શંભુ શરણે પડી, માંગુ ઘડી રે ઘડી, કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો. તમે ભક્તોના દુ:ખ હરનારા, શુભ સૌનું સદા કરનારા; હુ તોમંદ મતિ, તારી અકળ ગતિ, કષ્ટો કાપો, દયા કરી દર્શન શિવ આપો. શંભુ.. આપો ભક્તિમાં ભાવ અનેરો, શિવ ભક્તિમાં ધર્મ ઘણેરો; પ્ર્ભુ તમે પૂજો દેવી પાર્વતી પૂજો, કષ્ટો કાપો દયા કરી દર્શન શિવ આપો.શંભુ.. અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી; ભાલે તિલક કર્યું, કંઠે વિષને ધર્યું, અમૃત આપો, દયા કરી દર્શન શિવ આપો. શંભુ.. નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારુ ચિતડુ ત્યાં જાવા […]