગમાં ઉત્તમ છે, બુદ્ધિવર્ધક છે. ગુજરાતી લોકો તેનો ઓછો ઉપયોગ કરે છે, પણ […]

દહીંને વલોવી તેમાંથી સારરૂપ માખણ કાઢવામાં આવે છે. માખણ સ્પર્શે ખૂબ જ મૃદુ (સુંવાળું) હોય છે. તે નાનાં-મોટાં સર્વેને માટે અમૃત સમાન છે. ઘી કરતાં માખણ જલદી પચે છે. તાજું માખણ સ્વાદિષ્ટ હોય છે. માખણ દરરોજ નવા તાજા કોશ બનાવે છે. દેહને સુકુમાર કરે છે. વીર્યને ખૂબ વધારે છે તેમજ પિત્ત અને વાયુનો નાશ કરે છે. માખણ અવિદાહી છે. એ અગ્નિને વધારે છે. અર્થાત્ ભૂખ કકડીને લગાડે છે. માખણ પચવામાં હલકું છે તેમજ તરત જ લોહી કરનારું છે. માખણ આંખનું આલોચક પિત્ત વધારનાર છે. તેથી તેનું નિયમિત સેવન કરનારને આંખના […]

*ઘણા માણસોને દૂધ ભાવતું નથી અથવા પચતું નથી તેમને માટે છાશ બહુ ગુણકારી છે. તાજી છાશ સાત્વિક અને આહારની ર્દષ્ટિએ શ્રેષ્ઠ છે. *છાશ ગરીબોની સસ્તી ઔષધિ છે. રોટલો અને છાશ એમનો સાદો આહાર છે, જે શરીરના અનેક દોષો દૂર કરી ગરીબોની તંદુરસ્તી વધારવામાં મહત્વનો ફાળો આપે છે. *છાશનો મધુર રસ પિત્તને શાંત કરી પોષણ આપે છે, ખાટો રસ વાયુને હરી બળ આપે છે અને તૂરો રસ કફદોષને દૂર કરી તાકાત વધારે છે. *ઉત્તર ભારત અને પંજાબમાં છાશમાં સહેજ ખાંડ નાખી તેની લસ્સી બનાવાય છે લસ્સી પિત્ત, દાહ, તરસ અને ગરમીને […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors