સામગ્રીઃ ૪૫૦ગ્રા. ભીંડી, ૫૦ગ્રા. તેલ, હળદર, મરચું, લીલાં મરચાં, ધાણાજીરું, મીઠું, રાઈ,હિંગ. બનાવવાની રીતઃ ભીંડીને ભીના કપડાથી સાફ કરી, સુધારી તેના નાના ટુકડા કરો.તેલ અથવા ઘી ગરમ કરી, તેમાં રાઈ અને હિંગનો વઘાર કરી તેમાં ઘીંડી નાખી સિઝવા દો. બાદ મસાલો નાખો.બાદ તેને હલાવી ઢાંકી દઈ, ધીમા તાપે ૨૫ મિનિટ સુધી પકાવો. પોષકતાઃ આમાં ૧૦૦૦ કેલરી છે. ભીંડામાં કેલ્શિયમ પ્રચુર પ્રમાણમાં છે અને શરીરમાં તેનો સંપૂર્ણ ઉપયોગ થાય છે.
સામગ્રી : વાટેલાં લીલાં મરચાં સ્વાદ અનુસાર, 500 ગ્રામ પાપડી, આદુની પેસ્ટ અડધી ચમચી, 200 ગ્રામ રતાળુ, કોથમીર સો ગ્રામ, 200 ગ્રામ શક્કરિયાં, લીલું લસણ 50 ગ્રામ, 200 ગ્રામ બટાકા, ધાણા પાઉડર 2 ટેબલ સ્પૂન, 100 ગ્રામ રીંગણ (નાનાં), મીઠું સ્વાદ અનુસાર, 3 નંગ પાકાં કેળાં, અધકચરા વાટેલા તલ 50 ગ્રામ, 100 ગ્રામ લીલા વટાણા (વાટેલા), 500 ગ્રામ લીલા કોપરાનું ખમણ, બે ચમચી ખાંડ, એક ચમચી અજમો, એક ચપટી સોડા બાયકાર્બ, અડધી ચમચી શાકનો ગરમ મસાલો. રીત : સૌ પ્રથમ વાટેલા લીલાં મરચાં, જરા વાટેલું આદુ, કોથમીર, સમારેલું લીલું લસણ, […]
સામગ્રી – નારંગીનો રસ 400 મિલી.લી, લીંબૂનો રસ દોઢ કપ ખાંડ, નારંગી રંગના થોડાક ટીપા, મોસંબીનું એસેંસના કેટલાક ટીપા, કેએમએસ એક ચપટી. વિધિ – મોસંબીનો ગાળી લો. ખાંડમાં થોડુ પાણી નાખીને 2 તારની ચાસણી બનાવો. તેમાં લીંબૂનો રસ ભેળવી ગાળી લો. ચાસણીમાં ધીરે ધીરે નારંગીનો રસ ભેળવો, એક મિનિટ ઉકાળ્યા પછી ઉતારી લો. આમાં થોડુ શરબત કાઢી લો અને તેમા કેએમએસ સારી રીતે ભેળવી બધામાં મિક્સ કરો. એસેંસ અને નારંગી રંગ પણ ભેળવો. એસેંસ અને નારંગી રંગ પણ ભેળવો અને બોતલમાં ભરો. સ્વાદિષ્ટ શરબત તૈયાર છે
સામગ્રી : ૨ મોટાં રીંગણ, ૧/૨ કપ દહીં, ૧ ચમચી લીંબુનો રસ, ૧ ચમચો ખાંડેલી શિંગ, ૧ ચમચો કોથમીર સમારેલી, મીઠું અને મરી સ્વાદાનુંસાર. રીત : રીંગણ ધોઈને વચ્ચેથી બે ભાગમાં કાપો. દરેક ભાગમાંથી સ્કૂપ વડે વચ્ચેથી ગર કાઢો, પણ રીંગણનું એક સે.મી. જેટલું જાડું પડ રહેવા દો. તેને ચીકણું કરી સ્ટીમ કરો. રીંગણના માવાને પકાવો અને મસળી નાંખો. તેમાં દહીં, લીંબુનો રસ, મીઠું-મરી મિક્સ કરો. આ તૈયાર મિશ્રણને ખાલી રીંગણમાં ભરો અને છેલ્લે કોથમીરથી સજાવીને પીરસો.
કોઇ પણ વસ્તુણની જીદ કરતું બાળક હંમેશા મહેમાનની હાજરીમાં એ વસ્તુણ મેળવી લે છે, કારણ કે આપણે આવા સમયે બાંધછોડ કરી લઇએ છીએ. આપણે વિચારીએ છીએ કે ‘‘કોઇક મહેમાન ઘરે આવ્યુંછ છે. શું વિચારશે ? આપી દોને ! ’’ આવા વલણનો બાળકો ભરપૂર ફાયદો ઉઠાવે છે. મહેમાનોની હાજરીમાં જ ‘મમ્મીલ થોડુંક ટી. વી. જોઇ લઉં ? પપ્પાિ, તમે અત્યા રે વાતો કરો ત્યાંન સુધી હું રમી આવું ? આવી પરિસ્થિતિમાં બાળકો સાથે કેમ વર્તવું અને તેમને કઇ રીતે કાબૂમાં રાખવાં તે એક અભ્યા સનો વિષય છે. આવનાર મહેમાન વિષે જો […]
બાળકને પ્રોત્સાહિત કરવા માટે બાજા બાળક સાથે તેની તુલના કરીએ છીએ. તુલના કરતી વખતે આપણે વય, વાતાવરણ, ઉછેર, વ્યક્તિત્વનાં પાસાંઓ, ક્ષમતા વગેરેમાંની કોઈ બાબત ધ્યાનમાં રાખતાં નથી. માત્ર મિત્રનાં બાળકો કે પડોશીનાં છોકરાંઓ સાથે તેમને સરખાવીએ છીએ, જેમકે, ‘રવિને ૯૦ % માર્કસ આવ્યા અને અમે તારી પાછળ આટલી મહેનત કરીએ છીએ તો પણ માત્ર ૮૦ % ટકા ?‘ દરેક બાળકની ક્ષમતા ઓછીવત્તી હોઈ શકે. ક્યારેક તુલના કરવામાં આપણું જ બાળક બાજાની નજરમાં નીચુ થઇ જાય છે, જેમ કે “ જો ! બાજુવાળાની માનસી ઘરનું બધુ જ કામ શીખી ગઇ, અને […]
બાળપણનાં વર્ષો જીવનનાં મૂલ્યવાન વર્ષો છે. આ સમયે બાળકનો માનસિક અને શારીરિક વિકાસ થાય છે. બાળકો સુખ સગવડના સાધનો વિના પણ તેઓ નિજાનંદમાં મસ્ત રહે, મોજમજા કરે તેમાં આપણને વાંધો હોવો જોઈએ નહીં. ઘણીવાર નાની નાની બાબતોમાં ટોકીને આપણે તેનો આનંદ છીનવી લઈએ છીએ. જેમ કે, સોફા પર ઠેકડા નહીં માર ! માટીમાં રમવા ન જા ! વરસાદમાં પલળીશ નહીં ! મોટેથી ગીતો ન ગાઈશ ! ચપ્પલ વિના રમવા ન જા ! બાળકોને આપણે આવી રીતે હૂકમ કરીએ તે ગમતું નથી. આના કારણે તેમની જીદ વધે છે. ઉપરની વાત હૂકમ […]
બિમારીના સમયમાં બાળકને દવા થી વિષેશ મા-બાપની જરૂર હોય છે. બાળક બિમાર હોય ત્યારે વિશેષ કાળજી અને સંભાળ રાખવા ઉપરાંત તેને સહારાની પણ જરૂર હોય છે. આવા સમયે બાળકને કે પરિસ્થિતિને વખોડવાની જરૂર નથી. બિમારીમાં બાળક સ્વાભાવિક રીતે જ જલદી ચીડાઇ જાય છે. તેને કંઇ ગમતું નથી. વાતવાતમાં તે જીદ પર ઊતરી આવે છે. આવા સમયે સ્વાભાવિક છે કે ડૉકટરે આપેલી સલાહ અનુસાર ચાલવું પડે. એટલે બાળક જીદ કરે ત્યારે કફોડી સ્થિતિ થાય છે. આ બાબતે જબરજસ્તી ન કરતાં બાળકને પ્રેમપૂર્વક સાચી વાત સમજાવો. ડૉકટરની દવાઓનો, ખોરાક, સવાર સાંજનો નાસ્તો, […]
શરૂઆતના ગાળામાં દરેક બાળકને સ્કૂલમાં ગોઠવવું માતા – પિતા માટે મુશ્કેલ હોય છે. બાળક કેવી રીતે ઊઠશે ? કેવી રીતે તૈયાર કરીને સ્કૂલે મોકલીશું ? સ્કૂલમાં ભણાવશે તેની સમજણ તો પડશે ને ? નાસ્તો બરાબર કરશે કે કેમ ? શિક્ષક તો બરાબર હશે ને ? આવી અનેક ચિંતાઓ માતા – પિતાને સતાવતી હોય છે. બાળકને પણ પોતાની જાતને સ્કૂલમાં ગોઠવવાની ચિંતા હોય છે. સ્કૂલને માત્ર શિક્ષણ અર્થાત્ પુસ્તકિયું જ્ઞાન આપનાર સંસ્થા જ ન સમજી તેને અનુભવો મેળવવાની જગ્યા સમજીવી જોઇએ. જોકે, શાળામાં શીખવવામાં આવતો અભ્યાસક્રમ અને તે સાથેની સંલગ્ન બાબતો […]
બાળકો અધીર બનીને કંઇક પૂછે ત્યારે ‘ચૂપ રહે’ કહીને તેમને ચૂપ કરવાં જોઇએ નહીં. આમાં માતા – પિતાની જીત નથી, હાર છે. બાળકોની જીજ્ઞાસાઓને સંતોષવાની માતા – પિતાની ફરજ છે. બાળકોને ઉછળવા દો, કૂદવા દો, ભાવનાઓ વ્યકત કરવાની જગ્યા આપો. બુદ્ધિનો આંક વધુ હોય અથવા સમજણશકિત વધુ હોય તેવાં બાળકોને પણ અમુક બાબતો સમજતાં સમય લાગે છે. તેથી વારંવાર ‘બુદ્ધુ’ , ‘મૂર્ખ’ કહીને તેમના મનને ઠેસ કયારેય ન પહોચાડીએ. તેમની ભાવનાઓ, આકાક્ષાંઓ, સમસ્યાઓને સમજી લઇએ અને તેમની જ ભાષામાં જવાબો આપીએ. તેમની સાથે મિત્રતા કેળવીએ અને મોટા-નાના વચ્ચેની અભેદ્ય દીવાલને […]