સામગ્રી : કોફતા : કાચાં કેળાં : ૨, કોથમીર : ૧ ચમચો ઝીણી સમારેલી, મેંદો :૧/૨ કપ, ધાણાજીરું : અડધી ચમચી, લીંબુનો રસ : અડધી ચમચી, સાકર અડધી ચમચી, લાલ મરચું : અડધી ચમચી, હળદર : અડધી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, તેલ : તળવા માટે.
તબીબી ક્ષેત્રે દરરોજ નીતનવા સંસોધનો થતા રહે છે. તેમજ નવા ઉપકરણો ઓપરેશન માટે શોધાતા હોય છે. આજે એવા ઘણા ઓપરેશન થાય છે કે જેમાં શરીરમાં કાપા મૂકવાની જરૂરિયાત રહેતી નથી. આંખના ઓપરેશનો જેવા કે મોતીયા વગેરે થોડી મિનિટોમાં થઇ જાય છે. અગાઉ એક માસ સુધી પાટા બાંધી રાખવા પડતાં, એ જ રીતે પેટ, આંતરડા, પથરી વગેરે ઓપરેશન સરળ બન્યા છે. ઉપરાંત શીતળા જેવા ભયંકર રોગને નાબૂદ કરી શકાયો છે. એ જ રીતે પોલિયો રોગ નાબૂદ કરવાના પ્રયાસો ચાલુ છે. કેન્સર, ડાયાબિટીસ, બ્લડપ્રેસર, એઇડસ, મેલેરિયા તેમજ થેલેસેમિયા, હિમોફિલિયાને કેટલાક આનુવંશિક રોગોના […]
ગુજરાત રાજ્યની સ્થાપના ૧/૫/૧૯૬૦ ના રોજ મુબઇમાથી અલગ રાજ્ય તરીકે કરવામા આવી હતી. હાલ ગુજરાતની રાજ્ધાની ગાંધીનગર છે. સમગ્ર રાજ્યને, વહીવટી સરળતા માટે ૨૫ જીલ્લાઓ, ૨૨૬ તાલુકાઓ, ૧૮૬૧૮ ગામો અને ૨૪૨ શહેરો ત્થા શહેરી વિસ્તારોમા વહેચી શકાય.ગુજરાત રાજ્યનો સમગ્ર વિસ્તાર ૧.૯૬ લાખ ચોરસ કિ.મી. છે, જે ભારતના વિસ્તારના ૬.૧૯% જેટલો છે.ગુજરાતની વસ્તિ હાલમા લગભગ સાડા પાંચ કરોડ છે.ગુજરાત ઉપરાંત ભારતમા મહારાષ્ટ્ર, અને વિદેશમા અમેરીકા, બ્રિટન, ઓસ્ટ્રેલીયા, અને આફ્રિકા સહિત લગભગ પચાસ લાખ ગુજરાતી ગુજરાત બહાર વસે છે.ગુજરાત પાસે ભારતભરનો સૌથી લાંબો દરિયા કિનારો છે, જે લગભગ ૧૬૦૦ કિ.મી. છે.ગુજરાતની પ્રજા […]
ઈ. સ. ૧૮૫૭ માં અંગ્રેજ શાસન સામે શરુ થયેલ આઝાદીના બળવાના પડઘા ગુજરાતમાં પણ પડયા. ગુજરાતમાં નાંદોલ,દાહોદ,ગોધરા,રેવાકાંઠા તથા મહીકાંઠાનો કેટલોક પ્રદેશ ક્રાંતિમાં જોડાયો. ગુજરાતમાં સિપાઈઓએ સૌપ્રથમ અમદાવાદમાં માથું ઊંચક્યું. રાજપીપળા, લુણાવાડા, ડીસા, પાલનપુર, સિરોહી અને ચરોતરમાં બળવો થયો. ગુજરાતમાં ક્રાંતિની આગેવાની લેનાર કોઈ કુશળ નેતા ન હોઈ બળવો વ્યાપક બની શકયો. નહીં. ક્રાંતિ પછી દાદાભાઈ નવરોજીએ આર્થિક અને રાજકીય મોરચે પ્રજાને જાગ્રત કરવાનું કામ કર્યું. કવિ નર્મદે સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે ફાળો આપ્યો. સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજ પ્રસરાવ્યો. સ્વામી સહજાનંદે પછાત જાતિઓમાં જાગૃતિ આણી. નર્મદ, દલપતરામ વગેરેએ પ્રજાનું માનસ […]
ગુજરાત દિલ્લીના સુલતાનોના હાથમાં ગયું. દિલ્લીના શાસકો અહીં સૂબાઓ નીમતા. સૂબાઓ જુલમ કરીને પૈસા ઉઘરાવતા. સૂબાઓનું રાજ્ય સોએક વર્ષ ચાલ્યું. દિલ્લીમાં ગાદી માટે કાવાદાવા ચાલતા હતા ત્યારે ગુજરાતના સૂબા ઝફરખાંએ દિલ્લીનું આધિપત્ય ફગાવી દીધું અને ગુજરાતના પ્રથમ સુલતાન તરીકે મુઝફ્ફર શાહ નામ ધારણ કર્યું. મુઝફ્ફર શાહના ઉત્તરાધિકારી તેમના પૌત્ર અહમદ શાહે ઈ. સ. ૧૪૧૧ માં સાબરમતી નદીના તીરે અમદાવાદનો પાયો નાખ્યો. અમદાવાદ વસ્યું એટલે કર્ણાવતીના લોકો ત્યાં આવીને વસ્યા. પાટણની વસ્તી ઓછી થવા લાગી. અમદાવાદ વધવા લાગ્યું. કાંકરિયા તળાવ અહમદ શાહના દીકરા કુતુબુદ્દીને બંધાવ્યું. ઈ. સ. ૧૪૪૨ માં અહમદ શાહ […]
ભગવાન શ્રીકૃષ્ણની કથા પછી ગુજરાતના ઇતિહાસના પટ પર અંધારપટ છવાયેલો છે. ત્રણેક હજાર વર્ષના ગાળામાં શું બન્યું તે આધારિત કશી માહિતી પ્રાપ્ત નથી. ઈ.સ. પૂર્વે 319 માં મગધના પાટલીપુત્રના સિંહાસનેથી ચંદ્રગુપ્ત મૌર્યે ચક્રવર્તીત્વનો ધ્વજ ફરકાવ્યો. ગુજરાત – સૌરાષ્ટ્ર પણ તેના નેજા હેઠળ આવ્યાં.ચંદ્રગુપ્ત મૌર્યે પુષ્યમિત્ર નામના સૂબાની સૌરાષ્ટ્ર વિભાગમાં નિમણૂક કરી હતી. પુષ્યમિત્રનો શાસનકાળ ઈ. સ. પૂર્વે 294 સુધીનો હતો અને તેના સમયમાં ગિરિગર (સુદર્શન સરોવર પર) બંધ બંધાયો હતો.ચંદ્રગુપ્તના પૌત્ર સમ્રાટ અશોકે ઠેરઠેર કોતરાવેલા શિલાલેખોમાંનો એક ગિરનારની તળેટીમાં છે. આ શિલાલેખ પરનો લેખ બ્રાહ્મી લિપિમાં છે કે જે ગુજરાતી […]
ગુજરાતને પોતાનાં સંસ્કારિતા અને સામ્રાજ્યનો એક આગવો ઈતિહાસ છે. એનો ઇતિહાસ પુરાતન છે. એની સંસ્કૃતિ સમૃદ્ધ છે. આરંભ પુરાણોમાં અને મહાકાવ્યોમાં આનર્ત પ્રદેશ તરીકે ઓળખાયેલ પ્રદેશ તે આજનું ગુજરાત. આનર્તનો પુત્ર રેવત કુશસ્થલી (આધુનિક દ્વારિકા)નો શાસક હતો. ભગવાન શ્રી કૃષ્ણે કંસવધ પછી જરાસંઘ અને કાલયવન સાથે સંઘર્ષ કરી વ્રજ છોડીને સૌરાષ્ટ્રના સાગરતીરે વેરાન પડેલી જૂની રાજધાની કુશસ્થલીનો જીર્ણ દુર્ગ સમારાવી ત્યાં નવી નગરી વસાવી તે દ્વારકા, દ્વારિકા કે દ્વારામતી કહેવરાવી.દ્વારકામાં શ્રીકૃષ્ણે યાદવોનું રાજ્ય સ્થાપ્યું. પણ પછી સત્તા, શક્તિ અને સંપત્તિથી પ્રમત્ત યાદવો વિલાસી થયા અને અંદરોઅંદર કપાઈ મર્યા – યાદવાસ્થળી […]
પૂજ્ય ડોંગરેજી મહારાજઃકથાકાર નામઃરામચંદ્ર કેશવદેવ ડોંગરે જન્મ : ૧૫-૨-૧૯૨૬(સંવંત ૧૯૮૨ ના ફાગણ સુદ ત્રીજ)ઇન્દોર લગ્ન : ૧૯૪૯માં તેમના લગ્ન પેટલાદના પરશુરામ નાતુની પુત્રી શાલિનીદેવી અભ્યાસઃ ગુરુ પાસે સતત સાત વર્ષ અધ્યયનરૂપે પુરાણો, વેદો અને વેદાંતોનો ગહન અભ્યાસ કર્યો. જીવન ઝરમરઃ વિશેષ પરિચયઃમૂળ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના પડદાવલી ગામના સંસ્કૃતના પ્રખર વિદ્વાન રામચંદ્ર ડોંગરેજી શાસ્ત્રી ગાયકવાડ સરકારના આગ્રહથી વડોદરામાં સ્થાયી થયા હતા. ડોંગરેજી મહારાજ તેમની ચોથી પેઢીએ થાય. તેમનો જન્મ મધ્યપ્રદેશના ઇન્દોરમાં ફાગણ સુદ-૩ને સોમવાર તા. ૧૫-૨-૧૯૨૬ના રોજ તેમના મામાને ત્યાં પિતા કેશવ ગણેશ ડોંગરેના પરિવારમાં માતા કમલાવતીની કૂખે થયો હતો. ડોંગરેજીને […]
દુલા કાગઃ કવિ નામઃ દુલા ભાયા કાગ -\”કાગ બાપુ\”- જન્મઃ ૨૫-૧૧ – ૧૯૦૨ મજાદર ( તા. મહુવા, જિ.ભાવનગર) અભ્યાસ: પાંચ ધોરણ કાવ્યગ્રંથઃ કાગવાણીઃ ભાગ ૧,૨,૩,૪,૫,૬,૭ વિનોબાબાવની’ (૧૯૫૮), તો ઘર જાશે, જાશે ધરમ’ (૧૯૫૯), શક્તિચાલીસા’ (૧૯૬૦) ઉપરાંત ‘ગુરુમહિમા’, ‘ચન્દ્રબાવની’, ‘સોરઠબાવની’ વિશેષઃ દુલા ભાયા કાગની વાણી એટલે શબ્દો પણ ધન્ય બની જાય અને લોકહૈયામાં એવાં તો વસી જાય કે યુગોનાં બદલાતા પ્રવાહો અને પ્રચંડ પરિવર્તનો વચ્ચે પણ કંઠસ્થની પરંપરા ગ્રંથસ્થના સામર્થ્યને સહેજમાં હરાવી દે. દુલા કાગ એટલે જનસાધારણની શાશ્ર્વત મનીષાનું અસાધારણ પ્રતિનિધિત્વ. ભારતની ધરતી અને તેની મનીષાનું ધીમેથી ક્યાંક તો ક્યાંક ઝડપથી […]
હવામાનમાં આવી રહેલા બદલાવને જાણીએ આપણે સૌ આજની પ્રગતિના સાક્ષી છીએ. આજે વિજ્ઞાન ક્ષેત્રે સંશોધન થયા તેની સુખ-સગવડતાઓ માણી રહ્યા છીએ. છેલ્લા ર૦૦ વર્ષમાં જે સંશોધનો થયા તેમાં પણ આ ૬૦ વર્ષોમાં થયેલા સંશોધનોએ માનવીની જીવન શૈલીમાં આમૂલ પરિવર્તન લાવી દીધું છે અને હજુ પણ આ કયાં જઇને અટકશે તેની કલ્પના થઇ શકે તેમ નથી. દિવસે દિવસે વિજ્ઞાન ક્ષેત્રે જે સંશોધનો આવી રહ્યા છે તેની સાથોસાથ માનવીનો ઉપભોગતાવાદમાં જે વધારો થઇ રહ્યો છે તે જાણીને વૈશ્ર્વિક કક્ષાએ ભવિષ્યમાં કેવા પરિણામો લાવશે તે કહી શકાય નહીં પરંતુ વિજ્ઞાન ક્ષેત્રે થયેલા અનેક […]