મેરુ તો ડગે, જેનાં મન નો ડગે… પાનબાઈ… મરને ભાંગી રે પડે ભરમાંડ રે, વિપતી પડે તોયે વણસે નહિ ને રે, શો ઈ હરિજનનાં પરમાણ રે.. મેરુ રે.. ચીતની વૃતિ રે જેની સદા રહે નિરમળી રે કરે નઈ કોઈની રે આશ.. દાન દેવે પણ રેવે અજાચીને રાખે વચનમાં વિશ્વાસ… હરખ રે શોકની ના’વે જેને હેડકી ને આઠે રે પહોર રે રહે આનંદ નિત્ય તો રેવે સતસંગમાં રે તોડે રે માયા કેરા ફંદ તન મન ધન જેણે ગુરુને રે અર્પ્યા રે અરે એનુ નામ નિજારી નર ને નાર એકાંતે બેસીને અલખ […]
મદ્દ એટલે શું ? * ગર્વ અથવા અભિમાન. મત્સર કોને કહેવાય ? * અન્યનું સારું ન સહન થઈ શકે તેને. અહંકારના મૂળમાં શું છે? * હું છુ અને મારુ છે એવી સભાનતા. * આત્મજ્ઞાનની ગેરહાજરી. *જાગૃતિનો અભાવ.
વિના કારણે જીવનમાં મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે, તે માટે કેટલીક તૈયારી આપણે અત્યારથી જ કરી લેવી જરુરી છે. ઘણા લોકો બેંક એકાઉન્ટ, ઇન્શ્યોરન્સ પોલીસી, લોકર, વગેરેમાં સિંગલ નામ રાખે છે. માત્ર પોતાના જ નામે એકાઉન્ટ ખોલાવે, શેર ખરીદે કે લોકરમાં ક્યારેક નોમિની તરીકે કોઇનું નામ જ ન હોય. આમાં ક્યારેક પરિવારના અન્ય સભ્યોને મુશ્કેલી ઊભી થઇ શકે છે. એકથી વધારે હોય નોમિની તમારી રકમ કે સંપત્તિમાં પરિવારના એકથી વધારે સભ્યોને નોમિની બનાવો. જો અરજી કરનાર અને નોમિની એક્સાથે કોઇ અકસ્માતનો ભોગ બને તો આવી સ્થિતિમાં નિશ્વિત રકમ વિશ્વાસપાત્ર હાથોમાં […]
સામગ્રી ૧ કપ સાબુદાણા ૫૦૦ ગ્રામ બટાકા ૪ ટેબલ સ્પુન સીંગદાણાનો ભૂકો 2 નંગ ઝીણા સમારેલા લીલા મરચા ૪-૫ મીઠો લીમડાના પત્તા ૩ ટેબલસ્પુન ખાંડ ૧ નંગ લીંબુ ૧ ચમચી આખુ જીરુ ૩ ટેબલ સ્પુન તેલ વઘાર માટે ૨ ચમચા સમારેલી કોથમીર ૨ ચમચો કોપરાનું છીણ ૧ ચપટી હીંગ મીઠું સ્વાદ પ્રમાણે રીત :- સાબુદાણાને સાફ કરી ધોઈને એક વાસણમાં સાબુદાણા ડૂબે તેટલું પાણી અને ચપટી મીઠું નાખી ત્રણ ચાર કલાક પલળવા દો. પલાળેલા સાબુદાણા એકબીજાથી છૂટા રહેવા જોઈએ. હવે બટાકાને બાફીને ઝીણા સમારી લો. એક વાસણમાં તેલ ગરમ કરી […]
ભક્તિ રે કરવી એણે રાંક થઈને રહેવું પાનબાઈ મેલવું અંતરનું અભિમાન રે, સતગુરુ ચરણમાં શીશ રે નમાવી કર જોડી લાગવું પાય રે …. ભક્તિ રે કરવી એણે જાતિપણું છોડીને અજાતિ થાવું ને કાઢવો વર્ણ વિકાર રે, જાતિ ને ભ્રાંતિ નહીં હરિ કેરા દેશમાં એવી રીતે રહેવું નિરમાણ રે … ભક્તિ રે કરવી એણે પારકાનાં અવગુણ કોઈના જુએ નહીં, એને કહીએ હરિ કેરા દાસ રે, આશા ને તૃષ્ણા નહીં એકેય જેના ઉરમાં રે એનો દૃઢ રે કરવો વિશ્વાસ રે … ભક્તિ રે કરવી એણે ભક્તિ કરો તો એવી રીતે કરજો પાનબાઈ […]
દેશ- પાર્લામેન્ટ ભારત-સંસદ બ્રિટન-પાર્લામેન્ટ રશિયા-સુપ્રિમ સોવિયેટ નેપાળ-પંચાયત બાંગ્લાદેશ-સંસદ ઈરાન-મજલિસ મલેશિયા-મજલિસ જાપાન-ડાયર અફઘાનિસ્તાન-શોરા સ્પેન-કોર્ટસ જર્મની-બુન્ડેસ્ટાગ
કાનમાં ઝીલાતો અવાજ સમુદ્રનાં મોજાંનો હોતો જ નથી. શંખની અંદર મોજાં જેવો અવાજ પેદા કરનારા સમુદ્રી જીવો પણ હોતા નથી. આપણને કાનના ભાગમાં વહેતા પોતાના લોહીનો જ પડઘારૂપી અવાજ સંભળાય છે. કાન પાસે દાબીને ધરી રાખેલો શંખ ગોલ ગુંબજ જેવું કાર્ય બજાવે છે. ધબકતી નાડીના પડઘા ઉત્પન્ન કરવા ઉપરાંત અવાજનું વૉલ્યુમ પણ વધારી દે છે, માટે ધબકારાના પડઘા એકદમ સ્પષ્ટ રીતે સંભળાય છે. માત્ર શંખ નહિ, ધાતુનો પ્યાલો કાને માંડો તો પણ સમુદ્રી મોજાં જેવા મ્યુઝિકલ સાઉન્ડનો અનુભવ થયા વિના રહેતો નથી. પ્યાલા કરતાં પણ વધારે કૌતુકભરી વાત તો પિરામિડને […]
માણસની આંખ ન પટપટે તો જ નવાઈ ! કુદરતે આંખના પોપચાંને અનેક કાર્યો સોંપ્યા છે. પહેલું કાર્ય લેન્સરૂપી ડોળાને સ્વચ્છ રાખવાનું. પોપચાનો દરેક પલકારો જાણે કે ભીનું પોતું ફેરવતો હોય તેમ ડોળા પર બાઝતા રજકણો જેવા કચરાને સાફ કરે છે. બીજું કે ડોળા જો ભીના ન રહે તો હવાના ઑક્સિજનને શોષી પણ શકે નહિ. શરીરના બધા અવયવોમાં માત્ર ડોળાને લોહી દ્વારા ઑક્સિજન મળતી નથી, એટલે તે પુરવઠો તેમણે હવા દ્વારા મેળવવો પડે. ઈજા થવાનું કે ઝાપટ વાગવાનું જોખમ હોય ત્યારે પણ ઘડીના છઠ્ઠા ભાગમાં બીડાતાં પોપચાં આંખોને રક્ષણ આપે છે. […]
કાલુ નામની છીપ સમુદ્રનાં તળિયે હંમેશા પડી રહેતી હોય છે. ઉપરના તથા નીચેના ભાગમાં છીપનું પડ ઢાલ જેવું મજબૂત અને કઠણ હોય છે, પરંતુ અંદરનો જીવ અત્યંત નરમ અને પોચો હોય છે. છીપની નાની અમથી ફાટ દ્વારા ક્યારેક રેતીના કણ અંદર ખૂંપી જાય ત્યારે કાલુને સખત બળતરા થવા માંડે છે. દુખાવો ઓછો કરવા માટે તે ખાસ જાતના પ્રવાહી રસનું પડ આવાં કણ ફરતે લપેટે છે. ટૂંક સમય પછી તે પ્રવાહી થીજે, એટલે લગભગ ગોળાકાર એવું મોતી બને. કાલુની હિંસા કર્યા વગર મોતી કાઢી ન શકાય, છતાં મરજીવાઓ પૈસા માટે દર […]
લોભને કોણ શોઈ લે છે?અથવા લોભથી બચવાનો ઉપાય શું છે ? * સંતોષ. લોભ કયારે ધાતક બને છે ? * અતિ પરિગ્રહથી. *પોતાના લાભની ચિંત્તા કરવાને બદલે મનુષ્ય અન્યનુ અહિત કરવા તાકે છે ત્યારે. * લોભ વિકૃત ધારણ કરે છે ત્યારે. * લોભને અતિરેક થઈ જાય ત્યારે.