બાલ્‍યાવસ્‍થાના સંસ્‍કારોમાં જાતકર્મ, નામકરણ, નિષ્‍ક્રમણ, અન્‍નપ્રાશન, ચૂડાકરણ અને કર્ણવેધ એ છ સંસ્‍કારોનો સમાવેશ થાય છે. નિષ્‍ક્રમણ સંસ્‍કારઃ નિષ્‍ક્રમણ એ શિશુને પહેલીવાર વિધિપૂર્વક ઘરની બહાર લાવવાનો સંસ્‍કાર છે. આ સંસ્‍કાર પ્રસંગે तच्चक्षुर्देवहितम् (પાર. ગૃહ્ય. સૂ. 117,5,6) એ મંત્રોનું ઉચ્‍ચારણ થાય છે. વૈદિક સાહિત્‍યમાં આ પ્રથાનો કોઇ પણ ઉલ્‍લેખ નથી. ગૃહ્યસૂત્રોમાં આપેલી વિધિ અનુસાર પિતા બાળકને બહાર લઇ જાય છે અને ઉપર્યુકત મંત્રના ઉચ્‍ચારણ સાથે એને સુર્યનું દર્શન કરાવે છે. અનુકાલીન સ્‍મૃતિઓ અને નિબંધોમાં આ સંસ્‍કાર સંબંધી પ્રથાઓ તથા કર્મકાંડનું વર્ણન આવે છે. સમયઃ નિષ્‍ક્રમણ સંસ્‍કાર બાળકના જન્‍મ પછી બારમા દિવસથી ચોથા […]

વિદ્યારંભ સંસ્‍કાર શૈક્ષણિક સંસ્‍કારો શૈક્ષણિક સંસ્‍કારોમાં વિદ્યારંભ, ઉપનયન, વેદારંભ, કેશાંત (કે ગોદાન) અને સમાવર્તન (કે સ્‍નાન) સંસ્‍કારોનો સમાવેશ થાય છે. વિદ્યારંભ સંસ્‍કાર સમયઃ આ સંસ્‍કાર કરવા માટે કાર્તિક સુદ ૧રથી આષાઢ સુદ ૧૧ના દિવસ સુધીનો સમય શુભ ગણાય છે. ૧લી, ૬ઠ્ઠી અને ૧૫મી તથા રિકતા (૪,૯ અને ૧૪) તિથિઓ તેમજ રવિવાર અને મંગળવાર સિવાયના દિવસોએ આ સંસ્‍કાર પ્રયોજાય છે. સૂર્ય જયારે ઉતરાયણ (મકરથી મિથુન રાશિમાં-રરમી ડિસેમ્‍બરથી ર૧મી જૂન)માં હોય ત્‍યારે શુભ દિવસે આ સંસ્‍કાર કરાય છે. વિધિઃ આરંભમાં બાળકને સ્‍નાન કરાવી અલંકૃત કરવામાં આવે છે. એ પછી હરિ, લક્ષ્‍મી અને […]

બાલ્‍યાવસ્‍થાના સંસ્‍કારોમાં જાતકર્મ, નામકરણ, નિષ્‍ક્રમણ, અન્‍નપ્રાશન, ચૂડાકરણ અને કર્ણવેધ એ છ સંસ્‍કારોનો સમાવેશ થાય છે. ચુડાકરણ સંસ્‍કાર ‘ચૂડા-ચૂલા’ એટલે શિખા (ચોટલી). બાકીના ચૂલ (વાળ)નું મુંડન કરી માથાની ટોચ પર શિખા રાખવામાં આવે, તેને ‘ચૂડાકરણ’ કે ‘ચૌલકર્મ’ કહે છે. चूडा-चूला નો અર્થ મસ્‍તક પણ થાય છે, તેથી ‘ચૂડાકર્મ’ કે ‘ચૌલકર્મ’ શબ્‍દ મસ્‍તક (પરના કેશ) નું મુંડન એ અર્થમાં પણ પ્રયોજાતો હતો. કેશછેદન એ આ સંસ્‍કારનું મુખ્‍ય પ્રયોજન છે. ધર્મશાસ્‍ત્રો અનુસાર દીર્ઘ આયુ, સૌંદર્ય અને કલ્‍યાણની પ્રાપ્‍તી આ સંસ્‍કારનું બીજું પ્રયોજન છે. માનવધર્મશાસ્‍ત્રીઓના મત અનુસાર આ સંસ્‍કારનું પ્રયોજન કેશછેદન કરી દેવતાને બલિ […]

અન્‍નપ્રાશન સંસ્‍કાર(સોળ સંસ્‍કાર) બાલ્‍યાવસ્‍થાના સંસ્‍કારોમાં જાતકર્મ, નામકરણ, નિષ્‍ક્રમણ, અન્‍નપ્રાશન, ચૂડાકરણ અને કર્ણવેધ એ છ સંસ્‍કારોનો સમાવેશ થાય છે. અન્‍નપ્રાશન સંસ્‍કાર અર્થઃ આ સંસ્‍કાર બાળકની શારીરિક આવશ્‍યકતાની પૂર્તિ સાથે સંબંધ ધરાવે છે. બાળક સામાન્‍ય રીતે પાંચ-છ માસનું થાય ત્‍યાં સુધીમાં માતાના દૂધ પર જીવતું હોય છે. એ પછી બાળકના પોષણ માટે માતાનું દૂધ ઓછું પડતું જાય છે, અને બાળકની તંદુરસ્‍તી માટે તેની ખોરાકની જરૂરિયાત વધતી જાય છે. ખોરાક બાળકને શકિત આપે છે, એવા ખ્‍યાલ સાથે આ વિધિને પણ ધાર્મિક સંસ્‍કારનું રૂપ આપવામાં આવ્‍યું છે. સ્‍ત્રોતઃ ભોજન અંગેની સ્‍તુતિઓ વેદો અને ઉપનિષદોમાં […]

નામકરણ સંસ્‍કાર બાલ્‍યાવસ્‍થાના સંસ્‍કાર બાલ્‍યાવસ્‍થાના સંસ્‍કારોમાં જાતકર્મ, નામકરણ, નિષ્‍ક્રમણ, અન્‍નપ્રાશન, ચૂડાકરણ અને કર્ણવેધ એ છ સંસ્‍કારોનો સમાવેશ થાય છે. નામકરણ સંસ્‍કાર नाखिलस्य व्यवहारहेतु शुभावहं कर्मसु भाग्यहेतु: नाम्नैव कीर्ति लभते मनुष्यस्तत प्रशस्तं नामकर्म નામ એ અખિલ વ્‍યવહારનો હેતુ છે, એ શુભ કર્મોમાં ભાગ્‍યનો હેતુ છે, નામથી જ મનુષ્‍ય કીર્તિ પ્રાપ્‍ત કરે છે, આથી નામકરણ અત્‍યંત પ્રશસ્‍ત છે. પછીના જમાનામાં નક્ષત્રોને બદલે રાશિઓ પ્રચલિત થઇ. રાશિ ૧ર જ છે, તેથી દરેક રાશિના ફાળે સામાન્‍ય ફાળે ત્રણ કે બે જ અક્ષર આવે છે. જન્‍મના દિવસ અને સમયે ચંદ્ર જે રાશિમાં હોય તે રાશિ […]

જાતકર્મ સંસ્કાર બાલ્‍યાવસ્‍થાના સંસ્‍કારોમાં જાતકર્મ, નામકરણ, નિષ્‍ક્રમણ, અન્‍નપ્રાશન, ચૂડાકરણ અને કર્ણવેધ એ છ સંસ્‍કારોનો સમાવેશ થાય છે. જાતકર્મ સંસ્‍કાર અર્થઃ જાત(સંતાન)નો જન્‍મ થાય ત્‍યારે તેના સુરક્ષા અને કલ્‍યાણ માટે જે સંસ્‍કાર કરવામાં આવે છે, તેને ‘જાતકર્મ સંસ્‍કાર’ કહે છે. સ્‍ત્રોતઃ ઋગ્‍વેદમાં जन्मन શબ્‍દનો પ્રયોગ બે સ્‍થળે જોવા મળે છે, પરંતુ ત્‍યાં એ શબ્‍દ પુત્ર વગેરે સંબંધીઓના અર્થમાં છે. અથર્વવેદના એક સૂકતમાં સરળ અને સુરક્ષીત પ્રસવ માટે પ્રાર્થનાઓ કરાઇ છે. તૈતરીય સંહિતામાં આવતા ઉલ્‍લેખ અનુસાર પુત્ર ઉત્‍પન્‍ન થાય તે પ્રસંગે શેકેલી રોટલીનો બલિ વૈશ્ર્વાનરને આપવાનું જણાવ્‍યું છે. બૃહદારણ્‍યક ઉપનિષદ અનુસાર પુત્ર-જન્‍મ […]

સીમંતોન્‍નયન સંસ્‍કાર   પ્રાગ્-જન્‍મ સંસ્‍કારો ગર્ભાધાન, પુંસવન અને સીમંતોન્‍નયન સંસ્‍કારોનો પ્રાગ્-જન્‍મ સંસ્‍કારોમાં સમાવેશ થાય છે. સીમંતોન્‍નયન સંસ્‍કાર આજે સીમંતોન્‍નયનને ‘ખોળો ભરવો’ એ નામથી ઓળખવામાં આવે છે. તેમાં નણંદ કે પાંચ સૌભાગ્‍યવતી સ્‍ત્રીઓ ગર્ભવતીના ખોળામાં ચોખા (સવા પાંચ શેર), નાળિયેર, સાકર કે પીસ્‍તા, સોપારી વગેરે ભરે છે. સૌરાષ્‍ટ્રમાં આ સંસ્‍કાર ‘ખોળાભરણું’ કે ‘અઘરાણી (अग्गहणिया – અગૃહિણી) કરવી’ એ નામથી પ્રચલિત છે. ગર્ભવતી સ્‍ત્રીની ફરજોઃ અમંગલકારી શકિતઓથી રક્ષા, શારીરિક શ્રમનો નિષેધ અને માનસિક તથા શારીરિક સ્‍વાસ્‍થયની રક્ષા એ ગર્ભવતીની ફરજો મનાતી. ગર્ભવતી માટેના કેટલાક નિષેધો પણ હતા, જેમ કે તેણીએ અશુચિ સ્‍થાન […]

ઉત્તમ અને ઇચ્છિત બાળક માટેનું આયોજનકેવી રીતે કરવું? લગ્ન ના નિર્ણય બાદ જો કોઇ સૌથી અગત્યનો મુદ્દો  જીવનમાં આવે તો તે એટલે પોતાના બાળક માટેનું આયોજન. અને જો આપ હવે  આપના બાળક માટે આયોજન કરી રહ્યાં છો તે આનંદની વાત છે. આપને આપની પસંદગીના બાળક મેળવવામાં ઇશ્વર મદદ કરે તેવી શુભકામના.. આપ બાળક માટે આયોજન બદ્ધ જવા માંગો છો તે આનંદની વાત છે. કારણ કે મોટાભાગના દંપતિમાં પ્રથમ બાળકનું આગમન એ એક અણધાર્યો અને ન ટાળી શકાય તેવો અકસ્માત જ હોય છે. આપના પ્રશ્નનો ઉત્તર આપ ને હું સીધે સીધો […]

ગર્ભાધાન સંસ્કાર ગર્ભાધાન સંસ્કાર શું છે ? પહેલા તો ગર્ભાધાન શબ્દને સમજીએ. ગર્ભનું આધાન, એટલે કે ગર્ભ રહેવો તે ગર્ભાધાન છે. ગર્ભાધાન થવું અને સંસ્કારપૂર્વક ગર્ભને સ્થાપિત કરવો એ બંનેમાં ફર્ક છે. આપોઆપ ગર્ભ રહી જવો તેમાં સંસ્કાર થતા નથી. પરંતુ ઇશ્વરને આહવાન કરીને, દેવતાઓને ગર્ભને આર્શીવાદ આપવા આમંત્રણ આપીને વિધિપૂર્વક પ્રાર્થનાસહ ગર્ભાધાન કરવું એ સંસ્કાર છે. શાસ્ત્રો કહે છે, માનવ ૠણી છે. માનવ તરીકે જીવી રહ્યો છે, તે માટે તે દેવોનો, ૠષિઓનો અને પિતૃઓનો ૠણી છે. આ ૠણ તેણે ચુકવવાનું છે. જ્ઞાન પ્રાપ્તિ અને જ્ઞાન દાન વડે ૠષીૠણ, ઈશ્વરની […]

આત્મસતાનો અનુભવ કયારે થાય ?

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors