માખણને અગ્નિ પર ગરમ કરવાથી ઘી બને છે. ઘીની તાવણી સમયે એક પ્રકારની વિશિષ્ટ સુગંધ આવે છે. ઘી ગોરસ (દહીં)ના ઉત્તમ સારરૂપ મનાય છે. મલાઈમાંથી કાઢેલું ઘી માખણમાંથી બનેલ ઘી જેટલા પર્યાપ્ત ગુણ ધરાવતું નથી. સર્વ પ્રકારનાં ઘીમાં ગાયનું ઘી શ્રેષ્ઠ ગણાય છે. ઘીના સેવનથી ધાતુની વૃદ્ધિ થઈ બળ વધે છે, મગજ શાંત રહે છે, ગરમી દૂર થાય છે અને લોહીની શુદ્ધિ થાય છે. અતિશય શારીરિક શ્રમ કરનારાઓને ઘીનું સેવન અત્યંત હિતકર છે. ભોજનમાં ઓછુંવત્તું ઘી ખાવું જ જોઈએ. ઘી સિવાયનું ભોજન \’ગોઝારું\’ મનાય છે. ઉત્તમ જાતની રસોઈમાં તથા મિષ્ટાન્નોમાં […]

શેરડીનો રસ, તેમાંથી બનતો ગોળ અને ખાંડનો આપણે હંમેશાં ઉપયોગ કરતાં હોઈએ છીએ. શેરડી સ્વાદે મીઠી, તાસીરે ઠંડી, પચવામાં ભારે, ચીકાશયુક્ત, ઝાડાને કરનાર, વાત- પિત્તનાશક અને કફકર છે. તે બળવર્ધક, વૃષ્‍ય અને મૂત્રલ છે. શેરડીને ચૂસીને ખાવી વધુ સારી. તેનો રસ લીંબુ-આદુ નાખીને તાજો પીવો સારો. વાસી રસ નુકસાન કરે. જમ્યા પછી શેરડી ન ખાવી. શેરડી પરમ પિત્તનાશક છે તેથી બળતરા અને તરસ છિપાવે છે. શેરડી થાક દૂર કરી શક્તિ અને સ્ફૂર્તિ આપે છે. કમળાના રોગી માટે શેરડી ઔષધ સમાન છે. રોગીએ ચૂસીને રોજ શેરડી ખાવી. અશક્તિ હોય તો તાજો […]

નારાયણ સરોવર હિંદુઓના પવિત્ર યાત્રાધામો પૈકીનું એક છે. આ સરોવર ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલું છે. નારાયણ સરોવર ભુજથી ૨૧૦ કિમી દૂર આવેલ છે. પ્રાચીન કોટેશ્વર મંદિર અહીંથી ચાર કિમી દૂર છે. હિન્‍દુ શાસ્‍ત્ર પ્રમાણે જે મુખ્‍ય પવિત્ર પાંચ સરોવરો છે તે (૧) માન સરોવર (કૈલાસ), (૨) બિંદુ સરોવર (સિદ્ધપુર-ગુજરાત) (૩) પંપા સરોવર (કર્ણાટક) (૪) બ્રહ્મ સરોવર (પુષ્‍કર, રાજસ્‍થાન) અને (૫) નારાયણ સરોવર (કચ્‍છ-ગુજરાત), એ પાંચ પૈકી નારાયણ સરોવરનું સર્જન સૌ પ્રથમ થયું છે ! એટલું જ નહિ આ વિશ્વ આખાનું સર્વપ્રથમ મીઠા જળનું સરોવર તે નારાયણ […]

આધ્યાત્મની દિશામાં પ્રગતિ થઈ રહી છે તેની કેવી રીતે ખબર પડે? * દ્રન્દ્રરહિત પણાનો અનુભવ થાય તો ખબર પડે. * સંસારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ ઓછુ થતું અનુભવાય. * કામ,ક્રોધ,મદ,મોહ,લોભ અને મ્ત્સર ક્ષીણ થઈ રહ્યા છે તેની અવારનવાર પતીતિ થાય. * સ્થુલથી માડઈ સૂક્ષ્મ કક્ષાના વિચારો ઓગળી રહ્યા છે નિરંતર ચિત શુધ્ધિ થઈ રહી છે,ગહન શાંતિ અન્ર આનંદનો અનુભવ થઈ રહ્યો છે, એવું સર્વ સ્થિતિમાં લાગ્યા કરે. * દ્રન્દ્રને સ્થાને નિદ્રન્દ્ર જોવા મળે,એક જ પરમ ચૈતન્ય વિલસી રહ્યુ છે એવી સમજણની હાજરી રહેવા માંડે.

નિરંજન નરહરિભાઈ ભગતનો જન્મ અમદાવાદમાં એમને મોસાળ ઈ. ૧૯૨૬ના મે માસની ૧૮મી તારીખે થયો હતો. માતાનું નામ મેનાબહેન. તેમના દાદા તેજાનાનો વેપર કતા તેથી મૂળ અટક ગાંધી હતી પરંતુ દાદા ઉત્તરજીવનમાં ભજન-કીર્તન કરવા લાગ્યા આથી ભજનમંડળીઓમાં તે ‘ભગત‘ તરીકે ઓળખાતા. નિરંજનભાઈને આ રીતે ‘ભગત‘ અટક દાદા તરફથી વારસામાં મળી છે. પિતા નરહરિભાઈ અમદાવાદના સંસ્કારી અને ધનાઢ્ય કસ્તુરભાઈની પેઢીમાં કામ કરતા. નિરંજનભાઈએ પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં જ મેળવ્યું. ઈ. ૧૯૪૨ની સ્વાતંત્ર્ય – ચળવળમાં જોડાવાની એમની તીવ્ર ઇચ્છા હોવા છતાં કૌટુંબિક પરિસ્થિતિને કારણે તેમણે એ ચળવળથી અલિપ્‍ત રહેવાનું નક્કી કર્યું. ગાંધીજીએ […]

કેસર એ ખૂબ કિંમતી દ્રવ્ય છે. તેથી તેમાં ભેળસેળને ખૂબ અવકાશ છે. કેસર એ હકીકતમાં ફળોના સ્ત્રીકેસરની સૂકવણી છે. તે સ્વાદે કડવું અને તીખું છે. તાસીરે ગરમ છે. પચવામાં હલકું છે, ચીકાશયુક્ત છે, અગ્નિદીપક, સુગંધી, રોચક, પથ્ય, ત્રિદોષનાશક છે. તે રંગને સુધારે છે. માથાના રોગી માટે સારું છે. હ્રદયને બળ આપે છે. તે દુઃખાવો ઘટાડે છે, મળને બાંધે છે, કામોત્તેજના વધારે છે. કૃમિનાશક છે. આંખના રોગોમાં સારું છે. કંઠરોગ, ઉધરસ, શ્વાસ, ઊલટી, ઝેર, હેડકી, ચામડીના રોગ અને પાકને રૂઝવવામાં ઉપયોગી છે. તે માસિક સાફ લાવે છે. કેસરનો સ્તન ઉપર લેપ […]

વરસાદ સાથે મકાઇનો અનોખો મેળ છે. વર્ષાઋતુમાં મકાઇ દરેક ગલી અને કોર્નર પર મળે છે. કોઇને અમેરિકન તો કોઇને દેશી મકાઇનો સ્વાદ માણવો ગમે છે. વરસતા વરસાદમાં ગરમ ગરમ મકાઇ પર લીંબુ મીઠાનો સ્વાદ, બંને જાણે એક જ દૃશ્યના બે ભાગ ન હોય, પરંતુ તમે મકાઇમાં રહેલ શકિત અંગે જાણો છો? મકાઇના દાણાનો ઉપરનો ભાગ રેષાનો બનેલ હોય છે. એની નીચેનો ભાગ જેને એલ્યૂરોન પડ કહે છે. તેમાં વીસ ટકા પ્રોટીન રહેલું હોય છે. એમાં વિટામિન બીનું પ્રમાણ પણ જોવા મળે છે. એનો અંદરનો ભાગ જેને અંડોસ્પર્મ કહે છે. તેમાં […]

દેશભરના ઉદ્યોગપતિઓમાં અગ્રસ્થાન મેળવી કસ્તૂરભાઈ લાલભાઈએ ગુજરાતને ગૌરવવંતુ બનાવ્યું અને અમદાવાદના કાપડઉદ્યોગમાં પોતાની કુશાગ્ર બુદ્ધિ, કુનેહ અને પ્રતિભાથી મિલોનું માતબર સંકુલ સ્થાપ્‍યું. ઈ. ૧૮૯૪ની ૧૯મી ડિસેમ્બરે અમદાવાદમાં એમનો જન્મ થયો. ગર્ભશ્રીમંત પરિવારમાં તેઓ બીજા પુત્ર હતા. દાદા દલપતભાઈ ભનુભાઈ ઉદ્યોગક્ષેત્રે અગ્રેસર હતા. પિતા લાલભાઈ સ્થાનિક જૈન સમાજના મોવડી હતા. લાલભાઈ શિસ્તના કડક આગ્રહી હતા અને બાળકો પાસે પણ એવી જ અપેક્ષા રાખતા. ધર્મમાં શ્રદ્ધાવાન એમના પરિવારમાં ધાર્મિક નીતિઓનું ચુસ્ત પાલન થતું. ધર્મના પૂરા સંસ્કારો માતા મોહિનીબહેને પુત્રમાં ઉતાર્યા હતા. મેટ્રિકનો અભ્યાસ પૂરો કરી કસ્તૂરભાઈ કૉલેજમાં બેઠા ત્યાં જ પિતાનો સ્વર્ગવાસ […]

કાકડી ગ્રીષ્મ ઋતુમાં ખુબ જ મોટા પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે. કેમકે તે ખુબ જ ઠંડક આપનારી અને પિત્તદાયક છે. કાકડી તરસ છીપાવવાના પણ કામે લાગે છે. તેનાથી રક્તપિત્ત ઓછું થાય છે તેમજ બળતરા પણ શાંત થાય છે. કાકડીમાં વિટામીન સી અને બી ભરપુર માત્રામાં હોય છે તેમજ વિટામીન એ પણ થોડીક માત્રામાં મળી આવે છે. આનાથી વધારે આમાં સોડિયમ. કેલ્શિયમ, ફોસ્ફરસ, ક્લોરાઈડ, સલ્ફર અને લોહ વગેરે તત્વો પણ મળી રહે છે. નાની કોમળ કાકડી ઠંડી, પિત્તનાશક અને મૂત્રને વધારનાર હોય છે. તેથી પથરી વગેરે જેવા રોગોમાં મૂત્ર ઓછું આવતું હોય […]

ગીરની તળેટીમાંથી સમુદ્ર સુધીના દક્ષિ‍ણ સૌરાષ્‍ટ્રના વિસ્‍તારમાં વિસ્‍તરેલું ગીરનું જંગલ વિખ્‍યાત જંગલોમાંનું એક છે. ત્રિભુવન કવિએ ‘ગાજે જંગલ ગીર તણાં‘ કહી જેનું મસ્‍ત વર્ણન કરેલું તે અત્‍યંત સઘન અડાબીડ વિશાળ જંગલ તો હવે ઓછું થઈ ગયું – કુદરત અને મનુષ્‍ય બંનેના વાંકે. પણ હજી તે જંગલ તરીકે જોવાલાયક છે. તોતિંગ વૃક્ષોની છાયામાં ઊછરેલાં અનેક વન્‍યપશુઓ સાથે સૌરાષ્‍ટ્રના માલધારીઓનાં પણ અહીં થાણાં છે. જ્યારે સૌરાષ્‍ટ્રમાં દુકાળ પડે છે ત્‍યારે તો માલધારીઓ પોતાનાં ઢોરઢાંખર લઈ ગિરનારને જ ખોળે જાય છે, એટલે માલધારીઓ તો તેને ‘ઢાંક્યું સાંપડ‘ માને છે. સિંહની વસ્‍તી હવે તો […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors