આપણામાં ભગવતજયુતિનો આવિર્ભાવ કયારે થાય ? * ભગવત જયોતિ આપણાથી જુદી નથી એવું સમજાય ત્યારે * ઇન્દ્રિયો,મન,બુધ્ધિ અને અહંકાર ભગવાનના ચરણે અર્પણ કરીએ ત્યારે. * જે સાધના પથ ગ્રહણ કર્યો હોય તેમાં પુરેપુરી સંનિષ્ટા અને સમજણ પૂર્વકનું સાતત્ય જળવાય ત્યારે. ચૈતન્યની અનિભુતિ કયારે થાય ? * હ્રદયગંથનુ ભેદન અને છેદન થાય ત્યારે ઃએની પ્રક્રિયા કાંઈક આ પ્રકારની છેઃ -પ્રથમ પોતાના ચૈતન્યનું જ્ઞાન થાય છે. -બીજું,ચિદ્શક્તિનો ઉદય થાય છે.આત્મસ્ફુરણાના ચમકારા જોવા મળે છે. -ત્રીજું,નામરૂપનું બનેલું જગત આભાસ માત્ર બની જાય છે. -ચોથું,કર્તાપણાનો ભાવ નષ્ટ થાય છે. -પાચમું, અહંભાવ શૂન્યમામ લીન થાય […]

તત્વ સાથે અનુસંધાન રહે તે માટે કઈ બાબતની જાગૃતિ રાખવા જેવી? * સંસારનું કોઈ પણા આકર્ષણ સામે આવે ત્યારે \’મારે જે જોઈએ છીએ તે આ નથી\’એવી સાવધાની રહે તો મન કયાંય ચોટવાનો પ્રશ્ન ન રહે.  

સામગ્રી : ૪ કપ દૂધ, ૨ ચમચા સાકર, દોઢ સ્લાઇસ બ્રેડ (સ્લાઇસ કાઢી લેવી.), ૧ ચમચી ચારોળી, ઘી,૨ ઇલાયચી વાટેલી. રીત : પ્રથમ બ્રેડને ઘીમાં આછા તળીને લઈ લેવાં. દૂધ ઉકાળી લેવું. તળેલા બ્રેડને દૂધમાં નાખી ધીમા તાપે ઊકળવા દો. બ્રેડ ગળી ના જાય ત્યાં સુધી એકસરખું ચમચાથી હલાવતા રહો. બ્રેડ ગળી જાય અને દૂધમાં એકરસ થઈ જાય અને દૂધ જાડું પડે ત્યાં સુધી હલાવતા રહેવું. સાકર નાખી ગળવા દો. જ્યારે ખીર પડે ત્યારે ગેસ ઉપરથી લઈ લેવી. પછી તેમાં ચારોળી અને વાટેલી ઇલાયચી નાંખવી. પછી ફ્રિજમાં ઠંડી થવા મૂકવી.

સામગ્રી : ૫૦૦ ગ્રામ દહીં, ૧૦૦ ગ્રામ પનીર, ૧ ચમચો છીણેલું ગાજર, ૧ ચમચો છીણેલી કોબીજ, ૧ ચમચો ફણગાવેલા મગ, ૧ ચમચો સમારેલી કોથમીર, ૧ ચમચો ઝીણી સમારેલી પાલક, ૨ ચમચા શેકેલી ખાંડેલી શિંગ, ચપટી મીઠું, ચપટી મરી, ચપટી બૂરું ખાંઙ રીત : દહીંને સાફ કપડામાં બાંધીને ત્રણ-ચાર કલાક માટે લટકાવી રાખો. જ્યારે બધું પાણી નીતરી જાય ત્‍યારે એક બાઉલમાં કાઢો અને બરાબર ફીણો. પનીરને છીણો અને તેમાં મિક્સ કરો. પછી તેમાં બધી સામગ્રી મિક્સ કરો. તેને સેટ થવા માટે ફ્રિજમાં મૂકો. ઈચ્‍છા મુજબના આકારમાં કાપો અને સર્વ કરો.

શહીદ વીર મેઘમાયાનો જન્મ \”ગુજરાતનો નાથ\” તરીકે ઓળખાતા આપણા પ્રતાપી રાજા સિદ્ધરાજ જયસિંહના સમયમાં થયેલો. પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહે બંધાવેલા સહસ્ત્રલિંગ તળાવમાં સતિ જસમા ઓડણના શ્રાપને લીધે પાણી ટકતું નહોતું. સિદ્ધરાજે જ્યોતિષીઓ પાસે જોષ જોવડાવતાં તેઓએ જણાવ્યું કે કોઇ બત્રીસ લક્ષણા પુરૂષનો ભોગ-બલિદાન આપવામાં આવે તો સહસ્ત્રલિંગ તળાવમાં બારેમાસ પાણી રહેશે. ચારે તરફ તપાસ કરતાં અમદાવાદ જિલ્લામાં આવેલા ધોળકા પાસેના એક ગામમાં માયા નામના વણકર યુવાનમાં જ્યોતિષીઓએ જણાવેલ લક્ષણો મળી આવ્યાં. આથી સંવત ૧૧૫૨માં પ્રાણીમાત્રના કલ્યાણાર્થે પાટણમાં હજારો નાગરિકોની હાજરીમાં તેઓએ યજ્ઞવેદીમાં પોતાનું બલિદાન આપ્યું. શહીદ વીર મેઘમાયા વિશે આપણા […]

રાજા સિદ્ધ્રારાજ જયસિંહ ગુજરાતના પ્રતાપી રાજાઓમાંના એક છે.સિદ્ધરાજ જયસિંહ ગુજરાતના તમામ ઐતિહાસીક રાજાઓમાં સૌથી વધુ મહત્વ ધરાવતો રાજા છે. સોલંકી વંશના કર્ણદેવનો પુત્ર અને ભીમદેવનો તે પૌત્ર હતો. તેણે ગુજરાત રાજ્ય પર ૧૦૯૪ થી શરુ કરીને ૪૭ વર્ષ સુધી રાજ્ય કર્યુ હતુ. અણહીલવાડ પાટણ તેની રાજધાની હતી. ઇ.સ. ૧૦૯૪માં ૧૩ વર્ષની નાની ઉંમરે પિતા કર્ણદેવનું બિમારીના લીધે મૃત્યુ થવાથી, સિદ્ધરાજ ગુજરાતની ગાદી પર આવ્યો. મહમદ ગઝની ના ગુજરાત પરના આક્રમણને હજુ ભૂલાયું ન હતુ અને ગુજરાતની ત્યારના શક્તિશાળી રાજ્ય માળવા (અવંતી) સાથે દુશ્મની પ્રખ્યાત હતી. વળી ગુજરાતમાં જ જુનાગઢના રાજવી […]

મહારાજા સયાજીરાવ વડોદરા સ્ટેટના વિદ્યાપ્રેમી,ઉદારદીલ અને માનવતાવાદી વિચારસરણી ધરાવતા રાજવી હતા. તેઓ ગાયકવાડ કુળ-શાખાના હતા. ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા વડોદરા જિલ્લાના વહીવટી મુખ્ય મથક તેમ જ આઝાદી પહેલાંના ગાયકવાડી શાસનની રાજધાનીના શહેર વડોદરા ખાતે આવેલી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી પહેલા બરોડા વિશ્વવિદ્યાલય તરીકે પ્રખ્યાત હતી. મહારાજા સયાજીરાવના પૌત્ર શ્રી પ્રતાપસિંહ રાવ ગાયકવાડે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સ્થાપના કરી. આ સાથે તેમણે તેમના દાદાની ઈચ્છા પ્રમાણે સર સયાજીરાવ ડાયમંડ જ્યુબીલી અને મેમોરીયલ ટ્રસ્ટની સ્થાપના કરી. વડોદરામાં આ પ્રકારની યુનિવર્સિટીની જરૂરીયાત અને તેની સ્થાપનાના વિચારે તે સમયના વડોદરા […]

ગુજરાતમાં ઊજવાતા તહેવારો અક્ષયતૃતિયા (અખાત્રીજ) : વૈશાખ સુદ 3 વર્ષફળ અને ભૌગોલિક સમૃદ્ધિના એંધાણનો આ દિવસ ઊજવાય છે. બળેવ : શ્રાવણ સુદ ૧૫ નો આ દિવસ ‘શ્રાવણી‘, ‘નાળિયેરી પૂનમ‘, ‘બ્રહ્મસૂત્ર‘ જનોઈ બદલવાના દિવસ તરીકે ઊજવાય છે. નાગપંચમી : શ્રાવણ વદ ૫ મીએ નાગદેવતાનું પૂજન થાય છે. શીતળા સાતમ : શ્રાવણ વદ ૭ શીતળામાતાની કૃપા મેળવવાનો આ દિવસ ગુજરાતી સ્‍ત્રીઓમાં મુખ્‍યત્‍વે ઊજવાય છે.   ગોકુલાષ્‍ટમી : શ્રાવણ વદ ૮ ભગવાન શ્રીકૃષ્‍ણનો જન્‍મદિવસ ઠેરઠેર મેળાઓના આયોજન સાથે ઊજવાય છે. ગણેશચતુર્થી : ભાદરવા સુદ ૪ ગણપતિનું પૂજન થાય છે. મહારાષ્‍ટ્રમાં આ દિવસ ખૂબ […]

ગુજરાતની સફરે દાંડી: ૬ એપ્રિલ, ૧૯૩૦ના રોજ નવસારીથી પશ્ચિમે દક્ષિ‍‍ણ ગુજરાતના દરિયાકાંઠે આવેલ દાંડીના સમુદ્રતટે ગાંધી બાપુએ ચપટી મીઠું ઉપાડ્યું, સવિનય કાનૂન ભંગ કર્યો અને બ્રિટિશ શાસનની ઊંઘ ઊડી ગઈ. બારડોલી : સુરતથી ૩૪ કિમી દૂર પૂર્વમાં આવેલું આ ઐતિહાસિક સ્‍થળ સરદાર પટેલના ‘ના-કર‘ સત્‍યાગ્રહની સ્‍મૃતિઓ સંગ્રહીને બેઠું છે. અહીંના ‘સરદાર સ્‍વરાજ આશ્રમ‘માં ગાંધી વિચારધારાને લગતી પ્રવૃત્તિઓ ચાલે છે. અહીંની સહકારી પ્રવૃત્તિઓએ દેશને નવીન માર્ગ ચીંધ્‍યો છે. વેડછી : બારડોલીની પૂર્વમાં આવેલા વેડછીમાં ગાંધીજીના અંતેવાસી જુગતરામભાઈનો આશ્રમ દર્શનીય છે. ત્‍યાં તેમણે આદિવાસી અને પછાત પ્રજાના શિક્ષણ અને ઉત્‍થાનની પ્રવૃત્તિ આરંભી […]

ખોરાકનું વિવેચન કરતાં મેં મસાલા વિશે કશું કહ્યું નથી. નિમકને મસાલાના બાદશાહ તરીકે ગણી શકાય. કેમ કે નિમક વિના સામાન્‍ય માણસ કાંઇ ખાઇ જ નથી શકતો. તેથી તેનું નામ સબરસ પણ ગણાયું છે. કેટલાક ક્ષારોની શરીરને આવશ્‍યકતા છે. તેમાં નિમક આવી જાય છે. એ ક્ષારો ખોરાકમાં હોય જ છે. પણ અશાસ્‍ત્રીય રીતે રંધાવાથી કેટલાકનું પ્રમાણ ઘટી ગયું હોય, તે નોખા પણ લેવા પડે છે. આવો અત્‍યંત જરૂરી એક ક્ષાર નિમક છે. એટલે ગયા પ્રકરણમાં તેને થોડા પ્રમાણમાં છૂટું ખાવાને સ્‍થાન આપ્‍યું છે. પણ જેની સામાન્‍યપણે આવશ્‍યકતા નથી એવા અનેક મસાલા […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors