સામગ્રી : 1 કપ પીળી મગની દાળ 3/4 કપ ઘઉંના ફાડા 1 કપ બટાટા સમારેલા 1 કપ લીલા વટાણા 1 કપ ફલાવર 1 કપ કાપેલા કાંદા 1 ટેબલ સ્પૂન આદુ-મરચાંની પેસ્ટ 1/2 ચમચી મરી 1/2 ચમચી હળદર 1 ચમચી મરચું સ્વાદ અનુસાર મીઠું વઘાર માટે : 1 ટુકડો તજ, 3 લવિંગ, 1 ચમચી જીરું, 1/4 ચમચી હિંગ, 3 ચમચા ઘી. રીત : સૌ પ્રથમ મગની દાળ અને ફાડાને ધોઈને 15 મિનિટ પલળવા દો. પાણી નિતારીને બાજુ પર મૂકો. હવે ચાર કપ પાણી ઉકાળીને રાખો. ત્રણ ચમચી ઘીને વઘાર માટે પ્રેશર […]

સામગ્રીઃ ૫૦૦ગ્રા. પાપડી, આદું, મરચાં, લીલું લસણ, હળદર, શાકનો મસાલો, તેલ, સંચોરો, કોથમીર, મીઠું, મરચું. રીતઃ પાપડીને છોલી નાખો. તપેલીમાં પાણી, મીઠું અને સંચોરો નાખી પાપડી ધોઈને નાખી દઈ, ચઢવા દો.ચઢ્યા પછી વાટેલાં આદું- મરચાં- લસણ- કોથમીર-મરચું- હળદર અને શાકનો મસાલો નાખી હલાવો. થોડીવાર રહેવા દઈ નીચે ઉતારો. (પાપડી- રીંગણ, પાપડી-રતાળું, પાપડી- મેથીના મૂઠિયાના મિશ્ર શાકો મનાવી શકાય છે.) પોષકતાઃ ૧૨૦૦ કેલરી છે. શિયાળામાં મળતા પાપડીના શાકમાં સ્‍ટાર્ચ અને પ્રોટીનનું પ્રમાણ વધુ હોઈ, તે સારું પોષણમૂલ્‍ય ધરાવે છે.

સામગ્રીઃ ૫૦૦ ગ્રા. કારેલાં, ૨૫૦ ગ્રા. કાંદા, આદું, મીઠું, મરચાં, હિંગ, રાઈ, ખાંડ, ધાણા, હળદર, તેલ, જીરું. રીતઃ કારેલાંને ધોઈ, છોલીને લાંબા પાતળા કટકા કરી, મીઠું દઈને અડધો કલાક રહેવા દો.કાંદા છોલી સમારીને તેલમાં લાલાશ પડતાં સાંતળી લો.એક તપેલીમાં તેલ મૂકી રાઈ- હિંગનો વધાર કરી કારેલાં નિચોવીને વઘારી દો.ઉપર મરચું, હળદર, ખાંડ અને કાંદા નાખી ફરી હલાવો, મીઠું ચાખીને નાખો.પછી તેને ચઢવા દો. શાક બરાબર ચઢી જાય એટલે ધાણાજીરું નાખીને નીચે ઉતારી લો. પોષકતાઃ આમાં ૧૦૦૦કેલરી છે. કારેલાં લોહ અને વિટામીનથી ભરપૂર છે. ભાવમિશ્ર કારેલાંને કૃમિ મટાડનાર કહે છે. ડાયાબિટીસમાં […]

સામગ્રીઃ ૫૦૦ગ્રા. સરગવાની સીંગ, ૨૦૦ ગ્રા.ચણાનો લોટ, ૫૦ગ્રા. આંબલી, હળદર, મીઠું, ગોળ, મરચું રીતઃ સરગવાની સીંગને ધોઈને નાના ટુકડા કરી તેને પાણીમાં મીઠું નાખી બાફી નાખો.ચણાના લોટને તેલ વિના જરા ગુલાબી રંગનો શેકો. આંબલી ધોઈ તેનું પાણી કરો. આંબલી ન હોય તો છાશ લો.આંબલીનું પાણી, ચણાનો લોટ, મરચું, મીઠું, હળદર, ગોળ ભેગા કરી લોટનું પાતળું ખીરું બનાવો.તપેલીમાં તેલ મૂકી, રાઈ- હિંગ નાખી, લોટને વધારી, લોટનું પાણી વધારો કે તરત જ હલાવતાં રહો, નહિતર ગાંઠો પડી જશે.લોટ, જરા ઘટ્ટ લાગે કે તરત જ બાફેલી સીંગ તેમાં નાખી તવેતાથી હલાવતા રહો. પોષકતાઃ […]

સામગ્રી : ૩ પાકાં ટામેટાં, ૧/૪ કપ કિસમિસ, ૧ લીંબુ (સ્‍લાઈસ કરેલું), ૧ કપ ખાંડ. રીત : ટામેટાંની છાલ કાઢીને સ્‍લાઈસ કરો. લીંબુની પાતળી સ્‍લાઈસ સમારો અને બી કાઢી લો. હવે એક પેનમાં પહેલાં ટામેટાં પછી લીંબુ અને ખાંડનું લેયર કરો. ગેસ પર મૂકો. એક ઊભરો આવી જાય પછી આંચ ધીમી કરો. પછી મિશ્રણ ઘટ્ટ થવા દો.

સામગ્રી : ૪ મોટી કાકડી, ૨ કપ બાંધેલું ઘટ્ટ દહીં, ૧ ચમચો સમારેલી કિસમિસ, મીઠું-મરી સ્‍વાદાનુસાર. રીત : કાકડીને સમારી તેના ત્રણ ઈંચના ટુકડા કરો. તેને વચ્‍ચેથી કાપી બી કાઢી નાખો. દહીં ફીણો, તેમાં મીઠું-મરી અને સમારેલી કિસમિસ નાખો. કાકડીના ખાલી ભાગમાં તેને ભરો. સેલડ ઠંડું કરીને પીરસો.

સામગ્રી : ઘઉંનો લોટ, મીઠું : જરૂરી પ્રમાણ, લીલાં મરચાં : ૨ ઝીણાં સમારેલાં, લાલ મરચું : ૧ ચમચી, ઘી : ૨ મોટા ચમચા, ફુલાવર : ૨ નાના, કોથમીર : ૨ ચમચા ઝીણી સમારેલી, ધાણાજીરું : વાટેલું ચમચી. રીતઃ ફુલાવરને એકદમ ઝીણું સમારી તેમાં ૧ ચમચી મીઠું નાખી બરાબર ભેળવી ૧૫ મિનિટ સુધી રહેવા દેવું પછી ફુલાવરને હાથથી બરાબર દબાવી તેનું પાણી કાઢી બીજા વાસણમાં લેવું. પછી તેમાં લાલ મરચાં, મીઠું, લીલાં મરચાં, કોથમીર, ધાણાજીરું નાખી મિક્સ કરી લો. હવે લોટને ચાળી તેમાં ૨ ચમચા ઘીનું મોણ, ૧/૨ ચમચી મીઠું […]

કફ, વાયુ અને પેટના દર્દોની વનસ્પતિ – ધોળો ચંપો પરિચય : ચંપો (શ્વેતચંપક, સફેદ ચંપા)નું ઝાડ મધ્યમ ઊંચાઈ અને વધુ ફેલાવાવાળુ થાય છે. તેની ડાળીઓ કમજોર હોઈ જલ્દી તૂટી જાય છે. આખા ઝાડમાં દૂધ જેવો રસ હોય છે. તેના પાન આંબાના પાન જેવા પણ વધુ લાંબા, પહોળા, દળદાર તથા લીલા રંગના થાય છે. તેની પર વસંતઋતુમાં ૫ પાંખડીવાળા, સફેદ, દળદાર અને જરાક રાતી આભાવાળા ફૂલ થાય છે. તેની વચ્ચેની નાળ, સુંદર પીળા રંગની હોય છે ફૂલમાં હળવી મીઠી સુગંધ હોય છે. જૂના ઝાડમાં ક્યારેક શીંગો થાય છે. આ વૃક્ષ ખાનગી […]

બાળકોને ગમ્મત સાથે જ્ઞાન પણ આપતા રહેવું જોઇએ. પૃથ્‍વી, તારા, આકાશ, સમુદ્ર, ભારતનો ભૌગોલિક વિસ્‍તાર, વસ્‍તીનો આંક વગેરે વિશે વાતવાતમાં જાણકારી આપવી જોઇએ. આપણા અત્‍યારના વડાપ્રધાન, રાષ્‍ટ્રપતિ અને પ્રધાનમંડળ, તેની રચના, દેશની રાજકીય પરિસ્થિતિ, પડોશી દેશો અને તેમની સાથેના સંબંધોની માહિતી આપવી હોઇએ. રમતગમતને લગતી માહિતી પણ તેમને વખતો વખત આપતા રહેવું જોઇએ. ટી. વી. પર દર્શાવાતા સમાચારો વખતે પણ બાળકોને સમજ આપીએ. રોજબરોજ છાપામાં છપાતાં દેશ-વિદેશના અગત્‍યના સમાચારો વાંચી સંભળાવીએ અથવા વાંચવા પ્રોત્‍સાહિત કરીએ. કુદરતી આફત હોય કે અકસ્‍માત થયો હોય તો તેની પણ વિગતો કહી સંભળાવીએ. ગિનીઝ બુક […]

વર્તમાન કાળમાં  જીવવું એટલે શું? * જે કાર્ય હાથમાં લીધુ હોય તેમાં સો ટકા ડુબી જવું. * તત્વદર્શન વિના અન્ય કોઇ લગની ન હોવી જોઇએ. * આ જન્મમાં સર્વોપરિ શક્તિનો સાક્ષાત્કાર કરવો છે એજ માત્ર નિષ્ઠા હોવી જોઇએ. * આડુઅવળુ જોયા વિના માત્ર ભગવાન માજ નિષ્ઠા એટલે વર્તમાનમાં જીવવું. * હાથમાં લીધેલ કાર્યને ભગવતકાર્ય માની તેમાં લયલીન થઈ જવું. * ભગવાનની ઇચ્છાને આધીન થવું. * શેની ઇચ્છાને શેની વાત!આપણે કયાં કાઈ જોઇએ છીએ એવો નિશ્ચય થઈ જાય પછી વર્તમાનમાં જીવ્વવાનું સહેલું બની જાય છે.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors