અહંકારને કોણ બુઠ્ઠો બનાવી શકે ? * વિચાર અને નિરભિમાન. વાસના કેટલા પ્રકારની છે ? (૧)સદવાસન(દા.ત.પ્રહલાદની) (૨)અસદવાસના(દા.ત.હિરણ્યકશિપુની,રાવણની,કંસની,શિશુપાલની) (૩)મિશ્ર વાસના(દા.ત.મનુયોની) કામવાસના કયા વસે છે ? * ઇન્દ્રિયોમામ્ * મનમાં. * બુધ્ધિમાં.
ભુજ જિલ્લાનું વડું મથક અને આ વિસ્તારનું સૌથી અગત્યનું સ્થળ છે. રા‘ખેંગાર પહેલાએ (૧૫૪૮-૮૫) ભુજ બંધાવ્યું અને તેના વારસદારોએ ૧૯૪૮માં તે ભારતીય ગણરાજ્યમાં જોડાઈ ગયું ત્યાં સુધી તેના પર રાજ્ય કર્યું. ભુજ ભુજ ડુંગરાળ ભૂમિમાં વસેલું ઊંચાનીચ ચઢ-ઊતારવાળા ને વાંકાચૂંકા રસ્તાઓવાળું પણ સરસ હવાપાણીવાળું શહેર છે. શહેરને જૂનો કોટ છે. મૂળ નગર અંદર છે, તો આધુનિક વિકાસના પરિણામે પ્રાપ્ત રેલ્વે સ્ટેશન, કૉલેજ, અન્ય સરકારી સંસ્થાઓ, એસ.ટી. મથક વગેરે કિલ્લાની બહાર છે. સીમાંત નગર તરીકે પણ તેનું મહત્વ હોઈ લશ્કરી છાવણી અને એરોડ્રામ વગેરે પણ અહીં વિકસ્યાં છે. તેના જૂના સાંકડા […]
શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ જેના બદલે નહીં વ્રતમાન રે ચિત્તની વૃત્તિ જેની સદા રહે નીર્મળી રે જેને મહારાજ થયાં મહેરબાન રે …. શીલવંત સાધુને શત્રુ ને મિત્ર જેને એકેય નહીં ઉરમાં ને પરમારથમાં જેને ઝાઝી પ્રીત રે, મન કર્મ વાણીએ એ તો વચનમાં ચાલે એવી રૂડી પાળે જોને રીત રે …. શીલવંત સાધુને આઠે પહોર એ તો મસ્ત થઈને રહે ને એનાં જાગી ગયો તુરિયનો તાર રે, નામ ને રૂપ જેણે મિથ્યા કરી માન્યું ને સદાય ભજનનો જેને આરત રે … શીલવંત સાધુને સંગત તમે જ્યારે એવાની કરશો […]
છૂટાં છૂટાં તીર અમને મારો મા રે બાઈજી મુજથી સહ્યાં નવ જાય રે કલેજા અમારા એણે વીંધી નાખ્યાં બાઈજી છાતી મારી ફાટું ફાટું થાય રે …. છૂટાં છૂટાં તીર બાણ રે વાગ્યા ને રુંવાડા વીંધાણા મુખથી નવ સહેવાય રે આપોને વસ્તુ અમને લાભ જ લેવા પરિપૂર્ણ કરોને કાય રે … છૂટાં છૂટાં તીર બાણ તમને હજી નથી લાગ્યાં પાનબાઈ બાણ રે વાગ્યાં ને ઘણી વાર રે, બાણ રે વાગ્યાથી સુરતા ચઢે આસમાનમાં ને દેહની દશા મટી જાય રે …. છૂટાં છૂટાં તીર બાણ રે વાગ્યાં હોય તો બોલાય નહીં પાનબાઈ […]
સરળ ચિત્ત રાખીને નિર્મળ રહેવું આણવું નહીં અંતરમાં અભિમાન રે, પ્રાણી માત્રમાં સમદૃષ્ટિ રાખવી ને અભ્યાસે જીતવો અપાન રે …. સરળ ચિત્ત રાખી રજ કર્મથી સદા દૂર રહેવું ને કાયમ કરવો અભ્યાસ રે પાંચેય પ્રાણને એક ઘરે લાવવાં ને શીખવો વચનનો વિશ્વાસ રે …. સરળ ચિત્ત રાખી ડાબી રે ઇંગલા ને જમણી રે પિંગલા ને રાખવું સ્વરભેદમાં ધ્યાન રે, સૂર્યમાં ખાવું ને ચંદ્રમાં જળ પીવું ને કાયમ રહેવું રસમાણ રે …. સરળ ચિત્ત રાખી નાડી શુદ્ધ થયાં પછી અભ્યાસ જાગે એમ નક્કી જાણવું નિરધાર રે, ગંગા સતી એમ રે બોલિયા […]
આ મંદિર ગુજરાતમાં વડોદરાથી ૪૫ કિલોમીટર દૂર આવેલું છે. આ મંદિર પાછળ પણ એક વાર્તા છે. ડાકોર જે પહેલા ડંકપુરના નામે ઓળખાતું હતું, ત્યાં એક કૃષ્ણ ભક્ત ભોળાનાથ રહેતો હતો જે દર પુનમે ડાકોરથી દ્વારકા રસ્તેથી ચાલીને ભગવાનના દર્શનાર્થે જતો હતો. પોતાના ભક્તની આ તકલીફ કૃષ્ણ ભગવાનથી જોઈ ના શકાઇ. આથી તેમણે ભક્તને સપનામાં આવીને કહ્યું કે હું દ્વારકાથી ડાકોર આવીશ. ભોળાનાથે બધાને વાત કરી.દ્વારકાના પૂજારીઓને આ એકદમ આવનારા પરિવર્તનથી ખૂબ તકલીફ થઈ.તેમણે એક યુક્તિ આજમાવી કે જો ડાકોરમાં મૂર્તિ લઈ જવી હોય તો, મૂર્તિના વજન જેટલું સોનું મૂકવું. તેઓ […]
ગાંધીજી જન્મ્યા ગુજરાતમાં – પ્રવૃત્તિનું થાણું નાખી આરંભ પણ કર્યો ગુજરાતમાં. પણ તેથી શું ? એ થોડા માત્ર ‘ગુજરાતી‘ કે ગુજરાતના રહ્યા છે ? તોયે ગુજરાતને પોતાના ‘ગરવા ગુજરાતી‘નું પનોતા પુત્રનું – ગૌરવ તો હોય ને ? ગુજરાતે અનેક સંસ્થાઓ – સ્થાનો – પ્રવૃતિઓ સાથે ગાંધીજીનું નામ સાંકળ્યું છે તેનું સ્મરણ તાજું રાખવા – ગામેગામ તેમની પ્રતિમાઓ સ્થાપી એલિસબ્રિજ સ્ટેશનને ‘ગાંધીગ્રામ‘ કહ્યું ને કંડલા પાસે આખું ગાંધીધામ ઊભું કર્યું, પણ સૌથી મોટું સ્થાન જેની સાથે ગાંધીજીનું નામ સાંકળવામાં આવ્યું તે તો ગુજરાતની વર્તમાન રાજધાની-ગાંધીનગર. આખું નગર જ નવેસરથી વસાવાયું – […]
ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા જિલ્લાઓમાંનો એક જિલ્લો છે.આ જિલ્લામાં સાગ, સાદડ અને વાંસનાં ગાઢ જંગલો આવેલા છે. ડાંગનાં જંગલોમાં અનેક દવાઓ માટે વપરાતી વનસ્પતિઓ ઉગે છે. આ જિલ્લાનો મોટાભાગનો વિસ્તાર ડુંગરાળ પ્રદેશ છે ગુજરાતના જિલ્લાઓમાં સૌથી નાનો અને આદિવાસીઓની સૌથી વધુ વસ્તી ધરાવે છે. પૂર્વ તરફ થાણા જિલ્લાના ડુંગરો અને જંગલોનું અનુસંધાન. વલસાડની પૂર્વે ધરમપુરનાં જંગલો, નવસારી-બીલીમોરાની પૂર્વે વાંસદા-ડાંગનાં જંગલો, પશ્ચિમે સમુદ્રનો તેમ પૂર્વે જંગલોનો સળંગ પટ્ટો. ધરમપુર અને વાંસદા જૂનાં રજવાડાં, ડુંગરો-જંગલો વચ્ચે વસેલાં રજવાડી ઘાટનાં. પણ હવે ઊતરેલી રોનક છતાં પણ કુદરતી મનોહર ભૂમિકાને લીધે રળિયામણા લાગે […]
સાનમાં રે શાન તમને ગુરુજીની કહું પાનબાઈ ઉપજે આનંદ કેરા ઓઘ રે, સિદ્ધ અનુભવો જેના ઉરમાં પ્રગટે ને મટી જાય માયા કેરો ક્ષોભ રે … સાનમાં રે ચૌદ લોકથી વતન છે ન્યારું પાનબાઈ એની તો કરી લો ઓળખાણ રે, વ્યથા રતે બોધ વચનનો સુણો પાનબાઈ મટી જાય મનની તાણવાણ રે … સાનમાં રે વચન થકી ચૌદ લોક રચાણાં ને, વચન થકી ચંદા ને સૂરજ રે, વચન થકી રે માયા ને મેલવી રે વચન થકી વરસે સાચા નૂર રે …. સાનમાં રે વચન જાણ્યું એણે સર્વે જાણ્યું પાનબાઈ ભણવું પડે બીજું […]
નવધા રે ભક્તિમાં પાનબાઈ, નિર્મળ રેવુ રે… રાખવો વચન નો વિશ્વાસ સતગુરુને પુછીને પગલા રે ભરવા રે… થઈને રે રહેવુ રે એના દાસ નવધા રે ભક્તિમાં પાનબાઈ, નિર્મળ રેવુ રે… રાખવો વચન નો વિશ્વાસ એ જી રંગ ને રે રુપમાં રમવુ નહી રે, કરવો ભજન નો અભ્યાસ એ જી રંગ ને રે રુપમાં પાનબાઈ રમવુ નહી રે, કરવો ભજન નો અભ્યાસ સતગુરુ સંગે, નિર્મળ રેવુ ને, ત્યજી દેવી ફળ કેરી આસ નવધા રે ભક્તિમાં પાનબાઈ, નિર્મળ રેવુ રે… રાખવો વચન નો વિશ્વાસ દાતા ને ભોક્તા એ હરિ એમ કેવુ ને, […]