ગુજરાતની પ્રજાને પરોપજીવી મટાડી, પોતાની તેજસ્વી કૃતિઓ વડે ગુજરાતના પાટનગર શ્રીપત્તન (પાટણ)ને ભારતમાં અગ્રગણ્ય સારસ્વતકેન્દ્રોની હરોળમાં બેસાડનાર જાજવલ્યમાન ગુર્જરરત્ન, કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યનો જન્મ વિ. સં. ૧૧૪૫ની કાર્તિકી પૂર્ણિમાએ ધંધુકા મુકામે મોઢ વણિક કુટુંબમાં થયેલો. ચાંગદેવ એમનું બચપણનું નામ. બાળપણથી જ અપ્રતિમ બુદ્ધિમત્તાવાળા ચાંગદેવની અનન્યસાધારણ મેધા પરખી પૂર્ણતર ગચ્છના મુનિ દેવચન્દ્રજી એમને પોતાની સાથે ખંભાત લઈ ગયા. પાછળથી પિતા ચાચિંગને જાણ થતાં અન્નત્યાગ કરી પુત્રને શોધતા ખંભાત આવ્યા. ઉદયન મંત્રીએ તેના ખોળામાં સમૃદ્ધિનો ઢગલો કરીને ચાંગદેવની તેજસ્વી મેધાને પૂર્ણતઃ ચમકાવવાની તક આપવા સમજાવ્યા. સાચી વસ્તુસ્થિતિ સમજાતાં પિતાએ એ સમૃદ્ધિનો સ્પર્શ પણ કર્યા […]

કચ્છનું આકર્ષણ જેસલ-તોરલ કથા જાણવા જેવી, રોમાંચક તેમજ જ્ઞાનયુક્ત અને પ્રેરક છે. લોકકથા કહે છે : ૧૪ મી સદીના મધ્ય સમયની વાત. જેસલ પ્રબળ પરાક્રમી ને શક્તિશાળી લૂંટારો-સ્‍વચ્‍છંદી અને નિરંકુશ. કારણે-અકારણે લોકોને રહેંસી નાખવા એ તેને મન રમત વાત. પરાક્રમના અભિમાને, શક્તિના ગર્વે, વિજયના કેફે તે ઉત્તરોત્તર બેફામ બનતો જાય છે. લૂંટારુઓ પણ જેની આમાન્‍ય રાખે તેવાં ધોરણોને પણ તે અહંકારના અંધાપામાં કોરાણે મૂકે છે – કુંવારી જાન લૂંટે છે, મોડબંધાને હણે છે, વનના મોરલા મારે છે – તેની આક્રમકતાનો કોઈ આરો નથી, કોઈ આડશ નથી. આ જેસલની ઈચ્‍છાને અંત […]

પંચ મહાલોના પ્રદેશ તરીકે ઓળખાતા પંચમહાલ જિલ્લામાં આવેલું આધશકિત પીઠ ધામ પાવાગઢ અને ગુજરાતની પ્રાચીન રાજધાની ગણાતી કિલ્લેબંધ નગરી ચાંપાનેર ઉપરાંત પ્રાચીન શિલ્‍પ-સ્‍થાપત્‍ય કલાને ઉજાગર કરતા પુરાતન મંદિરો અને તેના અવશેષો અકબંધ અને અડીખમ ઉભા ગુજરાતને ગૌરવ બક્ષે છે. પંચમહાલ જિલ્લાના મુખ્‍ય મથક ગોધરાથી ઉત્તરે આશરે ૭૦ કિ.મી. દૂર ખાનપુર તાલુકાના લવાણા ગામ પાસે આવેલ કલેશ્વરી ધામ શિલ્‍પ સ્‍થાપત્‍યની દ્રષ્ટિએ પુરાતત્‍વવિદો અને પ્રાકૃતિક સૌંદર્યને માણનાર સહેલાણીઓમાં અનોખું આકર્ષણ જન્‍માવે છે. કલેશ્વરી કે કલેહેશ્વરી નાળ તરીકે જાણીતા આ વિસ્‍તારમાં ઇશુની ૧૦ મી સદીથી લઇને ૧૭મી સદી સુધીના શિલ્‍પ સ્‍થાપત્‍યો નિહાળવા મળે […]

ગુજરાતમાં આરાસુરમાં અંબાજીની માન્યતા ઘણી છે. અંબાજીનું સ્થાન આરાસુરના ડુંગરમાં અરવલ્લી પર્વતના ઘાટ થી નૈઋત્ય કોણમાં છે. આબુ રોડ સ્ટેશનથી લગભગ બાર ગાઉ પર આરાસુર નામનું ગામ છે.અને આ ગામમાં અંબાજીનું મંદિર છે.આરાસુર ગામમાં મુખ્ય મંદિર,એની આસપાસ,ધર્મશાળાઓ મોદીની દુકાનો અને મોટે ભાગે જંગલી પહાડી લોકો જેને ભાઉડા કહે છે.તેઓના ઝુંપડા દેખાય છે.યાત્રાળુનું કામકાજ પણ આ ભાઉડા જ કરે છે.  તેની માન્યતા તથા શ્રદ્ધા લોકોમાં વિશેષ જોવા મળે છે. મૂળ આ મંદિર વર્ષો પહેલા બેઠા ઘાટનું નાનું હતું પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ સુધારા સાથે અત્યારે આ […]

પશ્ચિમ ગુજરાતના દરિયાકાંઠે એક બંદર હતું. નામ એનું સંજાણ. વહેલી સવારે એક વહાણ સંજાણ બંદરે લંગારવામાં આવ્યું.એમાંથી મોટાભાગના પ્રવાસીઓ ગુજરાતની ધરતી ઉપર ઉતર્યા.તેમની બોલી જુદી હતી,તેમનો પહેરવેશ કાંઈક જુદા જ પ્રકારનો હતો,તેઓ ઊંચા, પહોળા અને ઘંઉ વર્ણા લોકો હતા. માટે તેમનો દેખાવ પ્રભાવશાળી હોય તેવો દેખાઈ આવતો હતો. વહાણમાંથી ઊતરી તેમાંથી કેટલાક લોકો સંજાણ ગામમાં ગયા. તે વખતે સંજાણમાં હિન્દુ રાજા જાદી રાણાનું રાજ્ય ચાલતું હતું.રાજ્યમાં જઈને એક પરદેશીએ રાણાને પ્રણામ કર્યા. રાણાએ સૌથી પહેલા તેમની ઓળખાણ પૂંછી. પરદેશીએ પ્રેમથી જવાબ આપ્યો, રાજાજી, અમે ઈરાનથી આવીએ છીએ,અમે પારસીઓ છીએ. અમારા […]

જામનગર જિલ્લાની સરહદે દરિયા કિનારે આવેલું હરસિદ્ધ માતાનું પ્રાચીન મંદિર પોરબંદરથી ૨૨ કિ.મી. અને દ્વારકાથી લગભગ ૪૦ કિ.મી દૂર આવેલું છે.મૂળ મંદિર તો કોયલાના ડુંગર ઉપર આવેલું છે.પરંતુ લોક વાયકા એવી છે કે મૂળ મંદિરમાં સ્થાપિત થયેલી દેવી દ્રષ્ટિ સમુદ્ર પર જ્યાં પડતી તે જગ્યાએથી પસાર થતાં જહાજો ડૂબી જતાં હતાં.આથી ગુજરાતના દાનવીર શેઠ જગડુશાએ પોતાના કુટુંબનું બલિદાન આપીને પણ માતાજીનું સ્થાન ટેકરી નીચે પ્રસ્થાપિત કર્યું. બીજી પણ એક લોકવાયકા એવી છે કે મહારાજા વિક્રમાદિત્યે તપશ્ચર્યા કરીને દેવીને પ્રસન્ન કર્યા અને તેમને પોતાની સાથે ઉજજૈન લઈ ગયાં.આમ માતાજીના વાસ દિવસ […]

પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણે જેને પોતાની લીલાભૂમિ અને કર્મભૂમિ બનાવીને સકળ તીર્થોમાં શિરોમણી બનાવેલું છે,એ વડતાલ ગુજરાતનું એક નાનું ગામ છે. વડતાલ જેવા તીર્થ રાજ ક્ષેત્રના મહિમાનું આલેખન કરવું એ મહાસાગરના જળનું પ્રમાણ કાઢવા જેટલું અધરૂ કાર્ય છે. બગવાન શ્રી સ્વામિનારાયણનું જ્યાં પ્રાગટ્ય થયું હતું તે વડતાલ ગામ,મહી વાત્રક અને સાબરમતી નદીઓ વચ્ચે આવેલું ચરોતર નામના અનુપમ પ્રદેશમાં આવેલું છે. આણંદથી આગળ મુખ્ય રેલ્વે લાઈનમાં ચાર માઈલ ઉપર બોરિયાવીનું સ્ટેશન આવે છે. ત્યાંથી ચાર માઈલ દૂર વડતાલ નામનું ગામ આવે છે.અથવા તો અત્યારના અમદાવાદ- વડોદરા હાઈવે ઉપર આણંદ પહેલા […]

અહીં ઈડર વિષે થોડી હકીકત અસ્થાને નહિ ગણાય.ઈડર સંસ્થાન મહીકાંઠા એજન્સીનું એક મુખ્ય રજપૂત સંસ્થાન છે. એની ઉત્તરમાં શિરોહી અને ઉદેપુરની હદ છે. પૂર્વમાં ડુંગરપુરની અને દક્ષિણમાં તથા પશ્વિમમાં મુંબઈ ઈલાકાની અને ગાયકવાડની હદ છે. દક્ષિણ-પશ્વિમમાં થોડો પ્રદેશ સપાટ અને રેતાળ છે,પણ બાકીનો પ્રદેશ ડુંગરાળ અને ઝાડીઓથી ભરેલો છે. ઈડર સંસ્થાન માંથી ચાર નદીઓ સાબરમતી,હાથમતી,મેશ્વો અને વાત્રક પસાર થાય છે.ભાટોની દંતકથા પ્રમાણે ઈડર સંસ્થાનની સ્થાપના ગુહિલોએ કરી છે.ગુહિલો તો પહેલાં ઈડરના ધણી હતા અને ત્યાંથી મેવાડ ગયા એમ મનાય છે. ગુહિલો ગયા પછી ઈડરમાં ભીલોની સત્તા થઈ.ખરી રીતે આ પ્રદેશમાં […]

રમેશ મોહનલાલ પારેખ (જન્મ ૨૭-૧૧-૧૯૪૦, અવસાન ૧૭-૫-૨૦૦૬): કવિ, વાર્તાકાર, બાળસાહિત્યકાર. જન્મ અમરેલીમાં. ૧૯૫૮માં પારેખ અને મહેતા વિદ્યાલય, અમરેલીમાંથી મેટ્રિક. ૧૯૬૦થી જિલ્લા પંચાયત, અમરેલી સાથે સંલગ્ન. આધુનિક સર્જક તરીકેની સર્જનદીક્ષા ૧૯૬૭માં પામ્યા. અનિલ જોશીએ ‘કૃતિ’ના અંકો આપી, એમાં છપાય છે તેવું કશુંક નવું લખવા પ્રેર્યા. એમની સાથે લેખનચર્ચા ચાલી અને આધુનિકતાની સમજણ ઊઘડી. પડકાર ઝીલ્યો અને નવી શૈલીએ લખતા થયા. ૧૯૭૦માં કુમારચંદ્રક. ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક પ્રાપ્ત. ગુજરાતી કવિતાસાહિત્યમાં આગવી મુદ્રા પ્રગટાવતા સર્જક છે. એમણે ગીત, ગઝલ અને અછાંદસ કાવ્યસવરૂપોને ખેડ્યાં છે. થોડાંક સોનેટ પણ લખ્યાં છે. ભાવ, ભાષા અને અભિવ્યક્તિમાં નવીનતા, તાજગી […]

કામ,ક્રોધ,લોભ વગેરેને રહેવાનાં ધર કયાં ? * અવિચારીપણામાં. * ઇન્દ્રિયો,મન અને બુધ્ધિમાં   કામ,ક્રોધને વશ કરવાનો ઉપાય શું ? * દેહથી છુડા રહી વિચારવું. * પોતાની ઉન્દ્રિયોને વશ કરવી તેને લીધે મતિ શુધ્ધ અને સ્થિર રહી શકે છે.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors