કામ એટલે શું ? * સ્પર્શનો વિકાર. * વિષય ભોગવવાની ઈચ્છા,તૃષ્ણા,રાગવૃતિ. * ઇન્દ્રિયસુખ પ્રત્યેનું ખએંચાણ. કામનાનો પ્રભાવ કયારે મંદ પડૅ છે ? *ભગવતતત્વમાં સ્થિર થવાય ત્યારે. * ધર્મ્ય કર્મમાં રચ્યાપચ્યા રહેવાય ત્યારે(જે કર્મો સ્વાર્થથી પ્રેરાઈને થયા છે તે બધાં કામ્ય કર્મોં છે,પણ જે પરમાર્થવૃતિથી,ધર્મથી પ્રેરાઈને થયા હોય છે તે ધર્મ્ય કર્મોં છે)શાસ્ત્રોકારોએ યજ્ઞ,દાન,તપ વગેરેને ધર્મ્ય કર્મોંમાં સમાવેશ કર્યો છે.
1. ઘણા માણસો માને છે કે પૈસાથી સુખ મળે છે. બીજા કેટલાક લોકો માને છે કે સમાજમાં પ્રસિદ્ધિથી અને સત્તાથી સુખ મળે છે. ઘણા લોકોને જમીનજાગીરમાં અને જરજવેરાતમાં સુખ દેખાય છે, પણ જેમની પાસે આ બધું છે, તેઓ પણ ખરેખર સુખી નથી. તો પછી સાચા સુખની પ્રાપ્તિ કોને કહેવાય ? આ સવાલનો જવાબ આપણને \’ચાણકયનીતિ\’ માંથી મળે છે. 2. હકીકતમાં સુખની પાછળ દોટ મૂકતાં આજના માનવને સંસારમાં કઇ ચીજોથી સાચું સુખ મળે છે, તેની જ ખબર નથી. સુખી બનવા માટેની ચીજો પૈસાથી ખરીદી શકાતી નથી. 3. ચાણકય કહે છે કે, […]
અમદાવાદ ગુજરાત રાજ્યનું સૌથી મોટુ નગર છે સાબરમતી નદી ના કિનારે સ્થિત આ શહેર અમદાવાદ જિલ્લા નું મુખ્ય મથક છે અને ૧૯૬૦ થી ૧૯૭૦ સુધી ગુજરાત રાજ્ય નું પાટનગર પણ રહી ચુક્યુ છે, જેના પછી ગાંધીનગર શહેર ને પાટનગર બનાવવા માં આવ્યુ. આ શહેર ને કર્ણાવતી પણ કહેવાય છે. કર્ણાવતી એ અમદાવાદ ની જગ્યા એ સ્થિત એક શહેર હતું. ગાંધી આશ્રમઃ અમદાવાદ શહેરમાં સાબરમતી નદીના કિનારે આવેલ છે. અંગ્રેજો સામેના સત્યાગ્રહની છાવણી તરીકે જાણીતા આ આશ્રમની સ્થાપના ઇ.સ. ૧૯૧૭ના વર્ષમાં અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલા કોચરબ આશ્રમ ખાતે મહાત્મા ગાંધીજીએ […]
ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાનો મહત્વનો તાલુકો છે. વિજયનગર ગામેગામની મઘ્યમાં દિગમ્બર જૈનમંદિર આવેલ છે. ટેકરીઓ ઉપર અગાઉના રાજયકર્તાનો મહેલ છે.સાબરકાંઠા જિલ્લાના રોડા ગામમાં મૈત્રક કાલનાં (૧૦મીથી ૧૫મી સદીના) સાત મંદિરોનો સમૂહ આવેલો છે. અત્યારે આ મંદિર-સમૂહોના જે કાંઈ અવશેષો બચ્યા છે તે જોતાં એ સમયે આ સ્થાપત્યો કેવી ઉચ્ચ કોટિનાં હશે તેનો અંદાજ મળી શકે છે અને અહેસાસ થાય છે. આ મંદિરો પૈકી મંદિર નં. ૭ સિવાયનાં બધાં મંદિર કદમાં નાનાં છે. મંદિર નં.૧ પૂર્વાભિમુખ છે, જંઘાના ગવાક્ષોમાં આવેલાં શૈવ શિલ્પો પરથી આ મંદિર શિવાલય […]
ભાવનગર જિલ્લામાં આવેલું તળાજા ગામ ભાવનગરથી લગભગ ૫૦ કિ.મી. દૂર છે. તળાજામાં આમ તો ભક્ત નરસિંહ મહેતાનો જન્મ થયો હતો.ભાભીનું મહેણું સહન નહિ થવાથી તે ઘોર જંગલમાં ચાલી નીકળ્યા હતા અને સમુદ્રને કિનારે અપૂજ બાણની પૂજા કરી, તેથી મહાદેવ રાજી થયા અને તેમને હાથ પકડીને દ્વારકા લઈ ગયા હતા. ભગવાને ત્યાં તેમને રાસલીલાના દર્શન કરાવ્યાં હતા. તળાજા ગામ તાલધ્વજ (તળાજા) ગિરિની તળેટીમાં વસેલું છે. આ પર્વત ઝૂલતી પર્વતમાળ જેવો છે.શત્રુંજય પર્વતમાળાનું આ એક શિખર છે.શેત્રુંજી નદીનો પટ,ગોપનાથ મહાદેવનો દ્વીપકલ્પ,સમુદ્રમાં મોજાં દર્શનીય છે.અહીં આવેલી એભલ ગુફા જોવા જેવી છે. ડુંગર ઉપર […]
ધર્મ એટલે કે જે ધારણ કરવાથી કોઈનું અમંગળ ન થાય. જે અણુંને ધારણા કરે છે. તે ધર્મ એટલે ગુણ,લક્ષણ કે સ્વભાવ,ધર્મ માનવીના અંતઃકરણના વિકાસનું ફળ છે. ધર્મ એટલે મનને સંપૂર્ણ વશમાં કરી,ગુલાબી માંથી મુક્ત થઈ માલિક બનવાનું સામર્થ્ય.સાચો ધર્મ હૃદયની કવિતા છે. આ કવિતાને સાક્ષાત્કાર કરતું મંદિર એટલે ગઢડાનું સ્મૃતિ મંદિર. ભાવનગર જિલ્લાના ગઢડા ગામે આવેલા પ્રસિદ્ધ સ્વામિનારાયણના મંદિરનો ભવ્ય મહોત્સવ ઊજવાયો હતો. આ મહોત્સવમાં સ્વામિનારાયણ સંપ્રદાયની દરેક શાખા પ્રશાખાના લાખો ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો.સ્વામિનારાયણ સંપ્રદાયના આદ્ય સ્થાપક શ્રી સહજાનંદ સ્વામીએ સમાજના તમામ વર્ગના લોકોના આધ્યાત્મિક સામાજિક તથા નૈતિક […]
ઘુમલી જેઠવા વંશના રાજપુતોની રાજધાનીનું શહે૨ હતું. અહીં જેઠવા વંશના સત૨ રાજવીઓએ રાજ કરેલ છે. તેમાના ભાણ જેઠવાના નામ ૫૨થી હાલમાં તાલુકા સ્થળ જે ભાણવડ છે. તે તેના નામ ૫૨થી થયેલ છે. પ્રાચીન સ્થળોની વાત કરીએ છીએ ને તેય ખાસ કરીને જામનગર જિલ્લામાં ત્યારે ઘુમલી યાદ આવ્યા વિના ના રહે. જામનગર જિલ્લામાં બરડા ડુંગરના વિસ્તારમાં ભાણવડ ગામ પાસે એક અત્યંત પ્રાચીન નગર અને મંદિરના ખંડેરો અતીતમાં અર્ધલુપ્તન થયેલાં જાણે નિસાસા નાખતાં પડ્યાં છે. અનેક નગરો નાશ પામ્યાં ને પાછાં પુનર્જીવિત થયાં, પણ કોણ જાણે કેમ ઘુમલી ગયું તે ગયું; ફરી […]
સૂર્ય મંદિર આ એક એવું નામ છે કદાચ ભાગ્યેજ કોઈ તેનાથી અજાણ હશે. ગુજરાતના ઐતિહાસિક સ્થળો અને સ્થાપત્યોની વાત થતી હોય અને સુર્ય મંદિરનું નામ લેવામાં ન આવે તેવું કોઈ કાળે ના બની શકે. એમી માની લો કે સ્થાપત્યોની દ્રષ્ટિએ તેનું નામ સૌથી પહેલું લેવું પડે. કદાચ હાલની દ્રષ્ટિએ બહુ ઓછા લોકો પરિચિત હશે પરંતુ દુનિયાભરમાં તો તે ખૂબ જ પ્રચલિત છે તેના મંદિરને લીધે.સૂર્ય મંદિર ઈ.સ. ૧૦૨૬-૨૭ માં પાટણના મહારાજા ભીમદેવ પહેલાના રાજ્યકાળ દરમિયાન બાંધવામાં આવ્યું હતું. મોઢેરાનું આ સૂર્ય મંદિર ભગવાન સૂર્યને સમર્પિત કરવામાં આવ્યું છે. મંદિરની દિવાલો […]
પરિચય : મીઠો લીમડો વનસ્પતિશાસ્ત્રમાં ‘બકામ લીમડા’ તરીકે ઓળખાય છે. સામાન્ય લોકભાષામાં તે ‘કઢીપત્તિ’ તરીકે જાણીતો છે. તે શાકમારકીટમાં તથા શાકભાજીનાં બજારોમાં સહેલાઇથી મળતો હોય છે. દરેક ગામડામાં પણ તે સહેલાઇથી મળી જાય છે. ગુણધર્મ : મીઠા લીમડાનાં પાન શીતળ, કડવાં, તીખાં, દીપન, પાચન, કંઇક તુરાશ પડતાં અને લઘુ હોય છે. તે દાહ, હરસ, કૃમિ, શૂળ, સોજા અને કોઢને મટાડનાર, વિષનાશક અને રુચિકર છે. બધી ભાજીઓ કરતાં મીઠા લીમડામાં વિટામિન ‘એ’ વધુ પ્રમાણમાં હોય છે. શ્ર્વેતસાર (કાર્બોદિત પદાર્થ) અને પ્રોટીનનું પ્રમાણ પણ અન્ય ભાજીઓ કરતાં આમાં વધારે હોય છે. મીઠા […]
દેશને સ્વાતંત્ર્યની પ્રાપ્તિ માટે મહાત્મા ગાંધીજીએ અનેક કાર્યક્રમો આપ્યા હતા. તેના એક ભાગરૂપે તેમણે દક્ષિણ ગુજરાતના દાંડી પાસેના દરિયાકાંઠા સુધી કૂચ કરી ત્યાં મીઠાના કાયદાનો ભંગ કરવા એક કાર્યક્રમ આપ્યો હતો. ભારતના પનોતા પુત્ર મહાત્મા ગાંધીજીએ ભારતની સ્વાતંત્ર્ય-ચળવળની અનેક ચિનગારીઓ દેશભરમાં પ્રગટાવી હતી. અમદાવાદથી પગપાળા અહીં દાંડી પહોંચીને ૧૯૩૦ની ૬ઠ્ઠી એપ્રિલે તેમણે મીઠાના કાયદાનો ભંગ કર્યો. દાંડીથી સમસ્ત વિશ્વને તેમણે સંદેશ મોકલ્યો : બળિયા સામેના સાચના સંગ્રામમાં હું વિશ્વની સહાનુભૂતિ માગું છું. દાંડી,૫-૪-૧૯૩૦ મો. ક. ગાંધી દાંડીના દરિયાકિનારા પાસેના આ વડલાથી લગભગ બે કિલોમીટર દૂર સમુદ્રતટે પૂ. ગાંધી બાપુએ ચપટી […]