મનુષ્યમાં કઈ ઇચ્છાઓ પ્રબલપણે કામ કરે છે ?

મનુષ્યમાં કઈ ઇચ્છાઓ પ્રબલપણે કામ કરે છે ? * વંશવેલો આગળ ચાલે તે માટે પુત્ર હોય. * સુખથી જીવવા માટે પુરતી સંપતિ હોય. * સમાજમાં સારા માન-પ્રતિષ્ઠા હોય અને લોકો દિર્ધ કાળ સુધી યાદ કરે એવું સ્મરણ પાછળ મુકવાની અભિલાષા.

આપણે મોટી ભુલ કયાં કરીએ છીએ?

આપણે મોટી ભુલ કયાં કરીએ છીએ? * પરમાત્માને ભુલી જવાની. * કર્તા કર્મ સાથે જોડાઈ જાય છે ત્યાં. -કર્મ કરનારને એમ થાય કે હુ જ કર્મ કરુ છુ;એટલે કે તે કર્મ સાથે પોતાનું તાદાત્મ્ય સ્થાપી દે છે પરિણામે તેનો કર્તાભાવ લોપ થવાને બદલે દઢ થઈ જાય છે.

જ્ઞાનીઓ પરમાત્મા માટે ‘નેતિ,”નેતિ’ કહે છે,એટલે શું ?

જ્ઞાનીઓ પરમાત્મા માટે ‘નેતિ,”નેતિ’ કહે છે,એટલે શું ? * વ્યાપકતાના કેન્દ્રનું જ્ઞાન નથી એટલે એમ કહે છે. * એનો અર્થ એ છે કે અનુભવના વર્ણનમાં વાણી અધુરી પડે છે. * દશ્ય માત્ર રહે ત્યાં સુધી ‘આ નહિ;,;આ નહી’ એમ કહેવું પડશે. એકલો દષ્ટા જ રહેશે અને ‘દશ્ય’જેવું કાંઈ નહી રહે પછી ‘નેતિ,”નેતિ’ કહેવાનું નહી રહે. * કોઈ અનુભવના રહે,કોઈ દર્શન ન રહે,વસ્તુ-પદાર્થમાત્ર ન રહે, માત્ર જોનાર જ રહે મ્પછી શું વ્યક્ત કરવાનું રહે?

શેનું સ્મરણ રાખવું?

શેનું સ્મરણ રાખવું? *મુળ સ્વરુપનુ,હું કોણ છુ તેનુ. *સ્વભાવનું.

શેનો સદૌપયોગ મનુષ્યને હિતકારક?

શેનો સદૌપયોગ મનુષ્યને હિતકારક? * શક્તિનો,સમયનો,સંપતિનો અને વર્તમાન સંયોગોનો.

મનુષ્યનું માપ શેના પરથી કઢાય?

મનુષ્યનું માપ શેના પરથી કઢાય? * સ્વભાવ પરથી. * સમય આવ્યે અથવા આપતિ વખતે. * એના વિચાર, વાણી અને વર્તન પરથી. * અમુક સમયના સહવાસથી.

વિચારશીલ વ્યક્તિ કોને કહેવાય?

વિચારશીલ વ્યક્તિ કોને કહેવાય? * જે પોતાના વિચારો પરત્વે પણ તટસ્થતા કેળાવે અને તે પ્રમાણે વર્તે તેને.

મનુષ્ય સલામતીની શોધ કયાં સુધી કરે છે?

મનુષ્ય સલામતીની શોધ કયાં સુધી કરે છે? * પોતાનામાં વિશ્વાસ નથી ત્યા સુધી. * મનની હાજરી છે ત્યાં સુધી.

મનુષ્યમાં નમ્રતા કયારે આવે?

મનુષ્યમાં નમ્રતા કયારે આવે? * પોતાના પ્રયત્નોની નિર્થકતાનું એને ભાન થાય અને પોતાની મર્યાદાઓ સમજાય.

મનુષ્યની યોગ્યતા શેના પરથી નક્કી થાય છે?

મનુષ્યની યોગ્યતા શેના પરથી નક્કી થાય છે? * વિચાર અને આચારની એકતા પરથી. * શીલ અને સદાચાર પરથી.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors