શરીરનો પરિચય કરીએ તે પહેલા આરોગ્‍યનો અર્થ જાણી લેવો ઠીક ગણાશે. આરોગ્‍ય એટલે શરીર-સુખાકારી. જેનું શરીર વ્‍યાધિરહિત છે. જેનું શરીર સામાન્‍ય કામ કરી શકે છે. એટલે જે મનુષ્‍ય વગર થાકયે રોજ દશ-બાર માઇલ ચાલી શકે છે. સામાન્‍ય મજૂરી થાક વિના કરી શકે છે, સામાન્‍ય ખોરાક પચાવી શકે છે, જેની ઇન્દ્રિયો અને મન આબાદ છે, એનું શરીર સુખાકારી ભોગવે છે. આમાં મલ્‍લ શરીરનો કે અતિશય દોડનાર કૂદનારનો સમાવેશ નથી થતો. એવાં અસાધારણ બળ બતાવનારાં રોગગ્રસ્‍ત હોઇ શકે છે. એવા શરીરનો વિકાસ એકાંગી કહેવાય. ઉપરોકત આરોગ્‍ય જે શરીરને સાધવું છે તે શરીરનો […]

આજકાલ દાંતમાં કોઈને કોઈ રોગો હોવો, એ એક સામાન્ય બાબત બની ગઈ છે અને આપણે ત્યાં સામાન્ય રીતે દાંત બાબતમાં નિમ્ન લિખિત ફરિયાદો સાંભળવા મળે છે. દાંતમાં દુઃખાવો થવો, દાંત સડી જવા, દાંત પીળા પડી જવા, દાંત તૂટી જવા, પેઢામાંથી – મસૂડામાંથી રક્તસ્ત્રાવ થવો, પેઢા સુજી જવા, પેઢામાં પરુ થવું, દાંત હાલવા, મોંઢામાંથી વાસ આવવી અને દાંતમાંથી પાણી છૂટવું વગેરે. દાંત એ આપણાં શરીરના ખૂબ જ આવશ્યક અને ઉપયોગી ઉપાંગો છે. દાંતની મજબૂતી અને તેની તંદુરસ્તી પર શારીરીક સ્વાસ્થ્યનો ખૂબ મોટો આધાર રહેલો છે. જો દાંતની દેખભાળ બાલ્યકાળથી જ રાખવામાં […]

વર્ષાઋતુમાં સૌંદર્ય માણવું તે જિંદગીની ઉત્તમ પળ છે. ઘણાં કવિઓ, તેમની ઉત્કૃષ્‍ટ કાવ્ય રચના વર્ષાઋતુ દરમિયાન કરે છે. આછાં વાદળવાળું આકાશ, ઝરમર વરસાદ, લહેરાતાં લીલાછમ વૃક્ષ – છોડ અને પાંદડા, ભીની માટીની સુગંધ વગેરે દરેક વ્યક્તિને આનંદદાયક લાગે છે. કેટલાક લોકો એવા પણ છે જેમની આંખને વર્ષાઋતુનું કુદરતી સૌંદર્ય ગમે છે પરંતુ તેમના પેટને કારણે આ કુદરતી સૌંદર્ય માણી શકતા નથી. વર્ષાઋતુના આગમન સાથે એક નાનો રોગ શરૂ થાય છે જે છે મરડો. મેડીકલ ભાષામાં અમીબીયાસીસ કે અમીબીક ડીસેન્ટ્રઈ નામે ઓળખાય છે. આ પેટના દર્દમાં સૌથી પહેલા માનસિક થાક – […]

કોફી તાજગીદાયક પીણું ગણાય છે. એક વખત માન્યતા એવી હતી કે માંદા માણસને કોફી અપાય. કાફે આહ્લાદક કોફી અને લિજ્જતદાર ગણાય છે, બપોરના અને રાત્રિના ભોજન પછી ટીવી ની વિવિધ ચેનલો નિહાળતા કોફીની ચુસ્કીઓ ભરવાનું ચલણ વધતું જાય છે. આ તો કેરીની માફક કોફી પણ ઘણી જાતની થાય છે. કેટલાક કોફીના રબ્બર, દાડમ, સીતાફળની માફક કોફીના બગીચા પણ હોય છે. કોફીની માતૃભૂમિ બેલ્જિયમ ગણાય છે, આપણા દેશમાં કોફીના છોડ બેલ્જિયમમાંથી વાયા જાવા થઈને આવેલા છે. બહુ ઉધરસ આવતી હોય ત્યારે કોફીનો કરકરો પાવડર અને નમકનો ફાકો ભરી જવાથી તાત્કાલિક રાહત […]

છેલ્લા કેટલાક સમયથી જો કિંમતી અને અદ્યતન મોબાઈલનું વેચાણ વધ્યું હોય તો ગુજરાતની તેમાં મહત્વની ભૂમિકા છે. આ ઉદ્યોગના સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં મોબાઇલ રિપ્‍લેસમેન્ટનું બજાર ૬૦ ટકા છે અને સમગ્ર દેશમાં તેનું પ્રમાણ ૩૦ ટકા છે. નોકિયા ઇન્ડિયાના જીટીએમ હેડ રઘુવેશસરૂપે જણાવ્યું હતું કે, \”મોબાઇલ ફોનના કુલ વેચાણમાં ગુજરાત ખાતે રિપ્‍લેસમેન્ટ બજારનો હિસ્સો ૬૦ ટકા છે. પ્રારંભિક લોકોની સરખામણીએ યુવા ગ્રાહકોની ઉંચી સંખ્યા અને ખર્ચની તરાહના કારણે બજારને પ્રોત્સાહન મળ્યું છે.\” ?જાન્યુઆરી મહિનામાં નકશા જેવી ‍નેવિગેશન પદ્ધતિઓ અને ઇન્ટિગ્રેટેડ જીપીએસ સિસ્ટમ લોન્ચ કરનાર નોકિયાને આશા છે કે ગુજરાતમાં તેમની […]

આધ્યાત્મિકતા માર્ગે જવા શું શું જરૂરી ? * નિશ્ચય. * સંપૂર્ણ નિષ્ટા. * અવિરત પુરૂષાર્થ. * અનુભવી વ્યક્તિઓનું માર્ગદર્શન. * સૂઝ અને જાગૃતિ. * વાસના અને ભ્રમણામાંથી મુક્તિ. * શ્રધ્ધા.

આધ્યાત્મિકતાનો મૂળ પાયો કયો ? * નિર્ભયતા અને નિશ્ચયબળ અધ્યાત્મમાર્ગે જવા શું અનિવાર્ય ? * સત્સંગ; અનુભવી વ્યક્તિઓનો સંગ. * આપણા વિચારમાંથી દેહ નીકળી જવો જોઈએ. * નામરૂપનો મોહ છુટી જવો. * બર્હિમ્રુખતાને બદલે અન્તર્મુખતા. * સાદુ જીવન,સંયમી જીવનસંતોષી વૃતિ * નિશ્ચયબળઃ આ માર્ગે જવાનો નિશ્ચય થઈ જવો જોઈએ. * હું પણાનો અને મારાપણાનો ભાવ શિથિલ કરતો જવો.

પરમ ગતિને કોણ પામે છે ? * ગીતાકારના શબ્દોમાં કહીએ તો -જે સંગરહિત છે. -કરવા યોગ્ય કર્મો કરે છે. -જે સ્વ ધર્મને વળગી રેહે છે. -વર્તમાનની જવાબદારી સારી રીતે પાર પાડે છે. -અનાસકતભાવે જાગ્રત રહી કર્મ કરે છે.

સામગ્રી : ૧ મોટું કેપ્સિકમ, ૪ મોટાં ટામેટાં, ૧૦૦ ગ્રામ પનીર, ૨ મોટી ડુંગળી, ૨ સ્‍લાઈસ અનાનસ. ડ્રેસિંગ માટેની સામગ્રી : ૨ મોટા ચમચા તેલ, ૧ ચમચો સરકો, ૧ ચમચી શેકેલું જીરું, ૧ ચમચી વાટેલા મરી, ૧ ચમચી ચાટ મસાલો. રીત : પનીર, ટામેટાં, કેપ્સિકમ અને અનાનસના ચોરસ ટુકડા કરો. તેલ સહેજ ગરમ કરી તેમાં ચાટ મસાલા સિવાય બધા મસાલા નાખો. સાથે બધી સમારેલી વસ્‍તુઓ પણ નાખો. એક સળિયા પર પનીર, ટામેટું, કેપ્સિકમ, અનાનસની સ્‍લાઈસ લગાવીને ઠંડું સેલડ પીરસો.

સામગ્રી : ૨ ૧/૨ કપ દૂધ, ૧/૨ કપ ખાંડ, ૩ ચમચા કસ્‍ટર્ડ પાઉડર, ૧/૨ ચમચી વેનિલા એસેન્‍સ, ૮ બ્રેડ સ્‍લાઈસ, ૧/૩ કપ ક્રીમ, ૧ ચમચો પિસ્‍તા, ૧ ચમચો ગ્‍લેઝડ ચેરી, ૧/૪ કપ પાણી. રીત : બ્રેડ સ્‍લાઈસને અડધી કાપીને ગરમ તેલમાં તળી લો. એક પેનમાં અડધા ભાગનું દૂધ ગરમ કરી તેમાં અડધી ખાંડ મિક્સ કરી દો. ઊકળતા દૂધમાં કસ્‍ટર્ડ પાઉડરની પેસ્‍ટ નાખીને ઘટ્ટ કસ્‍ટર્ડ તૈયાર કરો. બાકી વધેલા દૂધ અને ખાંડને એક બીજા પેનમાં ઘટ્ટ થાય ત્‍યાં સુધી ઉકાળો. તેમાં તળેલી બ્રેડના ટુકડા નાખી બે મિનિટ રહેવા દો. તેને બહાર […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors