ઉનાળામાં આખું કુટુંબ દરિયા કિનારે ફરવા જાય. ઘરનું દરેક સભ્‍ય અંત: વસ્‍ત્ર (બિકિની) પહેરી દરીયામાં ન્‍હાય અને બીચ પર તડકો ખાય. છોકરી નાની હોય ત્‍યારથી જ મા – બાપ સાથે આવાં કપડાં પહેરી દરિયે જાય. મોટી થતી જાય તો પણ તે ચાલુ રાખે. પ્રથમથી જ શરમ છૂટી જાય.આપણને પણ તેના જેવો અનુભવ થાય છે. દીકરી મોટી થાય અને ટૂંકા વસ્‍ત્રો પહેરે ત્‍યારે આપણને ખટકે છે. પણ આપણને એ યાદ નથી રહેતું કે નાની હતી ત્‍યારે આપણે જ તેવાં કપડાં પહેરાવ્‍યાં હતાં. આપણે જ તેને ટેવ પાડી હતી. વસ્‍ત્રોની હોય કે […]

(૧) સગર્ભાવસ્થા દરમિયાન કોન્ટેક લેન્સમાં તકલીફ થાય છે ? – સગર્ભાવસ્થા દરમિયાન આંખના ડોળાની સપાટીનો ભાગ સહેજ બદલાય છે. જે પ્રવાહી શરીરમાં હોય છે, રહે છે તેના કારણે આ ફેરફાર થાય છે. જેથી અડચણ પેદા કરે છે. સ્ત્રીઓએ આ કારણે વધુ વજન-તેમનું વજન વધવું ન જોઈએ. (ખાસ જે સ્ત્રીઓ લેન્સ પહેરે છે.) બાળક જન્મ પછી આ તકલીફ દૂર થાય છે અને આંખના ડોળાની સપાટી સામાન્ય થઈ જાય છે. જો તમે કોન્ટેક્ટ લેન્સ પહેરતા હોય તો તે ડૉકટરને જણાવો જેથી તે જ્યારે આંખનું પરીક્ષણ કરતા હોય ત્યારે તે સાચવે, જ્યારે પ્રસવ […]

બાળકને ઊલ્‍ટી થતી હોય તો ફૂદીનો ઉકાળીને પાવો જોઈએ.બાળકના વસ્‍ત્ર ઘણાં સ્‍વચ્‍છ રાખવાં જોઈએ.બાળકને શૂરવીર બનાવવો હોય તો તેને જન્‍મથી દસ વર્ષ સુધી બિલકુલ મારવું કે બીવરાવવું ન જોઈએ.બાળક સત્‍વગુણી થાય તે માટે તેની માતાએ પાંચ વરસ સુધી સત્‍વગુણી પદાર્થો ખાવા જોઈએ.બાળકના નખ વધવા દેવા ન જોઈએ.બાળકને વાયુ વર્તાય તો વાવડીંગ અને કમી વર્તાય તો કાંચકાના ગોળા અને ઈંન્‍દ્રજવ અપાય. પવન કહે તો સંચળ અને હરડે અપાય. ઝાડા થાય તો આંબાની ગોટલી, જાંબુનો ઠળિયો અને ઈંન્‍દ્રજવ અને મરડો જણાય તો હીમેજ, સાકર અને કડાછાલનો ઘસારો પાવો.બાળકને એક જ રીતે ઘણી […]

પરિચય : તજ એ એક તેજાનો છે. પ્રત્‍યેક ઘરમાં અવારનવાર તેનો જુદો જુદો ઉપયોગ થતો હોય છે. તજ એ \’તજ\’ ના જ નામથી ઓળખાતા ઝાડની છાલ છે. પાતળી તજ સારી ગણાય છે. ગુણધર્મ : તજ તીખી, મીઠી, કંઠને સુધારનાર, લઘુ, રુક્ષ, સહેજ કડવી, કિંચિત્ ગરમ અને પિત્તકર છે. તે કફ, વાયુ, હેડકી, ઉધરસ, ઊલટી, હ્રદયરોગ, ખરજ, આમ, પીનસ (નાકમાં થતો એક રોગ), ધાતુવર્ધક, સ્‍તંભક, તૃષાશામક અને મુખદોષનાશક છે. તે ઉપરાંત ગર્ભાશયની ઉત્તેજક અને સંકોચક હોવાથી સુવાવડ પછી લેવાથી ગર્ભાશયને દરેક પ્રકારે સામાન્‍ય બનાવે છે. તે દરેક પ્રકારના તાવને મટાડી શરીરને […]

પગના રક્ષણ માટે શોધાયેલ ‘પગરખા’માં અમધુનિક સમયે જાતજાતની વેરાયટી જોવા મળે છે. તમે સુંદર વસ્‍ત્રો પહેરો, અવનવી- એસેસરીઝ સાથે તૈયાર થાઓ, ત્‍યારે ફૂટવેર પણ શ્રેષ્‍ઠ કક્ષાના જ હોવા જોઈએ ને ! તમારા શૂઝ તમારા સમગ્ર વ્‍યકિતત્‍વને અનેરો નિખાર આપે છે. લગ્નની મોસમમાં તો શૂઝની ખરીદી પૂરબહારમાં ચાલતી હોય છે. સ્‍ટાઈલીશ એમ્‍બ્રોઈડરી કરેલા, રંગીન સ્‍ટોનથી શોભતા જૂતાની પસંદગી આ સમયમાં વધુ જોવા મળે છે, શૂઝ અનેક સ્‍ટાઈલમાં ઉપલબ્‍ધ હોય છે. હાઈહીલ ધરાવતા એમ્‍બેલીશડ બુટ, શોટ સ્‍કર્ટ પર વધુ સારા લાગે છે. પીળા, બ્‍લ્‍યુ અને પીંક જેવા બ્રાઈડ ફલોરેસન્‍ટ રંગો સાંજના સમયની […]

બધાં દ્વિદળ ધાન્યોમાં (કઠોળમાં) મગ સૌથી શ્રેષ્ઠપ અને પથ્ય છે. એ માંદા માણસોનો તો ખાસ ખોરાક ગણાય છે. ગુજરાતી ભાષામાં મગ વિશે લોકોક્તિ છે : ‘મગ કહે હું લીલો દાણો, મારે માથે ચાંદું,‘ બે-ચાર મહિના ખાય તો, માણસ ઉઠાડું માંદું.‘ મગ ભારતમાં બધે ઠેકાણે થાય છે. સામાન્ય રીતે મગ દરેક જાતની જમીનમાં થાય છે, છતાં તેને હલકી, ગોરાડુ કે મધ્યમ, કાળી અને સારા નિતારવાળી જમીન વધુ માફક આવે છે. વરસાદની શરૂઆતમાં ચોમાસુ પાક તરીકે તેને વાવવામાં આવે છે. બાજરી સાથે મિશ્રપાક તરીકે પણ તે વવાય છે. તેના છોડ આશરે દોઢ-બે […]

પરિચય : આમલીનો ઉપયોગ પ્રત્‍યેક ઘરમાં કોઇને કોઇ રીતે થતો જ હોય છે. આમલી નવી કરતાં થોડા મહિનાની જૂની હોય તો વધુ સારું. ગુણધર્મ : આમલી અત્‍યંત ખાટી, ગ્રાહક, ઉષ્‍ણ, રુચિકર, અગ્નિદીપક, મધુર, સારક, હ્રદ્ય, ભેદક, મળને રોકનાર, રુક્ષ અને બસ્તિરોચક છે. તે ઉપરાંત વ્રણદોષ, કફ, વાયુ અને કૃમિની નાશક છે. ઉપયોગ : આમલી પ્રમાણમાં થોડી ખાવી. તે અતિ ખાટી હોવાથી સાંધા પકડાવાની તકલીફ થઇ શકે; પરંતુ થોડા પ્રમાણમાં કયારેક ખાવાથી મુખશુદ્ઘિ થાય છે. ખાદ્ય પદાર્થોમાં આમલી ઉમેરવાથી તે વધુ રુચિકર અને સ્‍વાદિષ્‍ટ બને છે. જોકે આમલીથી ખાસ કોઇ ફાયદો […]

(૧) કાન વહેતો હોય અને સણકા આવતા હોય તો લસણને જરા છૂંદી, તલના તેલમાં ઉકાળી આ તેલનાં બે-બે ટીપાં દિવસમાં બે વખત કાનમાં નાખવાં. (૨) આધાશીશી (અર્ધા માથાનો દુખાવો) ઉપર : લસણનાં ત્રણ-ચાર ટીપાં નાકમાં પાડવાં. (૩) ન પાકતા ગૂમડા અને ગાંઠ ઉપર : લસણ અને મરી વાટીને તેનો લેપ લગાડવો. (૪) જખમ પાકે નહિ અને તેમાં કીડા પડે નહિ તે માટે લસણનો લેપ લગાડવો. (૫) સર્વ પ્રકારના વાયુ ઉપર : ૫૦ ગ્રામ લસણ છોલી તેમાં હિંગ, જીરું, સિંધવ, સંચળ, સૂંઠ અને મરી આ છ વસ્‍તુઓ દરેક દસ-દસ ગ્રામ લઇ, […]

આંખ ઉપર કામનો વધુ પડતો બોજો ન આવે તેમ સંભાળો.ભારે પ્રકાશ કે પૂરતા પ્રકાશ વિના વાંચશો નહીં.રાતના ઉજાગરા, ચાલુ ગાડીએ વાંચવાની ટેવ, ધુમાડિયું વાતાવરણ, મેલાગંદા ટુવાલ કે રૂમાલનો આંખ લુછવામાં ઉપયોગ ન કરવો. વધુ પડતી ફિલ્‍મો અને ટી. વી. જોવાથી આંખ જરૂર બગડે છે.આંખ જેવા નાજુક અવયવમાં ગમે તેવા સુરમા, બજારૂ કાજલ, મેશ, મોરથુથુ, કેલોમસ – પાટો, સિંદુર વગેરે આંજશો નહીં.આંખની પાંપણ પૂરા પલકારા માર્યા સિવાય એકીટશે કોઈ વસ્‍તુને જોયા કરવાની ટેવથી પણ આંખો ખરાબ થાય છે.બિનજરૂરી શોખનાં ચશ્‍માથી પણ આંખો બગડે છે.ધૂળ – કચરો કે કાંકરી પડે તેવું લાગે […]

ઘણીવાર વધારે પડતું મસાલેદાર કે તીખી વસ્તુ ખાવામાં આવી જાય તો પેટમાંદુખાવા સાથે જલન થાય છે. અમુક સરળ ઘરગથ્થુ ઉપચારથી તરત મટાડી શકાય છે •અનાનસના ટુકડા પર સાકર અને મરી ભભરાવીને ખાવાથી એસિડિટી મટે છે. •સફેદ કાંદાના રસમાં સાકર નાખીને પીવાથી એસિડિટી મટે છે. •સફેદ કાંદાને પીસી તેમાં સાકર અને દહીં મેળવીને ખાવાથી એસિડિટી મટે છે. •આમળાંનો રસ એક ચમચી, કાળી દ્રાક્ષ એક તોલો અને મધ અર્ધી ચમચી ભેગું કરી ખાવાથી એસિડિટી મટે છે. •એલચી, સાકર અને કોકમની ચટણી બનાવીને ખાવાથી એસિડિટી મટે છે. •દ્રાક્ષ અને બાળહરડે સરખેભાગે લઈ, એટલી […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors