કુન્દનિકાનો જન્મ સૌરાષ્ટ્રના લીમડી ગામે ઈ. ૧૯૨૭ના જાન્યુઆરી માસની ૧૧મી તારીખે થયો છે. પિતાનુ; નામ નરોત્તમદાસ. કુન્દનિકાનું ઉપનામ ‘સ્નેહધન‘ છે. મકરંદ દવે સાથે લગ્ન કરી હાલ વલસાડથી ધરમપુર જવાના રસ્તે ‘નંદિગ્રામ આશ્રમ‘ સ્થાપી બંને પતિ- પત્ની આદિવાસી સમાજની સેવા કરી રહ્યાં છે. તેમણે પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ પંચમહાલ જિલ્લાના ગોધરા ગામે લીધું. ઈ. ૧૯૪૮માં ભાવનગરમાંથી બી. એ. થયાં. તેમના વિષયો હતા રાજકારણ અને ઇતિહાસ. શાળાજીવન દરમિયાન તેમને સાહિત્ય પ્રત્યે અનુરાગ હતો. પરિણામતઃ ઉચ્ચ શિક્ષણ લીધા બાદ તેઓ ‘યાત્રિક‘ અને ‘નવનીત‘ નામનાં સામયિકોનાં સંપાદક બન્યાં. સંપાદક તરીકે તેમણે સમજપૂર્વક કામગીરી બજાવી […]
માનવીને જયારથી સમજ આવી છે ત્યારથી તેણે તેની આજુ બાજુની જીવસૃષ્ટિ અને તારા મઢયા આકાશનું નિરીક્ષણ ચાલુ કર્યુ છે. પહેલાં તો ડરને લીધે માનવી ગુફામાં રહેતો. પરંતુ થોડા વખતમાં તે રાતના સમયે પણ ખુલ્લામાં આવવા લાગ્યો અને આકાશમાં ચમકતા ટપકાઓની અને તેમની સ્થિતિનું નિરીક્ષણ કરવા લાગ્યો. આજ ઘટનાથી ખગોળ વિજ્ઞાનનો ઉદય થયો. ભટકતા જીવનમાંથી જ્યારે માનવી નદી કિનારે સ્થિર થયો, કૃ્ષિ જ્ઞાનની જાણકારી મળતા તેની અવલોકન શકિતમાં વધારો થયો, કોઇ વસ્તુઓને બારીકાઇથી જોવા લાગ્યો, આકાશ તરફ દષ્ટિ થતા તેમને ચંદ્ર, તારાઓ, દિવસ દરમિયાન સૂર્ય દેખાયા, સમય જતા તેમને આના માટે […]
કોલેસ્ટેરોલને કાબુમાં રાખવું ગ્રુહિણીના હાથમાં હાર્ટએટેકનાં અનક કારણો છે. જેવાં કે માનસિક તણાવ, હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, અધિક ધૂમ્રપાન વધારે પડતાં ઉજાગરા, અતિ મર્ધપાન, મેદસ્વિતા, બેઠાડુ જીવન વગેરે. પરંતુ આ બધાં કરતાં સૌથી મોટો દુશ્મન છે ‘કોલેસ્ટેરોલ’આપણાં શરીરનાં યોગ્ય વિકાસ, વૃધ્ધિ અને સંચાલન માટે આ કોલેસ્ટેરોલ અત્યંત આવશ્યક તત્વ છે. કોલેસ્ટેરોલ તેની યોગ્ય માત્રાથી શરીરને ટકાવી રાખે છે. તેની જ માત્રા જો શરીરમાં આવશ્યકતા થી વધી જાય તો ત હ્રદયરોગને નિમંત્રે છે. રકતમાં રહેલી ચરબીના અંશને કોલેસ્ટેરોલ કહેવામાં આવે છે. તેની યોગ્ય માત્રા જળવાય તો તે રકતપરિભ્રમણમાં સહાયક બને છે અને […]
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી તે મોરી માત રે જનનીની જોડ સખી! નહી જડે રે લોલ. પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ, જગથી જૂદેરી એની જાત રે … જનનીની અમીની ભરેલ એની આંખડી રે લોલ, વ્હાલનાં ભરેલાં એના વેણ રે … જનનીની હાથ ગૂંથેલ એના હીરના રે લોલ, હૈયું હેમંત કેરી હેલ રે … જનનીની દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ, શશીએ સિંચેલ એની સોડ્ય રે … જનનીની જગનો આધાર એની આંગળી રે લોલ, કાળજામાં કૈંક ભર્યા કોડ રે … જનનીની ચિત્તડું ચડેલ એનું ચાકડે રે […]
કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો મમતા રૂવે જેમ વેળુમા વીરડો ફૂટી ગ્યો છબતો નહીં જેનો ધરતી ઉપર, પગ ત્યાં થીજી ગ્યો, ડુંગરા જેવો ઉંબરો એણે માંડ રે ઓળંગ્યો બાંધતી નહીં અંબોડલો બેની, ઇ મર ને છૂટી ગ્યો, રાહુ બની ઘુંઘટડો મારા ચાંદને ગળી ગ્યો આંબલીપીપળી ડાળ બોલાવે હે બેના એકવાર હામું જો અરે ધૂમકા દેતી જે ધરામાં ઈ આરો અણહર્યો ડગલે ડગલે મારગ એને સો સો ગાઉનો થ્યો ધારથી હેઠી ઉતરી બેની મારો સૂરજ ડુબી ગ્યો લૂંટાઈ ગ્યો મારો લાડખજાનો ‘દાદ’ હું જોતો રયો જાન ગઈ જાણે જાન […]
તમે મારાં દેવનાં દીધેલ છો, તમે મારાં માગી લીધેલ છો, આવ્યાં ત્યારે અમર થઇને રો’ ! મા’દેવ જાઉં ઉતાવળી ને જઇ ચડાવું ફૂલ ; મા’દેવજી પરસન થિયા ત્યારે આવ્યાં તમે અણમૂલ ! તમે મારું નગદ નાણું છો, તમે મારું ફૂલ વસાણું છો, આવ્યાં ત્યારે અમર થઇને રો’ ! મા’દેવ જાઉં ઉતાવળી ને જઇ ચડાવું ફૂલ, પારવતી પરસન થિયાં ત્યારે આપ્યો હૈયાનો હાર. – તમે….. હડમાન જાઉં ઉતાવળી ને જઇ ચડાવું તેલ, હડમાનજી પરસન થિયા ત્યારે ઘોડિયાં બાંધ્યાં ઘેર. – તમે….. ચીચણ પાસે પાલડી ને ત્યાં તમારી ફૈ ; પાનસોપારી ખાઇ […]
શ્યામ ત્વચા ? આ પ્રશ્ન તો તમારી પોતાની જ ત્વચા હોય ત્યારે તેની ગંભીરતા તમને સમજાશે. શ્યામ ત્વચકારણે ઘણીવાર યુવતીઓનાં લગ્ન અટકી જવાના કિસ્સાઓ પણ નોંધાયેલા છે. કેટલીક છોકરીઓ જીવનભર શ્યામ ત્વચાને કારણે ‘લઘુતાગ્રંથિ‘થી પીડાતી હોય છે તો કેટલીકને નાનપણથી શ્યામ ત્વચાને કારણે ‘કાલુ‘ જેવાં નામો પણ મળે છે, જેથી તેમનાંમાં જીવનભર માત્ર હતાશા જન્મે છે. આવા સમયે સૌંદર્યની નાની નાની બાબતો મદદરૂપ થઈ શકે છે, જે જીવનમાં નવો ઉત્સાહ આપે છે. આજકાલ ખૂબ જ પ્રચલિત થતા ‘હર્બલ‘ ના પર્યોગો પણ અપનાવવા જેવા છે. કેટલાક હાથવગા સૌંદર્યપ્રસાધનો કરતાં પણ ઘણી […]
વ્યકિતએ શું લેવું ? ઉનાળામાં ઠંડક આપે તેવાં ખોરાક, પીણાં કેલીલાં પાનવાળા શાકભાજી વધુ લેવાં.
ઉનાળામાં આખું કુટુંબ દરિયા કિનારે ફરવા જાય. ઘરનું દરેક સભ્ય અંત: વસ્ત્ર (બિકિની) પહેરી દરીયામાં ન્હાય અને બીચ પર તડકો ખાય. છોકરી નાની હોય ત્યારથી જ મા – બાપ સાથે આવાં કપડાં પહેરી દરિયે જાય. મોટી થતી જાય તો પણ તે ચાલુ રાખે. પ્રથમથી જ શરમ છૂટી જાય.આપણને પણ તેના જેવો અનુભવ થાય છે. દીકરી મોટી થાય અને ટૂંકા વસ્ત્રો પહેરે ત્યારે આપણને ખટકે છે. પણ આપણને એ યાદ નથી રહેતું કે નાની હતી ત્યારે આપણે જ તેવાં કપડાં પહેરાવ્યાં હતાં. આપણે જ તેને ટેવ પાડી હતી. વસ્ત્રોની હોય કે […]
(૧) સગર્ભાવસ્થા દરમિયાન કોન્ટેક લેન્સમાં તકલીફ થાય છે ? – સગર્ભાવસ્થા દરમિયાન આંખના ડોળાની સપાટીનો ભાગ સહેજ બદલાય છે. જે પ્રવાહી શરીરમાં હોય છે, રહે છે તેના કારણે આ ફેરફાર થાય છે. જેથી અડચણ પેદા કરે છે. સ્ત્રીઓએ આ કારણે વધુ વજન-તેમનું વજન વધવું ન જોઈએ. (ખાસ જે સ્ત્રીઓ લેન્સ પહેરે છે.) બાળક જન્મ પછી આ તકલીફ દૂર થાય છે અને આંખના ડોળાની સપાટી સામાન્ય થઈ જાય છે. જો તમે કોન્ટેક્ટ લેન્સ પહેરતા હોય તો તે ડૉકટરને જણાવો જેથી તે જ્યારે આંખનું પરીક્ષણ કરતા હોય ત્યારે તે સાચવે, જ્યારે પ્રસવ […]