બનાસકાંઠા જિલ્લાના બાલારામના રમણીય પ્રાકૃતિક લેન્ડસ્કેપ પર હજી શહેરીકરણની પ્રદૂષિત હવાનો સ્પર્શ નથી થયો. અમદાવાદ-પાલનપુરનાં માર્ગ પર ફંટાઈને બાલારામના રસ્તે વળો એટલે અહીંના વાતાવરણની શીતળતા તમને પ્રસન્નનતાનો અહેસાસ કરાવી જાય. ૧૭ જેટલા રોયલ-સ્યૂટ કક્ષાના રૂમ્સ ધરાવતા બાલારામ પેલેસને દૂરથી જોતા જ એક ભવ્યતાનો અનુભવ થયા વિના ન રહે, અને તેમાં પણ આ પેલેસની આસપાસ મેક્સિકન ગ્રાસની લોનની હરિયાળી તથા નાની-મોટી પગથી તથા પગથિયા પર વિભિન્નક રંગી ખીલેલાં પુષ્પોનું રંગીન સંયોજનો તથા વિવિધ ફૂલ-છોડની ક્યારીઓની ભૌમિતિક રચનાઓ જોતા જ લાગે કે અહીં ઉદ્યાની માવજતમાં અંગત રસ લઈને નવાબી ટકાવી રાખવાના આશયનો […]

જૂનાગઢ અત્‍યંત પ્રાચીન તેમજ ઐતિહાસિક શહેર છે. જૂનાગઢને લગતો પ્રથમ ઐતિહાસિક ઉલ્‍લેખ ચંદ્રગુપ્‍ત મોર્યનો છે. (ઈ. પૂ. ૩૨૨-૨૯૮) અશોકના ગિરનારના લેખમાં જણાવ્‍યા મુજબ તેના રાષ્‍ટ્રીય વૈશ્‍ય પુષ્‍યમિત્રે સુવર્ણસિકતા નદી પર બંધ બાંધીને સુદર્શન સરોવરનું નિર્માણ કર્યું હતું. અશોકના રાપાલે સુદર્શન સરોવર ઈ. ૧૫૦માં પુનઃ નિર્માણ કર્યું હતું. ઈસુની પ્રથમ સદીમાં અહીં ક્ષત્રપ રાજાઓએ ૪૦૦ વર્ષ રાજ કર્યું ત્‍યારે ગુજરાતમાં ગુપ્‍તવંશનું શાસન હતું. ત્‍યાર બાદ મૈત્રક વંશનું શાસન થયું. આ વંશનો સ્‍થાપક ભટ્ટારક હતો. આરબોએ આ વંશનો અંત આણ્યો. ત્‍યાર બાદ ૧૪૭૨ સુધી અહીં યાદવવંશી ચૂડાસમાઓનું રાજ્ય હતું પછી તો દિલ્‍હીથી […]

કષ્ટભંજન દેવનું મંદિર કે જે ગુજરાતના બરવાળા તાલુકાનાં સાળંગપુર ગામામાં આવેલું છે, તે સાળંગપુરના હનુમાન તરિકે પણ પ્રસિદ્ધ છે. આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદીના તાબામાં આવે છે. મંદિરના ઈષ્ટદેવ કષ્ટભંજન હનુમાનદાદાની મૂર્તિની સ્થાપના સ્વામિનારાયણ સંપ્રદાયનાં ગોપાળાનંદ સ્વામીએ કરી હતી. આ સ્થળ અમદાવાદથી આશરે ૧૫૩ કી.મી દૂર આવેલું છે અને નજીકનું મોટું શહેર બોટાદ છે. સ્‍વામિનારાયણ સંપ્રદાયના સ્‍થાપક સંતશ્રી સ્‍વામી સહજાનંદ ઘણું ખરું ગઢડામાં રહેતા હતા. તેમણે સંપ્રદાયના વડા તરીકે નિયુક્ત કરેલા વડતાલના સ્‍વામી ગોપાલાનંદ વારંવાર વડતાલથી વડતાલથી ગઢડા પ્રવાસ કરતી વખતે વચ્‍ચે સાળંગપુરમાં વિશ્રામ કરતા. સાળંગપુરના સ્‍વામિનારાયણ ભક્ત દરબાર […]

તળાજા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં ભાવનગર જિલ્લામાં આવેલું એક નગર છે, જે સૌરાષ્ટ્રના પૂર્વ કિનારે શેત્રુંજી અને તળાજી નદીને કાંઠે વસેલું છે. તળાજા ગુજરાતના જાણીતા સંતકવિ ભક્ત નરસિંહ મહેતાનું જન્મ સ્થળ છે. પાછળથી તેઓ જુનાગઢમાં સ્થાયી થયા હતાં. પ્રાચિનકાળમાં તળાજા તાલધ્વજ નામથી પણ ઓળખાતું હતું. જૈન મંદિરો ઉપરાંત તેમાંની અત્‍યંત પ્રાચીન બૌદ્ધ ગુફાઓ. તે જોઈને હવે નજીકના જ સમુદ્રતીરે જઈએ ગોપનાથ. ગોપનાથ મદિર જયા નરસિંહ મહેતા કૃષ્‍ણલીલાનું સાક્ષાત દર્શન થયેલું.દરિયાકાંઠે રમણીય સ્‍થળ ને પ્રાચીન- સ્‍થાન પણ જીર્ણોદ્ધારિત એટલે નવું લાગતું વિશાળ શિવાલય. હવે તો સરકારી […]

ભારતનો સૌથી મોટો જહાજતોડવાનો વાડો ભાવનગરથી ૫૦ કિ.મી. દૂર અલંગમાં છે જેને લીધે શહેરમાં અનેક ઉદ્યોગો વિકસ્‍યા છે. ભાવનગરની સ્‍થાપના ૧૭૨૩માં થઈ. મૂળ ગોહિલવાડ તરીકે પ્રસિદ્ધ દેશી રાજ્યની રાજધાની અગાઉ પશ્ચિમે ૨૨ કિ. મી. દૂર શિહોરમાં હતી. તે સમયના રાજપૂત રાજા ભાવસિંહજી પહેલા (૧૭૦૩-૧૭૬૩) એ રાજધાની શિહોર વડવા ગામે ખસેડી અને ભાવનગરનાં તોરણ બંધાયાં. એ નાનકડું વડવા આજના શહેરના અસલ વિસ્‍તારનો મહત્‍વનો ભાગ બની ગયું છે. ભાવનગર રાજ્યને પ્રજાવત્‍સલ રાજવીઓ તથા કાબેલ, પ્રતિભાસંપન્‍ન દીવાનોની પરંપરા મળી જેને લીધે તેની એકધારી ઉન્‍નતિ થઈ. રાષ્‍ટ્ર આઝાદ થયું ત્‍યારે ભારતીય સમાવાયસંઘમાં વિલીન થનારાં […]

માંડવી ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં આવેલું નાનું શહેર છે જે આ તાલુકાનું વહિવટી મથક પણ છે અને ભુજથી લગભગ ૬૦ કી.મી નાં અંતરે આવેલું છે. માંડવી કચ્છી સંસ્કૃતિ પ્રતિનિધિ તરીકે જાણીતું શહેર છે. અહિંનો સુંદર સાગર કીનારો, ૨૦ જેટલી પવન ચક્કીઓ તથા સ્વામીનારાયણ મંદીર જોવાલાયક છે. શિરવા, નાગલપુર તથા ભારપુર માંડવીની નજીક આવેલા ગામો છે. બ્રીટીશ રાજ્યના જમાના નો વિજયવિલાસ મહેલ પણ જોવાલાયક છે. માંડવી તેની સ્વાદિષ્ટ ડબલ રોટી માટે પ્રખ્યાત છે. વહાણવટા માટે પણ માંડવી પ્રખ્યાત છે. માંડવી શહેર જૈનધર્મના ભવ્‍ય શહેર તરીકે પણ જાણીતું છે. અહીં ૭૨ […]

સૂરણના કંદ શાકમાં શ્રેષ્‍ઠ ગણવામાં આવે છે, પરંતુ આપણે ત્યાં તેનો ફરાળ સિવાય ભાગ્યે જ ઉપયોગ થાય છે. તેની બે જાત છે. જંગલી એટલે વવળતું સૂરણ, જેમાં ઔષધીય ગુણો વિશેષ હોય છે. બીજું, સાદું સૂરણ જે શાકમાં વપરાય છે. સૂરણ સ્વાદે તીખાશ પડતું તૂરું છે. તાસીરે ગરમ અને ગુણમાં લૂખું, મળશોધક, વાત- કફનાશક છે. તે હરસ, કૃમિ, બરોળ રોગ, ગોળો, વાયુના રોગ, કફના રોગ, ઉધરસ, શ્વાસ, ઊલટી, શૂળ, મેદ રોગ વગેરેમાં ઉપયોગી છે. તે પચવામાં હલકું, અગ્નિદિપક, અન્નપાચક, પિત્તપ્રકોપક અને દાહક છે. સૂરણ ચામડીના રોગી અને લોહી બગાડના રોગી માટે […]

સરગવાનાં ફૂલ અને શીંગનું શાક ખવાય છે. તેના પાન, છાલ, મૂળ વગરેના ઔષધીય ઉપયોગો ઘણા છે. આ સરગવાનેસેજનઅનેમુનગાવગેરેનાનામથીપણઓળખવામાંઆવેછે. અંગ્રેજીમાંતેનેડ્રમસ્ટિકપણકહેવામાંઆવેછે. તેનુંવાનસ્પતિકનામમોરિંગાઓલિફોરાછે. ફિલિપિન્સ, મેક્સિકો, શ્રીલંકા,મલેશિયાવગેરેદેશોમાંપણસરગવાનોખૂબજવધુઉપયોગકરવામાંઆવેછે. દક્ષિણભારતમાંવ્યંજનોમાંતેનોઉપયોગકરવામાંઆવેછે.સરગવાનાબીજમાંથીતેલકાઢવામાઆવેછેઅનેછાલ, પાન, ગુંદર, જડવગેરેમાંથીપણઆયુર્વેદિકદવાઓતૈયારકરવામાંઆવેછે. સરગવો સ્વાદે મીઠો, સહેજ તૂરો, તાસીરે ગરમ, ગુણમાં લૂખો, પચવામાં હલકો, અગ્નિદીપક, મળશોધક, ત્રિદોષશામક છે. તે કૃમિનાશક, બરોળ, સોજા, શ્વાસ, તાવ, મેદ, ગોળો, આંખના રોગ, ચામડીના રોગ, માથાનો દુઃખાવો વગેરેમાં સારો છે. સરગવાની છાલ, સાટોડી, ગોખરું અને વાયુવરણાને સરખે ભાગે લઈ તેનો ઉકાળો કરીને પીવાથી અને તેના કૂચાનો લેપ કરવાથી કેન્સરમાં ઝડપથી લાભ થાય છે. આયુર્વેદમાં 300 રોગોનોસરગવાથીઉપચારબતાવ્યોછે ગામડાંમાંસરગવાનાંકુમળાંઝીણાંપાનઅનેફૂલોનુંપણશાકબનાવવામાંઆવેછે. આશાકદીપક, પાચક, કૃમિનાશકઅનેવાતનાશકગણાયછે. -સરગવામાંકાર્બોહાઈડ્રેટ, […]

શરદ ઋતુ (ભાદરવો-આસો)માં આપાણાં શરીરમાં સ્‍વાભાવિક જ પિત્તદોષનો પ્રકોપ થાય છે. રીંગણાં ગરમ હોવાથી આ શરદ ઋતુમાં ખવાય તો તે ગરમીનાં દર્દો કરે છે. વસંતઋતુ (કારતક-માગશર)માં બહાર ઠંડી પડે છે ત્‍યારે ખાવાથી શરીરમાં ગરમાવો આપનાર રીંગણાં સેવન લાભપ્રદ બને છે. એક વૈદ્ય કવિએ રીંગણાંનાં શાકની અતિશય પ્રશંસા કરતાં લખ્યું છેઃ વંતાક (રીંગણ) વિનાનું ભોજન ધિક્ છે. ડીંટડું હોય પણ શાક જો તેલથી ભરપૂર ન હોય તો તેવું શાક ધિક્ છે. ડીંટડાવાળું તથા ભરપૂર તેલવાળું રીંગણનું શાક હોય પણ જો તે હિંગથી વઘાર્યું ન હોય તો તે ધિક્ છે.\’ ગોળ રીંગણાંને […]

લીલાં શાકભાજી તરીકે ફણસી સૌથી વધુ પ્રમાણમાં વપરાય છે.ફણસી હલકી રેતાળ જમીનથી માંડીને ભારે ચીકાશવાળી એમ બધા પ્રકારની જમીનમાં થાય છે. છાંયડાવાળી ઠંડી જગ્યા તેને વધુ માફક આવે છે. સફેદ બીની ફણસી શિયાળામાં અને કાળા બીની ફણસી ઉનાળા કે ચોમાસામાં વવાય છે. જોકે ફણસી શિયાળુ પાક ગણાય છે. ભારતમાં દર વર્ષે લગભગ છ હજાર હેકટર જમીનમાં તેનું વાવેતર થાય છે અને સાડા બાર લાખ મેટ્રિક ટન જેટલો પાક થાય છે. એક એકરે ફણસીનું પાંચ હજાર રતલથી વધુ ઉત્પાદન થાય છે. ફણસી મુખ્યત્વે ઠીંગણી અને ઊંચી એવી બે જાતની થાય છે. […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors