ઉનાળાનું અમૃત ફળ કાચી કેરી કેરીની ઘણી બધી જાતો છે. ઉનાળાનું એ અમૃત ફળ છે. કાચી અને પાકી બંને કેરીના ગુણમાં તફાવત હોઈ તેને અલગ અલગ જોઈશું. કાચી કેરી સ્વાદે તૂરી અને ખાટી છે. તાસીરે તે ગરમ છે. પચવામાં ભારે અને ગુણમાં લૂખી છે. તે મળને રોકે છે અને ત્રણેય દોષને શાંત કરતી નથી, પરંતુ થોડો પ્રકોપાવે છે. તેનું વધુ સેવન કરવાથી લોહી બગાડ થાય છે. આ નાની કાચી કેરી કે જેને મરવા કહેવામાં આવે છે તેના ગુણો છે. જાળી પડેલી કાચી કેરી નુકશાન કરતી નથી. કાચી કેરી અને ડુંગળીની […]

પરિચય : કોકમ પણ આમલીની જેમ રસોઇને સ્‍વાદિષ્‍ટ બનાવે છે. તે આમલીના જેટલું નુકસાનકર્તા નથી. કોકમની બે જાત છે. કાળાં અને સફેદ. કાળાં કોકમ ઓછા પ્રમાણમાં નુકસાનકર્તા છે પણ આમલી જેટલાં નહિ. સફેદ કોકમ કોકમનાં ફૂલ તરીકે ઓળખાય છે. તે કાળાં કોકમ કરતાં વધુ નુકસાનકર્તા છે. ગુણધર્મ : કોકમ મધુર, રુચિકર, ગ્રાહક, તીખાં, લઘુ, ઉષ્‍ણ, ખાટાં, તૂરાં, રુક્ષ, અગ્નિદીપક, પિત્તકર, ગુરુ, કફકારક છે. તે હ્રદયરોગઘ હરસ, વાયુગોળો, કૃમિ, ઉદરશૂળ વગેરેમાં ફાયદાકારક છે. ઉપયોગ :

સામગ્રીઃ ખીચડિયા ચોખા ૧૫૦ ગ્રામ, મગની દાળ ૧૫૦ ગ્રામ, તજ બે કટકા, આદુ કટકી, ઘી પ્રમાણસર, ડુંગળી એક, ખાંડ પ્રમાણસર, લીલાં મરચાં બે, કોથમરી થોડીક, લવિંગ પાંચ, પાણી પ્રમાણસર, મીઠું પ્રમાણસર, હળદર પ્રમાણસર, એક લીંબુનો રસ.

ખટમીઠા રસથી ભરપૂર દાડમ દાડમના સફેદ, રસાળ, ચમકતા, એકબીજાને અડીને યોઠવાયેલા, ખટમીઠા રસથી ભરપૂર દાણા જ દાડમનું આકર્ષણ છે. દાડમ સ્વાદે મીઠા, ખાટા અને સહેજ તૂરા હોય છે. તાસીરે સહેજ ગરમ, સહેજ ચીકણું, પચવામાં હલકું, અગ્નિદીપક, ગ્રાહી, ત્રિદોષનાશક અને પથ્ય છે. કંઠરોગ, ઊલટી, મંદબુદ્ધિ, દાહ, તાવ, તરસ, મોંની દુર્ગંધ, હ્રદયરોગ વગેરેમાં દાડમ સારા છે. દાડમની છાલ મુખપાકને મટાડે છે. લીલી કે સૂકી દાડમની છાલ મોંમાં રાખી મૂકવાથી મોંના ચાંદાં અને છાલા મટે છે. દાડમના ફૂલને પાણીમાં પીસી, ગાળીને નાકમાં ટીપાં મૂકવાથી નસકોરી મટે છે. દાડમનાં ફૂલ, ફટકડી અને માયાફળને મિશ્ર […]

પરિચય : તમાલવૃક્ષનાં પાંદડાંને \’તમાલપત્ર\’ કહેવાય છે. તમાલવૃક્ષનાં પાંદડાં તજ વૃક્ષનાં પાંદડાં જેવાં જ હોય છે. તેના ગુણ પણ લગભગ એકસરખા જ છે. ગુણધર્મ : તમાલપત્ર મધુર, તીક્ષ્‍ણ, કિંચિત્ ગરમ અને લઘુ હોય છે. તે તજા ગરમી, કફ અને પિત્તની તકલીફ મટાડે છે. આંતરડાંમાંના આમપ્રકોપનું શમન કરે છે અને કફપ્રધાન રોગોમાં ફાયદો કરે છે. તે પાચનતંત્રના રોગોમાં પણ ઉપયોગી છે. વારંવાર થતી ઝાડાની તકલીફમાં તે સારો ફાયદો કરે છે. ગર્ભાશયની તકલીફોમાં પણ તે ઉપયોગી છે. ગર્ભાશયનું સંકોચન કરવામાં તે મદદરૂપ થાય છે. ગર્ભસ્‍ત્રાવ અને ગર્ભાપતનની તકલીફમાં પણ તે ફાયદો કરે […]

રમતો બાળકોને આકર્ષે છે. ભાતભાતનાં રમકડાં, પછી તે માટીનાં હોય કે ઇલેકટ્રોનિક, બાળકોને એકસરખો આનંદ આપે છે. બાળકોને રમતો અને રમકડાં ખૂબ ગમે છે. બાળકો રમતાં હોય ત્યારે પણ તેમનો શારીરિક અને માનસિક વિકાસ થતો હોય છે. ઘણીવાર માતા – પિતા રમતાં બાળકોને રોકે છે. ‘‘કયારનો રમે છે. ચાલ હવે.’’ આવી સમયની બેડીઓથી બાળકોને બાંધશો નહીં. ખાસ કરીને વૅકેશનનો સમય એટલે માત્ર રમવાનો અને ઉછળકૂદ કરવાનો સમય છે તેમ માનજો. મનોવૈજ્ઞાનિકો અને સંશોધકોએ પણ રમત અને જ્ઞાનને એકબીજાનાં પૂરક ગણાવ્‍યાં છે. આજના સમયમાં બાળકોને રમતગમત અને આનંદ માટેનો પૂરતો સમય […]

કુન્દનિકાનો જન્મ સૌરાષ્‍ટ્રના લીમડી ગામે ઈ. ૧૯૨૭ના જાન્યુઆરી માસની ૧૧મી તારીખે થયો છે. પિતાનુ; નામ નરોત્તમદાસ. કુન્દનિકાનું ઉપનામ ‘સ્નેહધન‘ છે. મકરંદ દવે સાથે લગ્ન કરી હાલ વલસાડથી ધરમપુર જવાના રસ્તે ‘નંદિગ્રામ આશ્રમ‘ સ્થાપી બંને પતિ- પત્ની આદિવાસી સમાજની સેવા કરી રહ્યાં છે. તેમણે પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ પંચમહાલ જિલ્લાના ગોધરા ગામે લીધું. ઈ. ૧૯૪૮માં ભાવનગરમાંથી બી. એ. થયાં. તેમના વિષયો હતા રાજકારણ અને ઇતિહાસ. શાળાજીવન દરમિયાન તેમને સાહિત્ય પ્રત્યે અનુરાગ હતો. પરિણામતઃ ઉચ્ચ શિક્ષણ લીધા બાદ તેઓ ‘યાત્રિક‘ અને ‘નવનીત‘ નામનાં સામયિકોનાં સંપાદક બન્યાં. સંપાદક તરીકે તેમણે સમજપૂર્વક કામગીરી બજાવી […]

કોલેસ્‍ટેરોલને કાબુમાં રાખવું ગ્રુહિણીના હાથમાં હાર્ટએટેકનાં અનક કારણો છે. જેવાં કે માનસિક તણાવ, હાઈ બ્‍લડપ્રેશર, ડાયાબિટીસ, અધિક ધૂમ્રપાન વધારે પડતાં ઉજાગરા, અતિ મર્ધપાન, મેદસ્વિતા, બેઠાડુ જીવન વગેરે. પરંતુ આ બધાં કરતાં સૌથી મોટો દુશ્‍મન છે ‘કોલેસ્‍ટેરોલ’આપણાં શરીરનાં યોગ્‍ય વિકાસ, વૃધ્ધિ અને સંચાલન માટે આ કોલેસ્‍ટેરોલ અત્‍યંત આવશ્‍યક તત્‍વ છે. કોલેસ્‍ટેરોલ તેની યોગ્‍ય માત્રાથી શરીરને ટકાવી રાખે છે. તેની જ માત્રા જો શરીરમાં આવશ્‍યકતા થી વધી જાય તો ત હ્રદયરોગને નિમંત્રે છે. રકતમાં રહેલી ચરબીના અંશને કોલેસ્‍ટેરોલ કહેવામાં આવે છે. તેની યોગ્‍ય માત્રા જળવાય તો તે રકતપરિભ્રમણમાં સહાયક બને છે અને […]

શ્યામ ત્વચા ? આ પ્રશ્ન તો તમારી પોતાની જ ત્વચા હોય ત્યારે તેની ગંભીરતા તમને સમજાશે. શ્યામ ત્વચકારણે ઘણીવાર યુવતીઓનાં લગ્ન અટકી જવાના કિસ્સાઓ પણ નોંધાયેલા છે. કેટલીક છોકરીઓ જીવનભર શ્યામ ત્વચાને કારણે ‘લઘુતાગ્રંથિ‘થી પીડાતી હોય છે તો કેટલીકને નાનપણથી શ્યામ ત્વચાને કારણે ‘કાલુ‘ જેવાં નામો પણ મળે છે, જેથી તેમનાંમાં જીવનભર માત્ર હતાશા જન્મે છે. આવા સમયે સૌંદર્યની નાની નાની બાબતો મદદરૂપ થઈ શકે છે, જે જીવનમાં નવો ઉત્સાહ આપે છે. આજકાલ ખૂબ જ પ્રચલિત થતા ‘હર્બલ‘ ના પર્યોગો પણ અપનાવવા જેવા છે. કેટલાક હાથવગા સૌંદર્યપ્રસાધનો કરતાં પણ ઘણી […]

વ્‍યકિતએ શું લેવું ? ઉનાળામાં ઠંડક આપે તેવાં ખોરાક, પીણાં કેલીલાં પાનવાળા શાકભાજી વધુ લેવાં.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors