ગુજરાતી કવિઃદુલા કાગ

દુલા કાગઃ કવિ

નામઃ દુલા ભાયા કાગ -\”કાગ બાપુ\”-

જન્મઃ ૨૫-૧૧ – ૧૯૦૨

મજાદર ( તા. મહુવા, જિ.ભાવનગર)

અભ્યાસ: પાંચ ધોરણ

કાવ્યગ્રંથઃ કાગવાણીઃ ભાગ ૧,૨,૩,૪,૫,૬,૭
વિનોબાબાવની’ (૧૯૫૮),
તો ઘર જાશે, જાશે ધરમ’ (૧૯૫૯),
શક્તિચાલીસા’ (૧૯૬૦)
ઉપરાંત ‘ગુરુમહિમા’, ‘ચન્દ્રબાવની’, ‘સોરઠબાવની’

વિશેષઃ

દુલા ભાયા કાગની વાણી એટલે શબ્‍દો પણ ધન્‍ય બની જાય અને લોકહૈયામાં એવાં તો વસી જાય કે યુગોનાં બદલાતા પ્રવાહો અને પ્રચંડ પરિવર્તનો વચ્‍ચે પણ કંઠસ્‍થની પરંપરા ગ્રંથસ્‍થના સામર્થ્‍યને સહેજમાં હરાવી દે. દુલા કાગ એટલે જનસાધારણની શાશ્ર્વત મનીષાનું અસાધારણ પ્રતિનિધિત્‍વ. ભારતની ધરતી અને તેની મનીષાનું ધીમેથી ક્યાંક તો ક્યાંક ઝડપથી ચાલતું વહેતું ઝરણું. દુલા કાગની વાણી એટલે રામાયણની કરુણા અને મહાભારતની સંકુલ સ્થિતિ તો સંસ્‍કૃતની સાહિત્‍ય પરંપરાના કંઇ કેટલાંય નામો સાથે સંદર્ભ વિશેષ પર્યાય.

દુલા કાગનો રાષ્‍ટ્રપ્રેમ પણ અનન્‍ય. દુલા કાગે જીવનભર સમષ્ટિ અને પરમેષ્ઠિનું રહસ્‍ય પામવા પ્રયત્‍ન કર્યો. કાલદેવતા સતત વહેતા રહેતા હોય છે. દુલા કાગ આજે આપણી સાથે નથી – વાણીએ કરીને તેઓ ક્યારેય દૂર થઇ શકવાના નથી.

રચનાઃ
કરને બાળક, કાગડા!

ઘુમી ન ઘુઘવતાં, ખોળે ધાવીને ખેલતા;
(એ) ખોળે ખોજીતાં,ક્યાંયે ન મળે, કાગડા !
મોટાં કરીને મા, ખોળેથી ખસતાં કર્યા;
ખોળે ખેલવવા, (પાછા) કરને બાળક, કાગડા !
અમ્રુત ભરિયલ આપ, તુંકારા જનની તણા;
બીજા ભણતા બાપ, કોરા આખર, કાગડા !
સ્વારથ જગ સારો પધારો ભણશે પ્રથી;
(પણ) તરો તુંકારો, ક્યાંય ન મળે, કાગડા !
માતા તો મનમાં ઊણપ કદી ન આણજે
(મારે) ઊભી અંતરમા, (તારી) કાયમ છબી, કાગડા !
માડી સું મનમાંય કોઈ કૂડો સંકલપ કરે,
(એથી) દોઝખ પણ દુભાય, કળ ન સંઘરે, કાગડા !
જનની સામે જોઇ, કપુત તુંકારા કરે,
જ્યાં જ્યાં જનમે હોય કડવું જીવન, કાગડા !
માતા કેરા માન, હરિયા તન હેતે કરી,
ધોડે આગળ ધાન, (પણ) કદી ન આંબે , કાગડા !
માના હરિયા માન, કૌરવ કચેરી મધે,
રહી ન રસણા કાન, કહેવા સાંભળવા કાગડા !
જે કર માડી ઝીલીઆ, જે કર પોષ્યા જોય,
તેડી લેજે તોય, એ કરથ છેવટ, કાગડા !

અવસાનઃ ૨૨-૦૨-૧૯૭૭

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors