જાણો ભારતીય સંસ્કૃતિ વિશે…

જાણો ભારતીય સંસ્કૃતિ વિશે..

* વેદ અને વેદાંગ : વેદ ચાર છે : (૧) ઋગવેદ (૨) યજુર્વેદ (૩) સામવેદ અને (૪) અથર્વવેદ
વૈદિક સાહિત્યની છ શાખાઓ વેદાંગ કહેવાય છે, જે આ મુજબ છે : (૧) શિક્ષા (૨) છંદ (૩) વ્યાકરણ (૪) નિઘંટુ (૫) કલ્પ અને (૬) જ્યોતિષ

* ષડ્દર્શન : છ વિચાર પ્રણાલિકાઓ ષડ્દર્શન તરીકે ઓળખાય છે, જે આ મુજબ છે : (૧) સાંખ્ય (કપિલ) (૨) યોગ (પતંજલિ) (૩) ન્યાય (ગૌતમ) (૪) વૈશેષિક (કણાદ) (૫) પૂર્વ મીમાંસા (જૈમિની) અને (૬) ઉત્તર મીમાંસા (કુમારિલ ભટ્ટ)

* પુરાણ : પુરાણ અઢાર છે : (૧) અગ્નિ (૨) કૂર્મ (૩) શિવ (૪) સ્કન્દ (૫) વરાહ (૬) ગરુડ (૭) નારદ (૮) પદ્મ (૯) વામન (૧૦) વિષ્ણુ (૧૧) વાયુ (૧૨) બ્રહ્મ (૧૩) મત્સ્ય (૧૪) ભાગવત (૧૫) બ્રહ્મવૈવર્ત (૧૬) લિંગ (૧૭) માર્કન્ડેય અને (૧૮) ભવિષ્ય

* દશાવતાર : (૧) મત્સ્ય (૨) કૂર્મ (૩) વરાહ (૪) નરસિંહ (૫) વામન (૬) પરશુરામ (૭) રામ (૮) કૃષ્ણ (૯) બુદ્ધ અને (૧૦) કલ્કી

* સપ્તર્ષિ : કશ્યપ, અત્રિ, ભારદ્વાજ, વિશ્વમિત્ર, ગૌતમ, જમદગ્નિ અને વસિષ્ઠ.

*.સપ્તનદી : ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી, નર્મદા, સિંધુ અને કાવેરી.

* સપ્તસિંધુ : પૅસિફિક, ઍટલૅટિંક, હિંદ મહાસાગર, આર્કટિક, મલાયા સમુદ્ર, કૅરિબિયન સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્ર.

* સપ્તનગરી : અયોધ્યા, મથુરા, માયાપુરી (હરદ્વાર), કાશી, કાંચી, અવંતિ (ઉજજૈન) અને દ્વારામતી (દ્વારકા) પુરાણોની પવિત્ર નગરીઓ છે.

* દ્વાદશ જ્યોતિર્લિંગ : (૧) સોમનાથ (ગુજરાત) (૨) નાગનાથ (ઔઢા, જિ. પરભણી, મહારાષ્ટ્ર) (૩) મલ્લિકાર્જુન (શ્રી શૈલ પર્વત, આંધ્ર પ્રદેશ) (૪) મહાકાલેશ્વર (ઉજૈન, મધ્ય પ્રદેશ) (૫) ઓમકારેશ્વર (મધ્ય પ્રદેશ) (૬) વૈધનાથ (પરળી, જિ. બીડ, મહારાષ્ટ્ર) (૭) ભીમાશંકર (ડાકિનીક્ષેત્ર, જિ. પુણે, મહારાષ્ટ્ર) (૮) રામેશ્વરમ (તમિલનાડુ) (૯) વિશ્વનાથ (કાશી, ઉત્તર પ્રદેશ) (૧૦) ત્ર્યંબકેશ્વર (નાશિક, મહારાષ્ટ્ર) (૧૧) કેદારેશ્વર (હિમાલય, હિમાચલ પ્રદેશ) અને (૧૨) ઘુશ્મેશ્વર (વિરુલ, જિ. ઔરંગાબાદ, મહારાષ્ટૃ)

* રાશિ : ભારતીય ખગોળ શાસ્ત્ર (જ્યોતિષ) મુજબ રાશિ બાર છે : મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન.

* નક્ષત્ર : નક્ષત્ર સત્તાવીશ છે : (૧) અશ્વિની (૨) ભરણી (૩) કૃત્તિકા (૪) રોહિણી (૫) મૃગશીર્ષ (૬) આદ્રા (૭) પુનર્વસુ (૮) પુષ્ય (૯) આશ્લેષા (૧૦) મઘા (૧૧) પૂર્વાફાલ્ગુની
(૧૨) ઉત્તરાફાલ્ગુની (૧૩) હસ્ત (૧૪) ચિત્રા (૧૫) સ્વાતિ (૧૬) વિશાખા (૧૭) અનુરાધા (૧૮) જ્યેષ્ઠા (૧૯) મૂળ (૨૦) પૂર્વાષાઢા (૨૧) ઉત્તરાષાઢા (૨૨) શ્રવણ (૨૩) ઘનિષ્ઠા (૨૪) શતતારકા (૨૫) પૂર્વાભાદ્રપદા (૨૬) ઉત્તરાભાદ્રપદા અને (૨૭) રેવતી

* નવ રસ (સાહિત્યમાં) : વીર, રૌદ્ર, ભયાનક, અદ્દભુત, બીભત્સ, શ્રૃંગાર, હાસ્ય, કરુણ અને શાંત.

* ષડરસ (વૈદકશાસ્ત્ર મુજબ) : ખાટો, ખારો, ગળ્યો, તીખો, કડવો અને તૂરો.

* ષડ્ધાતુ (આયુર્વેદ મુજબ) : રસ, રક્ત, માંસ, અસ્થિ, મજ્જા અને શુક્ર.

* ચોઘડિયાં : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ અને ઉદ્દવેગ.

* ચાર વર્ણ : બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર.

* ચાર આશ્રમ : બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સન્યસ્તાશ્રમ.

* ચાર મઠ : આદ્ય શંકરાચાર્ય સ્થાપિત ચાર મઠ આ મુજબ છે : (૧) પૂર્વમાં ગોવર્ધન મઠ (જગન્નાથપુરી, ઓરિસ્સા) (૨) પશ્ચિમમાં શારદાપીઠ (દ્વારકા, ગુજરાત) (૩) ઉત્તરમાં જ્યોતિર્મઠ (બદ્રિકેદાર, હિમાચલ પ્રદેશ) અને (૪) દક્ષિણે શૃંગેરીમઠ (રામેશ્વરમ્, તામિલનાડુ)

* ચાર બાળ બ્રહ્મર્ષિ : સનક, સનંદન, સનાતન અને સનતકુમાર.

* ચાર દિશાઓ : પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ.

* ચતુષ્કોણ : દિશાઓ વચ્ચેના ચાર ખૂણાઓ અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય અને ઈશાન.

* ચાતુર્માસ : અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો.

* ચતુરંગિણી સેના : હયદળ, હસ્થિદળ, રથદળ અને પાયદળ.

* રાજનીતિના ચાર સિધ્ધાંત : સામ (સમજણ), દામ (ધન, લાંચ), દંડ (શિક્ષા) અને ભેદ (ફૂટ પડાવવી).

* સાધન ચતુષ્ઠય : મોક્ષ પ્રાપ્તિનાં ચાર સાધનો આ પ્રમાણે છે : નિત્યાનિત્ય વસ્તુવિવેક, વૈરાગ્ય, શમાદિષ્ટ સાધનસંપત્તિ અને મુમુક્ષા.

* ચાર પ્રકારની સ્ત્રી : પદ્મિની (ઉત્તમ), ચિત્રિણી (ચતુર), હસ્તિની (સ્થૂલ) અને શંખિણી (અધમ પ્રકારની).

* ચાર કર્તવ્ય : ધર્મ, અર્થ, કામ અને મોક્ષ.

* કુંભમેળાનાં ચાર સ્થાન : પ્રયાગ (અલ્હાબાદ), હરદ્વાર, ઉજ્જૈન અને નાસિક.

* પંચમહાભૂત : આકાશ, વાયુ, અગ્નિ, પાણી અને પૃથ્વી.

* પંચમહાવ્રત : અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors