હ્રદયરોગની મહાન ઔષધિ – અર્જુન (ધોળો સાજડ) પરિચય : આજકાલ હ્રદયરોગ માટે ખૂબ વપરાતા અર્જુન (અર્જૂન, કોહ, કૌહા) કે ધોળા સાજડ (સાદડા)નું ઝાડ ઉત્તર ગુજરાત તથા કોંકણના જંગલોમાં ખાસ થાય છે. તેના ઝાડ ૩૦ થી ૮૦ ફુટ ઊંચા થાય છે. ઝાડના થડની છાલ ખાસ ઔષધરૂપે વપરાય છે. આ છાલ બહારથી સફેદ-કથ્થાઈ રંગની તથા ખરબચડી હોય છે. તેનાં પાન ૩ થી ૬ ઇંચ લાંબા જામફળીના પન જેવા અને ફૂલ સફેદ રંગના નાના કદના તથા ફળ કમરખ જેવા લીલાપીળા એક થી દોઢ ઇંઝ સાઈઝના, ઇંડાકાર અને ૪ થી ૭ ધરી ધરાવતા હોય […]
લોહીની શુદ્ધિ કરી ચામડીના રોગો મટાડનાર – સોનામુખી સોનામુખીને મીંઢીઆવળ પણ કહે છે. તે વેલાની જેમ જમીન ઉપર પ્રસરે છે. સોનામુખીનો રસ કડવો અને તીખો છે. તે તાસીરે ગરમ છે. પચવામાં હલકી, લૂખી, જલદ અને કફવાતશામક છે. સોનામુખી રોચક છે. તે આંતરડાંની ગતિ અને સ્ત્રાવ વધારીને પાતળા ઝાડા કરે છે. પરંતુ તેના વધુ પડતા સેવનથી પેટમાં ચૂંક આવે છે. આયુર્વેદના પ્રખ્યાત સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ અને બીજા વિરેચન ચૂર્ણોમાં મોટે ભાગે સોનામુખી જ પડે છે. સોનામુખીના પાનને પાણીમાં પલાળી કે તેનું ચૂર્ણ કરીને સેવન કરવાથી મળબંધ તૂટે છે અને ઝાડો સાફ […]
જાણો ઓષધિને– ભાંગરો પરિચય : ખાસ કરીને વાળના તેલમાં પ્રચૂરપણે વપરાતો ભાંગરો (ભૃંગરાજ, ભાંગરા) નદી, તળાવ કાંઠે કે ભીની જમીનમાં થનારો બહુ નાનો વર્ષાયુ છોડ છે. ચોમાસામાં તે સર્વત્ર ઊગી નીકળે છે. તેની કાળી, ધોળી અને પીળી એમ ત્રણ જાતો છે. કાળો ભાંગરો ખૂબ જૂજ જોવા મળે છે, સફેદ ભાંગરો વધુ મળે છે. તેમાં ધોળો તથા કાળો ભાંગરો જમીન ઉપર ૧-૨ વેંત ઊંચો થાય છે. પીળો ભાંગરો જમીન ઉપર પ્રસરે છે. તેને બારીક ૧ થી ૪ ઈંચ લાંબા, અર્ધા થી દોઢ ઈંચ પહોળાં, સામસામે આવેલાં, લંબગોળ, ભાલાકાર, અખંડ કે દાંતાવાળા, […]
રસાયન ઔષધિ – શીમળો / મોચરસ પરિચય : સૌરાષ્ટ્ર – ગુજરાતમાં શીમળો કે શેમળા (શાલ્મલી, સમેર, સેમલા, મોચરસ)ના ઝાડ ૧૫ થી ૩૦ ફૂટ ઊંચા અને મોટા દીર્ઘાયુષી થાય છે. આ ઝાડના થડ ડાળીઓ પર બેઠી પડઘીવાળા મજબૂત કાંટાઓ આવેલ હોય છે. ઝાડનાં પાન ૫-૬ના ઝુમખામાં આવે છે. તે પાન ૪ થી ૧૨ ઈંચ લાંબા અને ૧ થી ૪ ઈંચ પહોળા હોય છે. પાન શીતકાળમાં ખરી પડે છે. તે પછી તેની ઉપર સુંદર સફેદ કે લાલરંગના, મોટાં મોટાં ફૂલ આવે છે. તેની પાંખડીઓ મોટી હોય છે. તેમાં ૫૦ થી ૮૦ કે […]
સામગ્રીઃ તુવેરની દાળ ૧ નાની વાટકી, ગરમ મસાલો, ચપટી આંબોળિયા થોડાંક, હળદર થોડીક, મેથી ચપટી, મીઠું પ્રમાણસર, રાઈ ચપટી, લીલાં મરચાં બે, આખાં સૂકા મરચાં બે, ગરમ મસાલો ચપટી, હિંગ ચપટી, ગોળ થોડોક, કોથમરી અડધી ઝૂડી, આદુ એક કટકી, પાણી પ્રમાણસર, ઘી એક ચમચો. રીતઃ એક તપેલીમાં પાણીનું આંધણ મૂકવું. પછી દાળને સારી રીતે ધોઈને આંધણનું પાણી ઉકળે એટલે એમાં ઓરવી. પ્રેશર કૂકર હોય તો દાળ જલદી બફાઈ જાય એટલે ઝેરણીથી દાળને એકરસ બનાવવી. પછી તેમાં મીઠું, હળદર, ગરમ મસાલો, લીલાં મરચાંના ટુકડા, વાટેલું આદુ નાખવાં, ત્યારબાદ થોડીવાર પછી તેમાં […]
સામગ્રી: બટાકા – ૫૦૦ ગ્રામ, સાબુદાણા – ૫૦૦ ગ્રામ, આદું અને મરચાં – ૫૦ ગ્રામ, કાળાં મરી – સ્વાદ પ્રમાણે, તેલ – તળવા માટે, મરચું, સિંધવ મીઠું – સ્વાદ અનુસાર, શિંગોડાનો લોટ – જરૂર પડે તો રીત : સૌ પ્રથમ બટાકા બાફીને છોલી નાખો, પછી તેને છૂંદી નાખો. સાબુદાણાને પલાળીને થોડી વાર રહેવા દો. સાબુદાણા સોફટ થઈ જાય પછી તેને બટાકાના છૂંદામાં ભેળવી દો. હવે તેમાં સિંધવ, લાલ મરચું, કાળાં મરી અને આદું-મરચાંની પેસ્ટ નાખી સારી રીતે ગૂંદી લો. જો બટાકા અને સાબુદાણા બહુ ચીકણા થઈ ગયા હોય તો થોડો […]
સામગ્રી : ૨૫૦ ગ્રામ બટેટા, ૧૫૦ ગ્રામ શીંગદાણા, વઘાર માટે જીરુ, ૧ ચમચી લીલા મરચાંની પેસ્ટ, ૪ ચમચા તેલ, કોથમીર, ૪ ચમચી ખાંડ, ૧ નંગ લીંબુ, મીઠું જરૂર મુજબ. રીત : બટેટાને બાફીને તેનાં નાના નાના ટૂકડા કરી લો. ઍક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરુ નાખી લીલા મરચાંની પેસ્ટ નાખી સાંતળો. હવે તેમાં બટેટાનાં ટુકડા નાખી તેમાં મીઠું, ખાંડ અને લીંબુ નાખી બરાબર મીકસ કરો. ત્યારબાદ તેમાં શેકેલાં શીંગદાણાનો ભૂકો ઉમેરી થોડીવાર માટે ઢાંકી દો. બરાબર ચડી જાય ઍટલે ઉપર લીલી કોથમીર પાથરી દહીં સાથે પીરસો.
સામગ્રી : દૂધી : ૨ કિલો, ખાંડ : ૧ કિલો, સફેદ મરી, બદામ પીસેલી, દૂધ : ૪ લિટર, વરખ, પીપરીમૂળ, ઘી : અડધો કિલો. રીત : પ્રથમ દૂધીને છોલીને ખમણી લેવી. દૂધનો ઊભરો આવે પછી તેમાં દૂધી નાખવી. ધીમા તાપે હલાવવું. દૂધીનો માવો બને ત્યાં સુધી હલાવતા રહેવું. માવો બન્યા પછી તેમાં ઘી નાખવું. પછી થોડીવારમાં ખાંડ નાંખવી. ખાંડનું પાણી બળી જાય પછી તેમાં બદામ, સ્વાદ પ્રમાણે પીપરીમૂળનો ભૂકો, સફેદ મરીનો ભૂકો નાખવો. એકદમ માવો થઈ જાય ત્યારે થાળીમાં ઘી લગાડીને પાથરી દેવું. ઉપર વરખ લગાડવી. થોડીવાર પછી ચપ્પુ વડે […]
સામગ્રી : નાળિયેર : અડધું છીણેલું (ફક્ત સફેદ ભાગ) દૂધ : અડધો કપ ઘી : ૧ ચમચી ગુલાબજળ : ૩ ચમચા સાકર : ૧ કપ બદામ : ૨ ચમચા (છોલીને સમારેલી.). રીત : પ્રથમ નાળિયેરનું છીણ, સાકર, ગુલાબજળ, ઘી અને દૂધ ભેગાં કરી કડાઈમાં ધીમા તાપે સીજવો. એકસરખું હલાવતાં રહેવું. જ્યાં સુધી મિશ્રણ બરાબર મિક્સ ના થઈ જાય ત્યાં સુધી હલાવતાં રહેવું. પછી એક થાળીમાં અથવા સાફ આરસપહાણના પથ્થર ઉપર ઘી લગાવી મિશ્રણને જાડું પાથરી દો. તેના ઉપર બદામ છૂટી છૂટી છાંટો અને પછી તેના જોઈએ તે માપના ચોરસ ટુકડા […]
સામગ્રી : ૧/૨ વાટકી રવો, ૧/૨ વાટકી મેંદો, ૧૦૦ ગ્રામ લીલા બાફેલા વટાણા, ૧ ચમચી મીઠું, ૧ ચમચી ગરમમસાલો, ૧ ચમચી ધાણાજીરું, ૧ વાટકી ઘી તળવા માટે, ૧/૨ વાટકી ઘી મોણ માટે, ૨ ટીપાં ખાવાનો લાલ રંગ. રીત : રવા તથા મેંદાને ચાળીને તેમાં મોણ નાખો. ૧/૨ ચમચી મીઠું તથા રંગ નાખી નવશેકા પાણીથી ઢીલો લોટ બાંધો. તેના પ્રમાણસર લૂઆ બનાવી કચોરીની માફક લૂઆને હાથ પર મૂકી, થોડા પહોળા કરો. બાફેલા વટાણાને હાથથી થોડા મસળી, તેમાં બધો મસાલો નાખી, લગભગ ૧/૨ ચમચી આ તૈયાર મિશ્રણને લૂઆમાં ભરો. પછી તેને બંધ […]