સંસ્‍કાર (સંસ્‍કારની ધા‍ર્મિક વિધિ) એ જગતના કોઇ પણ ધર્મનું અને તેમાંયે ખાસ કરીને હિંદુ ધર્મનું મહત્‍વપૂર્ણ અંગ છે. ઇતિહાસના પ્રારંભથી સંસ્‍કારો ધાર્મિક તથા સામાજિક એકતાનું પ્રભાવક માધ્‍યમ રહ્યા છે. સંસ્‍કારોનો સંબંધ સંપૂર્ણ જીવન સાથે હોવાથી કોઇ પણ સંસ્‍કૃતિને પૂર્ણ રૂપથી સમજવા માટે સંસ્‍કારોનું અધ્‍યયન મહત્‍વપૂર્ણ છે. ‘સંસ્‍કાર’નો અર્થઃ

ઝાડા, પેશાબને પેટના દર્દની દવા – ગળજીભી (ભોંપથરી) પરિચય : ગુજરાત, ભારતમાં સર્વત્ર ખડકાળ, પડતર, ભીની – છાંયાવાળી જમીનમાં ભોંયસરસા થતાં ગાયની જીભ જેવા આકારનાં પાનવાળા છોડરૂપી આ વનસ્પતિ ગળજીભી (ગોજિહ્વા, ગોજિયા) ગામડાના લોકો ભેસનું દૂધ વધારવા, તેને ખાસ ખવડાવે છે. ગરીબો તેનાં પાનની ભાજી કરે છે. જૂના છોડ ઉપર વેંતભર ઊંચાઈનો તોરો આવે છે. તેના પાન મૂળથી જ ગુચ્છા રૂપે નીકળે છે. જે ૪ થી ૭ ઇંચ લાંબા, દોઢ – બે ઈંચ પહોળા અને ચીકણા, નરમ લીલા રંગનાં થાય છે. તેની ઉપર ઘંટા આકૃતિના જરા પીળા રંગના ૨ થી […]

પેટના દર્દોનું સસ્તું ને સચોટ ઔષધ – ફૂદીનો પરિચય : શાકભાજી અને લીલા મસાલા સાથે વેચાતા ફૂદીના (પુદીન, પોદીના)ને આપણે સૌ સારી રીતે ઓળખીએ છીએ. તુલસીની જાતના ફૂદીનાના વર્ષાયુ, કોમળ, સુગંધિત અને ડાળીવાળા લીલા રંગના છોડ થાય છે. તેના પાન કોમળ, ઘેરા લીલા રંગના, કરકરીયા, ધારવાળા, ભાલા જેવા અણિયાળા, તુલસી પત્ર જેવડા કદના થાય છે. તેની પર નાના, ફિક્કા રીંગણી રંગના મંજરી પુષ્‍પો ગુચ્છામાં આવે છે. ફૂદીનો પેટના દર્દોની (લોક વૈદક)ની ખાસ ઉપયોગી દવા છે. તેમાંથી ‘થાયમોલ‘ નામે ઉડનશીલ-સુગંધી સત્વ તથા અર્ક મેળવાય છે. ગુણધર્મો : ફૂદીનો તીખો-કડવો, મધુર, રુચિકર, […]

ઝાડા-મરડાનું સસ્તું ઔષધ – બીલી પરિચય : હિંદુઓ શંકરના શિવલિંગની બીલીપત્ર ચડાવીને પૂજા કરે છે. પ્રાયઃ શિવ મંદિરોના પ્રાંગણમાં બીલી (બિલ્વવૃક્ષ, બેલ કા પેડ)ના ઝાડ હોય છે. ગુજરાતના વન-જંગલોમાં પર્વતોમાં તથા નદી કાંઠે તે સ્વયંભૂ થાય છે. તેનાં વૃક્ષો ૨૫ થી ૩૦ ફુટ ઊંચા હોય છે, અને ૧ ઈંચ મોટા કાંટા બધી ડાળીઓ પર હોય છે. તેના પાંદડા ત્રણ ત્રણની જોડમાં (ત્રિશૂલની જેમ) ઉગે છે. તે જરાક કડછી-મીઠી વાસવાળા હોય છે. તેની પર સફેદાશ પડતા લીલા રંગના ૪-૫ પાંખડીવાળા, ૧ ઈંચ પહોળા અને મધ જેવી ગંધવાળા પુષ્‍પ આવે છે. તેની […]

રૂચિકર અને કામોદ્દીપક – નાગરવેલ પરિચય : દક્ષિ‍ણ સૌરાષ્‍ટ્રમાં ચોરવાડમાં તથા દક્ષિ‍ણ ગુજરાતમાં નવસારી-વલસાડ તરફ નાગરવેલ (નાગવલ્લી, તામ્બુલ પત્ર)ની બહુવર્ષાયુ અને પ્રસરણશીલ વેલ થાય છે. આપણે પાનવાળાની દુકાને જઈ, જે ‘તાંબુલ‘ પાન ખાઈએ છીએ, તે નાગરવેલના જ પાન હોય છે. માત્ર ભારતમાં જ તે વિવિધ પ્રદેશોમાં થાય છે. તેની પ્રદેશ મુજબ અનેક જાતો થાય છે. ભારતમાં પ્રાચીન સમયથી ભોજન પછી પાન ખાવાની પ્રથા છે. નાગરવેલ ૧૫-૨૦ ફુટ લાંબી, મજબૂત ગાંઠોવાળી હોય છે. તેના પાન ૩ થી ૮ ઇંચ લાંબા, હ્રદયાકાર, સાત શિરાવાળા, ચીકણા, આગળથી અણીદાર અને લીલા કે પોપટી રંગના […]

‘‘મારા જેવા અલ્‍પાત્‍માને માપવા સારુ સત્‍યનો ગજ કદી ટૂંકો ન બનો.’’ = મહાત્‍મા ગાંધી ‘‘જહના ભાગ્‍યમાં જે સમે જે લખ્‍યું તેહને તે સમે તે જ પહોંચે. ’’ = નરસિંહ મહેતા ‘‘બકરીની જેમ સો વર્ષ જીવવા કરતાં એક પળ પણ સિંહની જેમ જીવવું બહેતર છે. ’’ = ટીપુ સુલતાન ‘‘ઝાડના થડને કાપી નાખો, ડાળાં આપોઆપ તૂટી પડશે. ’’ = બાજીરાવ પહેલો ‘‘ઊઠો, જાગો અને ધ્‍યેયપ્રાપ્‍તી સુધી મંડયા રહો. ’’ = સ્‍વામી વિવેકાનંદ ‘‘તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્‍હેં આઝાદી ર્દૂંગા. ’’ = સુભાષચંદ્ર બોઝ ‘‘સ્‍વરાજ મારો જન્‍મસિદ્ઘ હક છે અને તેના […]

નામઃવેણીભાઇ પુરોહિતઃ જન્મ: ૦૧/૦૨/૧૯૧૬ (જામખંભાળિયા) પિતાનું નામઃ જમનાદાસ વેણીભાઇ (મુળ નામ હતું મુળશંકર પરંતુ તેઓ વેણીભાઇ તરીકે જ આજીવન ઓળખાયા) અભ્યાસ: પ્રાથમિક – મુંબાઇ ; માધ્યમિક – જામખંભાળીયા વિશેષઃ   મુંબાઇમાં ‘બે ઘડી મોજ’ દૈનિકમાં જોડાયેલા ૧૯૩૯ – ૪૨ અમદાવાદમાં પ્રભાત, ભારતીય સાહિત્ય સંઘ અને સસ્તું સાહિત્ય સાથે પ્રૂફ રીડર  તરીકે કામ ૧૯૪૨ – સ્વાતંત્ર્ય ચળવળમાં જેલવાસ ૧૯૪૯ થી આમરણ – મુંબાઇમાં જન્મભૂમિ સાથે ઉપનામથી પદ્યમાં કટાક્ષ કટાર ચલાવેલી કાવ્યોના આસ્વાદો અને ચલચિત્રોના અવલોકન કર્યા ઉમાશંકર જોશી તેમને ‘ બંદો બદામી’ કહેતા બાલમુકુંદ દવે તેમના ખાસ મિત્ર ગુજરાતી ચલચિત્ર ‘કંકુ’ ના […]

નામઃપન્નાલાલ પટેલ જન્મ :  ૭ મે,૧૯૧૨ માંડલી ( જી. ડુંગરપુર જિલ્લો, રાજસ્થાન ) અભ્યાસઃ માત્ર આઠ ચોપડી ભણેલા જીવન વિશેષઃ કૌટુબિંક પરિસ્થિતિને લીધે અભ્યાસ છોડી એકાદ વર્ષ ડુંગરપુરને સાગવાડામાં દારૂના ભઠ્ઠા પર નોકરી. પછી અમદાવાદ આવી થોડો વખત એક સદગૃહસ્થને ઘરે નોકરી. એ સદગૃહસ્થની મદદથી અમદાવાદ ઈલેકટ્રિક કંપનીમાં ઑઈલમેન અને પછી મીટર – રીડીંગ કરનાર. ૧૯૩૬માં અમદાવાદમાં મળેલ ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં ઈડર શાળાના સહાધ્યાયી ઉમાશંકર જોશી સાથે સંપર્ક અને તેમના પ્રોત્સાહનથી સાહિત્યસર્જનનો પ્રારંભ. ચારપાંચ વર્ષ મુંબઈની એન.આર. આચાર્યની ફિલ્મ કંપનીમાં પટકથાલેખક. પછી વતન માંડલીમાં જઈ ખેતીનો વ્યવસાય અને સાથેસાથે […]

મગજશક્તિ વર્ધક ઉત્તમ ઔષધિ – બ્રાહ્મી (સોમવલ્લી) પરિચય : આયુર્વેદમાં યાદશક્તિ (સ્મૃતિ), વૃદ્ધિ અને મેધાશક્તિ જેવી માનસિક શક્તિઓ વધારવા માટેની સર્વોત્તમ ઔષધિ ‘બ્રાહ્મી‘(બ્રાહ્મી, બિરહમી-બ્રાહ્મી) ગણાય છે. બ્રાહ્મીનાં વેલા જમીન પર, પ્રાયઃ ચોમાસામાં કે જ્યાં પાણી વધુ મળતું હોય ત્યાં લાંબા લાંબા તાંતણા સાથે પ્રસરે છે. તે વર્ષાયુ છે. વેલના સાંધા સાંધા પર મૂળ, પાન, ફૂલ અને ફળ આવે છે. દરેક સાંધા પર એક જ પાન આપે છે. પાન અખંડ, ગોળ જેવા ૧-૨ થી દોઢ ઈંચ લાંબા-પહોળાં, ૭ જેટલા થાય છે. તેનાં મૂળ દોરા જેવા પાતળા હોય છે. ગુજરાતમાં વડોદરા, સુરત, […]

અનેક રોગનાશક : ગર્ભપ્રદ ઉપયોગી ઔષધિ – સાગ પરિચય : ગુજરાતમાં આખા ગિરનારના જંગલોમાં સાગ (દ્વારદારુ, શ્રેષ્‍ઠકાષ્‍ઠ/સાગી, સાગવાન)નાં અસંખ્ય વૃક્ષો થાય છે. સાગનું લાકડું ખૂબ કઠણ હોઈ, તે ઈમારતી તથા ફર્નિચર કામમાં ખૂબ વ્યાપકપણે વપરાય છે. સાગના ઝાડ ૨૦ થી ૧૫૦ ફીટ જેટલા ઊંચા ને સીધા થાય છે. એની ડાળીઓ-થડ બધા સફેદ રંગના હોય છે. સાગના પાન લગભગ દોઢ ફુટ લાંબા-પહોળાં હોય છે. આ પાનને હાથમાં રાખી ચોળવાથી લાલ રંગ હાથે લાગે છે. ઝાડની ડાળીઓના છેડે ફૂલના પુષ્‍પ મંડપો થાય છે. સાગના ફૂલ અનેક સંખ્યામાં સફેદ રંગના, સીધા અને રુંવાટીદાર […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors