જીવનનો અનુભવ મેળવવાનું સાધન કયું ? * ક્રિયા અથવા કર્મ. -કર્મ દ્રારા આ જગતમાં બંધનરુપ શું છે અને મુક્તિરુપ શું છે તેનો ખ્યાલ આવે છે. * અનુભવી પુરુષોનો ગાઢ સહવાસ.

બધા જ રોગ તેમજ તેની સારવારનું વર્ણાન આયુર્વેદ અને એલોપથીમાં આપવામાં આવેલ છે. ભારતીય પ્રાચીન સારવાર પદ્ધતિ આયુર્વેદ અન્ય સારવાર પદ્ધતિઓ કરતાં અતિ પ્રાચીન અને વૈજ્ઞાનિક છે. સૃષ્ટિના સર્જન સાથે જ આયુર્વેદની શરૂઆત થઈ છે એમ કહીએ તો પણ કઈ અતિશયોક્તિ નથી. આયુનો અર્થ જીવનની લંબાઈ અને વેદનો અર્થ જ્ઞાન કરીએ તો આયુર્વેદનો અર્થ થાય જીવનને લંબાવવાનું (આયુષ્‍ય વધારવાનું) જ્ઞાન. તેથી એમ પણ કહી શકાય કે જીવનનો પ્રારંભ એટલે આયુર્વેદની શરૂઆત તેથી તેને ચાર વેદમાંના એશ અથર્વવેદનો ઉપવેદ માનવામાં આવે છે. ભારતમાં જ્યોતિષશાસ્ત્રનો વિકાસ પણ આયુર્વેદ જેટલો જ પ્રાચીન છે. […]

લોભ એટલે શું ? * સંગ્રહ કરવાની વૃતિ. * ન હોય તેને મેળવી લેવાની વૃતિ અને હોય તેને જાળવી રાખવાની વૃતિ.   લોભના પાયામાં શું છે ? * વર્તમાનકાળ અને ભવિષ્યકાળ માટેનો ભય. * વસ્તુ પ્રત્યેનો મોહ. * પરિગ્રહનો ભાવ ાને ભવિષ્ય પ્રત્યે અવિસ્વાસ.   લોભને કોણ શાંત કરી શકે? * પૂર્ણતાનો અનુભવ. * સંતોષ.

મહાન પુરાતત્‍વવિદ – ડો. ભગવાનલાલ ઇન્‍દ્રજી પ્રખર રસાયણશાસ્ત્રી – ત્રિભુવનદાસ ગજ્જર જન્‍મ : ૧૮૬૩ મૃત્‍યુ : ૧૬-૭-૧૯૨૦ જન્‍મસ્‍થળ : સુરત જીવનકાર્ય : વડોદરામાં ટેકનિકલ શિક્ષણની સંસ્‍થા ‘કલાભવન‘ની સ્‍થાપના કરી, મરકીના રોગની દવા શોધી, તેમની પ્રેરણા અને પુરુષાર્થના પરિણામે એલેમ્બિક કેમિકલ વર્કસ સ્થાપાયું. મહાન સારસ્વત – મુનિશ્રી જિનવિજયજી જન્‍મ : ૨૭-૧-૧૮૮૮ મૃત્‍યુ : ૩-૬-૧૯૭૬ જન્‍મસ્‍થળ : રૂપાહેલી (રાજસ્‍થાન) જીવનકાર્ય : પ્રાચીન શિલાલેખો અને જૂના દસ્તાવેજો ઉકેલવામાં નિષ્ણાત, સો કરતાં વધુ ગ્રંથ પ્રગટ કર્યા. ગુજરાત વિદ્યાપીઠમાં પુરાતત્‍વ મંદિરના આચાર્ય તરીકે તથા ‘ભારતીય વિદ્યાભવન‘ના નિયામકપદે રહી ચૂકેલા. અગમ પ્રભાકર – મુનિશ્રી પુણ્યવિજયજી જન્‍મ […]

(૧) ગુજરાત વર્નાકયુલર સોસાયટી (ગુજરાત વિદ્યાલય) : આ સંસ્‍થાની સ્‍થાપના ૨૬ ડિસેમ્‍બર, ૧૮૪૮ના રોજ ફાર્બસ સાહેબે અમદાવાદમાં કરી હતી. ૪ એપ્રીલ, ૧૮૪૯ના રોજ આ સંસ્‍થાએ ‘વરતમાન’ (અઠવાડિક) પ્રગટ કર્યું. ૧૫ મે, ૧૮૫૦ના રોજ ‘બુદ્ઘિપ્રકાશ’ (પખવાડિક) શરૂ કર્યું. આજે પણ ‘બુદ્ઘિપ્રકાશ’ (માસિક) પ્રગટ થાય છે.ઇ.સ. ૧૮૪૯માં ‘નેટિવ લાઇબ્રેરી’ની સ્‍થાપના કરવામાં આવી. અમદાવાદના ભદ્ર વિસ્‍તારમાં આવેલું આ પુસ્‍તકાલય હિમાભાઇ ઇન્સ્ટિટયૂટ તરીકે પ્રખ્‍યાત છે. ‘ગુજરાત વર્નાકયુલર સોસાયટી’ નું પછી ‘ગુજરાત વિદ્યાસભા’માં રૂપાંતર થયું. આ સંસ્‍થાએ લગભગ એક હજાર પુસ્‍તકોનું પ્રકાશન કરીને સાહિત્‍યવિકાસમાં મહત્‍વનો ફાળો આપ્‍યો છે. (૨) ગુજરાત સાહિત્‍ય સભા : ગુજરાતી ભાષા, […]

આપણા રૈવાજિક વાસ્‍તુશાસ્ત્રનો કન્‍સેપ્‍ટ એટલો ઓરિજિનલ અને વૈજ્ઞાનિક છે કે આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ. ભારતીય પરંપરામાં વાસ્‍તુપુરુષની કલ્‍પના કરવામાં આવી છે, તથા તેના આધારે વાસ્‍તુમંડલ તૈયાર કરવામાં આવે છે. આપણી જરૂરિયાત મુજબ આપણે અલગ-અલગ પદના વાસ્‍તુ-મંડલનો ઉપયોગ કરી શકીએ. પરંતુ સર્વ સામાન્‍ય ઉપયોગ માટે તથા ગુણધર્મ ચકાસણીમાં પૂરવાર થયેલ વાસ્‍તુમંડલ ૮૧ પદનું છે. વાસ્‍તુમંડલમાં દરેકે-દરેક ભાગને દેવોના નામ સાથે સાંકળવામાં આવ્‍યા છે. આ નામ દરેક પદના ગુણધર્મ છતા કરે છે. દા. ત. વાસ્‍તુપુરુષનું મસ્‍તક ઈશાન કોણમાં છે, જે ઈશ્વરીય કોણ છે ત્યાંનું પદ ઈશ છે. વાસ્‍તુના પગ નૈઋત્યમાં છે, અને […]

કામવાસનાના નિવાસસ્થાનો કયાં છે ? * નેત્ર(રુપ) અને સ્પર્શ. * રાગદ્વેષવાળું મન. * બુધ્ધિ. * દસ ઇન્દ્રિયો.   કામના જાગવાથી શું પરિણામ આવે ? * કામના પૂરી થાય તો લોભ નિર્માણ થાય છે. * કામના પૂરી થવામાં વિધ્ન ઊભું થાય તિ ક્રોધ જન્મે છે.

ગંગા સતી જ્યારે સ્વધામ ગયા ત્યારે પાનબાઈને થયો અફસોસ રે, વસ્તુને વિચારતાં આનંદ ઉપજ્યો ને મટી ગયો મનનો સર્વે શોક રે … ગંગા સતી અંતરમાં બદલ્યું ને નિર્મળ થઈને બેઠાં સંકલ્પ સમરું ચિત્તમાંહી રે, હાણ ને લાભની મટી ગઈ કલ્પના બ્રહ્માનંદ ખીલી ગયો ચિત્તમાંહ્ય રે … ગંગા સતી જ્યાં રે જોવે ત્યાં હરિ હરિ ભાળીયા ને રસ તો પીધો અગમ અપાર રે, એક નવધા ભક્તિને સાધતાં, મળી ગયો તુરિયામાં તાર રે …. ગંગા સતી ત્યાં તો એટલામાં અજુભા આવ્યા તેને કરાવ્યો સત્સંગ રે, ગંગા સતી પ્રતાપે પાનબાઈ બોલિયા રે હવે […]

અભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં ને રહેવું નહીં ભેદવાદીની સાથ રે કાયમ રહેવું એકાંતમાં ને માથે સદગુરુજીનો હાથ રે … અભ્યાસ જાગ્યા પછી તીરથ વ્રત પછી કરવા નહીં ને કરવા નહીં સતગુરુના કરમ રે, એવી રે ખટપટ છોડી દેવી જ્યારે જણાય માંહ્યલાનો મરમ … અભ્યાસ જાગ્યા પછી હરિમય જ્યારે આ જગતને જાણ્યું ત્યારે પર પંથથી રહેવું દુર રે, મોહ તો સઘળો પછી છોડી દેવો ને હરિને ભાળવા ભરપૂર રે … અભ્યાસ જાગ્યા પછી મંડપને મેલા પછી કરવા નહીં એ છે અધૂરિયાનાં કામ રે, ગંગા સતી એમ બોલિયા બાળવા હોય પરિપૂર્ણ […]

પી લેવો હોય તો રસ પી લેજો પાનબાઈ પિયાલો આવ્યો ભક્તો કાળનો વખત વીતી ગયા પછી પસ્તાવો થાશે ને અચાનક ખાશે તમને કાળ રે …. પી લેવો હોય જાણવી રે હોય તો વસ્તુ જાણી લેજો પાનબાઈ નહિંતર જમીનમાં વસ્તુ જાશે રે, નખશીખ ગુરુજીને હૃદયમાં ભરીએ રે ઠાલવવાનું ઠેકાણું કહેવાશે રે … પી લેવો હોય આપ રે મૂવા વિના અંત નહીં આવે ને ગુરુ જ્ઞાન વિના ગોથાં ખાશે રે, ખોળામાં બેસાડી તમને વસ્તુ આપું આપવાપણું તરત જડી જાવે રે …. પી લેવો હોય વખત આવ્યો છે તમારે ચેતવાનો પાનબાઈ મન મેલીને […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors