પેટ તથા હ્રદય માટે ઉતમ,પૌષ્ટિક પપૈયું પપૈયું બારે માસ મળતું મધુર ફળ છે. તે ઘરને આંગણે વાવીને બારે માસ મેળવી શકાય છે. તેની ખેતી પણ થાય છે. પપૈયું સ્વાદે મીઠું, તાસીરે ઠંડું, પચવામાં ભારે, સહેજ ચીકણું, મળને સાફ લાવનાર, વાત અને કફકર તથા પિત્તનાશક છે. કાચું પપૈયું ગરમ છે અને પિત્તકર છે. જેમનો જઠરાગ્નિ મંદ હોય, બીમારી પછી અશક્તિ આવી ગઈ હોય, ખોરાક ખાઈ શકતા કે પચાવી શકતા ન હોય તેવી વ્યક્તિ પપૈયામાં મીઠું-મરી ભેળવી ખાઈ શકે. પપૈયાના બી પેટના કૃમિને મારે છે. રોજ પાંચથી સાત પપૈયાના બીનો ભૂકો ખાવો. […]
અજ્ઞાનશક્તિનો ઉપયોગ શું? * ભૂતકાળાનું વિસ્મણ અને ભવિષ્યકાળનો વિચાર ન કરવો-ભવિષ્યકાળની ઉપાધી અત્યારથી શા માટે વહોરી લેવી? * અન્યની બાબતમાં માથું ન મારવું તે. – આપણે જાણીએ છીએ એમ માનીને બીજામાં માથું મારીએ છીએ. અજ્ઞાનનો ધર્મ કયો * અંધકાર અજ્ઞાનની શક્તિ કઈ? * વિસ્મૃતિ
અજ્ઞાન ભગવાનની શક્તિ હોવા છતાં તેનો મહિમા કેમ નહિ. * અજ્ઞાન સન્માનનીય નથી એટલે તેનો મહિમા કોણ ગાય ? જયારે જ્ઞાન સન્માનનીય છે એટલે બધા તેનો મહિમા કરે છે. * અજ્ઞાન શક્તિ ગુપ્ત છે એટલે પોતામાં કેટલું અજ્ઞાન છે તે મનુષ્ય કહી શકતો નથીઃ હવે જે વ્યકત થઈ શકતું નથી તેનો મહિમા શી રીતે થઈ શકે ?
અજ્ઞાનને દુર કરવા શું કરવું જોઈએ ? * સંતસમાગમ * અશાસ્રોનો નિરંતર અભ્યાસ. * અનુભવી પુરૂષોના ગ્રંથોનું અધ્યયન. * આંતર નિરીક્ષણ. * બાહ્ય-જગત પ્રત્યે આંખ-કાન ખુલ્લા રાખવા.
શક્તિ તથા સ્ફૂર્તિવર્ધક દ્રાક્ષ દ્રાક્ષનું નામ લેતા જ મોંમાં પાણી આવી જાય છે એવું આ રસાળ ફળ છે. દ્રાક્ષ સ્વાદે મીઠી અને ખાટી હોય છે. તાસીરે તે ઠંડી, પચવામાં ભારે, સહેજ ચીકણી, મળને સાફ લાવનાર, વાતકર અને પિત્તશામક છે. દ્રાક્ષ પેશાબ સાફ લાવનાર, આંખો માટે સારી, વીર્ય વધારનાર, લોહી બગાડ અને પિત્તપ્રકોપના રોગી માટે સારી છે. તે બલ્ય, પોષક, રોચક અને દાહશામક છે. મોંની કડવાશ, ઉધરસ, થાક, તરસ, દમ, અવાજ બેસી જવો, ક્ષયરોગ, કમળો, તાવ, વાતરક્ત, પેશાબની રૂકાવટ, બળતરા વગેરેમાં દ્રાક્ષ સારી છે. અમ્લપિત્ત, લોહી બગાડ, કબજિયાત, ચામડીના રોગો, શરીર […]
તાસીરે ગરમ શિયાળુ ફલ બોર શિયાળાનો આ સસ્તો મેવો ત્રણ પ્રકારનો હોય છે – અજમેરી બોર, સામાન્ય બોર અને ચણી બોર. મોટા બોર સ્વાદે મીઠા, તૂરા અને ખાટા હોય છે. તાસીરે ગરમ પચવામાં ભારે, સહેજ ચીકણા, ઝાડાને સાફ લાવનાર, વાત-પિત્તશામક અને કફકર છે. તેને વીર્યવર્ધક, પોષક, સ્વાદિષ્ટ અને પથ્ય કહ્યાં છે. સામાન્ય બોર ભારે, ગ્રાહી, રોચક, ત્રિદોષ પ્રકોપક છે. ચણી બોર ખાટા તૂરા, થોડા મીઠા, ભારે, ચીકણા, વાત – પિત્તનાશક છે. હરસ, ઝાડા, અવાજ બેસી જવો, ખાંસી, ક્ષય, તરસ, લોહી બગાડ, મરડો, પ્રદર વગેરેમાં આ બોર સારા છે. બોરના ઠળિયાની […]
પ્રોટીન – વિટામીન વિષે જાણો છો ? પ્રોટીન એટલે શું ? પ્રોટીન એટલે શરીરને ટકાવી રાખનાર તત્વ. સાકર, ચરબી, ખનિજ મીઠું, વીટામિમનો અને પાણીમાંથી આપણે પ્રાટીન મેળવીએ છીએ. ખોરાકમાં જે તત્વ શરીરને બળકારી હોય તે માનવશરીર માટે ઉપયોગી બને છે. શરીરને પોષણ આપવા સાથે સાથે તેને ગંદકી કચરાથી મુક્ત કરતો હોય તેને જ રક્ષાકારી તત્વોવાળો ખોરાક કહી શકાય. દૂધ અને તેમાંથી બનતી તમામ વાનગીઓમાં પ્રોટીન ઘણું હોય છે. દૂધ આંતરડાંમાં થતાં જંતુઓનો નાશ કરે છે. દહીં ખાનારો લાંબુ જીવે છે કેમકે દહીં જંતુનાશક છે. દહીં આંતરડાંને મજબૂતી આપનારું કાયાકલ્પ છે. […]
નાગરવેલનું પાન પાન એટલે નાગરવેલનું પાન. જેને તાંબૂલ પણ કહે છે. પાન સ્વાદે તીખું, કડવું અને તૂરું છે. તાસીરે ગરમ, સ્વભાવે લૂખું, પચવામાં હલકું, અગ્નિદીપક અને આહારપાચક, વાત કફનાશક અને પિત્તકર છે. તેની શિરાને બુદ્ધિવિનાશિની કહે છે તેથી કાઢી નાખવામાં આવે છે. પાન વીર્યવર્ધક, કામોદ્દીપક, રોચક અને કાંતિવર્ધક છે. પાન દુર્ગંધનાશક અને ઉત્તમ જંતુધ્ન છે. તેથી જમ્યા પછી ખાવાથી મુખશુદ્ધિ થાય છે અને ખોરાક પચે છે. તે શરદી, સળેખમ, ઉધરસ, શ્વાસ, અવાજ બેસી જવો, પાચન મંદ પડી ગયું હોય તો ઉપયોગી છે. પાનના ડીંટાને શરીરના બહારના મસા ઉપર ઘસવાથી તે […]
આ આંતરિક સૌંદર્યના પરમતેજે તમે કેવી રીતે પહોંચશો ? સૌંદર્ય ચામડીમાં નથી હોતું, એ વ્યક્તિના વાણી-વર્તન અને મસ્તિષ્કમાં હોય છે. પણ માણસે ચામડીના સૌંદર્યને જ સર્વસ્વ માની લીધું છે. એના જ કારણે એ જેટલું ધ્યાન પોતાના બાહ્ય સૌંદર્ય પર આપે છે, એટલું આંતરિક સૌંદર્ય પર નથી આપતો. જેનું આંતરવિશ્વ સુંદર હોય એનો ચહેરો-મહોરો આકર્ષક ન હોય તો પણ એ સુંદર લાગે છે. જેનું આંતરિક તેજસ જાગ્રત થઈ જાય એનું આભામંડળ પણ એટલું જ તેજોમય થઈ જાય અને એ શક્તિ પણ પ્રાપ્ત કરી શકે. આ તેજસ શક્તિને વિકસાવવાના કેટલાંક ઉપાયો છે. […]
રાંઝણ તથા ખોડો મટાડનાર – પારિજાત (ફૂલ) પરિચય : પારિજાત (પારિજાતક, હારસિંગાર)ના ઝાડ ૨૫ થી ૩૦ ફુટ ઊંચાઈના, નવી ડાળીઓ ચોરસ, પેચી, છાલવાળા પોચી, રાખડી, ખરબચડા બંને તરફ રુંવાટી વાળા થાય છે.તેની પરના ૪ ખૂણાવાળા નારંગી રંગના, ખૂબ કોમળ અને નાના, મનોહર, સુગંધિત ૩ થી ૫ના ગુચ્છામાં પુષ્પો થાય છે. પુષ્પની નળી કેસરી રંગના તોરણવાળી થાય છે. તેના પુષ્પોની સુગંધ દૂર સુધી ફેલાય છે. ડાળને હલાવતા ઘણા પુષ્પો આપોઆપ ખરવા લાગે છે. ખાનગી કે જાહેર બાગમાં તે ખાસ તેની મનમોહક સુગંધ માટે વવાય છે. ભારતમાં સર્વત્ર થાય છે. ગુણધર્મો : […]