અસીમ આનંદનું દ્રાર કોણ ખોલી આપે? * સાધુ-સંતોની અને અનુભવી પુરુઓની સંગતિ.. સાકાર કોને કહેવાય ? * આકૃતિ સહિત દર્શન તે સાકાર,જે નેત્રો વડે થાય. * નિરાકારનો જે ભાગ ઇન્દ્રિયોની પકટમાં આવે તે સાકાર. * જેને માપી શકાય તે. * જે ઇન્દ્રિયમય છે તે. નિરાકાર કોને કહેવાય ? * આકૃતિ રહિત દર્શન તે નિરાકાર અને તે વિચારથી થાય છે. * જે ઇન્દ્રિયગમ્ય નથી અથવા ઇન્દ્રિયોની પકડની બહાર છે જે માપ બહાર છે.
પ્રકૃતિ ખરેખર ત્રિગુણાત્મક છે ? * સામાન્ય રીતે આપણે પ્રકૃતિન ત્રિગુણાત્માક કહીએ છીએ.સત્વગુણ,તમોગુણાને રજોગુણનું દર્શન અંતઃકરણમાં થાય છે, એટલે પ્રકૃતિ ત્રિગુણાત્મક લાગે છે.પણ વાસ્તવમાં પ્રકૃતિમાં કોઈ ગુણ નથી.તે સ્ફટિક જેવી નિર્મળ છે. * વાસ્તવમાં પરમાત્માની ઇચ્છાશક્તિ જ પોતે ત્રિગુણાત્મક છે.કોઈ પણ ઇચ્છા જયારે બર્હિમુખ બને છે ત્યારે કોઈ પણ એકગુણની પ્રધાનતાનું દર્શન પ્રગટ થયેલી ઇચ્છામાં થાય છે. પરંતુ અંતઃકરણ દ્રારા ઇચ્છા પ્રકાશિત થતી હોવાથી ત્રણ ગુણૉનું દર્શન અંતઃકરણમાં થાય છે.ટુકમા ઇચ્છાશક્તિ જ ત્રિગુણાત્મક છે. * ઇચ્છાશક્તિ દશ્ય વિભાગના સંપર્કમાં આવે પછી તેનામાં સ્પંદન ઊઠે છે. દશ્ય વિભાગમાં સાત્વિક સ્થિતિ હોય […]
સામગ્રી : ૧૦ નાના લાલ કડક ટામેટાં, ૪ ચમચા ઝીણું ખમણેલું લીલું કોપરું, ૪ ચમચા આખા ધાણા, ૧૫ કાળા મરી, ૪ લવિંગ,૩ તજ, ૨ તેજપત્તાં, ૪ લાલ આખાં મરચાં બધાં સાથે- ભેગા કરી વાટી લો. ૧/૨ ચમચી હળદર, ૧/૪ ચમચી સાકર, ૨ ચમચી ગરમ મસાલો, ૧/૨ ચમચી જીરું, ચપટી હીંગ, ૧ ચમચો કોથમીર ઝીણી સમારેલી, દોઢ ચમચો તેલ. રીત : ટામેટાંનો ઉપરનો કાળો ભાગ કાપી ઊભો ચીરો આપો. વાટેલા મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું અને સાકર નાખી ટમેટાંમાં મસાલો ભરો. એક સ્ટીલની કડાઈમાં તેલ ગરમ કરી જીરા અને હીંગનો વઘાર કરો. […]
સામગ્રી (શાક): ગુવાર ૫૦૦ ગ્રામ, તેલ ૪ ચમચા, ખાંડ ૪ ચમચા, હળદર, ધાણાજીરું પ્રમાણસર, હિંગ પ્રમાણસર, અજમો ૨ ચમચી, સોડાબાઈકાર્બ અડધી ચમચી, મીઠું પ્રમાણસર, લાલ મરચું ૨ ચમચી. સામગ્રી (ઢોકળી): ચણાનો લોટ ૨૫૦ગ્રામ, ઘંઉનો લોટ ૫૦ ગ્રામ, તેલ ૪ ચમચા, ધાણાજીરું ૧ ચમચી, લાલ મરચાંની ભૂકી ૨ ચમચી, હળદર અડધી ચમચી, મીઠું પ્રમાણસર, હિંગ પ્રમાણસર. સુશોભન માટેઃ કોપરાનું છીણ ત્રણ ચમચા, ઝીણી સમારેલી કોથમરી ૨ ઝૂડી. રીતઃ ઢોકળીની બધી સામગ્રી ભેગી ભાખરી કરતા સહેજ ઢીલી અને રોટલી કરતાં સહેજ કઠણ કણક બાંધવી. પછી તેના નાના નાના લૂવા પાડીને તેની ઢોકળી […]
સ્વ-સ્વરુપને દર્શનને આડે આવતા આવરણૉ ? * આ આવરણૉ પંચકોષરુપ રહેલા છે. -અન્નમય કોશ. આ કોશ દ્રારા જીવાત્મા સ્થુળા શરીર સાથે ઝકડાયેલો રહે છે. -પ્રાણમય કોશ. આ કોશ દ્રારા જીવાત્મ ઇચ્છાઓ સાથે સંકળાયેલો રહે છે. -મનોમયકોશ. આ કોશ દ્રારા જીવાત્મા મન સાથે જોડાયેલો રહે છે. -વિજ્ઞાનમય કોશ. આ કોશ દ્રારા જીવાત્મા બુધ્ધિ સાથે પકડાયેલો રહે છે. -આનંદમય કોશ. આ કોશ દ્રારા જીવાત્મા વિષયરસ સાથે બધ રહે છે.
નાગર જ્ઞાતિના ઈષ્ટદેવ હાટકેશ્વર મહાદેવ નાગર જ્ઞાતિના ઈષ્ટદેવ હાટકેશ્વર સ્વરૂપે પૂજાય છે.સ્કંદપુરાણમાં હાટકેશ્વરનું પ્રાગટ્ય અને મહત્તાનું વર્ણન છે. ઉત્તર ગુજરાતનું વડનગર પુરાણકાળમાં મોટું અરણ્ય હતું જે હાટકેશ્વર ક્ષેત્ર તરીકે ઓળખાતું. જયાં હાલમાં વડનગર છે શ્રી હાટકેશ્વરનું શિવાલય ઠીક ઠીક પ્રાચીન છે. સીમા પર આવેલા આ નગર પર વારંવાર હુમલા થવાને કારણે તેનો ફરી ફરી જીર્ણોદ્ધાર થયા કર્યો છે. પુરાતત્વવિદો આ મંદિરને ચારસોએક વર્ષ પુરાણું માને છે. સોલંકીયુગ પછી બંધાયેલાં મંદિરોમાંનું આ એક મહત્વનું અને ભવ્ય શિવાલય છે. તેની ફરતે વેદીમાં વિષ્ણુના દશ અવતારો અને પૌરાણિક કથાઓની શિલ્પકૃતિઓ છે. આ ઊંચા […]
સામગ્રી : ૩ કાચાં કેળાં, ૪ લાલ ટામેટાં, ૧/૨ વાટકી લીલા વટાણાના દાણા, ૧/૪ વાટકી ઝીણી સમારેલી ફણસી, ૧/૨ ચમચી લાલ મરચાંની ભૂકી, ૨ ચમચી ધાણાજીરું વાટેલું, ૧/૨ ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, ૧ ચમચો ઝીણી સમારેલી કોથમીર, ૧/૨ ચમચી જીરું, ૨ ચમચા તેલ, ૨ ચમચી ગરમ મસાલો. રીત : વટાણા અને ફણસીને વરાળથી બાફી લેવાં. ટામેટાં ઝીણાં સમારી લેવાં. કેળાંની જાડી છાલ ઉતારી છોલી લેવી. છાલેલાં કેળામાં ઊભો ચીરો કરી તેમાં બધો મસાલો મિક્સ કરીને ભરો. પછી કેળાંને ગોળ ગોળ ૧ ઇંચ જાડા કાપી લો. જો મસાલો ભરતાં વધે […]
જલેબી જરૂરી સામગ્રી : (૧) મેંદો : ૫૦૦ ગ્રામ (૨) ચણાનો લોટ : ૧૦૦ ગ્રામ (૩) ખાંડ : ૧ કિલો (૪) યીસ્ટ. બનાવવાની રીત : ૧.મેંદામાં ચણાનો લોટ નાખી તેમાં પા ચમચી યીસ્ટ નાખી ગરમ?પાણીથી ગાર બનાવી, બે દિવસ મૂકી રાખો. જો તૈયાર બોળો મળી રહે તો પા કપ બોળો નાખી, એક દિવસ મૂકી રાખો. ૨.પછી ખાંડની ચાસણી ગુલાબજાંબુની ચાસણી કરતાં વધારે ઘટ્ટ બનાવો. ૩.બેઠા આકારનું વાસણ લઈ તેમાં તળવા માટે ઘી મૂકો. ૪.કોઈપણ વાસણમાં, વાટકામાં અથવા ડબામાં કાણું પાડી તેનાથી જલેબી પાડવી. તળાઈ રહ્યા પછી ચાસણીમાં બોળી અને કાઢી […]
કયાં કારણે આત્મા જીવભાવમાં બંધાય છે ? * સંગદિષથી. * ધૃણા અથવા દયા. * શંકા,ભય,લજજા. * નિન્દા,મારા-તારાપણાનો ભાવ. * કુળ,અહંની હાજરી. * શીલ અને * વિત્તને કારણે. આત્માવિભાગમાં કોણ આવે? * ઈચ્છા ઉપર અંકુશ મુકી શકે તે.* જે નામરૂપનો ઉપયોગ કરે,તેની પાછળ ફના ન થાય તે.
આત્મા ભણીને યાત્રા કયારે શરૂ થાય ? * મન,બુધ્ધિ,ચિત્ત અને અને અહંને પોષણ આપતા સકલ આધારો નિમૂળ થવા માડે ત્યારે. આત્માનો અનુભવ કોને કહેવાય? * જેનો કર્તાપણાનો અને ભોક્તાપણાનો ભાવ નિર્મૂળ થઈ જાય. આત્મજ્ઞાન કોને થતું નથી ? * જેની દષ્ટિમાંથી દેહ અને જગત હટતા નથી તને.