ધનની પ્રાપ્તિ અને બચત માટે જરૂરી છે કે તમારી દેવી મહાલક્ષ્મીની કૃપા રહે. મહાલક્ષ્મીની કૃપા વગર કોઈપણ વ્યક્તિ ધન સાથે સંતુષ્ટ નથી થઈ શકતો. ધર્મશાસ્ત્રો પ્રમાણે મહાલક્ષ્મી તેવા લોકોથી પ્રસન્ન થાય છે જે નીચે પ્રમાણેના કામથી દૂર રહે છે… – વેદ- પુરાણ અનુસાર જે વ્યક્તિ સુર્યોદય પછી અને સુર્યાસ્તના સમયે સૂવે છે તેનાથી લક્ષ્મી રિસાઇ જાય છે. તેની સાથે દિવસમાં ઊંઘવુ એ પણ લક્ષ્મીનો નાશ કરે છે. – રાતમાં દહીં અને દિવસમાં દુધનુ સેવન કરવાથી લક્ષ્મીનો નાશ થાય છે. – ઘર,પૂજાઘરમાં કે દુકાનમાં કોઇપણ પ્રકારની ગંદકી કે દુર્ગંધ હોય તો […]

(૧)વિશાલાક્ષી (૨)લિંગધરિણી (૩)લલિતા (૪)કામુકી (૫)કુમુદા (૬)વિશ્વકામા (૭)ગોમતી (૮)કાળચારિણી (૯)મદોત્કરા (૧૦)જયન્તિ (૧૧)ગૌરી (૧૨)રંભા (૧૩)કીર્તિમતિ (૧૪)વિશ્વેશ્વરી (૧૫)પુરુહુતા (૧૬)સન્માર્ગદાયિની (૧૭)મંદા (૧૮)ભદ્રકણિકા (૧૯)ભવાનીબિલ્વપત્રિકા (૨૦)માધવી (૨૧)ભદ્રા (૨૨)જયા (૨૩)કમલા (૨૪)રુદ્રાણી (૨૫)કાલી (૨૬)મહાદેવી (૨૭જળપ્રિયા (૨૮)મહાલિંગા (૨૯)મુકુટેશ્વરી (૩૦)કુમારી (૩૧)લલિતાન્બિકા (૩૨)મંગલા (૩૩)વિમલા (૩૪)ઉત્પલાક્ષી (૩૫)મહોત્મલા (૩૬)અમોધાક્ષી (૩૭)પાટલા (૩૮)નારાયણી (૩૯)રુદ્રસુંદરી (૪૦)વિપુલા (૪૧)કલ્યાણી (૪૨)એકવીરા (૪૩)ચંદ્રિકા (૪૪)રમણા (૪૫)મૃગાવતી (૪૬)કોટવી (૪૭)સુગંધા (૪૮)ત્રિસંધ્યા (૪૯)રતિપ્રિયા (૫૦)નંદની (૫૧)શુભાનંદા (૫૨)રુકમણી (૫૩)રાધા (૫૪)દેવકી (૫૫)પરમેશ્વરી (૫૬)સીતા (૫૭વિશ્યંવાસિની (૫૮)મહાલક્ષ્મી (૫૯)ઉમાદેવી (૬૦)આરોગ્યા (૬૧)મહ્રેશ્વરી (૬૨)અભયા (૬૩)નિતમ્બા (૬૪)માંડવી (૬૫)સ્વાહા (૬૬)પ્રંચડા (૬૭)વરારોહા (૬૮)પુષ્કરાવતી (૬૯)દેવમાતા (૭૦)પશવારઆ (૭૧)મહાભાગા (૭૨)પિંગલેશ્વરી (૭૩)સીંહીકા (૭૪)આતિશોકરી (૭૫)બોલા (૭૬)સુભદ્રા (૭૭)લક્ષ્મી (૭૮)અનંગા

હિન્દુ – તીર્થધામ ભારતના ચાર ધામ : ૧.દ્વારિકા ૨.જગન્નાથપુરી ૩.બદરીનાથ ૪.રામેશ્વર હિમાલય ના ચાર ધામ : ૧.યમુનોત્રી ૨.ગંગોત્રી ૩.કેદારનાથ ૪.બદરીનાથ હિમાલયના પાંચ કેદાર : ૧.કેદારનાથ ૨.મદમહેશ્વર ૩.તુંગનાથ ૪.રુદ્રનાથ ૫.કલ્પેશ્વર ભારતની સાત પવિત્ર પુરી : ૧.અયોધ્યા ૨.મથુરા ૩.હરિદ્વાર ૪.કાશી ૫.કાંચી ૬.અવંતિકા ૭.દ્વારિકાદ્વાદશ જ્યોતિલિંગ : ૧.મલ્લિકાર્જુન (શ્રી શૈલ – આંધ્ર પ્રદેશ) ૨. સોમનાથ (પ્રભાસ પાટણ – ગુજરાત) 3. મહાકાલ (ઉજ્જૈન –મધ્યપ્રદેશ) ૪. વૈદ્યનાથ (પરલી-મહારાષ્ટ્ર) ૫. ઓમકારેશ્વર (મધ્યપ્રદેશ) ૬. ભીમાશંકર (મહારાષ્ટ્ર) ૭. ત્ર્યંબકેશ્વર (મહારાષ્ટ્ર) ૮. નાગનાથ (દ્વારિકા પાસે – ગુજરાત) ૯. કાશી વિશ્વનાથ (કાશી – ઉત્તરપ્રદેશ) ૧૦. રામેશ્વર (તમિલનાડુ) ૧૧. કેદારનાથ (ઉત્તરાંચલ) ૧૨. […]

શૈક્ષણિક સંસ્‍કારોમાં વિદ્યારંભ, ઉપનયન, વેદારંભ, કેશાંત (કે ગોદાન) અને સમાવર્તન (કે સ્‍નાન) સંસ્‍કારોનો સમાવેશ થાય છે. કેશાંત કે ગોદાન સંસ્‍કાર કેશાંત કે ગોદાન એ મહાનામ્‍ની મહાવ્રત, ઉપનિષદ અને ગોદાન એ ચાર વેદવ્રતોમાંનું એક હતું. પહેલાં ત્રણ વ્રતો લુપ્‍ત થતાં ગોદાન સ્‍વતંત્ર સંસ્‍કારના રૂપમાં અસ્તિત્‍વમાં આવ્‍યો. આ સંસ્‍કાર વેદારંભ સંસ્‍કાર કરતાં પ્રાચીન છે. ગૃહ્યસૂત્રોમાં કેશાંતનો ઉલ્‍લેખ આવે છે, પરંતુ વેદારંભનો ઉલ્‍લેખ એમાં મળતો નથી. વ્‍યાસ સ્‍મૃતિમાં આ સંસ્‍કારનો સમાવેશ પ્રસિદ્ઘ સોળ સંસ્‍કારોની યાદીમાં કરવામાં આવ્‍યો છે. કેશાંત સંસ્‍કારમાં બ્રહ્મચારીની દાઢી અને મૂછનું સર્વ પ્રથમ ક્ષૌરકર્મ (મુંડન) કરવામાં આવતું. આ સંસ્‍કારને ગોદાન […]

ઈસુ સનના ૧૮માં સૈકાના સમય પ્રવાહો સૌરાષ્‍ટ્ર માટે કપરા પસાર થયાનું ઈતિહાસકારો નોંધે છે. આ સમયે પ્રર્વતેલા દુષ્‍કાળથી કચ્‍છ અને સિંધમાંથી દુકાળગ્રસ્‍ત માનવ સમુદાય સૌરાષ્‍ટ્રમાં ઉતરી પડેલો અને ભુખ તરસ સંતોષવા ચારે તરફ ફરતો રહેતો. વારંવાર પડેલી કુદરતી આફતોના આ કપરા સમયમાં સોરઠના અનેક સંતોએ પોતાના સ્‍થાન અમર કર્યા છે અને દરેક માનવીને એક સરખો ગણી, નાતજાતના ભેદભાવ ન રાખવા, ભૂખ્‍યાને આશરો અને રોટલો આપવાનો, માનવીના સેવા ધર્મનું અનુકરણ કરવાનો સંદેશો આપી ગયા છે. જલારામ ભગતનું વીરપુર, ગીગા ભગતનું સતાધાર અને દેવીદાસ ભગતનું પરબ માનવ સેવાનો સંદેશો આપતા જાગતા સ્‍થાન […]

રામ નામમે લીન હૈ, દેખત સબમેં રામ તાકે પદ વંદન કરૂ, જય જય જલારામ જલારામ ભગતનું વીરપુર માનવસેવાનું ધર્મનું આ જાગતુસ્‍થાન જૂનાગઢથી પ૦ કિલોમીટર છે. રાજકોટ – જૂનાગઢનાં માર્ગ ઉપર ગોંડલ પાસે આવેલ છે. જૂના સમયની આ વાત છે. ગરવો ગઢ ગિરનાર સાધુસંતોનું સિદ્ધક્ષેત્ર છે, તેથી અનેક મહાત્‍માઓની વીરપુરના આ ઈષ્‍ટમાર્ગે આવ – જાવ થતી રહેતી હતી. આ સાધુસંતો ગામમાં કોઈને કોઇ શ્રદ્ધાવાન ગૃહસ્‍થ પાસે સીધુ-સામાનની માંગ કરતા. એ સમયે યાંત્રિક વાહનો હતા નહી, માત્ર પગે ચાલીને જ લોકો યાત્રા પ્રવાસ કરતા હતા. ત્‍યારે આજથી બસો વર્ષ પહેલા સોરઠની આ […]

હિમાલયના હિમાચ્છાદિત પર્વતની તળેટીમાં ૧૧૭૫૦ ફૂટની ઉંચાઈએ કેદારનાથ મહાદેવનું જયોર્તિલિંગ બિરાજમાન છે. સૃષ્ટિની ઉત્પત્તિ વખતે શ્રી વિષ્ણુના બે અવતાર નર અને નારાયણ પાર્થિવ શિવલિંગનું અહીં સ્થાપન કરીને તપ કરી રહ્યાં હતાં. પૂજન વખતે શિવજી પોતે આ પાર્થિવ શિવલિંગમાં પધારતા. આ કઠિન તપથી પ્રસન્ન થઈને કૈલાસપતિએ દર્શન આપ્યાં અને વરદાન માંગવા કહ્યું ત્યારે આ બંને તપસ્વીઓએ કરેલી પ્રાર્થનાથી આશુતોષ જયોતિર્લિંગ સ્વરૂપે અહીં સ્થિત થયા. હિમારછાહિત સુમેરૂ પર્વતની તળેટીમાં કેદારનાથ મહાદેવનું મંદિર દસેક ફૂટ ઊંચા ઓટલા પર બાંધવામાં આવેલ છે. પહાડી શૈલીથી બંધાયેલું આ મંદિર ૩૫ ફૂટ પહોળું, ૬૦ ફૂટ લાંબુ અને […]

(૬) ઓમકારેશ્વર ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ પ્રાચીન કાળમાં, હજારો વર્ષ પહેલાં, શિવ-આરાધના કરતાં કરતાં એકવાર દેવર્ષિ‍ નારદજી વિંધ્યગિરિ પર્વત પર પધાર્યા. વિંધ્યરાજે અતિ ભક્તિભાવથી તેમનો અતિથિ-સત્કાર કર્યો અને કહ્યું કે \”હે ભગવાન્ ! મારું અહોભાગ્ય છે કે આપની કૃપાથી અહીં કોઈ વાતની ખોટ નથી. હું આપની શું સેવા કરું ?\” વિંધ્યરાજની દંભોક્તિ સાંભળીને એમનો અહંકાર તોડવાના નિશ્ચયથી નારદજી ઉભા થઈ ગયા અને ક્રોધથી કહ્યું કે \”તારું શિખર સુમેરુ પર્વતના શિખરોની જેમ દેવલોક સુધી પહોંચતું નથી. છતાં આટલું અભિમાન રાખનારને ત્યાં હું કેવી રીતે રહી શકું?\” એમ કહીને નારદજી ચાલ્યા ગયા. આ સાંભળીને […]

મલ્લિકાર્જૂન જ્યોતિર્લિગ એ બાર જ્યોતિર્લિંગમાનું એક છે.હૈદરાબાદથી 245 કિમી દુર આવેલુ,આંધ્રપ્રદેશના કુનુર જીલ્લામાં કૃષ્ણા નદીના કિનારે મલ્લિકાર્જુન મંદિરમાં શ્રીસેલમ જ્યોતિર્લીંગ આવેલું છે. સ્કંદ પુરાણમાં એક આખો અધ્યાય શ્રીસેલાકમંદ આ જ્યોતિર્લીંગની મહિમાનું વર્ણન કરે .શ્રી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ એવુ તીર્થ છે,જ્યાં શિવ અને શક્તિની આરાધનાથી દેવ અને દાનવ બન્નેને સુફળ પ્રાપ્ત થયા. આવો,જાણીએ આ મંદિર સાથે સંકળાયેલી દંતકથા વિશે એક વાર શંકર અને પાર્વતીના પુત્ર ગણેશ અને કાર્તિકેયની વચ્ચે પહેલા લગ્ન કરવાની બાબતમાં વિવાદ થઈ ગયો.ત્યારે શંકર અને પાર્વતીએ કહ્યુ બન્ને માથી જે આ પ્રુથ્વીની પરિક્રમા પહેલા પુરી કરશે તેના લગ્ન પહેલા […]

સતાધાર વીરપુર અને પરબની જગ્‍યા જેવી સેવા ધર્મનો સંદેશો ફેલાવતી સોરઠની શોભા છે આપા ગીગા ભગતનું સતાધાર. જૂનાગઢથી ૫૬ કિલોમીટર રોડ રસ્‍તે છે. તેમજ જૂનાગઢ દેલવાડાના રેલ્‍વેમાર્ગથી સતાધાર જવાય છે. એસ.ટી. બસની સેવા દર કલાકે મળે છે. રોડ માર્ગથી જતા રસ્‍તામાં બીલખા પાસે ચેલૈયાનો ખાંડણીયો અને શેઠ સગાળશાની પ્રસિદ્ધ જગ્‍યાના દર્શન થઈ શકે છે. અહીં બાજુમાંજ દક્ષિ‍ણામુર્તિ પૂજ્ય શ્રીમદ્ આચાર્ય નથુરામ શર્માનો આનંદાશ્રમ છે. એસ. ટી. બસ આ બંને જગ્‍યાએ તથા સતાધારના મંદિર પાસેજ ઉભી રહે છે. જુની હકીકત મુજબ કાઠિયાવાડના કાઠીકુળના સંતાનો સૂરજને ઈષ્‍ટદેવ માને છે. પાંચાળમાં સૂરજદેવળની સ્‍થાપના […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors