ગળપણ ઉપરથી ગોળનું નામ પડ્યું એટલે ગોળ ખૂબ ગળ્યો હોય છે. તે એક વર્ષ જૂનો વાપરવો વધુ સારો. ગોળ ગળ્યો, સહેજ ગરમ, પચવામાં હલકો, ત્રિદોષહર, અગ્નિદીપક, ચીકણો, પથ્ય અને શક્તિપ્રદ છે. આ ઉપરાંત તે થાક ઉતારનાર, લોહીબગાડ મટાડનાર, લોહી શુદ્ધ કરનાર, કામશક્તિ વધારનાર અને રસાયન છે. તે પાંડુ, પ્રમેહ, ઉધરસ, શ્વાસ, કફના રોગ તથા પેટના કૃમિ મટાડે છે. ગોળ વિષે એવી માન્યતા છે કે ગોળ ગરમ અને ખાંડ ઠંડી છે. તેવું નથી, હકીકતમાં ખાંડ જ ગરમ છે અને ગોળ બહુ ઓછો ગરમ છે. ગોળ બાળકો અને વૃદ્ધોને પોષણ આપે છે. […]

પરિચય : થોડાં ‍વરસો પહેલાં આપણાં ઘરોમાં સુવાનો મુખવાસ તરીકે ઘણો ઉપયોગ થતો; ઔષધ તરીકે પણ તેનો અવારનવાર ઠીક ઠીક ઉપયોગ થતો; પરંતુ તેના તીખા અને કટુ સ્‍વાદને કારણે હાલમાં તેનો ઉપયોગ ઘણો જ ઘટી ગયો છે. આ સુવાના ગુણનો ખ્‍યાલ કરીને આપણે ફરીથી તેનો ઉપયોગ વધારવો જોઇએ. દરેક સારી અને ગુણકારી વસ્‍તુનો સ્‍વાદ માણવો જોઇએ. ગુણધર્મ : સુવા કડવા, તીખા, પાચક, સ્નિગ્‍ધ, ઉષ્‍ણ, દીપન અને પેટના વાયુની તકલીફ માટે ઉપયોગી છે. તે વાત, કફ, દાહ, જ્વર, નેત્રરોગ, શૂળ, ઊલટી, વ્રણ, અતિસાર, આમ તથા તૃષાની તકલીફને મટાડે છે. વળી લોહીની […]

એ તકલીફ છેક બાલ્યાવસ્થાથી જ શરુ થતી રહી છે.આપણૅ નાના હતા ત્યારે કેટલાક નિર્ણયો હકીકતમાં આપણે જ લેવા જોઈતા હતા.તે માટેની અનુકુળતા માબાપે કરી આપવી જોઈતી હતી પણના,માબાપને તે મંજુર ન હતુ.તેઓ આપણને ભુલ કરતા અટકાવતા હતા.ને એ રીતે તેઓ આપણૂં એક સ્વાતંત્ર્ય છીનવી લેતા.એ સ્વાતંત્ર્ય હતુ ભુલ કરવાની સ્વાતંત્રતા .કારણ?હુ ભુલ કરીશ તો કંઇ નવું શીખી શકીશ જો હુ ભુલજ ના કરુ તો કયાથી કંઈ પણ શીખી શકુ?તે માટે મને એટલી સ્વાતંત્રતા મળવી જ જોઈએ, પણા મારાથી કશી ભુલ થાય તે વડીલોને મંજુર ન હતુ.તેઓ તે વેળા મારા કરતા […]

વાઘેશ્વરી દરવાજાથી બહાર નીકળી ગિરનાર તરફ જતાં રસ્‍તામાં આવે છે સમ્રાટ અશોકનો શિલાલેખ. તેના પર જ ઈ. સ. ના બીજા શતકમાં ક્ષત્રપ સરદાર રુદ્રદમન અને સમ્રાટ ચંદ્રગુપ્‍તે પણ લેખો કોતરાવ્‍યા છે. અશોકે અહીં શિલાલેખ કોતરાવ્‍યો કારણ કે અહીં વિશાળ સુદર્શન તળાવ હતું. તેને કાંઠે આ સ્‍થળ તીર્થ ગણાતું. અહીંથી આગળ ભવનાથ છે. તેમાં હજુ પણ મેળો ભરાય છે, ખાસ કરીને આહીર લોકોનો. ભગવાન શ્રીકૃષ્‍ણના સમયમાં અહીં જ આહીર લોકોનો મેળો ભરાતો. શ્રીકૃષ્‍ણ-બલરામ પણ તેમાં આવેલા. અર્જુન સાધુવેશે આવીને આ મેળામાંથી જ શ્રીકૃષ્‍ણની બહેન સુભદ્રાનું હરણ કરી ગયેલો. આગળ આવે છે. […]

– કારેલાંનાં પાંદડાંનો રસ કાઢી ગરમ પાણીની સાથે પીવાથી પેટમાં રહેલ કૃમિનો નાશ થાય છે. – ઘણા બધા લોકો કારેલાનું નામ સાંભળીને મોઢું બગાડી નાખે છે પછી ખાવાની વાત તો કરવી જ ક્યાં, કારેલાં કડવા હોવાથી લોકો તેનું શાક ખાતા નથી, પરંતુ કારેલાં શરીર માટે લાભદાયક હોય છે. જેવી રીતે આપણને સ્વસ્થ રહેવા માટે ખાટા, મીઠા, તીખા વગેરે રસ જરૂરી છે તેમ કડવો રસ પણ શરીર માટે જરૂરી છે. કારેલાં ખાવાથી વાત, પિત્ત, વિકાર, પાંડુ, મધુપ્રમેહ અને કૃમિનાશક હોય છે. મોટા કારેલાં ખાવાથી પીળિયો, મધુપ્રમેહ અને આફરો ચડતો હોય તો […]

શાકમાં દૂધી પથ્યતમ છે. તે સાજા-માંદા બંને માટે સરખી ગુણકારી છે. વળી રોચક હોઈ બધાને ભાવે છે. તેની ઘણી વાનગી બને છે. દૂધી સ્વાદે મીઠી છે, તે તાસીરે ખૂબ ઠંડી છે, ગુણમાં લૂખી, પચવામાં ભારે, ઝાડાને રોકનાર, વાત-કફકર તથા પિત્તશામક છે. તે બળવર્ધક, પોષક, તર્પક, રોચક, ધાતુવર્ધક, ગર્ભપોષક છે. તે કૃશતા અને મેદ રોગ બંનેમાં આપી શકાય. થાક, બળતરા, બેચેની, અરૂચિ, હ્રદયરોગ, ધાતુક્ષીણતા વગેરેમાં ઉપયોગી છે. પિત્તજન્ય માથાના દુઃખાવામાં, માથાની બળતરામાં, ચક્કર આવતા હોય, લૂ લાગી હોય વગેરેમાં દૂધીને છીણીને માથે ભરવાથી ઠંડક કરીને રોગ મટાડે છે. દૂધીનું તેલ પરમ […]

આપણે જેને આદું તરીકે ઓળખીએ છીએ, તેને સંસ્કૃત ભાષામાં આદ્રક કહે છે. જે હંમેશાં લીલું ભીનું રહે છે અથવા જેને લીધે મુખમાં પાણી આવે છે અને જે જીભને ભીની રાખે છે. આ કર્મોને લીધે આદુંને આદ્રક કહે છે. આદુંમાંથી જલીયાંશ ઊડી જાય ત્યારે તેને સૂંઠ કહે છે. આદુંમાંથી સૂંઠ બને ત્યારે તેમાં એક ઉડનશીલ તેલ ઉત્પન્ન થાય છે. જેથી સૂંઠ એ વિશેષ તીક્ષ્‍ણ, ઉષ્‍ણ અને ગ્રાહી બને છે. આપણા દેશમાં બારે માસ મળતું આદુ એ આયુર્વેદનું એક અનુપમ ઔષધ છે. આ પક્વ આદુને સૂકવવાથી સૂંઠ બને છે. આમ તો આદુ […]

pista((Pistachios)) પિસ્તા ભારતની પેદાશ નથી. તેને પરદેશથી આયાત કરવા પડે છે. ઈરાન, સિરિયા અને અફઘાનિસ્તાનના પિસ્તા સારા ગુણકારી હોય છે.પિસ્તા ખાસ કરીને પશ્ચિમી એશિયામાં જોવા મળે છે પરંતુ તે મોટાભાગના ભૂમધ્ય ક્ષેત્રમાં પણ ઉપલબ્ધ હોય છે. પોષક તત્વોથી સમૃદ્ધ પિસ્તા એક સ્વાસ્થ્યવર્ધક ડ્રાયફ્રુટ છે. પિસ્તા સ્વાદે મીઠા તથા સહેજ કડછા છે. તાસીરે ગરમ, પચવામાં ભારે, સહેજ ચીકાશવાળા, મળને સાફ લાવનાર, વાતનાશક, પિત્તકર અને કફહર છે. આમ તો તેને ત્રણેય દોષ માટે સારા કહ્યાં છે. તે શરીરની ઘાતુઓને પોષણ આપી તેનું બૃહણ કરે છે. તે જાતીય શક્તિ અને શારીરિક માટે પણ […]

કચ્‍છના પાટનગર, ભુજથી ઉત્તર પશ્ચિમે ૮૦ કિ.મી. દૂર આવેલા, માતાના મઢ ખાતે આવેલું આશાપુરા માનું મંદિર, વીતેલાં ૬૦૦ વર્ષમાં કચ્‍છના લોકોની આસ્‍થાનું જીવંત પ્રતીક બની ગયું છે. ઈસુની ૧૪મી સદીના પ્રારંભે લાખો ફુલાણીના પિતાના રાજદરબારમાં મંત્રી તરીકે રહેલા બે કરડ વાણિયાઓ અજો અને અનાગોરે આ મંદિર બનાવ્‍યું હતું, જેને કચ્‍છમાં આવેલા ૧૮૧૯ના ભૂકંપમાં ભારે નુકસાન થયું હતું એ પછી પાંચ વર્ષના ગાળામાં, આ મંદિરને બ્રહ્મક્ષત્રિય સુંદરજી શિવજી અને વલ્‍લભાજીએ ફરી બંધાવ્‍યું હતું. લગભગ ૫૮ ફૂટ લાંબા, ૩૨ ફૂટ પહોળા અને ૫૨ ફૂટ ઊંચા એ પ્રાચીન મંદિરને કચ્‍છમાં ઈ. સ.૨૦૦૧ માં […]

સૌરાષ્‍ટ્રની દક્ષિ‍ણે અરબી સમુદ્રના કિનારે આવેલું ચોરવાડ ગુજરાતના અનેક રમણીય સ્‍થળોમાંનું એક છે. ‘ઝીણા મોર બોલે લીલી નાઘેરમાં‘ એવું આપણું એક લોકગીત છે. આ ‘લીલી નાઘેર‘ તે આ પ્રદેશ, ચોરવાઙ નાગરવેલની લીલી વાડીઓ, ફળફૂલથી લચી પડતા બગીચા, આંખને ઠારે તેવા પોપટિયા રંગની શેરડીની વાડ અને વાડીઓથી આચ્‍છાદિત ચોરવાડની આસપાસનો પ્રદેશ ખરેખર તો ચોરવાડનું મૂળ નામ ‘ચારૂવાડી‘ સાર્થક કરે છે. બળબળતા ઉનાળામાં સૌરાષ્‍ટ્રના બીજા પ્રદેશો ઊના વાયરામાં શેકાતા હોય ત્‍યારે દરિયા કિનારાની આવતી ઠંડી લહેરોથી ચોરવાડ એક આદર્શ શીતળ સ્‍થળ બની રહેતું હોય છે. આથી તો તે ઘણા લાંબા સમયથી દરિયા […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors