સામગ્રી : ૧ લિટર દૂધ, ૪૦ ગ્રામ બાસમતી ચોખા (જૂના), ૧૫૦ ગ્રામ ખાંડ, ૧ ટે. સ્‍પૂન બાફેલી બદામની ચીરીઓ, ૦।। ટી. સ્‍પૂન ઇલાયચીનો ભૂકો, ૧ ટી. સ્‍પૂન બાફેલી ચારોળી, ૦। ટી. સ્‍પૂન જાયફળનો ભૂકો, ૧ ટી સ્‍પૂન ઘી. રીત : ચોખાને ધોઈ અડધો કલાક માટે પાણીમાં પલાળવા.કપડાં ઉપર કોરા કરી ઘીથી મ્‍હોવા.દૂધ ઉકાળવા મૂકવું. એક ઉભરો આવે એટલે હલાવતા રહી ચોખા ઉમેરવા.ચોખા બરાબર ચઢે અને દાણો ફાટે એટલે ખાંડ ઉમેરવી. હલાવતા રહેવું.ખાંડનું પાણી બળે, દૂધપાક ઘટ્ટ થાય એટલે નીચે ઉતારી લેવો.બાફેલા બદામ, ચારોળી તથા ઇલાયચી, જાયફળનો ભૂકો ઉમેરવા.દૂધપાક ઠંડો થાય […]

સામગ્રી : પાલકની ભાજી : ૩ ઝૂડી, લીલાં મરચાં : ૩, ઘી : ૨ ચમચા, ગરમ મસાલો : ૧ ચમચી, પનીર : ૨૫૦ ગ્રામ, હળદર ૧/૨ ચમચી, મીઠું : પ્રમાણસર, લાલ ટામેટાં : ૩. રીત : ઊકળતા મીઠાના પાણીમાં ભાજીને નાખી પાંચ મિનિટ રાખી, ચાળણીમાં કાઢીને નિતારીને ઠંડી પાડો. તેની બારીક ચટણી વાટો, સાથે મરચાં પણ વાટી લેવાં.ટામેટાંને એકદમ ઝીણાં ઝીણાં સમારી લેવાં. પનીરના ટુકડાને ગરમ ઘીમાં તળીને લઇ લેવા. પછી તેમાં ઝીણા સમારેલાં ટામેટાં નાખી પાંચ મિનિટ રહેવા દો. બરાબર ગળી જાય એટલે તેમાં વાટેલી ભાજી નાખી હળદર અને […]

સામગ્રીઃ ચણાનો લોટ ૧નાનો કપ, ઘી ૨ ચમચી, ગોળ પ્રમાણસર, મીઠું પ્રમાણસર, સૂકા લાલ મરચાં, છાશ બે વાટકા, રાઈ, મેથી, જીરું, હિંગ પ્રમાણસર, વાટેલા આદુ – મરચાં ૧ ચમચી, લીમડાનાં ૧૦ થી ૧૨ પાન, કોથમીર અડધી ઝૂડી. રીતઃ સૌ પ્રથમ એક વાસણ લો. ત્‍યારબાદ તેમાં છાશ લઈને તેમાં ચણાનો લોટ નાખીને ઝેરણી વડે વલોવી નાખો અને તેમાં મીઠું અને વાટેલાં આદુ – મરચાં, લીમડાનાં પાન વગેરે મુકી વઘાર કરવો. ત્‍યારબાદ તેમાં જરૂરિયાત મુજબ ગોળ નાંખી દેવો. ત્‍યારબાદ કઢીને ખૂબ ઉકાળવી અને ઉકળી જાય એટલે કોથમીર બારીક સમારીને નાખવી પછી ઉતારી […]

સામગ્રી : ૨ લિટર દૂધ, ૫૦૦ ગ્રામ સાબુદાણા, ૨૦૦ ગ્રામ ખાંડ, થોડાં ટીપાં ગુલાબજળનાં, ૪૦ ગ્રામ કાજુ, ૩૦ ગ્રામ બદામ. રીત : સાબુદાણાને પાણીમાં પલાળો. દૂધમાં ખાંડ નાખી ઉકાળો. તે પછી સાબુદાણા અને ગુલાબજળ ઉમેરો, તે પછી બે મિનિટ ચડવા દો. પછી કાજુ અને બદામ મિક્સ કરો અને ગાર્નિશ પણ કાજુ, બદામ મિક્સ કરો. હવે સર્વ માટે તૈયાર છે. નોંધ : સાબુદાણાને વધુ સમય ન પલાળો ફક્ત બે-ત્રણ મિનિટ સુધી પલાળો.

સામગ્રીઃ ૨૨૫ગ્રા. કોબીજ, ૨૨૫ગ્રા. બટાટા, ૫૦ગ્રા. કાદાં, ૩૦ગ્રા. ઘી, લીલા મરચાં, લીબું, જીરું,મીઠું,તેલ બનાવવાની રીતઃ શાકભાજીને સાફ કરી સુધારી નાખો.તેલ ગરમ કરી તેમાં જીરું અને સુધારેલ કાંદા નાખો.કાંદા ભૂરા રંગના થાય ત્‍યારે તેમાં કોબીજ, બટાટા, લીલા મરચાં અને મીઠું નાખો.શાકમાં મીઠું નાખી, થોડું પાણી નાખો. શાક સારી રીતે ચઢી ન જાય અને પાણી સુકાઈ ન જાય ત્‍યાં સુધી તેને પકાવો.પછી તેમાં લીબું નો રસ નિચોવી તાપ ઉપરથી ઉતારી લો. પોષકતાઃ આમાં ૯૦૦ કેલરી છે. કોબીજનાં કાપ્‍ટક દ્રવ્‍યો પાચનમાં મદદ કરે છે. તેમાં બટાટાનું જીરું આફરો અટકાવે છે.

સામગ્રી : ૨૦૦ ગ્રામ ચણાનીદાળ, ૧ મોટું બાફેલું બટાકું, ૫૦ ગ્રામ પનીર, ૨ મોટાં બારીક સમારેલાં લીલાં મરચાં, થોડી બારીક સમારેલી કોથમીર, ૧ બારીક સમારેલી ડુંગળી, ૧/૨ ચમચી સંચળ, ૧/૨ ચમચી મીઠું, ૧/૨ ચમચી મરી, ૧/૨ ચમચી મરચું, ૧/૨ ચમચી શેકેલું જીરું, ૧/૨ નાની ચમચી ચાટમસાલો, ૧ લીંબુ, ૨ મોટા ચમચા આમલીનું પાણી, ૨ મોટા ચમચા લીલા ફુદીનાની ચટણી. રીત : ચણાની દાળને ધોઈને આખી રાત પલાળી રાખો. બીજા દિવસે સવારે દાળ ફૂલી જાય એટલે તેને ભીના કપડામાં બાંધીને ફરી આખી રાત રહેવા દો. હવે બીજા દિવસે એક પ્‍લેટમાં કાઢી, […]

સામગ્રીઃ ૪૫૦ગ્રામ મગ, તેલ, મરચું, હિંગ, લીલા મરચાં, ધાણાજીરું, લીંબુ, મીઠું, રાઈ, ખાંડ, લીલી હળદર બનાવવાની રીતઃ મગને સાફ કરી નવશેકા પાણીથી સવારે પલાળી, સાજે તેને ચાળણીમાં નાખી ઢાંકણ ઢાંકી દો.સવારે મગને ફણગા ફૂટશે, તેને ચાળણીથી ઢાંકી દઈ, થાળી રાખો.તેમાં વાટેલ લીલાં મરચાં, મરચું, મીઠું, ખાંડ, હળદર મસાલો ભેળવી વાસણમાં તેલ મૂકી, ગરમ થાય ત્‍યારે રાઈ-હિંગ નાખી મગ વઘારો.મગ ચડે તેટલું પાણી નાખો. તે ચડી જાય ત્‍યારે તેમાં લીંબુ નિચોવી ખાવાના ઉપયોગમાં લો. પોષકતાઃ આમાં ૨૦૦૦ કેલરી છે. આયુર્વેદમાં કઠોળ સાથે દૂધ ખાવાની મનાઈ છે. અઠવાડિયાની આહાર યોજનામાં બે – […]

સામગ્રીઃ ખીચડિયા ચોખા ૧૫૦ ગ્રામ, મગની દાળ ૧૫૦ ગ્રામ, તજ બે કટકા, આદુ કટકી, ઘી પ્રમાણસર, ડુંગળી એક, ખાંડ પ્રમાણસર, લીલાં મરચાં બે, કોથમરી થોડીક, લવિંગ પાંચ, પાણી પ્રમાણસર, મીઠું પ્રમાણસર, હળદર પ્રમાણસર, એક લીંબુનો રસ. રીતઃ ચોખાને તથા મગની દાળને વીણીને તથા ધોઈને સાફ કરવી. પછી એક તપેલામાં ઘી લઈનેએને ચૂલે ચડાવવું અને તેમાં તજ- લવિંગનો વધાર કરી તેની અંદર ડુંગળીનું કચુંબર નાખવું. પછી તે બદામી રંગનું થાય એટલે તેમાં મગની દાળ અને ચોખા નાખવાં. પછી તેમાં પાણી, મીઠું, હળદર, મરચું અને વાટેલાં આદુ – મરચાં નાખવાં. પછી જયારે […]

પોતાના સૌ પુરોગામી સાહિત્યસર્જકો કરતાં સાહિત્ય-પ્રકારનો નવો જ ચીલો ચાતરનાર નવલરામનો જન્મ તા. ૯-૩-૧૮૩૬માં સુરત મુકામે થયો હતો. મેટ્રિક થતાં પહેલાં તો તેમણે શાળામાં શિક્ષકની નોકરી સ્વીકારી લીધી હતી. છેવટે અમદાવાદની અને પછીથી રાજકોટની ટ્રેનિંગ કોલેજમાં તેઓ આચાર્ય બન્યા હતા. ઓછું ભણતર છતાં અંગ્રેજી અને સંસ્‍કૃત સાહિત્યનો ઊંડો અભ્યાસ કર્યો. ગ્રંથ વિવેચનની શરૂઆત તેમણે ‘કરણઘેલા’થી કરી. ફ્રેન્ચ નાટકનું તેમણે કરેલું રૂપાંતર ‘ભટ્ટનું ભોપાળું’ આજે પણ હાસ્યપ્રધાન નાટકોમાં અમર છે. તેમનું નોંધપાત્ર વિવેચન ‘રઘુવંશ’ કાવ્ય ઉપરનું છે. ઈતિહાસ, વ્યાકરણ, ભાષાશાસ્ત્ર આદિ લખાણોમાં એમની સત્યનિષ્ઠા પ્રગટ થયેલી જોવા મળે છે. તેમણે ‘ગુજરાત […]

માદક પદાર્થો માદક પદાર્થોમાં હિંદુસ્‍તાનમાં મદિરા, ભાંગ, ગાંજો, તમાકુ અને અફીણ ગણી શકાય. મદિરામાં એ દેશમાં પેદા થતાં તાડી અને ‘એરક’ (મહુડાં) છે; અને પરદેશથી આવતા દારૂઓનો કંઇ પાર નથી. આ બધા સર્વથા ત્‍યાજય છે. મદિરાપાનથી માણસ ભાન ભૂલે છે અને એ સ્થિતિમાં એ નકામો થઇ જાય છે. જેને શરાબની ટેવ વળગી છે તેઓ પોતે ખુવાર થયા છે ને પોતાનાને ખુવાર કર્યા છે. મદિરાપાન કરનાર બધી મર્યાદાને તોડે છે. એવો એક પક્ષ છે જે બાંધેલા (મર્યાદિત) પ્રમાણમાં શરાબ પીવાનું સમર્થન કરે છે, અને તેથી ફાયદો થાય છે એમ કહે છે. […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors