ગઢડાનું ભગવાન સ્વામિનારાયણ મંદિર

ધર્મ એટલે કે જે ધારણ કરવાથી કોઈનું અમંગળ ન થાય. જે અણુંને ધારણા કરે છે. તે ધર્મ એટલે ગુણ,લક્ષણ કે સ્વભાવ,ધર્મ માનવીના અંતઃકરણના વિકાસનું ફળ છે. ધર્મ એટલે મનને સંપૂર્ણ વશમાં કરી,ગુલાબી માંથી મુક્ત થઈ માલિક બનવાનું સામર્થ્ય.સાચો ધર્મ હૃદયની કવિતા છે. આ કવિતાને સાક્ષાત્કાર કરતું મંદિર એટલે ગઢડાનું સ્મૃતિ મંદિર.
ભાવનગર જિલ્લાના ગઢડા ગામે આવેલા પ્રસિદ્ધ સ્વામિનારાયણના મંદિરનો ભવ્ય મહોત્સવ ઊજવાયો હતો. આ મહોત્સવમાં સ્વામિનારાયણ સંપ્રદાયની દરેક શાખા પ્રશાખાના લાખો ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો.સ્વામિનારાયણ સંપ્રદાયના આદ્ય સ્થાપક શ્રી સહજાનંદ સ્વામીએ સમાજના તમામ વર્ગના લોકોના આધ્યાત્મિક સામાજિક તથા નૈતિક ઉત્કર્ષના કામમાં જ સમય સમર્પિત કર્યો હતો.તેમણે આ કામને આગળ ધપાવવા ચાર કલ્યાણ કેન્દ્રો સ્થાપ્યા હતાં.
ભગવાન સ્વામિનારાયણનો દેહ વિલય થતાં તેમની સ્મૃતિમાં આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. એવું માનવામાં આવે છે.શરૂમાં મંદિરમાં મૂર્તિઓ ન હતી.પરંતુ શ્રીજી મહારાજના ચિત્રની સ્થાપના થયેલી હતી.પાછળથી આચાર્યશ્રી બિહારીલાલજી મહારાજ દ્વારા સંવત ૧૯૪૯ માં ફાગણ વદી એકમને દિવસે શ્રી સહજાનંદ સ્વામી, શ્રી ઈચ્છારામજી મહારાજ અને શ્રી રઘુવીરજી મહારાજની મૂર્તિઓની અહીં સ્થાપના કરવામાં આવી હતી.
શ્રી સહજાનંદ સ્વામીએ કરેલી સમાજ સેવાને ધ્યાનમાં લઈને તેમના જીવન કાળના ચિરસ્મરણીય સ્મૃતિ સ્થાનો જેવા કે,માણસી ઘોડીનો ઓટો,મોટીબાનો ઓટો,ભગવાન સ્વામિનારાયણ જ્યાં ઝુલ્યા હતા તે આંબલી,વગેરે દર્શનીય અને શ્રદ્દેય સ્થાનોને રોશનીથી પ્રજવલ્લિત કર્યા હતાં.
શ્રીજી મહારાજના સમયમાં ગઢડાના જીવનમાં ઉનાળો એ બહુ મહિમાવાળી ઋતુ ગણવામાં આવતી હતી.ખાસ તો સાધક મૂળજી બ્રહ્મચારી માટે આ ઋતુ શ્રીજી મહારાજની સેવા કરવાનો લ્હાવો બની જતી.આ મૂળજી બ્રહ્મચારી ઉનાળાના બળબળતા તાપમાં માથે કેરીનો ટોપલો મૂકીને ડભાણથી ગઢડા ચાલતા જાય અને સહજાનંદ સ્વામીના દર્શન કરી ભગવાન મળ્યાનો બ્રહ્માનંદ અનુભવે.
સંવત 1886 જેઠ સુદ દશમ, મંગળવાર, દાદા ખાચરની અક્ષર ઓરડીમાં શ્રીજી મહારાજ સ્વધામ સિધાવી ગયાં.દાદા ખાચરથી આ વિયોગ ન ખમાયો.મૂર્છિત થઈ ગયાં. ગોપાળનંદ સ્વામીએ તેમને લક્ષ્મીવાડીની બેઠકે મોકલ્યા. દાદા ખાચર ત્યાં ગયાં. શ્રી હરિ પણ ત્યાં હાજર હતાં. તેમણે દાદા ખાચરને કહ્યું, હું તો ક્યાંય ગયો નથી. અને જવાનો પણ નથી. સત્સંગમાં અને ગોપીનાથજી દેવમાં હું અખંડ રહ્યો જ છું.મૂંઝવણ થાય ત્યારે ગોપાનાથજી મહારાજ પાસે જવું.આમ બોલીને શ્રી હરિએ દાદા ખાચરને તાજા ગુલાબનો હાર આપ્યો. ગુલાબની તાજગીએ તેમને શ્રી હરિના શરણમાં લીન કર્યા.
દાદા ખાચરના દરબારમાં ઢોલિયા ઉપર બેસીને સહજાનંદ સ્વામીએ ઉપદેશ કર્યો હતો તે દાદા ખાચર તથા તેમના વારસદારોએ આપેલી જમીન ઉપર ગઢડાનું મંદિર બંધાયું છે. વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો ગઢડાનું મંદિર વિશાળ જગ્યા રોકે છે. મુખ્ય મંદિરની આસપાસ સાધુસંતોને રહેવા માટે તથા મંદિરની સ્મૃતિને આવશ્યક મોટા મકાનો છે.વળી સહજાનંદ સ્વામીએ જાતે વાપરેલી અનેક ચીજો પણ આ મંદિરમાં સાચવીને રાખવામાં આવેલી દેખાય છે.
સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રવર્તક સહજાનંદ સ્વામીએ જાતે જે જે સ્થળમાં દેવની સ્થાપના કરેલી અને જે જે સ્થળોમાં પોતે વધારે વખત રહીને ધર્મોપદેશ કરેલો તે તે સ્થળની યાત્રા કરવા તે સંપ્રદાયના અનુયાયીઓ ઈચ્છે છે. તે સ્વાભાવિક છે. આમ વડતાલ અને ગઢડાના સ્મૃતિ સ્વામિનારાયણ સંપ્રદાયના પવિત્ર ધામ ગણાય છે. અને બંન્ને સ્થળે મોટા મંદિરો છે. ગઢડામાં સ્મૃતિ મંદિરથી ત્રણેક કિલોમીટર દુર ગઢડામાં પ્રવેશવાના માર્ગે બોચાસણવાળી અક્ષર પુરષોત્તમ સંપ્રદાયત તરફથી પણ,એક આરસનું ભવ્ય મંદિર ઊંચી ટેકરી ઉપર બનાવવામાં આવ્યું છે. આ નવું મંદિર ગઢડામાં નદિના કિનારે આવેલું છે. આમ ગઢડાનું સ્વામિનારાયણ મંદિર યાત્રાધામ હોવાની સાથે સાથે પવિત્ર તિર્થસ્થાન પણ ગણવામાં આવે છે. ગઢડાના સ્મૃતિ મંદિરમાં રહેવા માટે તેમ જ નવા મંદિરમાં રહેવા માટે સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી હોય છે. મંદિરની આજુબાજુ રહેવા માટેની રૂમો આપવામાં આવે છે. જે અદ્યતન સુવિધાઓથી સુસજજ અને સંપૂર્ણ હોય છે.
આ ઉપરાંત મંદિર તરફથી ભોજનાલય પણ ચલાવવામાં આવે છે. જેમાં દરેક યાત્રીઓએ પોતાની ઈચ્છાનુસાર જે કંઈ પણ રકમ ભેટ સ્વરૂપે મૂકીને પ્રસાદ ગ્રહણ કરવાનો હોય છે. આમ તો ગઢડા જવા માટે ભાવનગર તરફના રસ્તેથી જઈ શકાય છે. તથા ધંધુકાથી ગઢડાનો ફાંટો પડે છે ત્યાંથી પણ જઈ શકાય છે. તો અમદાવાદથી લગભગ ૧૧૮૦ કિ.મી. જેટલા અંતરે ગઢડા આવેલું છે. ગઢડા મંદિર દ્વાર અસંખ્ય સામાજીક કાર્યો કરવામાં આવે છે. જેમ કે વનવિતરણ, સામૂહિક યજ્ઞોપવિત, વિભિન્ન રોગના નિદાન કેમ્પો, સર્વ રોગ નિદાન કેમ્પો, રક્તદાન શિબિર, અકસ્માત નિવારણ ઝુંબેશ, વ્યસનમુક્તિ ઝુંબેશ, કથા કિર્તન વૈવિધ્ય પૂર્ણ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ ભૂલકા ઓના આનંદ પ્રમોદ માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન અવાર નવાર કરવામાં આવતું હોય છે.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors