કોલેસ્‍ટેરોલને કાબુમાં રાખવું ગ્રુહિણીના હાથમાં

કોલેસ્‍ટેરોલને કાબુમાં રાખવું ગ્રુહિણીના હાથમાં
હાર્ટએટેકનાં અનક કારણો છે. જેવાં કે માનસિક તણાવ, હાઈ બ્‍લડપ્રેશર, ડાયાબિટીસ, અધિક ધૂમ્રપાન વધારે પડતાં ઉજાગરા, અતિ મર્ધપાન, મેદસ્વિતા, બેઠાડુ જીવન વગેરે. પરંતુ આ બધાં કરતાં સૌથી મોટો દુશ્‍મન છે ‘કોલેસ્‍ટેરોલ’આપણાં શરીરનાં યોગ્‍ય વિકાસ, વૃધ્ધિ અને સંચાલન માટે આ કોલેસ્‍ટેરોલ અત્‍યંત આવશ્‍યક તત્‍વ છે. કોલેસ્‍ટેરોલ તેની યોગ્‍ય માત્રાથી શરીરને ટકાવી રાખે છે. તેની જ માત્રા જો શરીરમાં આવશ્‍યકતા થી વધી જાય તો ત હ્રદયરોગને નિમંત્રે છે. રકતમાં રહેલી ચરબીના અંશને કોલેસ્‍ટેરોલ કહેવામાં આવે છે. તેની યોગ્‍ય માત્રા જળવાય તો તે રકતપરિભ્રમણમાં સહાયક બને છે અને તની અતિ માત્રાથી રકતવાહિનીઓ સાંકડી બનતા,રકતનો પ્રવાહ અવરોધાતા હ્રદય ગતિમાં અવરોધ ઉત્‍પન્ન થવાથી હાર્ટએટેક આવે છે.
કોલેસ્‍ટેરોલ અને આહાર
જેને માથે કુટુંબના સંતુલિત આહારની જવાબદારી છે. એવી દરેક જવાબદાર અને સમજુ સ્‍ત્રીએ પોતાનાં કુટુંબના સભ્‍યોને કેવો દૈનિક આહાર આપવો કે જેથી તેમનાં લોહીમાં કોલેસ્‍ટેરોલની યોગ્‍ય માત્રા જળવાઈ રહે અને જો તેની આવશ્‍યકતાથી અધિક માત્રા હોય તો તે ઓછી થાય તેનાં પર લક્ષ આપવું જોઈએ. આ માટે કેટલીક ધ્‍યાન આપવા જેવી બાબતો છે કે જેને સાધારણ રૂપે ઉપયોગમાં લાવવાથી કોલેસ્‍ટેરોલને કાબૂમાં રાખી શકાય છે. માત્ર આહારનો સ્‍વાદ જ નહીં, પરંતુ તેનાં પોષકતત્‍વો અને પ્રભાવને પણ જાળવી રાખવો જોઈએ. આહારમાં ઘી, તેલ, માખણ, મટન, જેવા ચરબીવાળા ખાર્ધ પદાર્થોથી લોહીમાં કોલેસ્‍ટેરોલની માત્રા એકદમ વધી જાય છે. જે કુટુંબો માસાંહારી છે. તેમણે માંસ, માછલી, ચીકન અને ઈંડાના ઉપયોગને ખૂબ જ નિયમિત કરીને ઘટાડીને પણ લોહીમાં રહેલાં કોલેસ્‍ટેરોલને કાબૂમાં રાખવો જોઈએ. લોહીમાં કોલેસ્‍ટેરોલનું પ્રમાણ કેટલું છે તે લોહીની લેબોરેટરી તપાસ દ્રારા જાણી શકાય છે. લીલાં શાકભાજી, દાળ, ફળો, મલાઈ વગરનું દૂધ, મલાઈ- માખણ વગરનાં દહીં – છાશનો સંતુલિત ઉપયોગ કરવાથી લોહીમાં કોલેસ્‍ટેરોલની માત્રા ઘટાડી શકાય છે. મલાઈ, માખણ, ઘી, સૂકોજેવો, કોપરું, વગેરે છે તો પૌષ્ટિક પણ તેનાં હાનિકારક પ્રભાવથી લોહીમાં કોલેસ્‍ટેરોલની માત્રા વધી જાય છે. શાકભાજી અને દાળમાં ઘી અને તેલનો વધારે પડતો ઉપયોગ ન કરવો.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors