પ્રાચીન કાલથી વિવાહ સંસ્‍કાર ગૃહ્યસૂત્રોમાં દર્શાવેલા વિધિ-વિધાનો અનુસાર કરવામાં આવતો. આ વિધિવિધાન તત્‍કાલીન નીરસ કૃષિ‍ પ્રધાન જીવનમાં આનંદ પ્રમોદ માટેનાં મુખ્‍ય સ્‍ત્રોત સમાન હતાં. વિવાહની વિધિઓ પણ લાંબા સમય સુધી ત્રણ ચાર દિવસ સુધી ચાલતી. પરંતુ ઔદ્યોગિકીકરણ, શહેરીકરણ અને પાશ્ર્વાત્‍ય સંસ્‍કૃતિની અસરને પરિણામે આધુનિક યુગમાં વિવાહ સંસ્‍કારમાં કેટલાક પરિવર્તન થયાં છે. આજે અધિકાંશ વિવાહોમાં વિવાહવિધિ એક જ દિવસમાં પૂરો થાય છે. વિવાહના અવસર પર મુખ્‍ય સંબંધીઓ એકઠાં થાય છે. તેમાં પણ વિભિન્‍ન પરિવારના પ્રતિનિધિ તરીકે એકાદ બે વ્‍યકિત ઉપસ્થિત રહે છે. આમ પારિવારિક સંમેલનમાં કેન્‍દ્રના રૂપમાં વિવાહનું મહત્‍વ ઘટયું છે. […]

જળ એ જ જીવન   આપણું શરીર પંચમહાભૂતાત્મા છે. આ પાંચમાંથી એક તત્વ છે જળ. શ્રાવણી વર્ષામાં ઝરમરતા જળમાં જે તાજગી, શીતળતા અને આલ્હાદકતા છે, એ પંચમહાભૂતના બીજા કોઈ તત્વમાં નથી. આયુર્વેદમાં કહેવાયું છે કે, આપણું શરીર – દેહ પંચમહાભૂતોથી બનેલું છે. આ પંચ મહાભૂતો તે પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. તમને ખબર છે, આ પાંચમાંથી માત્ર પાણીને જ જીવનનું નામ અપાયું છે એટલે કે પાણી એ જ જીવન છે. આપણી પૃથ્વીની ચારે બાજુ વાતાવરણ ભલે ગમે એટલું ઘેરાયેલું હોય અને વાયુ વગર ભલે આપણે એક પળ પણ જીવી […]

સામગ્રી : ૧ લિટર દૂધ ૦।। નાની વાડકી બાસમતી ચોખા ૫ નંગ અંજીર ૧૫૦ ગ્રામ ખાંડ, ૧ ટી. સ્‍પૂન ઘી, ૧ ટી. સ્‍પૂન બાફેલી બદામની કાતરી, ૦।। ટી સ્‍પૂન ઈલાયચીનો ભૂકો. રીત : બાસમતી ચોખાને બેથી ત્રણ કલાક પાણીમાં પલાળવા. અંજીર ૦।। કલાક માટે પલાળવા. ચોખાને નિતારી, ઘીમાં સાંતળવાં. પાણી ઉમેરી છૂટો ભાત રાંધવો.દૂધને ગરમ મૂકવું. ઊકળતું રાખી હલાવ્‍યા કરવું. જરા જાડું થાય એટલે ખાંડ નાંખી ઉકાળવાનું ચાલુ રાખવું.રાંધેલો ભાત તેમાં ભેળવવો. થોડી વાર ઉકાળી નીચે ઉતારી લેવું. અંજીરના કટકા, ઈલાયચી તથા બદામ નાંખવા. સામાન્‍ય હૂંફાળી ખીર સર્વ કરવી.  

મીઠુ: જેના વિના શરીર ને સ્વાદ  ફિક્કા પરિચય : મીઠું \’સબરસ\’ને નામે પ્રસિદ્ઘ છે. તેના વગર વ્‍યંજનો ફિક્કાં લાગે, એટલું જ નહિ શરીરને તેની જરૂર પણ છે. તેના વગર લોહીમાંની ઘટ્ટતા વધે છે અને લોહીના પરિભ્રમણમાં ખામી સર્જાય છે. મીઠું આવી પરિસ્થિતિ સર્જાવા દેતું નથી. આમ છતાં, મીઠાનું પ્રમાણ વધવા ન પામે તેનો પણ ખ્‍યાલ રાખવો. જો લોહીમાં મીઠાનું પ્રમાણ વધી જાય તો લોહીની જામવાની પ્રતિક્રિયા ઘટી જાય છે. જો આમ થાય તો કશું વાગવાથી અથવા પડી જવાથી લોહી નીકળવા લાગે તો તે બંધ થવામાં મુશ્‍કેલી પડે છે. આથી મીઠાનો સપ્રમાણ […]

સ્વાદમાં તુરુ ગુણમાં ઠંડુ જીરુ પરિચય : જીરું રસોડાનો એક અતિ ઉપયોગી મસાલો છે. જીરાના ત્રણ પ્રકાર છે : (૧) સફેદ જીરું, (ર) શાહજીરું અને (૩) કલોંજી જીરું. અહીં સફેદ જીરાની જ ચર્ચા કરવામાં આવી છે. આ જ જીરાનો મસાલા તરીકે ઉપયોગ થાય છે. ત્રણે જીરાના ગુણ લગભગ સરખા છે. ચોથું જીરું \’ઓથમી જીરા\’ તરીકે ઓળખાય છે. તે \’ઇસબગોળ\’ છે અને ઔષધ તરીકે વપરાય છે. તેને મસાલા સાથે કોઇ નિસબત નથી. તે ઉપરાંત એક પદાર્થ શંખજીરા તરીકે વપરાય છે, તેને પણ જીરા સાથે કોઇ નિસબત નથી. તે એક પ્રકારનો પથ્‍થર […]

ધાણા રસોડામાં ઘણું જ મહત્‍વનું સ્‍થાન ધરાવે છે. તે વગર રસોડું અધૂરું ગણાય. લીલા ધાણા કોથમીર તરીકે ઓળખાય છે. શુભ પ્રસંગોમાં શુકન તરીકે ગોળ-ધાણા વહેંચાય છે. ધાણા કૃમિનાશક, દુર્બળતા ઘટાડનાર અને પિત્તનાશક છે તથા શરીરની તજા ગરમી મટાડે છે. આખા ધાણાને અધકચરા કૂટી, એક કપ પાણીમાં ઉકાળી, સાકર અને દૂધ નાખીને પીવાથી મંદાગ્નિ દૂર થાય છે. અર્ધી ચમચી ધાણા, પા ચમચી મરી અને પા ચમચી એલચીનું ચૂર્ણ બે ચમચી પાણી સાથે પીવાથી અરુચિ મટે. શરીરના દાહ ઉપર : ધાણા એક ચમચી રાતે એક ગ્‍લાસ પાણીમાં પલાળી તે પાણી સવારે પીવું. […]

વિવાહ સંબંધની મર્યાદાઓ વિવાહ સંબંધની કેટલીક મર્યાદાઓનું પાલન દરેક હિંદુએ કરવાનું હોય છે. હિંદુ ધર્મશાસ્‍ત્રો પ્રમાણે સગોત્ર લગ્‍નનો નિષેધ કરવામાં આવ્‍યો છે. લગ્‍નમાં વર અને કન્‍યા સમાન ગોત્રના ન હોવાં જોઇએ. ગૃહ્યસૂત્રોના સમયે સપ્રવર વિવાહનો નિષેધ કરવામાં આવ્‍યો હતો, પરંતુ સગોત્ર-વિવાહનો નિષિ‍દ્ઘ મનાવા લાગ્‍યો. સ્‍મૃતિકાલમાં તો સગોત્ર-વિવાહ પૂર્ણરૂપે નિષિ‍દ્ઘ ગણાયો. મનુ (3, 5) અનુસાર જે કન્‍યા માતાની સપીંડ જ હોય અને પિતાની સગોત્રી જ હોય તેવી કન્‍યા દ્વિજોને માટે ધર્મ અને પ્રજોત્‍પતિના કાર્યમાં પ્રશસ્‍ત છે. મધ્‍યકાલીન નિબંધકારોના સમયમાં તો સગોત્ર વિવાહ પૂર્ણતયા નિષિ‍દ્ઘ હતો અને તેનું કઠોરતાપૂર્વક પાલન થતું. આધુનિક […]

  વર્લ્ડ એચઆરડી કોંગ્રેસ દ્વારા થયું સન્માન ઈન્ટરનેશનલ વુમન ડે પર મહિલાઓના સાહસ અને સિદ્ધિને બિરદાવવામાં આવે છે ત્યારે શહેરના એક મહિલા આંત્રપ્રિન્યોરનું વર્લ્ડ એચઆરડી કોંગ્રેસ દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. મેટ્રોપોલીસ હેલ્થ કેરના એમડી અને સીઈઓ ડૉ. અમીરા શાહને રાષ્ટ્રીય સ્તરના એચઆર લીડરશિપ વિષય પર મુંબઈ ખાતે યોજાયેલા એક સેમિનારમાં ‘વુમન લીડરશિપ એવોર્ડ ’ અપાયો હતો. આ પ્રસંગે કોર્પોરેટ જગતની જાણીતી હસ્તીઓ અને વર્લ્ડ એચઆરડી કોંગ્રેસના અરુણ અરોરા ઉપસ્થિત રહ્યા હતા. પોતાના ક્ષેત્રમાં સફળતા અને ગુણવત્તાના ધોરણોમાં શ્રેષ્ઠતા પુરવાર કરનાર મહિલાઓને આ એવોર્ડ આપવામાં આવે છે. ડાયગ્નોસ્ટિક અને હેલ્થ […]

સામગ્રી : ફણસી : ૧૦૦ ગ્રામ, વટાણાના દાણા : ૧ કપ, મલાઈ : ૧ કપ તાજી, દૂધ : ૧ કપ, માખણ : ૨ ચમચા, તેલ : તળવા માટે, ગરમ મસાલો : ૧ ચમચી, ફૂલાવર ૧૦૦ ગ્રામ, કાચું કેળું : એક ત્રણધારી, મેંદો : ૨ ચમચી, ટામેટાંનો સોસ : ૪-૫ ચમચી, લાલ મરચું : અડધી ચમચી, મીઠું : સ્વાદ પ્રમાણે. રીત : ફણસીને લાંબી કાપવી. કેળાંની છાલ કાઢી લઈ તેની લાંબી (લગભગ ૨ ઇંચ) અને પાતળી ચીપ્‍સ કાપવી. તેને ગરમ તેલમાં તળી લેવી. ફણસી, વટાણા, મોટું સમારેલું ફુલાવર મીઠાના પાણીમાં બાકી […]

સામગ્રી : કોફતા : પનીર : ૧/૪ કિલો, બેકિંગ પાઉડર : ૧/૪ ચમચી, મેંદો : ૩ ચમચા, લીલાં મરચાં : ૩ સમારેલાં, કોથમીર : ૧ ચમચો ઝીણી સમારેલી, મરચું : ૧/૪ ચમચી, મીઠું પ્રમાણસર, ઘી : તળવા માટે. કરી : લાલ ટામેટાં : ૪ મોટાં, ઘી : ૪ થી ૫ ચમચા, મીઠું : જરૂર મુજબ, છીણેલું કોપરું : ૨ ચમચા, ખસખસ : ૨ ચમચા, તાજી મલાઈ : ૧૦૦ ગ્રામ, મરચાં અડધી ચમચી, ગરમ મસાલો : ૧/૨ ચમચી, વાટેલી ચારોળી : ૨ ચમચા, દહીં : ૧/૩ કપ, જીરું : ૧ ચમચી. […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors