તરસ-થાક દૂર કરનાર મોસંબી – નારંગી આ બંને રસાળ ફળ છે.?મોસંબી ઠંડી છે જ્યારે નારંગી ગરમ. મોસંબી સ્વાદે મીઠી, ખટાશવાળી, તાસીરે ઠંડી, પચવામાં ભારે, ચીકાશયુક્ત, વાત- પિત્તનાશક અને કફકારક છે. નારંગી પણ સ્વાદે ખાટી, મીઠી, તાસીરે ગરમ, પચવામાં ભારે, લૂખી, પેટ સાફ લાવનાર, વાતનાશક, કફ – પિત્તકર છે. આપણે ત્યાં તાવમાં આ બંને ફળોનો વિશેષ ઉપયોગ થાય છે. તે આયુર્વેદના મતે કુપથ્ય છે. બંને ફળો ભારે અને કફવર્ધક હોઈ તે તાવમાં નુકશાન કરે છે. તેને તાવમાં તો ન જ અપવા. બંને ફળો રોચક, ધાતુવર્ધક, લોહી સુધારનાર, પૌષ્ટિક, અગ્નિદીપક, પચાવનાર, તરસ-થાક […]

શક્તિદાયક કાશ્મીરી ફળ સફરજન આ કાશ્મીરી ફળ પહેલાં ધનિકોને જોવા મળતું. હવે તેનો વિપુલ પાક થતાં ગામે ગામ પહોંચી ગયું છે. એક અંગ્રેજી કહેવત છે કે રોજ એક સફરજન ખાનાર માંદો પડતો નથી. (An apple a day keeps doctor away). સફરજન સ્વાદે મીઠું, સહેજ તૂરું, તાસીરે ઠંડુ, સહેજ ચીકાશવાળું, પચવામાં ભારે, ઝાડો રોકનાર, વાત-પિત્તશામક અને કફકર છે. તેના સેવનથી શરીર ભરાવદાર બને છે. તે વીર્ય-વર્ધક, રોચક, પથ્ય અને હિતકારી છે. દૂઝતા હરસ, ઝાડા, મરડો, તાવ, પથરી, મેદરોગ, સૂકી ઉધરસ, અગ્નિમાંદ્ય, સ્ત્રીરોગ, દુર્બળતા, અરુચિ, માથાનો દુઃખાવો, ગભરામણ, હ્રદયરોગ, રક્ત-વિકાર, ચામડીના રોગ, […]

બળ, પુષ્ટિ, વીર્ય અને ધાવણવર્ધક – ભોંયકોળું, વિદારી કંદ પરિચય : ગુજરાતમાં અંબાજીના પહાડોમાં ખાસ થતા ભોંયકોળા, વિદારીકંદ (વિદારીકંદ, બિલાઈ કંદ) ખાખરવેલ અથવા ફગડાના વેલા તરીકે પણ જાણીતી વનસ્પતિ વેલા સ્વરૂપની છે. તેની બે જાતો છે. સાદુ અને બીનું દૂધીયું ભોંયકોળું (દક્ષીરવિદારી કંદી) તેની બહુવર્ષાયુ, બહુ મજબૂત અને ૨૦ થી ૪૦ ફૂટ લાંબી વેલ જમીન ઉપર પ્રસરે છે. તેનાં પાન એકાંતર, લાંબાં ડીંટડાનાં, હથેળી જેવડાં અને ભાંગેલ પાંચ પાંખડીઓનાં થાય છે. દરેક ખંડ ૩ થી ૬ ઈંચ લાંબો હોય છે. પાન સુવાળા અને સળંગ કિનારીવાળા હોય છે. એને ચોમાસામાં પાંદડાના […]

શક્તિદાયક તથા શુભકર્તા નાળિયેર નાળિયેરને શ્રીફળ કહે છે કારણ કે તે શુભકર્તા છે. વળી તેને કલ્પવૃક્ષ પણ કહે છે કારણ કે તેનું દરેક અંગ ઉપયોગી છે. નાળિયેર સ્વાદે મીઠું, તાસીરે ઠંડુ, પચવામાં ભારે, સહેજ ચીકણું, મળને બાંધનાર, વાતનાશક, પિત્તનાશક અને કફકર છે. તે માંસ વધારે છે. હ્રદયને માટે સારું છે, મૂત્રાશયને સાફ કરે છે, વીર્ય વધારે છે. નાળિયેરનું પાણી પચવામાં હલકું, અગ્નિદીપક, તરસ-દાહને અને ઉદરરોગી માટે સારું છે. નાળિયેરનું પાણી બળતરા, અમ્લપિત્ત અને અશક્તિ મટાડે છે. સ્ત્રીને ધાવણ ઓછું આવતું હોય તો લીલું-સૂકું કોપરું ખૂબ ચાવીને ખાવું જોઈએ. ભીલામાના સેવન […]

બિમાર માણસનું ઉતમ ઔષધીય ફળ ચીકુ કેળાં પછીનું બીજું સુલભ ફળ ચીકુ છે. તે પણ લગભગ બધી ઋતુમાં મળે છે અને સસ્તુ હોય છે, આબાલ-વૃદ્ધ સૌને તે ભાવે તેવું સ્વાદિષ્‍ટ હોય છે. ચીકુ સ્વાદે મીઠા હોય છે. તે સહેજ કાચાં હોય તો તૂરા લાગે છે. તાસીરે તે ઠંડા, સહેજ ચીકાશવાળા, પચવામાં પ્રમાણમાં હલકાં અને રોચક છે. તે પિત્તશામક અને કફકર છે. તે પોષક, શક્તિવર્ધક અને બળપ્રદ છે. બીજાં ફળોની જેમ ચીકુમાં બિલકુલ ખટાશ હોતી નથી. કેળાંનો પણ આ જ ગુણ છે. તેથી આ બંને ફળો પિત્તરોગમાં સારા છે. ખાસ કરીને […]

ડાયાબિટિસમાં ઉપયોગી ફળ જાંબુ જાંબુનો જાંબુડી રંગ ચેપી છે. તે કપડાંને લાગે તો કપડાં ઉપર અને ખાવામાં આવે તો જીભને જાંબુડી કરે છે. જાંબુ મીઠા અને તૂરા છે. સ્વભાવે તે ઠંડા અને ગુણમાં લૂખા છે. જાંબુ પચવામાં ભારે, મળને બાંધનાર, વાતકર, પિત્ત અને કફશામક છે. તે મળ-મૂત્રને રોકનાર, અવાજને બેસાડી દેનારા, ખૂબ વાતલ અને અપથ્ય છે. ઝાડા, મરડો, મધુપ્રમેહ, થાક, શ્વાસ, મોંની વિરસતા, બરોળની વૃદ્ધિ, તરસ વગેરેમાં તે સારા છે. કાચાં જાંબુ ન ખાવા. વધુ પડતા જાંબુ ન ખાવા. ભૂખ્યા કે ખાલી પેટે જાંબુ ન ખાવા. જ્યારે પહેલો વરસાદ પડે […]

સફેદ વાળને રંગ આપનારી ઠંડકકર્તા – મેંદી પરિચય : ગુજરાત-રાજસ્થાનમાં બાગ-બગીચાની વાડો કરવામાં મેંદી (મદયંતિકા, મોદિકા, મેંદી / મહેંદી)ના છોડ ખાસ વવાય છે. ગુજરાત તથા ઉત્તર ભારતમાં સ્ત્રીઓ પોતાના હાથે-પગે મેંદીની ડિઝાઇનો કરાવે છે. અકાળે સફેદ થયેલા વાળને રંગ આપવા મેંદી ખાસ વપરાય છે. મેંદીના છોડ-ઝાડી જેવા ૪ થી ૮ ફૂટ ઊંચા થાય છે. તેની ડાળીઓ પાતળી, ગોળ, સીધી, લાંબી લાકડી જેવી થાય છે. તેની નાની નવી ડાળીની અણી કાંટા જેવી તીક્ષ્‍ણ હોય છે. પાન – મીંઢી આવળનાં પાન જેવા લાલ કિનારીના નાનાં, અંડાકૃતિ; સામસામે, ચીકણાં, ચળકતા લીલા રંગનાં અર્ધાથી […]

શરીર પરનો મેદ ઉતારવા ભૂખ્યા રહેવું જરૂરી નથી આ વેકેશનમાં તો મારે ઉપવાસ કરીને વજન ઊતારવું છે. કોલેજ ખૂલશે ત્યારે તમે મને જોશો તો ઓળખી નહીં શકો તેવી સુડોળ હું બની જઈશ. હવે સ્મિતાને ખાવાનું ઓછું આપો, તેને સમાજમાં બધા જાડી જાડી કહે છે, તેના માટે મૂરતિયો ગોતવો ભારી પડશે. જરા ખાવાનું ઓછું કર, જાડી-પાડી થઈ ગઈ છે….. આ વાક્યો કાને પડતાં જ સમજી જવાય કે શરીર પર જામેલા ચરબીના થર ઓછા કરવા લાંઘણ કરવાની વાતો થઈ રહી છે. પરંતુ મેદસ્વી વ્યક્તિઓએ એક વાત સ્પષ્‍ટ સમજી લેવાની જરૂર છે કે […]

સામગ્રી : ૨૫૦ ગ્રામ મેંદો, ૭૫ ગ્રામ રવો, ૩/૪ ચમચી મીઠું, ૬૦ ગ્રામ તેલ, ૧ ચમચો દહીં, ૧/૪ ચમચી અજમો, ચપટી બેકિંગ પાઉડર. પૂરણ માટેની સામગ્રી : ૨ ચમચા નાળિયેરની છીણ, ૧ ચમચો વેસણ, ૨ ચમચા મગફળીનો પાઉડર, ૧ ચમચો તલ, ૧/૪ ચમચી ગરમ મસાલો, ચપટી લાલ મરચું, ૧/૪ ચમચી મીઠું, ૧ ચમચી તેલ, તળવા માટે પ્રમાણસર તેલ. રીત : રવા, મેંદા, બેકિંગ પાઉડર અને મીઠાને ચાળી નાખો. તેમાં અજમો અને તેલ સારી રીતે ભેળવી, દહીં નાખો. થોડું થોડું પાણી રેડી મેંદાના આ મિશ્રણને ખૂબ ગુદ્યા પછી ઢાંકીને મૂકી રાખો. […]

સામગ્રી : (ચાર વ્યક્તિઓ માટે) ૨૦૦ ગ્રામ ચણાની દાળ, ૩૦૦ ગ્રામ ખાંડ, ૩૦૦ ગ્રામ ચોખ્ખુ ઘી, ૬-૭ઇલાયચીના દાણા, ૨જાયફળ, ૮-૧૦ વાળા કેશર, ૩૦૦ગ્રામ લોટ (મેંદાની ચાળણીથી ચાળેલ). રીત : ચણાની દાળને બાફી લો. હવે તે ઠંડી થાય એટલે તેને એક મોટી ચાળણીમાં કાઢીને બધું પાણે નિતારી લો. જ્યારે તે ઠંડી થઈ જાય એટલે તેમાં 300 ગ્રામ લઈને તેને ખાંડને દળી લો. હવે તેને પીસેલી દાળની અંદર મિક્સ કરી લો. હવે તેને ગેસ પર મુકીને ચડવા દો. જ્યારે પુરણ સારી રીતે મિક્સ થઈ જાય એટલે તેને નીચે ઉતારી લો. ત્યાર બાદ […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors