શેતૂર શેતૂરના પાન ઉપર રેશમના કીડા ઉછેરાય છે તેથે તેને વાવવામાં આવે છે. શેતૂરનું ઝાડ ઘર આંગણે ઉગાડી શકાય. તે સહેલાઈથી અને ઝડપથી વધે છે. શેતૂર મીઠા, ખાટા અને સહેજ તૂરા હોય છે. તાસીરે તે ગરમ, પચવામાં ભારે, સહેજ ચીકાશવાળા, ઝાડાને કરનાર, ત્રિદોષનાશક અને રોચક છે. કાચાં શેતૂર ખાટા, ગરમ અને પિત્ત-પોષક છે. માટે પાકેલાં શેતૂર ખાવા. શેતૂરનાં ફળ ખટમીઠા હોઈ ખૂબ ભાવે છે. તે દાહ, તરસ, અ‍શક્તિ, ગરમી વગેરે મટાડે છે. ઉનાળામાં શેતૂર ખાવા આરોગ્યપ્રદ છે. તે લૂ લાગવા દેતા નથી, શરીરનો જલીયાંશ જાળવી રાખે છે, અળાઈથી બચાવે છે […]

રાયણ પીળો આકર્ષક રંગ ધરાવતી રાયણ ઉનાળું ફળ છે. તે બહુ ખાવાથી ડચૂરો બાજે છે અને ગભરામણ થાય છે. તેથી તેને પ્રમાણસર જ ખાવી. રાયણ સ્વાદે મીઠી, સહેજ તૂરી, તાસીરે ઠંડી, પચવામાં ભારે, ચીકણી, ઝાડાને બાંધનાર, ત્રિદોષનાશક અને પથ્ય છે. તે બળપ્રદ અને પોષક છે. તરસ, મૂર્છા, મદ, ભ્રાંતિ, ક્ષય, લોહી બગાડ, પ્રમેહ, ડાયાબિટીસ, શુક્રક્ષય, માંસશોષ વગેરેમાં સારી છે. રાયણ સૂકાઈ જતાં તેની કોકડી બને છે, જેને રાણકોકડી કહે છે. તે રાતી હોય છે અને લાંબો સમય બગડતી નથી. તે મધુર, ગરમ, પૌષ્ટિક અને વધુ ખવાય તો ઝાડા કરે છે. […]

કોઠાં – બીલાં આ બંને ફળોને આપણે ફળો તરીકે સ્વીકાર્યા નથી. છતાં ગ્રામ્યજનો તેનો ઉપયોગ કરતા હોય છે. કોઠાંનાં કાચાં ફળ સ્વાદે તૂરાશ પડતા ખાટા, તાસીરે ગરમ, પચવામાં હલકાં, ઝાડાને રોકનાર, લૂખા, મેદને ખોતરી ઘટાડનાર, વાત – પિત્તવર્ધક, કફહર, રોચક, ઝેર અને તાવમાં સારા છે. પાકાં ફળ મીઠા, ખાટા તૂરા છે. તે સ્વભાવે ઠંડા, પચવામાં ભારે, મળને રોકનાર, વાજીકર, કંઠ શુદ્ધિકર અને રોચક છે. તે ઊલટી, થાક, તરસ, ઉધરસ, શ્વાસ, ક્ષય, લોહીનો બગાડ, વિષરોગ વગેરેમાં સારા છે. બીલાંના કાચાં ફળ કડવાશવાળા તૂરા, તાસીરે ગરમ, સહેજ ચીકણા, ઝાડાને રોકનાર, પચવામાં ભારે, […]

સીતાફળ – રામફળ સીતા અને રામના નામવાચક આ ફળોમાં આપણે ત્યાં સીતાફળ વધુ પ્રચલિત છે. રામફળ જોવા ય મળતાં નથી. સીતાફળમાં મોટા કાળા બી ફરતે રહેલો મીઠો, સ્વાદિષ્‍ટ ગલ ખાવાની મઝા આવે છે. સીતાફળ સ્વાદે મીઠું, સહેજ તૂરું, તાસીરે ઠંડુ, પચવામાં ભારે, ચીકાશયુક્ત, પિત્તશામક, વાત- વર્ધક અને રોચક છે. વળી તે પૌષ્ટિક, વીર્યવર્ધક, વાયડાં, તૃષાશામક અને ઊલટી રોકનાર છે. સીતાફળ ખૂબ ઠંડા છે. તેથી તેનું મૂળ નામ સીતાફળ હશે તેમાંથી બદલાઈને સીતાફળ પડ્યું લાગે છે. સીતાફળના બીજો ભૂકો કૃમિધ્ન છે. તે પશુઓના ઘા રૂઝવવા માટે ઘામાં ભરાય છે. માથામાં તેનું […]

શિયાળાનું મીઠું ફળ જામફળ જામફળને જમરૂખ પણ કહે છે. તેનો ગર્ભ ખૂબ પોચો અને મીઠો હોય છે, પરંતુ તેની અંદરના કઠણ બી તેની ખાવાની મઝા બગાડે છે. જામફળ મીઠા, સહેજ ખાટા અને તૂરા હોય છે. તાસીરે ઠંડા, પચવામાં ભારે, સહેજ ચીકણા, મળને રોકનાર, વાત – પિત્તશામક અને કફવર્ધક છે. તે વીર્યવર્ધક, પોષક, સ્વાદિષ્‍ટ, રોચક અને હિતકર છે. કૃમિ, શોષ, તરસ, દાહ, ભ્રમ, મૂર્છા, તાવ, બુદ્ધિમાંદ્ય વગેરે મટાડે છે. સૂકા કે લીલાં કાચા જામફળને છીપર ઉપર ઘસી તેનો માથે લેપ કરવાથી ગમે તેવું માથું દુઃખતું હોય કે આધાશીશી હોય તો મટી […]

વીર્યવર્ધક, રસાયન, ઓજવર્ધક વનસ્પતિ – બળ, ખપાટ/બળબીજ પરિચય : ગુજરાતમાં ખપાટ, ખરેટી કે બળ (બલા, ખરૈટી)ના છોડ જંગલ તથા વન-વનડે, ખેતરોની વાડ પાસે થાય છે. તેમાં છોડ દોઢ હાથ જેટલી ઊંચાઈનાં થાય છે. તેનાં મૂળ અને ડાળી લાકડા જેવી, રેસાદાર અને મજબૂત; છાલ સાધારણ પીળા-ભૂખરા રંગની, પાન તુલસીનાં પાન જેવા એકાંતર, ૧-૨ ઈંચ લાંબા ૧ ઈંચ પહોળાં, ગોળ, દાંતેદાર કિનારીવાળા, લીલા રંગના મૃદુ રોમયુક્ત, અણીસહિત, ૭ થી ૯ શિરાઓ વાળા હોય છે. તેની પર ફૂલો હળવા પીળા રંગના ચાર પાંખડીનાં, નાના કદનાં થાય છે. ફળ ઉપર પુમ થાય છે. ફળ […]

સુગંધ અને શીતળતા દેનાર વનસ્પતિ – વાળો પરિચય : સુગંધી વાળો કે ખસ (ગ્શીર, ખસ, ગાંડર કી જડ) એ વીરણ નામની બહુવર્ષાયુ ઘાસની જાતનાં મૂળ છે. વીરણના મૂળ હોઈ તે ‘વીરણવાળો‘ પણ કહેવાય છે. તેની સફેદ અને કાળી બે જાતો થાય છે. આ ઘાસ ૨ થી ૫ ફૂટ ઊંચું થાય છે. તેનાં મૂળ જમીનમાં બે ફૂટથી વધુ ઊંડે, વાળ જેવા તાંતણાવાળા અને મનમોહક મીઠી સુગંધવાળા થાય છે. દવામાં તે લાંબા વાળ જેવા તાંતણાવાળું મૂળ કામ લાગે છે. તેમાં ૧-૨ ફૂટ સીધા, લાંબા ઘાસ જેવા પાતળા થાય છે. તેની પ ફૂલની […]

બહુમૂલ્ય ઔષધી : કેતકી-કેવડો કેતકીની વાડો થાય છે. જંગલ ખાતાવાળા સીમાંકન માટે કેતકીની હાર લગાડે છે. તેના પાન જાડા, નીચેથી પહોળા અને ઉપર સાવ સાંકડા થઈ જાય છે. પાનની ધાર કાંટાવાળી કાંગરી ધરાવે છે. મધ્યમાંથી લાંબો દાંડો નીકળે છે જેના ઉપર ફૂલ થાય છે. જેમને ખૂબ ખંજવાળ આવે તે કેતકીના પાનનો રસ શરીરને ચોળે. વધુ પડતી બળતરા થાય તો છાણ ચોળી લેવું. તેના મૂળનો ઉકાળો ઉપદંશ, પરમિયો અને ગંડમાળામાં સાકર સાથે અપાય છે. કેવડાનું ઝાડ ખજૂરના ઝાડ જેવું, વાંકુ વળી ગયેલું અને તેમાંથી વાંકી-ચૂંકી શાખાઓવાળું હોય છે. તેને કાંટાની કાંગરીવાળા, […]

શ્વાસ, સોજા અને પીડાહર – ધંતૂરો પરિચય : ઉકરડા, વેરાન કે ખાલી જગ્યામાં આપમેળાએ ઊગતા ધંતૂરા (ધતૂર, ધતૂરા)ના છોડ ગુજરાત-ભારતમાં સર્વત્ર થાય છે. તેની સફેદ ફૂલની અને બીજી કાળા ફૂલની એવી બે જાતો થાય છે. તેનો છોડ ૨ થી ૪ ફૂટ ઊંચો, આડી-અવળી અનેક શાખાવાળો અને પહોળા દાંતાવાળા પાનવાળો થાય છે. તેની પર ઊભી ચલમ આકારના જરા મધુર પણ ઉગ્ર વાસવાળા અને લાંબા ધોળા કે કાળા રંગના ફૂલ થાય છે. છોડ પર મોટા લીંબુ જેવડાં અને કાંટાવાળા, ગોળાકાર ફળ થાય છે. ધંતૂરો સૌથી વધુ ઝેરી છે. વૈદ્યો તેનો ખૂબ ઉપયોગ […]

વાયુ-કફનાશક ઘરેલું ઔષધિ – બામ (નેવરી, કડવી) પરિચય : ગુજરાતમાં કડવી નેવરી, કડવી લૂણી કે બાંબ અથવા બામ (જલનીમ, બામ, બાંબ) નામે ઓળખાતી ‘જલનેવરી‘ વનસ્પતિ ભેજવાળી-વધુ પાણીવાળી – જમીનમાં છાતલાની જેમ થાય છે. તેની મૂળમાંથી અનેક લાલ રંગની શાખાઓ નીકળે છે. જેની પર લૂણીનાં બારીક પાન જેવા, લીલા રંગના, લંબગોળ, સુંવાળા અને સામસામે અસંખ્ય પાન થાય છે. આ પાન રસાળ (ભરેલા)હોય છે. છોડ બહુવર્ષાયુ છે. તેની પર લીલા અથવા ધોળારંગનાં એક એક ફૂલ ૪ પુંકેસરવાળા આવે છે. ફૂલ સાથે છોડ પર ઈંડાકાર ગોળ ફળ થાય છે. જે દરેકમાં ૨-૨ ઘર […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors