મૂર્ખ શિષ્યને ઉપદેશ આપવો નહિ. દુષ્ટ સ્ત્રીનું ભરણપોષણ કરવું જોઈએ નહિ. દુઃખી લોકોનો સંગ કરવો નહિ. પત્ની પતિવ્રતા, મિત્ર સમજુ, અને સેવક આજ્ઞાકારી હોવાં જોઈએ. ખરાબ દિવસો માટે ઘનસંચય (બચત) કરવો જોઈએ. જે દેશમાં સન્માન ન મળે, આજીવિકા ન મળે, ભાઈ-ભાંડું રહેતા ન હોય, અભ્યાસની સગવડન હોય ત્યાં રહેવું નહિ. પત્નીની પવિત્રતા, મિત્રની મિત્રતા, સેવકોની નિષ્ઠા – સૌની કસોટી કરી લેવી જોઈએ. પત્ની તરીકે કન્યા પસંદ કરવામાં, રૂપ-સૌંદર્યને બદલે કુલિનતા-ગુણોને પ્રાધાન્ય આપો. કન્યા પસંદ કરતી વખતે સ્ત્રીનું રૂપ નહિ, કુલને લક્ષમાં રાખો. નીચ કુલની સુંદર કન્યા હોય,તો પણ સ્વીકારવી […]
ઋતુગત ફળો માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પણ ત્વચાની ગુણવત્તા માટે પણ ઘણાં સારા હોય છે. તેના વ્યવસ્થિત ઉપયોગથી તમે તમારી ત્વચાને નિખારી શકો છો. માટે ફ્રુટ સ્ક્રબ પણ ઋતુ અનુસાર કરવા જોઇએ. સૌથી મહત્વની વાત તો એ છે કે આ સ્ક્રબને ઘરે જ તૈયાર કરી શકાય છે. તેના માટે તમારે કોઇ ખાસ ઝંઝટ કરવાની જરૂર નહીં પડે. જાણીએ તે બનાવવાની સરળ રીત… આ રીતે બનાવો ઘરે જ ફ્ર્ટુ સ્ક્રબ – 1. પપૈયાની બી અને મધનું સ્ક્રબ – એક મિક્સરમાં પપૈયાની બીજને બ્લેન્ડ કરી લો અને તેમાં એક ચમચી મધ […]
જુનાગઢ જિલ્લામાં ઊનાથી માત્ર ૧૨ કિલોમીટર દૂર આવેલ અહમદપુર – માંડવી નામે સમુદ્રી-પર્યટનધામ વિકસાવાયું છે. સ્થળ શાંત અને રમ્ય છે. સુંદર સાગરતટ છે. અહમદપુર – માંડવીમાં પ્રવાસીઓ માટે બાંધવામાં આવેલા નિવાસોના બહારી દેખાવ, આ પ્રદેશની ગ્રામીણ સંસ્કૃતિની ઝાંખી થાય તે માટે સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિને અનુરૂપ કુટિરો રૂપે બનાવવામાં આવ્યા છે. અને કુટિરોને સૌરાષ્ટ્રના સંત, શૂરા અને સતીઓનાં નામ આપીને વિશિષ્ટ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. કુટિરો પર મેંગ્લોરી નળિયાં છે ને દિવાલોને છાણની ગારથી લીંપવામાં આવી છે. રાચરચીલાંથી ભોજન સુધીની તમામ વ્યવસ્થામાં શણગાર સહિત સૌરાષ્ટ્રની પરંપરાગત સંસ્કૃતિ અને અદ્યતન સુવીધાનો […]
વિશ્વની ચાર પ્રાચીન સંસ્કૃતિઓમાં ભારતની સિંધુ સંસ્કૃતિના અવશેષો માત્ર ‘લોથલ‘ અને ‘ધોળાવીરા‘માં આવેલા છે. આ બંને સ્થળો ગુજરાતમાં છે. આમ ‘લોથલ‘ અને ‘ધોળાવીરા‘ વિશ્વના નકશા ઉપર છે. લોથલ (સરગવાલા) મુખ્યત્વે જૂની સંસ્કૃતિનું સ્થળ છે. તેનો સમય ઇસ્વીસન પૂર્વે ૨૪૫૦ થી ૧૯૦૦ સુધીનો મનાય છે. અમદાવાદથી દક્ષિણ-પશ્ચિમે લગભગ? ૮૦ કિ.મી.ના અંતરે તે આવેલું છે. ૧૯૫૪ના નવેમ્બર માસમાં તે શોધવામાં આવ્યું. ૧૮૭૯માં પ્રસિદ્ધ થયેલા એક ગેઝેટિયરમાં કરેલી નોંધ પ્રમાણે તે કોઈ સમયે બંદર હતું. એમ જણાય છે કે, લોથલમાં લોકોનો પહેલવહેલો વસવાટ થયો તે પછી એકાદ સૈકે લગભગ ઈ. સ. પૂર્વે ૨૩૫૦માં […]
માધવપુર સૌરાષ્ટ્રનું દરિયાકિનારે આવેલું મહત્ત્વનું યાત્રાનું કૃષ્ણધામ છે. આ યાત્રાધામ પોરબંદરથી ૪૦ કિલોમીટર દૂર આવેલું છે. આ સ્થળે મલુમતી નદી સમુદ્રને મળે છે. અહીં બ્રહ્મકુંડ છે અને કૃષ્ણ ભગવાનનું મંદિર છે.એવું કહેવાય છે કે આ સ્થળે ભગવાન શ્રીકૃષ્ણે રુકિમણીની સાથે લગ્ન કરેલાં. અહીં માધવરાય અને રુકમિણીજી બંનેનાં મંદિરો છે. અહીં દર વર્ષે ચૈત્ર સુદી ૯ થી ૧૩ સુધી ભવ્ય મેળો યોજાય છે. હજારો ભાવિકો આ મેળા દરમ્યાન ભેગા થાય છે. જેમ જૂનાગઢનો ભવનાથનો મેળો તે તરણેતરનો મેળો લોકપ્રિય છે. તેવી જ રીતે માધવપુરનો મેળો પણ લોકપ્રિય છે. મેળા દરમ્યાન આ […]
કચ્છનું કંડલા બંદર અર્વાચીન પણ ભારતનાં અગત્યનાં બંદરોમાંનું એક બની રહ્યું છે. તે ફ્રી પૉર્ટ છે ને મોટી સ્ટીમરોની આવન-જાવનથી ધમધમે છે. તો ગાંધીધામ અને આદીપુર સિંધથી આવેલા ભાઈઓના વસવાટથી વિકસેલાં છે. આસપાસનો રણપ્રદેશ તેના વિકાસને રૂંધી શક્યો નથી. બન્ની ને ખાવડાના – છેક પાકિસ્તાનની સીમાને અને બીજી બાજુ રાજસ્થાનના રણને સ્પર્શતા-વિસ્તારો સુધી અર્વાચીન વિકાસ-યોજનાઓ પહોંચી ગઈ છે. કચ્છી બોલી તરીકે વિશિષ્ટ રૂપ ધરાવે છે. તેનું સાહિત્ય આગવું છે. એને પોષવા, સંરક્ષવા ગુજરાત સરકારે કચ્છી સાહિત્ય અકાદમીની રચના કરી છે. તે સાહિત્યના પોષણ અને પ્રકાશનની વ્યવસ્થા કરી છે. કચ્છે ગુજરાતને […]
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ સ્ટેશનથી લગભગ દસેક કિલોમીટર દૂર આવેલી વનરાજી વચ્ચે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. એમ કહેવાય છે કે વાસુકિ નાગની આ ભૂમિ છે. આ પ્રાચીન મંદિર દસમા સૈકાનું છે અને આથી તે કલાપૂર્ણ છે.આ ભૂમિ દેવપાંચલ તરીકે જાણીતી છે.ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરના નામ ઉપરથી અપભ્રંશ થઈને આ ગામનું નામ તરણેતર પડયું છે.જેના પ્રાંગણમાં ગુજરાતનો સુપ્રસિદ્ધ તરણેતરનો મેળો ભરાય છે ત્રિનેત્રેશ્વર માટે ઘણી લોક વાયકાઓ પ્રચલિત છે. એક કથા મુજબ દ્રૌપદીનો સ્વયંવર અહીં યોજાયો હતો.અહીં અર્જુને મત્સ્યવેધ કરીને દ્રૌપદીનું પાણિગ્રહણ કર્યું હતું.મંદિરના પ્રાંગણમાં એક કુંડ છે. આ કુંડમાં જ […]
ખેડબ્રહ્માને પુરાણોમાં બ્રહ્મક્ષેત્ર કહેવામાં આવ્યું છે. વિષ્ણુ ભગવાન અને શિવ મહાદેવની મૂર્તિઓ તો બધે છે.પરંતુ બ્રહ્માજીની મૂર્તિ બે જ ઠેકાણે છે.એક તો પુષ્કરકરાજમાં અને બીજી ખેડબ્રહ્મામાં.ખેડબ્રહ્મા અમદાવાદથી પ્રાંતિજ લાઈન ઉપર અમદાવાદથી ૬૪ કિલોમીટર દૂર આવેલું સ્ટેશન છે. પુરાણોમાં એક કથા છે. હરણાવ અને હિરણ્યાક્ષી નદીના સંગમ પર ખેડબ્રહ્મા ગામ છે અને ગામમાં બ્રહ્માજીનું મંદિર છે. મૂર્તિને ચાર મુખ છે અને તેમના વાહન હંસની મૂર્તિ પણ સભામંડપમાં છે. બાજુમાં ક્ષીરજાંબાદેવી અને ભૃગુણનાથ મહાદેવ છે. બ્રહ્માના પુત્ર ભૃગુઋષિએ બ્રહ્મા અને રુદ્રનાં અપમાન કર્યાં હતાં, તેથી તેમને શ્રાપ મળ્યો હતો, તેથી તેમણે હિરણ્યાક્ષી […]
ભાવનગરથી ૭૦ કિ. મી.ના અંતરે વલભીપુરના રસ્તે અમદાવાદ-ભાવનગરની વચ્ચે કાળિયાર અભયારણ્ય આવેલું છે. અઢાર કિ.મી.ના વિશાળ વિસ્તારમાં કાળિયારનું એક સરસ અભયારણ્ય છે. લગભગ ૩૦૦૦ જેટલાં કાળિયાર માટે આયોજિત ઉદ્યાન હરણકુળના આ સોહામણા પ્રાણીઓને ઉછેરે છે. સૌરાષ્ટ્રનો આ વિસ્તાર ભાલપ્રદેશ કહેવાય છે. એક જમાનામાં આ વિસ્તાર ભાવનગરના રાજવી કુટુંબની માલિકીનો હતો. અહીં ભાવનગરના મહારાજા દ્વારા કાળિયારનું રક્ષણ કરવામાં આવતું તો સાથે સાથે તેમનો શિકાર શોખ પોષવા માટે ચિત્તા દ્વારા શિકાર તેમનો શિકાર પણ કરવામાં આવતો. આથી જ કદાચ અહીં વસતા કાળિયારનો રજવાડી કાળિયાર ‘એન્ટીલોપ સર્વીકેપ્રા રજપૂતાની‘ તરીકે ઓળખવામાં આવે છે. ઘાસિયા […]
કાઠિયાવાડનું એક નાનું વવાણિયા ગામ. વવાણિયા મોરબી પાસે આવેલું નાનું બંદર. આ ગામમાં એક કૃષ્ણભક્ત રહે. એનું નામ પંચાણદાદા. પંચાણદાદનો પુત્ર રવજીભાઈ. અટક મહેતા. એ પણ કૃષ્ણભક્ત. આ રવજીભાઈનાં લગ્ન દેવબાઈ સાથે થયાં. દેવબાઈને જૈન સંસ્કાર મળેલા. ગંગા-જમનાના સંગમ જેમ કૃષ્ણપ્રેમ અને જૈન સંસ્કારથી મિશ્રિત એવું આ પતિપત્નીનું જીવન ઊંચા આદર્શોથી મહેકતું હતું. સંવત ૧૯૨૪ની કાર્તિકી પૂર્ણિમા. આ દિવસને હિન્દુઓ દેવદિવાળીના પર્વ તરીકે ઉજવે. આવા પવિત્ર દિવસે દેવબાઈએ એક બાળકને જન્મ આપ્યો. પૂર્વજન્મનો કોઈ યોગભ્રષ્ટ આત્મા દેવબાઈની કૂખે અને રવજીભાઈના ઘરે જન્મ્યો હોય એવું લાગ્યું. રવજીભાઈ વેપારી હતા. બાળકનું હુલામણું […]