બાળકની-સંભાળ

બાળકને ઊલ્‍ટી થતી હોય તો ફૂદીનો ઉકાળીને પાવો જોઈએ.બાળકના વસ્‍ત્ર ઘણાં સ્‍વચ્‍છ રાખવાં જોઈએ.બાળકને શૂરવીર બનાવવો હોય તો તેને જન્‍મથી દસ વર્ષ સુધી બિલકુલ મારવું કે બીવરાવવું ન જોઈએ.બાળક સત્‍વગુણી થાય તે માટે તેની માતાએ પાંચ વરસ સુધી સત્‍વગુણી પદાર્થો ખાવા જોઈએ.બાળકના નખ વધવા દેવા ન જોઈએ.બાળકને વાયુ વર્તાય તો વાવડીંગ અને કમી વર્તાય તો કાંચકાના ગોળા અને ઈંન્‍દ્રજવ અપાય. પવન કહે તો સંચળ અને હરડે અપાય. ઝાડા થાય તો આંબાની ગોટલી, જાંબુનો ઠળિયો અને ઈંન્‍દ્રજવ અને મરડો જણાય તો હીમેજ, સાકર અને કડાછાલનો ઘસારો પાવો.બાળકને એક જ રીતે ઘણી વાર સુધી બેસાડી રાખવું નહીં અથવા એક જ પડખે ઘણીવાર સુધી સુવડાવવું નહીં. બચ્‍ચાને લેતી વખતે આંચકો લાગે નહીં તેનું ધ્‍યાન રાખવું.બાળક ચાલવાની પહેલવહેલી તજવીજ કરે ત્‍યારે તેના ઉપર ધ્‍યાન રાખો. તે પડી જતું હોય તો હાથથી અટકાવો પણ બૂમબરાડા પડી તેને બીવડાવશો નહીં.બાળક જો ચાલતાં પડી જાય અને તેને વાગે તો મોઢેથી અતિશય દિલગીરી દેખાડવી નહીં પણ મૂંગા મોઢે તેનો ઈલાજ કરવો અને તેને સમજાવવું કે ‘તેં આમ કર્યું તો તને વાગ્‍યું.બાળકને ચાલતાં શીખવવા માટે ચાલણગાડી અથવા તેવી કોઈ ચીજ વાપરવી નહીં. તે પોતાની મેળે જ ચાલતા શીખે તેમ કરવું જોઈએ. બાળકને એક હાથ પકડી ખેંચવું નહીં તેમ જ બાવડાં ઝાલીને અદ્ધર ઉંચકવું કે ઉછાળવું નહીં.બાળક એકલું ચાલતું હોય ત્‍યારે તે થાકી જાય ત્‍યાં સુધી તેને ચાલવા દેવું. માતાએ ઘરમાં તેમજ બહાર પણ બાળકની ઉપર નજર રાખવી અને સાથે જ રહેવું.બાળકને હઠ કરવાની ટેવ પડી હોય તો તે મૂકાવી દેવી. બાળક જે ચીજને વાસ્‍તે કજીયો કરે તે ચીજ તેને આપવી નહિ તેમજ માગે તે ચીજ તરત આપવી નહિ. જો બાળકની મરજી મુજબ વર્તીએ તો તે બગડી જાય છે.બાળક જ્યારે રડે અને કાળો કજિયો કરવા માંડે ત્‍યારે માતાએ મૂંગા-મૂંગા પોતાનું કામ કર્યા કરવું. તેને છાનો રાખવા કાલાવાલા કરવામાં આવે તો તે વધારે કજીયા કરશે.બાળકને કદી એમ ન કહેવું કે ‘તું રડતો બંધ થાય, મૂંગો રહે તો તેને ફલાણી ચીજ આપું.‘ આ પ્રમાણે કબૂલાત આપવાથી બાળક દરેક વાતમાં એમ કરવા માંડે છે.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors