મનની પકડમાંથી બચવાનો ઉપાય શું?

મનની પકડમાંથી બચવાનો ઉપાય શું? * મનની અવગણના કરવી. * કોઈપણ ધટના બને તો તેને તત્કાળ ગ્રહણ કરી આધાત-પ્રત્યાધાત ન આપવા. * મનને દુઃખ થાય કે સુખ થાય તેવું તત્ક્ષણ ન થવા દેવું.અપમાન થાય તે વેળા મન તેને તરત પકડી લે અથવા પ્રશંસા થાય ત્યારે મન ફુલ્યુ ન સમાય એ જોખમી સ્થિતિ. * મન સુધી કશું પહોચે તેમ ન થવા દેવું.જે કાંઈ બને તેને થોડી ક્ષણૉ ભુલી જવાની આદત પાડવાથી મન મજબુત બનતું નથી મનને ખોરાક મળે તો તે બળવાન રહે.થોડી ક્ષણૉ વચ્ચે વિતે એટલે મનની પકડ આપોઆપ ઢીલી થઈ […]

અભ્યાસ ટાળવા શું કરવું? * નિયમિત અને નિત્ય અભ્યાસ જારી રાખવો.

જીવની શક્તિઓ કઇ ?

જીવની શક્તિઓ કઇ ? * વૃતિ.એ પ્રવાહિત થઈ શકે,કેન્દ્રિત થઈ શકે અને તાદાત્મ્ય સાધી શકે. * સત્વગુણ, રજોગુણ ને તમોગુણ અથવા પ્રકૃતિ એ જીવની શક્તિ. જીવને જાણ છે કે ત્રિગુણાત્મકશક્તિ એની છે. -જીવ (ઇચ્છાશક્તિ) ક્રિયાશક્તિને આધીન બની ગયો છે.ખરેખર તો ક્રિયાની જન્મદાત્રી ઇચ્છા છે ઇચ્છાશક્તિ જીવંત છે.પણ કરુણતા એ છે કે અજ્ઞાનને કારણે જીવ ત્રણ ગુણને લીધે આધીન બની ગયો છે ક્રિયાશક્તિ સાધન છે તે પોતે દુષિત નથી.એનો ઉપયોગ કરનાર જીવ ક્રિયાને દુષિત કરે છે.

મનના વ્યાપારોને સમજવાનો શ્રેષ્ઠ ઉપાય કયો?

મનના વ્યાપારોને સમજવાનો શ્રેષ્ઠ ઉપાય કયો? * એ વ્યાપારોમાં ખેંચાઈ જવાને બદલે સાક્ષીભુત બનવું એ શ્રેષ્ઠ ઉપાય લાગે છે. * મનનું સતત અવલોકન કરતાં રહેવું,નિરિક્ષણ કરતાં રહેવું.

જીવનમાં શેનાથી દુર રહેવા જેવું છે ?

જીવનમાં શેનાથી દુર રહેવા જેવું છે ? * કુસંગથી. * પાખંડથી. * અધર્મ,અનીતી અને અસત્યથી.

અંતઃકરણમાં અને સત્વ-રજસ-તમસમાં સ્થિરતા કયારે આવે?

અંતઃકરણમાં અને સત્વ-રજસ-તમસમાં સ્થિરતા કયારે આવે? * આત્મા વિચાર દ્રારા મન,બુધ્ધિ,ચિત અને અહંનો તેમજ ત્રણેય ગુણોનો પોતાની રીતે ઉપયોગ કરે ત્યારે,આમ થાય તો જ અન્તઃકરણ અને ત્રણેય ગુણો આત્માને અનુરુપ વર્તે છે.

તત્વ અંગ્ર મૌન શા માટે રાખવા જેવું છે?

તત્વ અંગ્ર મૌન શા માટે રાખવા જેવું છે? *તેને સમજનારાનું પ્રમાણ નહિવત છે માટે. *અનુભવી પુરુષોની વાણી છે’જયાં વાણી પહોચી શકતી નથી,એવા બ્રહ્મને વાણી કેવી રીતે કહિ શકાય?એટલે તત્વની વાત કરવા જેવી નથી એનો અનુભવ કરવા જેવો છે.

જીવના ગુણધર્મ કયા ?

જીવના ગુણધર્મ કયા ? * સ્વાર્થ તેનો ગુણ છે અને સંકુચિતતા – એટલે કે વ્યક્તિભાવ તેનો ધર્મ છે. * હું શરીર છું એમ માની જીવનાર જીવ છે; પણ શરીરમાં હું વસું છુ એનું જેને સતત ભાન છે તે આત્મા છે.

ભગવતધામની ઝાંખી કયારે થાય?

ભગવતધામની ઝાંખી કયારે થાય? * અંદરનું જગત જ્ઞાનથી ઉજજવળ બને. * બહારનું જગત કર્મથી પવિત્ર બને.

ક્રોધ,લોભ,લોભ,મોહ,મદ અને મત્સર કયારે શસ્ત્રો ત્યજી દે છે?

ક્રોધ,લોભ,મોહ,મદ અને મત્સર કયારે શસ્ત્રો ત્યજી દે છે? * આ વૃતિઓને ઇન્દ્રિયો દ્રારા વિવેકપુર્વક ઉપયોગ કરવાથી ભગવાનને આગળ રાખી આ વૃતિઓનો ખપ પુરતો ઉપયોગ કરવો. * વ્યવહારમાં કયારેય ફુફાડાની જરૃર પડે છે તો ફુફાડો રાખવો પણ કરડવાની હદ સુધી ના જવું એ વિવેક છે.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors