સામગ્રી ૩૦૦ ગ્રા. પૌંઆ, ૨૦૦ગ્રા. બટાટા, ૧ ચમચો ખાંડ, કોપરાનુંછીણ, કાજુ, દ્રાક્ષ, આદું,મરચાં, મીઠું, લીંબુ, રાઈ, તેલ, કોથમીર બનાવવાની રીત (૪ વ્યક્તિ) ૧. પૌંઆ સાફ કરી, ધોઈ, કોરા કરો. બટાટાને બાફી, છાલ કાઢી કટકા કરો. ૨. દ્રાક્ષને ધૂઓ, કાજુના કટકા કરી, આદું – મરચાંને ઝીણા સમારો. ૩. તેલ ગરમ કરી, રાઈ – હિંગનો વઘાર કરી તેમાં પૌંઆ, બટાટા હલાવો. ખાંડ, લીંબુનો રસ, મીઠું,દ્રાક્ષ, કાજુના ટુકડા નાખીને બરાબર હલાવો. ૪. સમારેલ કોથમીર ને કોપરાનું છીણ ભભરાવીને ઉપયોગ કરો. પોષકતા ૧૮૦૦ કેલરીની આ વાનગી છે.વ્યક્તિ દીઠ ૪૫૦ કેલરી મળે. પૌંઆ, બટાટાની સ્વાદિષ્ટતા, […]

આદિ માનવ ગુફા જીવન જીવતો ગુડામાં અંધકારને દૂર કરવા ચકમકના પથ્‍થરનો ઉપયોગ કરતો કાલચક્ર આગળ વધતા માનવ બુધ્ધિનો વિકાસ થયો અને અંધકારને ઉલેચવા માટે દિપક એટલે કે દીવો અસ્તિત્‍વમાં આવ્‍યો. માણસ ઈચ્‍છે ત્‍યાં દીવો પ્રગટાવી અંધારામાં અજવાળું કરી શકે છે. પરંતુ આજના વિજ્ઞાન યુગમાં આ તેલ કે ધીના દીવાની જરૂર પડતી નથી, સ્‍વીચ દબાવો અને આંખને પણ આંજી દયે તેવા દીવાના રૂપમાં લેમ્‍પ આવી ગયા. આમ, આધુનિક વિદ્યુતલેમ્‍પે પૌરાણિક તેલ-ઘીના દિપકને ઝાંખા પાડી દીધા. આ દિવસે હવે મંદિરમાં કે પ્રસંગોપાત્ જ જોવા મળે છે.

આત્માનો બંધુ કોણ ? * આત્મા જ. * જે દેહ પર,મન,બુધ્ધિ,ચિત્ત અને અહંએ અન્તઃકરણના વિભાગો પર અને શબ્દ,સ્પર્શ,રૂપ,રસ એ પાંચ વિષયો પર વિજય મેળવે છે. આત્માનો શત્રુ કોણ ? * આત્માને ખરખર શત્રુ કે મિત્ર એવું કાંઈ હોતું નથી,તે દ્રન્દ્રાતીત છેઃપણ આ એક કહેવાની લઢણ છે.આત્માનો બંધુ કે આત્માનો શત્રુ બહારનો કોઈ ના હોય શકેઃએટલે કે લોકો દેહ ,ઈન્દ્રિયો,અન્તઃકરણ કે પાંચ વિષયોને જીતી શકતા નથી તેઓ આત્માના શત્રુ બને છે. આત્મા આત્માનો શત્રુ અને મિત્ર છે એટલે શું? * નામઋઉપને પ્રાધાન્ય આપીને આત્મા આત્માનો શત્રુ બન્ર છે અને નામરુપને ભુલી […]

ગરમીનાં દર્દો તથા ડાયાબિટીશ મટાડનાર – જાંબુ (રાવણા) પરિચય : જાંબુ (જંબૂ, જામુન)ની બે મુખ્ય જાતો થાય છે. મોટી અને બીજી નાની. મોટા રાય જાંબુના ઝાડ ઊંચા થાય છે. તેની પર પીપળા કે આંબા જેવા લાંબા, ચીકણા, ચમકદાર પાન થાય છે. તેની પર વસંત ઋતુમાં લીલાશ પડતા સફેદ રંગના કે સોનેરી રંગના મંજરી રૂપ પુષ્‍પો આવે છે. ફળ (જાંબુ) ઊનાળાનાં અંતે કે વર્ષના પ્રારંભે અર્ધો થી ૨ ઈંચ લાંબા, ૧ થી ૧/૧-૨ ઈંચ જાડા, લંબગોળ, પાકે ત્યારે લાલ-રીંગણી રંગના, ઉપરથી મીઠા ગર્ભવાળા, વચ્ચે લંબગોળ ઠળિયાવાળા થાય છે. નાના (ક્ષુદ્ર) જાંબુડા […]

આત્મભાવ કયારે પ્રગટ થાય? * દેહસુખની ઈચ્છાઓ નષ્ટથાય ત્યારે. આત્માની શક્તિ કઈ ? * વિચાર. અંતયાત્રા કરવાંમાં મહત્વના અંતરાયો કયા છે ? * બહિર્મુખ વૃતિ. * રૂપ,રસ,ગંધ સ્પર્શ અને શબ્દ માટેના આકર્ષણૉ. * પરોપકાર અને અનુકંપાના ભાવની પાછળ રહેલી આસક્તિ. * ઈચ્છાને શ્રધ્ધા માની લેવાનું વલણ. * પોતે જાણે છે,પોતાને ખબર પડે છે એવો અહંકાર. * દંભ અને આત્મવંચના.

પથરી અને પેશાબના દર્દની દવા – પાષાણભેદ પરિચય : વનસ્પતિના જાણકારો પાષાણભેદ (કાષ્‍ટપાષાણભેદ, પાખાનભેદ)ના પાંચ પ્રકારો બતાવે છે. તેમાં અહીં ગુજરાતમાં મળતી અને પથ્થરફોડી તરીકે જાણીતી વનસ્પતિનો પરિચય આપેલ છે. ગુજરાતમાં ‘કાષ્‍ટ પાષાણભેદ‘ નામે તેના મૂળના કટકા બજારમાં વેચાય છે. મહારાષ્‍ટ્ર તથા કાશ્મીરમાં તે વધુ થાય છે. નાની રીંગણી પ્રમાણે જમીન પર પ્રસરે છે. બોરડી જેવા તેની પર કાંટા હોય છે. એના મૂળ ખડક (પથ્થર) તોડી અંદર જાય છે. તેની પર ધોળા રંગના લાલ કેસાયુક્ત ફૂલ થાય છે. એની પર રીંગણીના ફળ જેવડા ફળ થાય છે. ઘણાં ઘર આંગણે તે […]

ગરમીના દર્દોનું અકસીર ઔષધ – આંબો (કેરી) પરિચય : ઉનાળામાં અમૃતફળ ‘કેરી‘ આપનાર ઝાડને આંબો (આમ્રવૃક્ષ, આમકા પેડ) કહે છે. તે ગુજરાત તથા ભારતમાં સર્વત્ર વ્યાપકપણે થાય છે. તેની ૭૦૦થી વધુ જાતો છે. આંબા જંગલોમાં જાતે થાય છે. અને ખેતર-વાડીમાં તે વવાય પણ છે. તેના વૃક્ષો ૧૫ થી ૩૦ ફૂટ ઊંચા અને ઘટાદાર થાય છે. તેના પર આસોપાલવના પાન જેવા લાંબા, ચમકતા પાન થાય છે. તેના પર પ્રથમ નાનાં ફળ ‘મરવા‘ થાય છે. તે ફળ મોટા થઈ પાકે ત્યારે ઉતારી લેવાય છે. તેને દાબામાં નાંખી ‘પાકી‘ કેરી તૈયાર કરી વેચાય […]

પીડા અને વાયુદોષ શામક અકસીર ઔષધિ – નગોડ પરિચય : નગોડ (નિર્ગુંડી, સમ્હાલુ/સંભાલુ) ગુજરાતમાં અને ભારતમાં સર્વત્ર થાય છે. તેના ઝાડ મધ્યમ ઊંચાઈના આશરે ૫-૮ ફુટના થાય છે. તેની કાળી અને સફેદ એમ બે મુખ્ય જાતો થાય છે. ઝાડની દરેક ડાળીમાં લાંબા અને પાતળા ત્રણ ત્રણ કે પાંચ પાન થાય છે. તેની પર આંબાના મોરની જેમ ગુચ્છદાર અને જાંબુડિયા રંગના ફળ થાય છે. ધોળી નગોડના પાન લીમડાનાં પાનથી કાંઈક વધુ પહોળા અને કાંગરાવાળા તથા અણીદાર હોય છે. આ પાન બહુ જ નરમ અને મખમલ જેવા સુંવાળા હોય છે. કાળી નગોડમાં […]

પેટનાં દર્દો તથા હાથીપગું મટાડનાર – કાંકચ (કાંગચા) પરિચય : ગુજરાતના પંચમહાલ, મહારાષ્‍ટ્ર, બંગાળના ગરમ પ્રદેશોમાં લાંબા વેલારૂપ થનાર ‘કાંકચ‘ (લતા કરંજ, કરંજવા, કાંટા કરંજ) કાંટાવાળી અનેક શાખા ધરાવનાર વનસ્પતિ છે. તેના પર સંયુક્ત, સરસ, લંબગોળ પાન થાય છે. પાનની જોડ વચ્ચે તીક્ષ્‍ણ કાંટા હોય છે. તેના પર પીળા ફૂલ અને અનેક કાંટાવાળી પહોળી શીંગ થાય છે. દરેક શીંગ (કળી)માં ૧, ૩ કે ૪ મધ્યમ બોર જેવડા, ખૂબ જ સખત કોચલાવાળા રાખોડી રંગના ફળ થાય છે. તેને ‘કાંચકા‘ કે ‘કાંગચા‘ કહે છે. આ ફળનું પડ તોડતાં અંદરથી સફેદી પડતા પીળા […]

સ્વ-સ્વરુપની પ્રાપ્તિ કયારે થાય ? * અંન્તકરણ રુપી દિવાલ વચમાથી ખશી જાય. * મનને કિનારે જ મુકામ રહે. * વિકાર માત્ર શાંત થઈ જાય. * વૃતિઓ રુપી બિદ્બુદો ન ઊઠે અને આવેગો શમી જાય. સસ્વરુપની પ્રાપ્તિ માટે શું ધ્યાનમાં રાખવું? * અજ્ઞાનનુ આવરણ દુર કરવા સત્વર નિષ્ઠાપુર્વક પ્રયત્ન કરવો. * ચીજવસ્તુઓનું વળાગણ ન રાખવી. તેમાં ચિતને ડુબવા ન દેવું. * સ્વ-ધર્મનું આચરણ કરવું.કર્તવ્યનું બરાબર પાલન કરવું.પણ મમત્વથી મુકત રહેવું. * કામ,ક્રોધ,લોભ,મોહ વગેરેથી અળગા રહી ભગવાનનું ભાવપુર્વક સ્મરણ કરવું. * ચિતશુધ્ધિમાટે સતત જાગ્રત રહી પ્રયત્ન કરતા રહેવું. * વિશેષને વિશેષ અંતમુખ […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors