સામગ્રી : તાજા રસીલા આંમળાં ૨.૨૫ કિલો, મધ ૨૦૦ ગ્રામ, ખાંડ ૩.૫ કિલો વાંસકપૂર ૫૦ ગ્રામ, એલચી ૫ ગ્રામ, આસન ૫ ગ્રામ, બદામ ૧૦ ગ્રામ, બરાસપૂર ૫ ગ્રામ, તજ-લવિંગ ૫-૫ ગ્રામ, તમાલપત્ર ૫ ગ્રામ, અવક, ચિપ્રક ૫-૫ ગ્રામ. કેસર ૨ ગ્રામ બનાવવાની વિધિ : પહેલાં તો આમળાને ધોઇ લો. ત્યારબાદ તેમાં વાંસની સળી કે સ્ટીલના કાંટા વડે કાણાં પાડી લો. અને તેને ૧ રાત માટે ચૂનાના નિતર્યા પાણીમાં પલાળી રાખો. બીજા દિવસે તેને પાણીથી ધોઇ લો. અને પ્રેશર કૂકરમાં બાફી લો. અધકચરા બફાઇ જતાં બહાર કાઢીને ઠંડા પાડો અને તેના […]
લીંડીપીપર વિષે આપણે આગળ જોઈ ગયા. તેના મૂળ તે પીપરમૂળના ગંઠોડા. તે જેમ મોટા, વધુ ગાંઠોવાળા અને ભારે તેમ સારા. પાતળા ડાંડી જેવા હલકાં. પીપરીમૂળ સ્વાદે તીખું, તાસીરે ગરમ, પચવામાં હલકું, લૂખું, શ્રેષ્ઠ અગ્નિદીપક, ઉત્તમ કફહર અને વાતહર, પિત્તકર, કૃમિધ્ન અને પાચક છે. તે બરોળના રોગ, પેટનો ગોળો, પેટનો આફરો, ઉધરસ, શ્વાસ, શરદી, ક્ષય વગેરેમાં સારા છે. ગંઠોડાનું ચૂર્ણ ઔષધ તરીકે વપરાય છે. અનિદ્રાના રોગીએ રાત્રે સૂતી વખતે ભેંસના ગરમ દૂધ સાથે ગંઠોડાનું ચૂર્ણ મેળવી પી જવું. ચક્કરની બીમારીમાં ગોળ સાથે ગંઠોડાનું નિયમિત સેવન કરવું. સગર્ભા સ્ત્રી ગોળની રાબમાં સહેજ […]
કાઠિયાવાડની ધરતીનું આ ઔષધ મેલેરિયાનુ રામબાણ ઔષધ છે. અપચાથી થતા તાવ, ઠંડીનો તાવ, મેલેરિયા કે તરીયા તાવ, ઝાડા, ઉદરનો વાયુ, તરસ, ખાંસી, ઉદર કૃમિ, મધુપ્રમેહ, ત્વચા રોગ અને સોજા મટાડનારી સુંદર વનસ્પતિ છે. તાવ : તડકે ફરવાથી, અપચાથી કે ઋતુદોષથી થયેલા તાવ, વ્રણ, વિદ્રધિથી થયેલ કે મેલેરિયાના તાવમાં-મામેજવાના પંચાંગનો ઉકાળો કરી, તેમાં કાળા મરીનું ચૂર્ણ ચપટી નાંખી, ફાયદો જણાય તેટલા દિવસ ૨-૩ વાર પીવું. જીર્ણ તાવ : મામેજવાનું ચૂર્ણ ૩ થી ૫ ગ્રામ, કાળા મરી ચૂર્ણ ૪ રતી, પાણીમાં બે વાર દેવું. તેની ઉપર ગોદંતી ભસ્મ કે ઘાપાણ ૧ ગ્રામ […]
ચંદન સુખડ તરીકે પણ ઓળખાય છે. તેનું લાકડું સુગંધી હોય છે. તેને ઓરસિયા ઉપર ઘસીને ઘસારાનો શરીરે લેપ કરાય છે, કપાળે તિલક કે ત્રિપુંડ કરાય છે. તેમાંથી સુગંધી તેલ પણ નીકળે છે. ચંદનનો રસ કડવો અને સહેજ મીઠો હોય છે. તેની તાસીર ઠંડી છે. તે હલકું, લૂખું, કફ- પિત્તશામક, દાહપ્રશમક, દુર્ગંધહર અને રંગ સુધારનાર છે. તે ચામડીના રોગ, મગજની નબળાઈ, પેટના કૃમિ, ઝાડા, હ્રદયની વિકૃતિ, પેશાબના રોગ અને જાતીય નબળાઈમાં ઉપયોગી છે. સુખડના ચૂર્ણ, તેનો ઘસારો (લેપ) અને તેલનો ઔષધીય ઉપયોગ થાય છે. તેલ મોં ઉપર ઘસવાથી ખીલના ડાઘ, ખીલના […]
કબજિયાત – પીપાળાનુ પાન નાખીને ઉકાળેલુ દૂઘ પીવાથી ગૅસને કારણે થયેલ કબજિયાત મટે છે. પેટના વાયુ મટે છે. ગરમ દૂધ સાથે બે ચમચી ગુલકંદ કે ઇસબગુલ રાત્રે સૂતી વખતે લેવાથી મળ સાફ આવે છે. એસિડિટી – થોડું થોડું કરીને દિવસમાં ત્રણ વાર ગરમ દૂધ પીવાથી લાભ થાયછે. મૂત્રાશયના રોગ – દૂધમાં ગોળ મેળવીને પીવાથી મૂત્રાશયના બધા રોગ શાંત થાય છે. મસા – રાત્રે સૂતી વખતે દૂધની સાથે ઈસબગુલ લેવાથી લાભ થાય છે. ખંજવાળ – દૂધમાં પાણી મેળવીને તેને રૂના પોતાં વડે શરીર પર મસળવાથી અને થોડી વાર પછી સ્નાન કરી […]
સજજન વ્યક્તિમનાં તરી આવતાં લક્ષાણૉ કયાં ? * શાંત અને નિર્મળ સ્વભાવ. * સૌ પ્રત્યે આદર. * વિવેકયુક્ત આચરણ. * નીતિ-નિયમોનું પાલન. * પરહિતને પોતાનું હિત સમજવું. * અન્યના દુ;ખને પોતાનું દુ;ખ માનવું. * ક્ષમાવ્રુતિ અને નમ્રતા
અષ્ટાવક્ર ભારતના મહાન ઋષિ હતા. તેઓ કહોડ ઋષિ અને સુજાતાના પુત્ર હતા. તેમના આઠ અંગ (બે હાથ, બે પગ, બે ઘુંટણ, છાતી અને માથું) વાંકા હોવાથી તેઓ અષ્ટાવક્ર (અષ્ટ= આઠ + વક્ર=વાંકા) તરીકે જાણીતા બન્યા. તેઓ રાજા જનક અને ઋષિ યાજ્ઞવલ્ક્યના ગુરૂ હતા. તેમણે રાજા જનકને આત્મા વિષે જ્ઞાન આપ્યું અષ્ટાવક્ર મુનિ જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે પણ એમને વેદોનું જ્ઞાન હતું. ઉદ્દાલક મુનિની પુત્રી સુજાતા એમની માતા હતી. એક દિવસ અષ્ટાવક્રના પિતા કહોડ ૠષિ અઘ્યયનની આવૃત્તિ કરતા હતા તે સાંભળી અષ્ટાવક્રે ઉદરમાંથી પિતાને પ્રશ્ન પૂછયો – ‘તમારે હજુયે આવૃત્તિ […]
તમારી પોશાક પહેરવાની રીત, વાત કરવાનો અંદાજ તમારા વ્યક્તિત્વ વિશે ઘણું બઘુ ંકહી જાય છે. જાણતા-અજાણતાં તમારી ચાલવાની રીત પણ અન્યો પર તમારી પર્સનાલિટી બાબતે ઘેરી છાપ છોડે છે. પરંતુ શું તમે જાણો છો કે પુરુષોની ચાલવાની સ્ટાઈલથી તેમના સ્વભાવ વિશે જાણી શકાય છે. તો ચાલો, આ વિષય પર થોડી જાણકારી મેળવી લઈએ. – જે પુરુષ ચાલતી વખતે પગની સાથે સાથે હાથ પણ હલાવતા રહે છે એવા પુરુષ ખેલદિલ સ્વભાવવાળા હોય છે. જીવન પ્રત્યે તેમનો દ્રષ્ટિકોણ હકારાત્મક હોય છે. પોતાના હસમુખા સ્વભાવને લીધે તે લોકોમાં જલ્દી ભળી જાય છે અને […]
મનુષ્ય કેટલા પ્રકારની ઇચ્છા કરે છે ? * દીર્ધાયુષી થવાની. * નીરોગી જીવન જીવવાની. * સ્રી.સંતાનો.કુટૂબીઓ અને મિત્રો તેમ જ સંબંધી-પાડોશીઓનું સુખ મળે તેની. * સારું ખાવા, પીવા, પહેરવા,ઓઢવા મળે તેની. * રહેવા માટે સુવિધાપુર્ણ અને આનંદદાયક મકાન મળે તેની. * વિધ્ધા,જ્ઞાન-વિજ્ઞાનમાં પોતે ખૂબ આગળ વધે તેની * પોતાની સાથે સૌ ન્યાયપુર્વક વર્તે તેની. * મોક્ષાની ઇચ્છા.
જીવનમાં કઈ બાબત વિશેષ લક્ષ્યમાં રાખવા જેવી ? * જે બની ગયું છે તેનો વસવસોનો કરવો;ભગવાનની ઈચ્છાથી થયું છે તેમ માનવું. * વર્તમાન કાળમાં જાગ્રત રહેવું. * પોતે આત્માં છે તેવી સ્મુતિ રાખવી.