આવી પૂણ્યભૂમિમાં હજારો વર્ષ પહેલાં એક શિવભક્ત બ્રાહ્મણ રહેતો હતો. તેને દેવપ્રિય, પ્રિયમેઘ, સુકૃત અને સુવ્રત નામના ચાર પુત્રો હતા. આ પાંચેય બ્રાહ્મણો અગ્નિહોત્રી અને વેદપાઠી હતા અને પોતાની શિવભક્તિ તેમ જ ધ‍ર્મનિષ્‍ઠા માટે ખૂબ મોટી ખ્યાતિ ધરાવતા હતા. બાજુમાં આવેલ જંગલમાં રત્નમાળ નામના પર્વત ઉપર દૂષણ નામનો એક રાક્ષસ રહેતો હતો. તે ઘણો અભિમાની અને ઈર્ષાળુ હતો અને બ્રાહ્મણોની ચોમેર ફેલાએલી ‍કીર્તિથી ઘણો અકળાતો હતો. છેવટે તેણે પોતાની તાંત્રિક વિદ્યા અજમાવીને બ્રહ્માજીની ઉપાસના કરી અને તેમની પાસેથી વરદાન મેળવીને મૃત્યુલોકમાં પાછો ફર્યો અને પોતાના રાક્ષસદળ સાથે આ વિસ્તારમાં ઘૂસીને […]

નાગેશ્વર દ્વારકા શહેર અને બેટ દ્વારકા ટાપુની વચ્ચેના માર્ગ પર ગુજરાતમાં સૌરાષ્ટ્રના કાંઠે આ મહત્વનું શિવ મંદિર આવેલું છે. વિશ્વના બાર જ્યોતિર્લિંગ પૈકીનું એક અહીં ભૂગર્ભમાં રહેલા ગર્ભગૃહમાં છે. સામાન્યપણે શાંત આ સ્થળે ધ્યાનસ્થ અવસ્થામાં 25 મીટર ઊંચી શિવની પ્રતિમા અને એક તળાવ સાથે વિશાળ બગીચો મુખ્ય આકર્ષણો છે. કેટલાક પુરાતત્વીય ઉત્ખનનોના દાવા પ્રમાણે  આ સ્થળે પાંચ પ્રાચીન શહેરો દટાયેલા પડ્યા છે.  

સોમનાથ જૂનાગઢથી સોમનાથ પાટણ રોડ રસ્‍તે ૯૮ કિલોમીટર છે. રેલ રસ્‍તે જવા જૂનાગઢથી વેરાવળ પશ્ચિમ રેલ્‍વેનું છેલ્‍લું સ્‍ટેશન છે. ત્‍યાંથી રોડ રસ્‍તે ૫ કિલોમીટર દુર સોમનાથ આવેલ છે. પશ્ચિમના સમુદ્ર તટ ઉપર જ્યાં સરસ્‍વતી નદી સાગરમાં મળે છે ત્‍યાંથી ભાદર સુધી નદી સુધીનો પ્રદેશ, ગીરના જંગલોમાં તુલસીશ્‍યામથી માધવપુર સુધીનો વિસ્‍તારમાં ભગવાન શંકર અતલ સુધી રહેલ હતા. અવકાશ અને પૃથ્‍વીની વચ્‍ચેના આ પ્રભામંડલમાં શિવજીની આરાધના કરવાથી પ્રભા અર્થાત તેજ-કાંતિ પ્રાપ્‍ત થાય તેવી આશા અને શ્રદ્ધાનું આ પવિત્ર સ્‍થળ તેથી ‘પ્રભાસ‘ કહેવાયું છે. પુરાણકથા મુજબ એક સમયે કલાનિધાન ચંદ્ર પોતાની ચાતુરી ખોઈ […]

જાણો ભારતીય સંસ્કૃતિ વિશે.. * વેદ અને વેદાંગ : વેદ ચાર છે : (૧) ઋગવેદ (૨) યજુર્વેદ (૩) સામવેદ અને (૪) અથર્વવેદ વૈદિક સાહિત્યની છ શાખાઓ વેદાંગ કહેવાય છે, જે આ મુજબ છે : (૧) શિક્ષા (૨) છંદ (૩) વ્યાકરણ (૪) નિઘંટુ (૫) કલ્પ અને (૬) જ્યોતિષ * ષડ્દર્શન : છ વિચાર પ્રણાલિકાઓ ષડ્દર્શન તરીકે ઓળખાય છે, જે આ મુજબ છે : (૧) સાંખ્ય (કપિલ) (૨) યોગ (પતંજલિ) (૩) ન્યાય (ગૌતમ) (૪) વૈશેષિક (કણાદ) (૫) પૂર્વ મીમાંસા (જૈમિની) અને (૬) ઉત્તર મીમાંસા (કુમારિલ ભટ્ટ) * પુરાણ : પુરાણ અઢાર છે […]

યજ્ઞોપવીત સંસ્‍કાર રક્ષાબંધન એટલે કે શ્રાવણી પૂર્ણીમાંના જ દિવસે જનોઈ ધારણ કરવાના સંસ્‍કાર પણ સંપન્‍ન કરવામાં આવે છે. આ સંસ્‍કારને યજ્ઞોપવીત (જનોઈ) ધારણ કરવાનો ઉપનયન સંસ્‍કાર પણ કહેવમાં આવે છે. ઉપ એટલે નજીક અને નયન એટલે આરોહણ જેનાથી ભક્ત પ્રભુ પાસે અને શિષ્‍ય ગુરૂ તરફ આરોહણ કરે છે તે સંસ્‍કાર વિધી એટલે જ ઉપનયન સંસ્‍કાર આ ઉપનયન સંસ્‍કારોનો આદેશ આપણા વેદશાસ્‍ત્રોએ આપ્‍યો છે. જનોઈ ધારણ કરવાથી શિષ્‍યગુરૂ પાસેથી શિક્ષા પ્રાપ્‍ત કરવા અને ભક્ત પ્રભુની ભક્તિ કરવા માટે વિધીવત્ રીતે યોગ્‍ય બને છે.

વિવાહ સંસ્‍કાર સોળ સંસ્કાર હિંદુ સંસ્‍કારોમાં વિવાહનું સહુથી વિશેષ મહત્‍વપૂર્ણ સ્‍થાન છે. ‘વિવાહ’ શબ્‍દ वि + वह (લઇ જવું) ધાતુ પરથી બન્‍યો છે. એનો શબ્‍દાર્થ પત્‍ની સ્‍વીકાર અથવા એ માટેની પ્રવૃતિ એવો થાય છે. વ્‍યાપક અર્થમાં એ પુરુષના તેમજ સ્‍ત્રીના લગ્‍ન માટે વપરાય છે. સંસ્‍કૃતમાં ‘વિવાહ’ નો અર્થ લગ્‍ન જ થાય છે. ગુજરાતીમાં વેવિશાળ અને લગ્‍ન એમ બે અર્થ થાય છે. વેવિશાળ કે સગપણ માટે સંસ્‍કૃતમાં ‘વાગ્‍દાન’ શબ્‍દ છે. વિવાહ માટે વિવાહ, ઉદ્વાહ, પરિણય કે પરિણયન, ઉપયમ, પાણિગ્રહણ વગેરે શબ્‍દો પણ પ્રયોજાય છે. સ્‍ત્રોતઃ વૈદિક કાલમાં વૈવાહિક રીતરિવાજોની અભિવ્‍યકિત ઋગ્‍વેદ […]

વૈવાહિક વિધિનો આરંભ વરદાન કે વરને કન્‍યાદાન કરવાથી વાચિક (મૌખિક) કબૂલાતથી થાય છે. ઋગ્‍વેદકાલમાં વર પોતાના મિત્રો સાથે વધૂના પિતા પાસે જઇને એની સામે ઔપચારિક પ્રસ્‍તાવ મૂકતો. કાલક્રમે વર નહીં, પણ તેના બદલે વરનો પિતા સ્‍વજનો સાથે કન્યાના પિતાને ત્‍યાં જતો. આજે કન્‍યાપક્ષના પુરુષો વરને ત્‍યાં જઇ શ્રીફળ વગેરે આપી આ વિધિ કરે છે. સૌરાષ્‍ટ્રના વડનાગરા નાગર જેવી કોઇ જ્ઞાતિઓમાં વરપક્ષ કન્‍યાનું માગું કરે છે ને કન્‍યાપક્ષ તેનો સ્‍વીકાર કે અસ્‍વીકાર કરે છે. ગુજરાતમાં વાગ્‍દાનની પ્રથાને \’ચાંલ્‍લા થવાનું\’ કહે છે, ઉતર ભારતમાં એને માટે \’તિલક\’ એવું નામ પ્રચલિત છે. મનુ […]

કર્ણ ભારતમાં મહાદાનેશ્વરી તરીકે પ્રખ્યાત છે. તે પ્રતિદીન સવામણ સોનાનું દાન કરતો હતો પોતાનાઘરે આવેલા યાચકને કદી પાછો ન વાળતો. ઇન્દ્રે એક દિવસ પરીક્ષા કરી. ત્યારે પોતાના શરીરની સાથે જડેલા સોનાના કુંડલ કવચ પણ આવી દીધા કર્ણના દાનેશ્વરીનો ઇતિહાસ મહાભારતમાં છે કર્ણ મૃત્યુ પામે છે ત્યારે યમરાજા તેમને સ્વર્ગમાં સોનાના મહેલમાં નિવાસ આપે છે. સોનાનું દાન આપ્યું એટલે સોનાનો મહેલ બધી વસ્તુઓ સોનાની જોઇ તેને એકલાતા સાલવા લાગી કર્ણ યમરાજાને પૂછે છે કે ઘણા મૃત્યુ પામે છે મને એકલાને કેમ અહીં રાખવામાં આવ્યો છે. યમરાજા કહે છે કે પૃથ્વી લોકમાં […]

મનુષ્‍યની પ્રકૃતિ પાંચ પ્રકારની હોય છે, જેમાં પંચભૂતાત્‍મક સૃષ્ટિનું નિરૂપણ કરવામાં આવ્‍યું છે. પ્રાણીઓની મનોવૃતિ પ્રકૃતિને વશીભૂત હોવાના કારણે ભિન્‍ન ભિન્‍ન હોય છે. પરંતુ પંચતત્‍વોનું સંતુલન બગડી જવાથી જુદા જુદા રોગોનો જન્મ થાય છે. વેદોના આરંભથી લઈને આધુનિક સાહિત્‍ય સુધીના વિશાળ ભંડારમાં જુદા જુદા રોગોથી નિવૃતિ લેવા માટે અનેક વિર્ધાઓ, મંત્ર- તંત્ર- યંત્ર, અભિષેક, ભસ્‍મ,ઔષધિ, જપ- તપ, વગેરે વિધાન આપવામાં આવ્‍યાં છે. તેનાં દ્રારા માનસિક અને શારીરિક બંને પ્રકારના રોગોનું નિદાન કરવામાં આવે છે. માનસિક રોગોમાં કામ, ક્રોધ, મોહ, મદ, મત્‍સર, ઈર્ષા, રાગદ્રેષ, અનુરાગ, સંકીર્ણતા, છલ- કપટ, દુરાગ્રહ આવે છે.

વિવાહ સંબંધની મર્યાદાઓ વિવાહ સંબંધની કેટલીક મર્યાદાઓનું પાલન દરેક હિંદુએ કરવાનું હોય છે. હિંદુ ધર્મશાસ્‍ત્રો પ્રમાણે સગોત્ર લગ્‍નનો નિષેધ કરવામાં આવ્‍યો છે. લગ્‍નમાં વર અને કન્‍યા સમાન ગોત્રના ન હોવાં જોઇએ. ગૃહ્યસૂત્રોના સમયે સપ્રવર વિવાહનો નિષેધ કરવામાં આવ્‍યો હતો, પરંતુ સગોત્ર-વિવાહનો નિષિ‍દ્ઘ મનાવા લાગ્‍યો. સ્‍મૃતિકાલમાં તો સગોત્ર-વિવાહ પૂર્ણરૂપે નિષિ‍દ્ઘ ગણાયો. મનુ (3, 5) અનુસાર જે કન્‍યા માતાની સપીંડ જ હોય અને પિતાની સગોત્રી જ હોય તેવી કન્‍યા દ્વિજોને માટે ધર્મ અને પ્રજોત્‍પતિના કાર્યમાં પ્રશસ્‍ત છે. મધ્‍યકાલીન નિબંધકારોના સમયમાં તો સગોત્ર વિવાહ પૂર્ણતયા નિષિ‍દ્ઘ હતો અને તેનું કઠોરતાપૂર્વક પાલન થતું. આધુનિક […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors