રણજિતરામ સુવર્ણચન્દ્રક મેળવનાર નામ વર્ષ ઝવેરચંદ મેઘાણી = ૧૯૨૮ નામ ઝવેરચંદ મેઘાણી જન્મ = ૨૮-૦૮-૧૮૯૬ ચોટીલા સુરેન્દ્રનગર, ગુજરાત મૃત્યુ = ૦૯-૦૩-૧૯૪૭ (૫૦ વર્ષ) બોટાદ, ભાવનગર, ગુજરાત વ્યવસાય = સાહિત્યકાર (કવિ, લેખક) ગીજુભાઈ બધેકા = ૧૯૨૯ જન્મ = ૨૭-૧૧-૧૯૪૦ મૃત્યુ = ૧૭-૦૫-૨૦૦૬) રવિશંકર રાવળ = ૧૯૩૦ નામ રવિશંકર રાવળ(કલાગુરુ) જન્મ = ૧ ઑગસ્ટ, ૧૮૯૨ ભાવનગર મૃત્યુ =૯ ડિસેમ્બર, ૧૯૭૭ અમદાવાદ વિજયરાય વૈદ્ય = ૧૯૩૧ નામ વિજયરાય વૈદ્ય જન્મ = એપ્રિલ ૭, ૧૮૯૭ ભાવનગર મૃત્યુ = એપ્રિલ ૩૧ ૧૯૭૪ વ્યવસાય = અધ્યાપન, પત્રકારત્વ, સાહિત્ય-વિવેચન રમણલાલ દેસાઈ = ૧૯૩૨ રમણલાલ દેસાઈ […]
વીર્ય, શક્તિ તથા પુષ્ટિવર્ધક – કૌંચા (ભૈરવ શીંગ) પરિચય : ગુજરાત, મધ્યપ્રદેશ તથા દક્ષિણ ભારતના પહાડી પ્રદેશોમાં કૌંચા (આત્મગુપ્તા, મર્કટી/કેવાંચ)ના, ગળો જેવા લાંબા, વર્ષજીવી વેલા થાય છે. જે ઝાડ-વાડના ટેકે ફૂલે – ફાલે છે. આ વેલનાં પાન ૩-૩ ના ગુચ્છામાં બે થી સાડાપાંચ ઈંચ લાંબા, ઘેરા લીલા અને રૂંવાટીદાર હોય છે. વેલ પર એક થી દોઢ ઈંચ લાંબા, ભૂરા કે રીંગણી રંગના, ૨૦-૨૫ના ગુચ્છામાં પુષ્પો આવે છે. તેમજ હેમંત પછી તેની પર આંબલીના કાતરા જેવી, વાંકી અને બહારથી તપખીરી રંગની, રૂંવાટીદાર શીંગો થાય છે. આ રૂંવાટી શરીરની ત્વચા પર અઙે, […]
ખરી ઉપાસના કઈ ? * ભગવાનના સાનિધ્યમાં બેસવા અધિકાર મેળવવા માટૅના પુરુષાર્થને સાચી ઉપાસના કહેવી જોઈએ. * પરમાત્માની કૃપા ઝીલવા માટ સમગ્ર ચેતનતંત્રને ખુલ્લુ મુકવું. * પ્રત્યેક વિચાર,વાણી અને કાર્યમાં પરમાત્માને આગળા રાખવા. * કર્તાભાવ આવવા ન દેવો. * સર્વના કલ્યાણનો ભાવ સેવ્યા કરવો. * હ્રદય ભીનું રહે તે રીતે પુજા-પ્રાર્થના કરવી. ઉપાશનાના પગથિયા કયાં ? * આવાહન. * પ્રસ્થાપન. * સમર્પણ.
સામગ્રીઃ ૫૦૦ગ્રા. દૂધી, ધાણાજીરું, મીઠું, સંચોરો, હિંગ, આદું, મરચાં, હળદર, ખાંડ, જીરું, તેલ, મરચું રીતઃ દૂધીને ધોઈ, છાલને સમારો.એક તપેલીમાં તેલ- જીરું- હિંગનો વધાર મૂકી કટકા વઘારી દો.મીઠું- મરચું- હળદર- સંચોરો, આદું – મરચાં ને પાણી નાખી ચઢવા દો.ચઢી જાય પછી ખાંડ અને ધાણાજીરું નાખી થોડીવાર રહેવા દઈ નીચે ઉતારી લો. પોષકતાઃ આમાં ૩૫૦ કેલરી છે. દૂધીના શાકમાં કેલરી ખૂબ ઓછી હોવાથી તેમજ સહેલાઈથી પચી જતું હોવાથી સ્થૂલ શરીરવાળી વ્યકિતઓ તથા ડાયાબીટીસવાળાને અનુકૂળ છે.
સામાન્ય રીતે આપણે જાતકના જન્મતારીખ, જન્મસમય, જન્મસ્થળને આધારે તેની જન્મકુંડળી બનાવીએ છીએ અને તેના આધારે તેના જીવનની રૂપરેખા આપીએ છીએ. તે જ રીતે કોઈ વ્યક્તિ મૃત્યુ-પામે તો તેના મૃત્યુનાં તારીખ – સમય – સ્થળ લઈને જે કુંડળી બનાવવામાં આવે તેને મૃત્યુકુંડળી કહેવાય. જ્યોતિષશાસ્ત્રના ‘જાતકપારિજાત‘ આદિ ગ્રંથોમાં આવી મૃત્યુકુંડળી બનાવીને તે જીવની મરણોત્તર ગતિ વિશે લખવામાં આવ્યું છે. હવે જન્મ-કુંડળીની બાબતમાં તો તે જાતકનું જીવન જન્મના ગ્રહો પ્રમાણે વ્યતીત થયું કે કેમ તે તપાસી શકાય, પરંતુ મૃત્યુકુંડળીની બાબતમાં જીવની ગતિ વિશેની વિગતોની સચ્ચાઈ તપાસવાનું લગભગ અશક્ય છે. છતાં નીચેની બાબતોને આધારે […]
વાયુ, કફદોષ તથા હ્રદયરોગની સુંદર ઔષધિ – કેરડો પરિચય : કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના ગરમ – રેતાળ પ્રદેશોમાં વડ વર્ગની ગુલ્મ પ્રકારની આ વનસ્પતિ કેરડો (કરીર, કરીલ)નાં ઝાડ ૪ થી ૧૦ ફુટના નાના ઝાડરૂપે થાય છે. તેનું થડ સીધું અને છાલ જાડી, ધૂળિયા રંગની, ઊભાં – લાંબા ચીરાવાળી હોય છે અને તે થડ અસંખ્ય શાખાવાળું હોય છે. તેની પર પાન થતાં નથી, એ તેની ખાસયિત છે. તેની પર સૂક્ષ્મ ગુલાબી રંગના નાના ફુલો ગુચ્છામાં વસંત ઋતુમાં થાય છે. ઉનાળામાં તેની પર વટાણા જેવડા નાનાં, લીલા રંગના ફળ થાય છે, જેને […]
પોતાને ઓળખવાની રીત કઈ ? * પોતાને પોતાની ઓળખાણ એટલે જ સમગ્ર સર્ગને ઓળખી લેવો.એટાલે ઓળખનારો આપોઆપ જુદો પડી જશે. * પોતાના અંતઃકરણને દર્પણની જેમ સ્વચ્છ બનાવી દેવું. * અંતરથી ઊઠતા વિચારોને જોવાની ટેવ પાડવી. * ઈન્દ્રિયોના વ્યવહાર પર ધ્યાન રાખવું. પ્રકૃતિ શું છે? * પરમાત્માની ક્રિયાશક્તિ. * પરમાત્માનું સ્ફુરણ. પ્રકૃતિને શા માટૅ \’જડ\’ કહી છે ? * જીવ, આત્મા કે પરમાત્માના સંબંધ વિના પ્રકૃતિ પોતાની મેળે કાંઈ કર શકવા સમર્થ નથી એટલે
સામગ્રીઃ ૨૫૦ગ્રા. લીલા ચણા, ૨૫૦ગ્રા. બટાટા, ૧૦૦ ગ્રા. ટમેટા, ૧ કપ દહીં, ૨ ચમચી ચણાનો લોટ, કોથમીર, તજ, લવિંગ, મરચું, મીઠું. રીતઃ ચણાને બાફો, બટાટાને બાફીને સમારો.તપેલીમાં ઘીનો વઘાર મૂકી, ચણા અને બટાટાને વઘારી, તેમાં દહીં, ચણાનો લોટ તથા ઉપર મુજબ મસાલો નાખો.બરાબર ઉકાળી છેલ્લે ઝીણા સમારેલ ટમેટા તથા કોથમીર નાખો. પોષકતાઃ આમાં ૬૦૦ કેલરી છે. અન્નાહારમાં પ્રોટીનના ઊણપની મોટી ફરિયાદ છે, તે પૂરવા રોજ પૂરતાં પ્રમાણમાં કઠોળ સેવાં જોઈએ. પ્રોટીન આપણા જીવનનું આધારસ્તંભ છે. ચણામાં પ્રોટીનનું વિપુલ પ્રમાણ છે.
ભગવત્પ્રાપ્તિ માટેના સુલભ સાધનો કયાં છે? * ભક્તિ. * શીલ. * સદાચાર. * સત્કર્મમાં નિષ્ઠા. આપણુ લક્ષ્યાક શું છે? * અસત્યમાથી મુકત થઈ સત્ય ભણી પ્રયાસ કરાવું. * અંધકાર છોડી પ્રકાશ ભણી ગતિ કરવી. * ક્ષણિક,ક્ષણભંગુર અને નાશવંતનો સથવારો છોડી નિત્ય-શાસ્વત-સનાતન ભણી ડગ ભરવા.
પિત્તદોષ અને ગરમીનાં દર્દોનું ઉત્તમ ઔષધ – ગુલાબ પરિચય : ગુલાબ (શતપત્રી, ગુલાબ) વિશ્વમાં સર્વને પરિચિત એવું સુગંધી પુષ્પ છે. ગુલાબની ૧૫૦ થી વધુ જાતો થાય છે અને ગુલાબી, લાલ, પીળા, ધોળા એવા અનેક જાતના રંગના થાય છે. તેનાં છોડ ૫ થી ૧૦ ફુટ ઊંચા, કાટાવાળા, ડાળીવાળા થાય છે. તેના પાન ૨ થી ૬ ઈંચ લાંબા, અણીદાર અને કિનારે કાંગરીવાળા થાય છે. ફૂલોમાંથી ઔષધિ, અત્તર, પરફ્યુમ અને અર્ક બનાવાય છે. છોડ ઉપર ૩ ઈંચ વ્યાસના ગોળ અને ભૂરાં રંગના ફળ આવે છે. પૂજા તથા સુશોભન માટે ગુલાબનાં પુષ્પો ખાસ વપરાય […]